આજની પોઝિટિવ સ્ટોરી:અસ્થમા હોવાથી સેનિટાઇઝરથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં સ્ટુડન્ટે આલ્કોહોલ વિનાનું સેનિટાઇઝરનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, વર્ષે 5 લાખની કમાણી

વડોદરા8 દિવસ પહેલાલેખક: રોહિત ચાવડા
યુવકે માત્ર એક વર્ષમાં જ આલ્કોહોલ વિનાનું સેનિટાઇઝર તૈયાર કરી નાખ્યું.
  • 21 વર્ષીય ઉદ્યોગ સાહસિક યુવાન કહે છે, મેં તૈયાર કરેલું સેનિટાઇઝર કલાકો સુધી અસર કરે છે

કોરોના કાળમાં પડેલી એક મુશ્કેલીએ વડોદરા શહેરમાં રહેતા BBAના સ્ટુડન્ટને ઉદ્યોગ સાહસિક બનાવી દીધો છે. વડોદરાના વાસણા-ભાયલી રોડ પર રહેતા નિતિશ જૈનને અસ્થમાની બીમારી હોવાથી સેનિટાઇઝરના વપરાશથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેથી તેને આ તકલીફને દૂર કરવા માટે કંઇક નવુ કરવાનું નક્કી કર્યું અને માત્ર એક વર્ષમાં જ તેને આલ્કોહોલ વિનાનું સેનેટાઇઝર તૈયાર કરી નાખ્યું અને આ સ્ટાર્ટઅપ થકી તેણે માત્ર એક જ વર્ષમાં 5 લાખ રૂપિયાની કમાણી કરી છે અને તે આજના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યો છે.

સેનિટાઇઝરથી મને શ્વાસ ચઢી જતો હતો
21 વર્ષીય ઉદ્યોગ સાહસિક નિતિશ જૈને જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન હું પૂણેની સિમ્બાઇસીસ યુનિવર્સિટીમાં BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મને અસ્થમાની બીમારી હોવાથી હેન્ડ સેનિટાઇઝરનો વપરાશ કરતી વખતે જો હાથ મારા મોંઢા પર અડકી જાય, તો મને શ્વાસ ચઢી જતો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આ ઉપરાંત આલ્કોહોલ બેઝ સેનિઝાઇઝર વધારે સમય સુધી હાથ પર રહેતુ નથી. જેથી હાથને વારંવાર સેનિટાઇઝ કરવા પડતા હતા. જેથી મેં આ પ્રોબ્લમને સોલ્વ કરવા માટેના પ્રયાસો હાથ ધર્યાં હતા. જેમાં મને મારા નાનાએ મદદ કરી હતી. આ ઉપરાંત મારા મમ્મી-પપ્પાએ પણ મને ગાઇડન્સ આપ્યું હતું.

ઘરના સભ્યોએ પણ યુવકને મદદ કરી હતી.
ઘરના સભ્યોએ પણ યુવકને મદદ કરી હતી.

શરૂઆતમાં મને ખુબ મુશ્કેલીઓ પડી
આલ્કોહોલમાંથી તૈયાર થતાં સેનેટાઇઝરથી આગ લાગવાની અને લાંબા ગાળે કેન્સર થવાની પણ શક્યતા રહેલી છે. આ ઉપરાંત તેમાં ઓલ્કોહોલની દુર્ગંધ પણ આવે છે, જેથી મેં લોકો માટે આલ્કોહોલ વિનાનું સેનિટાઇઝર બનાવવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં ખુબ મુશ્કેલીઓ પડી રહી હતી. કેવી રીતે સેનિટાઇઝર બનાવવું, કયુ મટિરીયલ વાપરવુ સહિત અનેક પ્રશ્નો મને મૂંઝવી રહ્યા હતા. જેથી હું વૈજ્ઞાનિકોને પણ મળ્યો, તેમની પાસેથી ટેકનીક જાણીને નેનો ટેક્નોલોજીથી 'ઓલ સેફ' નામની પ્રોડક્ટ તૈયાર કરી અને તેની પેટન્ટ પણ મેળવી.

નેનો ટેક્નોલોજીથી 'ઓલ સેફ' નામની પ્રોડક્ટ તૈયાર કરી અને તેની પેટન્ટ પણ મેળવી છે.
નેનો ટેક્નોલોજીથી 'ઓલ સેફ' નામની પ્રોડક્ટ તૈયાર કરી અને તેની પેટન્ટ પણ મેળવી છે.

સ્ટુડન્ટે 'ઓલ સેફ' સ્ટાર્ટઅપ શરૂ કર્યું
'ઓલ સેફ' સ્ટાર્ટઅપમાં મેં ત્રણ અલગ-અલગ પ્રોડક્ટ તૈયાર કરી છે. પહેલી પ્રોડક્ટનું નામ છે. હેન્ડ રબ, જેને આપણે સેનિટાઇઝર પણ કહી શકીએ છીએ. મેં તૈયાર કરેલા સેનિટાઇઝરમાં ઓલ્કોહોલનો ઉપયોગ કર્યો નથી. જેના કારણે હેન્ડ રબના ઉપયોગથી બાળકો, વૃદ્ધો કે પ્રેગ્નન્ટ મહિલાઓને કોઇ પણ પ્રકારની તકલીફ પડતી નથી અને સામાન્ય સેનિટાઇઝર કરતા હેન્ડ રબ 5થી 6 ઘણુ વધારે અસરકારક છે અને તેને એકવાર હાથમાં લગાવ્યા પછી લાંબા સમય સુધી હાથ પર રહે છે અને તે વાઇરસને હાથ પર લાગવા દેતુ નથી.

હેન્ડ રબના ઉપયોગથી બાળકો, વૃદ્ધો કે પ્રેગ્નન્ટ મહિલાઓને કોઇ પણ પ્રકારની તકલીફ પડતી નથી
હેન્ડ રબના ઉપયોગથી બાળકો, વૃદ્ધો કે પ્રેગ્નન્ટ મહિલાઓને કોઇ પણ પ્રકારની તકલીફ પડતી નથી

આયોનોઇઝરને હવામાં સ્પ્રે કરવાથી વાઇરસ નિષ્ક્રિય થાય છે
બીજી પ્રોડક્ટ છે આયોનાઈઝર...આયોનાઈઝરને હવામાં સ્પ્રે કરવાથી હવામાં તરતા વાઇરસ નિષ્ક્રિય થઇ જાય છે, જેથી એક રૂમમાં બેઠેલા બે વ્યક્તિ એકબીજાને વાઇરસનો ચેપ ફેલાવતા નથી. આ ઉપરાંત ફંગસમાં પણ તે ઉપયોગી થઇ શકે છે નહીં, તે અંગે હાલ રિસર્ચ ચાલી રહ્યું છે અને એગ્રીકલ્ચરમાં તેના ઉપયોગ અંગે પણ રિસર્ચ કરવામાં આવનાર છે. ત્રીજી પ્રોડક્ટ છે ડિસઇન્ફેક્ટન્ટ, તેનાથી સરફેશ પરના વાઇરસને નિષ્ક્રિય થઇ જાય છે.

સામાન્ય સેનિટાઇઝર કરતા હેન્ડ રબ 5થી 6 ઘણુ વધારે અસરકારક છે
સામાન્ય સેનિટાઇઝર કરતા હેન્ડ રબ 5થી 6 ઘણુ વધારે અસરકારક છે

સ્કીન એલર્જીથી છૂટકારો મળી જશે
કોરોના કાળમાં સેનિટાઇઝર લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે, જેથી સામાન્ય સેનિટાઇઝરથી સ્કીન એલર્જી અને પેટના ઇન્ફેક્શનની સમસ્યા ઉભી થાય છે. જોકે, મે તૈયાર કરેલી પ્રોડક્ટ આલ્કોહોલ વિનાની છે. જેથી મે તૈયાર કરેલુ હેન્ડ રબ(સેનિટાઇઝર) વાપરવાથી સ્કીન એલર્જીથી છૂટકારો મળી જાય છે.

એક રૂમમાં બેઠેલા બે વ્યક્તિ એકબીજાને વાઇરસનો ચેપ ફેલાવતા નથી
એક રૂમમાં બેઠેલા બે વ્યક્તિ એકબીજાને વાઇરસનો ચેપ ફેલાવતા નથી

મારી પ્રોડક્ટ ઓનલાઇન શોપિંગ માર્કેટમાં વેચાઇ રહી છે
મારી આ પ્રોડક્ટ હાલ અમારી વેબસાઇટ અને ઓનલાઇન શોપિંગ માર્કેટમાં વેચાઇ રહી છે અને ઓનલાઇન માર્કેટમાં તેલંગાણા, કર્ણાટક, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં વેચાઇ છે. હાલ મારી સાથે 5 લોકોની ટીમ કામ કરી રહી છે. મને પારૂલ યુનિવર્સિટીના વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો તરફથી ખુબ સપોર્ટ મળ્યો છે. હું તેમનો આભાર માનું છું.

આ પ્રોડક્ટ હાલ અમારી વેબસાઇટ અને ઓનલાઇન શોપિંગ માર્કેટમાં વેચાઇ રહી છે
આ પ્રોડક્ટ હાલ અમારી વેબસાઇટ અને ઓનલાઇન શોપિંગ માર્કેટમાં વેચાઇ રહી છે

દેશના અનેક યુવાનો માટે પ્રેરણા સમાન બન્યો
માત્ર 21 વર્ષની ઉંમરે સ્ટાર્ટઅપ શરૂ કરીને તેને માત્ર એક વર્ષમાં જ 5 લાખ રૂપિયાની કમાણી સુધી પહોંચાડી દીધુ છે. આ યુવાન આજે દેશના અનેક યુવાનો માટે પ્રેરણા સમાન બની ગયો છે અને આવનારા દિવસોમાં વધુ રિસર્ચ કરીને તેની પ્રોડક્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની ઇચ્છા ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...