• Home
 • Dvb Original
 • STORIES OF Migrant Workers WHO left Mumbai (Bombay) due to Covid 19 Lockdown

બમ્બઈથી બનારસ 44 કલાકથી LIVE રિપોર્ટ / બસ મમ્મીને કહેવું છે કે અમને કોરોના નથી થયો, મમ્મીને ચહોરો બતાવીને પાછા આવી જશું

STORIES OF Migrant Workers WHO left Mumbai (Bombay) due to Covid 19 Lockdown
X
STORIES OF Migrant Workers WHO left Mumbai (Bombay) due to Covid 19 Lockdown

 • ટીવી પર મુંબઈની સ્થિતિ જોઈને પરિવારના લોકોને લાગી રહ્યું છે કે જે લોકો મુંબઈમાં રહેશે તેમને કોરોના થઈ જશે
 • બુંદેલખંડમાં વરસાદના આધારે ખેતી થાય છે ઓછી જમીન છે એટલા માટે નોકરી કરવા માટે બહાર જવું પડે છે

વિનોદ યાદવ અને મનીષા ભલ્લા

May 19, 2020, 12:59 PM IST

મુંબઈ. ભાસ્કરના પત્રકારો બંબઈથી બનારસની સફરે નિકળ્યા છે. આજ માર્ગો પરથી લાખો લોકો પોત-પોતાના ગામડે જવા નિકળ્યા છે. ઉઘાડા પગે, પગપાળા, સાઈકલ, ટ્રકોમાં અને ગાડીઓ ભરીને લોકો નિકળી પડ્યા છે. કોઈપણ સ્થિતિમાં તેઓ ઘરે જવા માંગે છે, મુશ્કેલીના સમયમાં દરેક ઘરે જવાજ ઈચ્છે છે. અમે આજ માર્ગોની જીવતી કહાનીઓ તમારા સુધી લાવી રહ્યા છીએ. વાંચતા રહો....
નવી સ્ટોરી, ઝાંસીથી બનારસના રસ્તા પર
મુંબઈથી ઓટોમાં જૌનપુરના ચાર ભાઈ જઈ રહ્યા છે. જેમાંથી ઘરનો સૌથી મોટો દીકરો મુકુંદ તેના મિત્રા સાથે બાઈક પર હતો અને બાકીના ત્રણ ભાઈ રિક્ષામાં હતા. બાઈક અને ઓટો સાથે સાથે ચાલી રહ્યા હતા એવું જ નાસિક હાઈવે પર કસારા પાસે મુકુંદનું અકસ્માત થઈ ગયું હતું. બાઈક ચલાવી રહેલા મિત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને મુંબઈ પાછો મોકલવો પડ્યો છે. મુકુંદ તેના ભાઈઓ સાથે ઓટોમાં બેસી ગયો. 

 મુકુંદે જણાવ્યું કે, શનિવારે અમે લોકો મુંબઈથી નીકળ્યા હતા, સવારે ચાર વાગ્યે તેના મિત્રને ઝોંકુ આવી ગયુ અને બાઈક પાટા પર ચઢીને પલટી ખાઈ ગઈ. મુકુદે કહ્યું કે, મુંબઈમાં અમે કેટલાય દિવસોથી સૂતા નથી. થાકના કારણે ઝોકુ આવી ગયું હતું. મુકુંદને એક્સિડન્ટમાં થોડું વાગ્યું છે. પણ તેની માં ઘરે પાછા માટે એટલું દબાણ કરે છે કે તેને પોતાના મિત્રને રસ્તામાં જ છોડવું પડ્યું હતું.
આ ચારેય ભાઈ મુંબઈમાં સારી નોકરી કરે છે. મુકુંદને અફસોસ છેકે તે પોતાના મિત્રને છોડીને આવી ગયો હતો. તેણે કહ્યું કે, ત્યાં તેની પાસે કોઈ છે પણ નથી પણ મજબૂરી છે કે હું મુંબઈ પાછો જઈ શકતો નથી. ભાઈઓ સાથે આવવું જરૂરી છે. તેમની માતાને લાગે છે કે, મારા દીકરા જો મુંબઈમાં રહેશે તો જીવતા નહીં રહે.

આ ભાઈઓનું કહેવું છે કે અમને મુંબઈમાં કોઈ તકલીફ ન હતી પણ ટીવી પર મુંબઈની સ્થિતિ જોઈને પરિવારના લોકોએ ઘરે વળવા માટે કહ્યું. પરિવારના લોકોને લાગે છે કે જે લોકો મુંબઈમાં રહેશે તેમને કોરોના થઈ જશે. મુકુંદ કહે છે કે અમે મમ્મીને એક્સિડન્ટ વિશે કંઈ જ કહ્યું નથી. પરિવારવાળાને લાગે છે કે અમે સુખ શાંતિ ઘરે જઈ રહ્યા છીએ. નાના ભાઈએ હસતા હસતા કહ્યું કે, બસ અમે મમ્મીને એટલું કહેવા માંગીએ છીએ કે અમને કોરોના નથી થયો અને અમે લોકો ઠીક છીએ.

 બુંદેલખંડમાં વરસાદના આધારે ખેતી થાય છે, ઓછી જમીન છે એટલા માટે નોકરી કરવા બહાર જવું પડે છે 

20 વર્ષનો રાહુલ હૈદરાબાદથી પોતાના ઘરે મહોબા માટે નીકળ્યો છે. તે તેના 8 મિત્ર સાથે શનિવારે રાતે દોઢ વાગ્યે નીકળ્યો હતો અને મંગળવારે ઝાંસી પહોંચ્યો હતો. હવે તેને ઝાંસીથી 147 કિમી મહોબા જવા માટે કોઈ સાધન નથી મળી રહ્યું તો આ છોકરાઓ પગપાળા જઈ રહ્યા છે. બુંદેલખંડની ગરમી, પૈસા નથી, જમવાનું નથી રસ્તામાં મુશ્કેલથી પીવાનું પાણી મળી રહ્યું છે. હૈદરાબાદમાં આ લોકો એક સિક્યોરિટી એજન્સીમાં કામ કરતા હતા. તમામ એક જેવા પગારમાં કામે લાગ્યા હતા. રાહુલનું કહેવું છે કે તેની પાસે 2 એકર જમીન છે. હાલ તેમના પિતા ખેતી કરી રહ્યા હતા પણ હવે એ પણ પપ્પા સાથે ખેતી કરશએ. આ જમીન પણ ભાગમાં લીધી છે જેના થોડા પૈસા રાહુલના પગારમાંથી ચુકવતા હતા તેને જણાવ્યું કે, જમીન એટલી ઓછી છે કે ખેતરમાં ચણા, સરસો, વટાણા વાવીએ છીએ. આ તમામ ખેતરમાં વરસાદની ઋતુમાં જ થાય છે. એટલા માટે હૈદરાબાદ નોકરી માટે ગયા હતા. 

આ જ ગ્રુપમાં સંદીપ છે જેમની પાસે 3 એકર જમીન છે. તેમનું કહેવું છે કે ખેતી કરવામાં ખોટું નથી પણ ખેતી માટે પણ બુંદેલખંડમાં સુવિધા નથી. જો વરસાજ નહીં થોય તો તે આખું વર્ષ બેકાર થઈ જાય છે. વિનોદનું કહેવું છે કે હૈદરાબાદ પાછું નથી જવું પણ અહીંયા કંઈ નથી. 
પહેલો રિપોર્ટ: 40 ડિગ્રી તાપમાનમાં લાઇનમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું તો બેગને લાઇનમાં રાખી, સવારે ચાર વાગ્યાથી બસ માટે 1500 મજૂરો લાઇનમાં લાગ્યા 

બીજો રિપોર્ટ: ઘરેથી પૈસા મંગાવીને સાઇકલ ખરીદી / 2800 કિમી દૂર અસમ જવા સાઇકલ પર નિકળ્યા, દરરોજ 90 કિમી અંતર કાપે છે, મહિનામાં પહોંચશે 
ત્રીજો રિપોર્ટઃમુંબઈથી 200 કિમી દૂર આવીને ડ્રાઈવરે કહ્યું- વધારે પૈસા આપો, ના પાડી તો- ગાડી સાઈડમાં કરીને ઉંઘી ગયો, બપોરથી રાહ જોવે છે
ચોથો રિપોર્ટઃમહારાષ્ટ્ર સરકાર UP-બિહારના લોકોને બસમાં ભરીને મપ્ર બોર્ડર પર ડમ્પ કરી રહી છે, અહીંયા એક મંદિરમાં 6000થી વધારે મજૂરોનો જમાવડો

પાંચમો રિપોર્ટઃહજારોની ભીડમાં બેસેલી પ્રવીણને નવમો મહિનો છે ગમે ત્યારે બાળક થઈ શકે છે, સવારથી પાણી સુદ્ધા નથી પીધું જેથી પેશાબ ન થાય

છઠ્ઠો રિપોર્ટ: થોડા કિમી ઓછું ચાલવું પડે એટલા માટે રફીક સવારે નમાઝ પછી હાઈવે પર આવીને ઊભા રહે છે અને પગપાળા જતા લોકોને રસ્તો બતાવે છે
સાતમો રિપોર્ટઃ60% ઓટો-ટેક્સીવાળા ગામડે જવા નિકળી ગયા છે, અમે હવે છ-આઠ મહિના તો નહીં આવીએ, ક્યારેય ન આવત પણ લોન ભરવાની છે
આઠમો રિપોર્ટઃ MP પછી ચાલીને જતાં મજૂર નજરે પડતા નથી, અહીંથી રોજ 400 બસોમાં લોકોને જિલ્લા સુધી મોકલાઈ રહ્યા છે

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી