તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Two Sisters Studying In Std. 11 And 12 In Rajkot Changed The Mindset Of Menstruation In Rural Women, Gave 61 Thousand Sanitary Pads Free In 8 Months

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:રાજકોટમાં અભ્યાસ કરતી બે સગી બહેનોએ ગામડાંની મહિલાઓમાં માસિક ધર્મની માનસિકતા બદલી, 8 મહિનામાં 61 હજાર સેનિટરી પેડ ફ્રીમાં આપ્યાં

રાજકોટ2 મહિનો પહેલાલેખક: શૈલેષ રાદડિયા
મહિલાઓને માસિક ધર્મ દરમિયાન થતી તકલીફોને દૂર કરવા બે બહેનોએ નેપ્કિન વહેંચવાનું શરૂ કર્યું છે.
  • લોકડાઉનમાં બંને બહેનોને વિચાર આવ્યો અને ગામડાંમાં સેનિટરી પેડ ફ્રીમાં આપવાનું શરૂ કર્યું
  • બંને બહેનો ડોનેશન મેળવી સેનિટરી પેડની ખરીદી કરે છે, પિતા ગામડાંના પુરુષોને જાગ્રત કરે છે

21મી સદીના જ્ઞાન-વિજ્ઞાનના યુગમાં પણ લોકોમાં સ્ત્રીઓના માસિક ધર્મને લઈને ઘણું પછાતપણું જોવા મળે છે. સ્ત્રી માસિક ધર્મમાં હોય એટલે તેના હાથનું બનાવેલું ભોજન પણ ઘણા લોકો જમતા નથી. માસિક ધર્મમાં રહેલી સ્ત્રીને લોકો અલગ જ નજરથી જુએ છે. આ માનસિકતા ગામડાંમાં વધારે જોવા મળે છે. માસિક ધર્મ દરમિયાન કપડાનો ઉપયોગ કરવાથી મહિલાઓમાં ઘણી બીમારીઓ પણ ફેલાઈ રહી છે. ત્યારે સ્વચ્છ સેનિટરી નેપ્કિન(પેડ) ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને મળી રહે એની સાથે લોકોની વિચારસરણીમાં બદલાવ આવે એ માટે રાજકોટમાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી સગી બહેનોએ બીડું ઝડપ્યું છે. બન્ને બહેનો છેલ્લા 8 મહિનામાં ગામડાં ખુંદી 61 હજાર સેનિટરી પેડનું ફ્રીમાં વિતરણ કર્યું છે. બંને બહેનોનું આ કાર્ય હજુ પણ અવિરત ચાલુ જ છે.

કપડા વાપરતી મહિલાઓને સ્વચ્છ સેનિટરી પેડ આપવામાં આવે છે.
કપડા વાપરતી મહિલાઓને સ્વચ્છ સેનિટરી પેડ આપવામાં આવે છે.

લોકડાઉનમાં વિચાર આવતાં પેડ વિતરણ શરૂ કર્યું
કાવ્યા જોશીએ જણાવ્યું હતું કે મેં ધોરણ12 સાયન્સ પૂરું કર્યું છે, ડોક્ટર બનવાનું સપનું છે. જ્યારે મારાથી નાની બહેન હેત જોશી ધોરણ11 કોમર્સમાં અભ્યાસ કરે છે. એને મેનેજમેન્ટ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા છે. અમે બંને બહેનોને લોકડાઉનમાં ગામડાંમાં સેનિટરી પેડનું વિતરણ કરવાનો વિચાર આવ્યો હતો. બસ, આ જ વિચાર અમે બંને બહેનોએ મારા પિતા રક્ષિતભાઇ સમક્ષ મૂક્યો. પપ્પાએ તરત જ હા પાડી દીધી અને તેઓ પણ અમારા કાર્યમાં જોડાયા.

માત્ર પેડ જ નહીં, પરંતુ સ્વસ્થતા અંગેનો મેસેજ પણ આપવામાં આવે છે.
માત્ર પેડ જ નહીં, પરંતુ સ્વસ્થતા અંગેનો મેસેજ પણ આપવામાં આવે છે.

ડોનેશન મેળવી સેનિટરી પેડની ખરીદે છે
બન્ને બહેનોના પિતા રક્ષિતભાઇ જોશીએ જણાવ્યું હતું કે મારી બંને દીકરીઓના આ કાર્યથી હું ખૂબ જ ખુશ છું. બંને દીકરીઓ સાથે હું પણ તેમની સાથે ગામડાંમાં જાઉં છું. સૌપ્રથમ તો અમને વિચાર આવ્યો કે સેનિટરી પેડની ખરીદી માટે રૂપિયા ક્યાંથી લાવવા, પરંતુ બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મારા અને બંને દીકરીઓના ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ બનાવ્યું છે, જેમાં અમારા મિત્રો પોતપોતાની સક્ષમતા મુજબ ફંડ નાખે છે. આ ફંડથી અમે સેનિટરી પેડની ખરીદી કરીએ છીએ. જ્યારે ફંડ ઓછું હોય ત્યારે ભારત સરકારના જિનેરિક મેડિકલ સ્ટોરમાંથી એક રૂપિયાના ભાવે એક સેનિટરી પેડ આપવામાં આવે છે, એની ખરીદી કરીએ છીએ.

મહિલાઓની સાથે બાળકીઓને પણ માર્ગદર્શન અને માહિતી અપાય છે.
મહિલાઓની સાથે બાળકીઓને પણ માર્ગદર્શન અને માહિતી અપાય છે.

સૌપ્રથમ કુવાડવા પાસે ખખાણા ગામની મુલાકાત લીધી
હેત જોશીએ જણાવ્યું હતું કે એકવાર અમને સ્કૂલ તરફથી રાજકોટના કુવાડવા ગામ પાસે આવેલા ખખાણા ગામની મુલાકાત માટે લઇ જવામાં આવ્યાં હતાં. અહીં અમે જોયું તો ગામમાં મેડિકલ સુવિધાના નામે મીંડું હતું. ગામડાની મહિલાઓ સેનિટરી પેડનો ઉપયોગ કરતી નહોતી તેમજ સેનિટરી પેડ વિશે મહિલાઓમાં અવેરનેસ પણ જોવા મળી નહોતી, આથી અમે સેનિટરી પેડનું વિતરણ સૌપ્રથમ ખખાણા ગામથી જ કરી હતી.

નક્કી કરાયેલાં ગામડાંની શાળાઓમાં પણ બન્ને બહેનો જાય છે.
નક્કી કરાયેલાં ગામડાંની શાળાઓમાં પણ બન્ને બહેનો જાય છે.

વર્ષભર ચાલે તેટલાં પેડ અપાય છે
કાવ્યા જોશીએ જણાવ્યું હતું કે ગામડાંની મહિલાને આખું વર્ષ ચાલે તેટલાં સેનિટરી પેડ અમે ફ્રીમાં આપીએ છીએ. ખખાણા બાદ અમે બીજાં છ ગામ કવર કર્યાં છે, જેમાં ખેરવા, કણકોટ, ઘિયાવડ, વંજારા, વીડીભોજીપરા અને પીપરડીનો સમાવેશ થાય છે. અદિરા ફાઉન્ડેશન હેઠળ અમે દેશમાં રાજકોટની જેમ 13 લોકેશન કવર કર્યાં છે. અદિરા ફાઉન્ડેશને જમ્મુ-કાશ્મીરનાં 12 જેટલાં ગામ પણ ત્યાં સ્થાનિકની ટીમ બનાવી કવર કર્યાં છે.

બન્ને બહેનોનાં કાર્યને સમાજના અન્ય લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે.
બન્ને બહેનોનાં કાર્યને સમાજના અન્ય લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે.

સ્પોન્સર પણ મળી રહે છે
રક્ષિતભાઇ જોશી જણાવે છે કે પહેલીવાર આ માટે નાઇન સેનિટરી પેડ કંપની સ્પોન્સર બની હતી. કંપનીએ ફ્રીમાં રાજકોટ સુધી સેનિટરી પેડ પહોંચાડ્યાં હતાં. અદિરા ફાઉન્ડેશન એક NGO છે અને એ ગામડાંમાં સેનિટરી પેડનું ફ્રીમાં વિતરણ કરવાનું કામ કરે છે. અમે ગામડાંમાં જઇએ છીએ ત્યારે હેત અને કાવ્યાના સ્કૂલ મિત્રો પણ સાથે જોડાય છે. આ માટે અમે ત્રણ ટીમ બનાવી છે.

ફાઉન્ડેશન સ્થાપીને પિતાના માર્ગદર્શનમાં બન્ને બહેનો કામ કરે છે.
ફાઉન્ડેશન સ્થાપીને પિતાના માર્ગદર્શનમાં બન્ને બહેનો કામ કરે છે.

પેડ લેતાં મહિલાઓ શરમાય છે
સેનિટરી પેડ વિતરણ કરવામાં આવે ત્યારે ગામડાંની મહિલાઓ હજુ પણ શરમ અનુભવતી જોવા મળે છે. સેનિટરી પેડ આપવામાં આવે એટલે ગામડાંની મહિલાઓ પેડને સંતાડીને ઘરે લઇ જાય છે. સાડી કે દુપટ્ટામાં સંતાડીને લઇ જાય છે, આથી બંને બહેનો ગામડાંની મહિલાઓમાં માસિક ધર્મ અંગે અવેરનેસ પણ આપવાનું કામ કરે છે. ગામડાંમાં બંને બહેનોને સારો આવકાર પણ મળે છે અને હજી સુધી એક પણ કડવો અનુભવ થયો નથી.

બન્ને બહેનોએ આઠ માસમાં આ કાર્યને નવું સ્વરૂપ આપી દીધું છે.
બન્ને બહેનોએ આઠ માસમાં આ કાર્યને નવું સ્વરૂપ આપી દીધું છે.

અમેરિકન કંપની સાથે ટાઇઅપ કર્યું છે
કાવ્યા અને હેત બંને બહેનોએ અમેરિકામાં સેનિટરી પેડ બનાવતી કંપની સાથે ટાઇઅપ કર્યું છે. ગામડાંમાં માસિક ધર્મને લોકો ખરાબ ગણે છે, આથી આ વિચારથી જ બંને બહેનોએ સેનિટરી પેડ વિતરણ કરવા આગળ આવી છે. રક્ષિતભાઇ ગામડાંના પુરુષોને જાગ્રત કરવાનું કામ કરે છે. તેઓ ગામડાંના પુરુષોને કહે છે કે તમારા એક માવાની કિંમત કરતાં પણ સેનિટરી પેડની કિંમત ઓછી છે તો તમારા ઘરની મહિલાઓને સેનિટરી પેડ અવશ્ય લઇ આપો. રક્ષિતભાઇની વાતને ગામડાંના પુરુષો માને છે.

ગામડાંની મહિલાઓ સહિત પુરુષો પણ બન્ને દીકરીનાં કાર્યને બિરદાવે છે.
ગામડાંની મહિલાઓ સહિત પુરુષો પણ બન્ને દીકરીનાં કાર્યને બિરદાવે છે.

સ્થાનિકો સાથ આપે છે
બન્ને બહેનો જે ગામડાંમાં સેવા આપવા જાય છે ત્યાંની મહિલાઓની સાથે સાથે પુરુષો અને ગામના સરપંચથી લઈને આરોગ્ય અધિકારી સહિતના લોકો પણ સાથ આપે છે. બન્ને બહેનો પાસે મહિલાઓ નિઃસંકોચ જાય તેમના પ્રશ્નો રજૂ કરે. ગામના સરપંચ વલ્લભભાઈ કહ્યું કે અજ્ઞાનતાને કારણે મહિલાઓને બીમારીનો ભોગ બનવું પડતું હતું, જોકે હવે આ બન્ને બહેનોને કારણે સ્થિતિમાં પણ સુધારો થયો છે અને વધુ થશે એવી આશા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો