તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • The Book stationery Business Is Down 80% Due To The Effect Of Corona, Giving Traders Rs. Loss From 3 To 10 Lakhs

ધંધામાં માઠી અસર:કોરોનાની અસરથી પૂસ્તક-સ્ટેશનરીનો ધંધો 80% ડાઉન, વેપારીઓને મહિને રૂ. 3 થી 10 લાખ સુધીનું નુકસાન

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • શાળા કોલેજો ફરી બંધ થઈ, જેથી સ્ટેશનરીમાં વેપાર ધંધો ફરી પડી ભાંગ્યો
  • માસ પ્રમોશનના કારણે સ્ટડી મટિરિયલની માગમાં ધરખમ ઘટાડો થયો

નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું તેવા સમયે જ ગુજરાતમાં કોરોનાને કારણે અનેક નિયંત્રણો આવતા સ્ટેશનરીના ઉદ્યોગ સાથે સંકડાયેલા લોકોની હાલાકી ઓર વધી છે. સ્ટેશનરી વેપારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષ દરમિયાન કોવિડના કારણે વેપાર ધંધા ધીમા ચાલી રહ્યા છે. ગત વર્ષે અનલોક બાદ માત્ર 20 ટકાનો જ ધંધો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે, જેથી વેપારીઓને મહિને રૂ. 2 લાખથી 10 સુધીનું નુકસાન થઈ રહ્યું છે.

વેપારીઓને મહિને 2 લાખથી 10 લાખનું નુકશાન
ગુજરાત સ્ટેશનરી અને પૂસ્તક મંડળના પ્રમુખ નરેશ શાહનો દાવો છે કે રાજ્યમાં 12 હજાર જેટલી દુકાનો છે, જેમની હાલત શાળા-કોલેજ બંધ હોવાથી તેમની હાલત કફોડી બની છે. ગત વર્ષથી કોરોનાના કારણે શાળા-કોલેજો બંધ હોવાથી માત્ર 20 ટકાનો જ ધંધો ચાલ્યો. વર્ષના શરૂઆતમાં પૂસ્તકો અને સાહિત્ય સામગ્રીનો માલ તો ભર્યો, પરંતુ બીજી લહેરના કારણે વેપાર-ધંધા પર પાણી ફેરાઇ ગયું છે. જેથી નાના વેપારીથી લઇ મોટા વેપારી દિઠ મહિને રૂ 2 લાખથી લઇ 10 લાખ સુધીનું આર્થિક નુકશાન થયુ છે.

અમદાવાદના ગાંધીપૂલ પાસેના બુક સ્ટોલમાં લોકડાઉન બાદ ધંધામાં મંદી જોવા મળી
અમદાવાદના ગાંધીપૂલ પાસેના બુક સ્ટોલમાં લોકડાઉન બાદ ધંધામાં મંદી જોવા મળી

ફેબ્રુઆરીમાં શાળા ચાલુ થઇ ત્યારે 25-30% વેપાર થયો
અતુલ પ્રકાશનના અતુલ શાહે જણાવ્યું કે, વર્ષ 2021ની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં રાજ્યમાં શાળાઓ શરૂ થઈ, જેમાં પણ ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ માટે જ શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું. આ સમય દરમિયાન બજારમાં 25-30 ટકા જેવો વેપાર થયો હતો. જોકે માર્ચ મહિનામાં રાજ્યમાં કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ, ત્યારથી શાળાઓ ફરી બંધ થઈ અને તેમનો વેપાર ધંધો ફરી પડી ભાંગ્યો છે. ગત વર્ષે જૂન માસમાં લોકડાઉન બાદ તબક્કાવાર ધંધા વેપારને પરવાનગી મળી, તે દરમિયાન પણ 20 ટકા વેપાર ચાલ્યો.

અમદાવાદના નારણપુરા વિસ્તારનો બુક સ્ટોલ
અમદાવાદના નારણપુરા વિસ્તારનો બુક સ્ટોલ

માસ પ્રમોશનના કારણે વેપાર-ધંધા પર મોટી અસર થઈ
વેપારીઓનું માનીએ તો ચાલુ શૈક્ષણિક વર્ષ માટે ધોરણ 1થી 9માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું, એટલે કે એક ધોરણમાંથી બીજા ધોરણમાં જવા માટે શાળામાં વાર્ષિક પરીક્ષાનું આયોજન ટાળવામાં આવ્યુ. જેની મોટી અસર સ્ટેશનરી વ્યવસાય પર પડી છે. પરીક્ષાઓનું આયોજન ન થતા વાલીઓએ પણ પરીક્ષા માટે અભ્યાસલક્ષી સાહિત્યની ખરીદી ન કરી. એક વર્ષથી શાળા-કોલેજમાં ઓનલાઇન અભ્યાસક્રમ ચાલે છે અને વિદ્યાર્થીઓએ PDF કે અન્ય ડિઝીટલ મટીરિયલ્સ પર આધાર રાખે છે. લોકોના ધંધા વ્યાપાર પણ મંદ રહ્યા જેથી વાલીઓની ખરીદ શક્તિ ઘટી છે.

વેપારીઓના ગોડાઉનમાં હજુ માલ પેક થયેલ અવસ્થામાં જ જોવા મળી રહ્યો છે
વેપારીઓના ગોડાઉનમાં હજુ માલ પેક થયેલ અવસ્થામાં જ જોવા મળી રહ્યો છે

પ્રકાશકોને વાર્ષિક રૂ. 30-50 લાખ સુધીનું નુકશાન
નિરવ પ્રકાશનના નિરવભાઇનુ કહેવુ છે, કે કોરોના પહેલા તેઓ રોજ એક નવા પૂસ્તકનું પ્રકાશન થતું હતું, પરંતુ આ વર્ષે તેમણે એક પણ પૂસ્તક પ્રકાશિત નથી કર્યું. માત્ર સ્ટેશનરી કે પૂસ્તક વિક્રેતા જ નહિ પરંતુ પૂસ્તકોનું પ્રકાશન કરતા પ્રકાશકોને પણ કોરોનાના કારણે મોટુ આર્થિક નુકશાન થયું છે. રાજ્યમાં શાળા-કોલેજમાં સંદર્ભ પૂસ્તકો અને અન્ય સાહિત્યના પ્રકાશનનો વ્યવસાય પણ ખૂબ મોટો છે. એક અંદાજ મુજબ પ્રકાશકોને વાર્ષિક રૂ. 30-50 લાખનું આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

સ્ટેશનરીનો સામાન પણ કેટલાક ગોડાઉનમાંથી દુકાન સુધી પહોંચ્યા જ નથી
સ્ટેશનરીનો સામાન પણ કેટલાક ગોડાઉનમાંથી દુકાન સુધી પહોંચ્યા જ નથી

આવનાર દિવસોમાં પૂસ્તકો-સાહિત્યના ભાવ વધશે
કુમાર પ્રકાશનના પાર્થ શાહનું કહેવું કે હજુ પ્રકાશન થયેલ પૂસ્તકોના કાગળ, પ્રિન્ટિંગના બિલ ચૂકવવાના બાકી છે, બીજી તરફ માલ મોટાભાગનો માલ ગોડાઉનમાં જ છે. માત્ર એટલુ જ નહિ પરંતુ હજુ રિટેઇલ બુક ડેપો પાસેથી લેણુ બાકી છે, પરંતુ રિટેઇલ માર્કેટમાં પણ ધંધો ન ચાલ્યો. ઉપરથી હવે કાગળના ભાવ વધ્યા છે. જેની અસર આવતા દિવસોમાં જોવા મળશે અને પૂસ્તકોના ભાવ 10% વધવાની સંભાવના છે. ઉપરાંત કેટલાક અભ્યાસક્રમોમાં કોર્સ બદલાતા રહે છે, જેથી એક તરફ જ્યાં જે-તે કોર્સના પૂસ્તકોનો જથ્થો ધૂળ ખાઇ રહ્યો છે, તેવામાં અભ્યાસક્રમ બદલાતા આ પૂસ્તકો પસ્તી બની જશે.

અન્ય સમાચારો પણ છે...