• Gujarati News
  • Dvb original
  • Startup Idea For Daughter in law To Become Mother in law's Recipe, Now A Business Of Rs 4 Lakh Per Month; Also Employed 5 Women

આજના પોઝિટિવ સમાચાર:સાસુની રેસિપી બની પુત્રવધૂ માટે સ્ટાર્ટઅપ આઈડિયા, હવે દર મહિને 4 લાખ રૂપિયાનો બિઝનેસ; 5 મહિલાઓને રોજગારી પણ આપી

નવી દિલ્હી6 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
ચેન્નઈના રહેવાસી સોનમ સુરાના. - Divya Bhaskar
ચેન્નઈના રહેવાસી સોનમ સુરાના.

આજના પોઝિટિવ સમાચારમાં વાત ચેન્નઈના રહેવાસી ટીએસ અજય અને તેમના પત્ની સોનમ સુરાનાની છે. અજય બીકોમ ગ્રેજ્યુએટ છે જ્યારે સોનમે બીબીએ કર્યુ છે. અત્યારે બંને મળીને ખુદનું હોમમેડ સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. જ્યાં તેઓ અલગ-અલગ પ્રકારની ચટણી, અથાણાં સહિત બે ડઝનથી વધુ પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે. બે વર્ષ અગાઉ ચેન્નઈથી શરૂ થયેલો તેમનો બિઝનેસ આજે દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. દરરોજ સોથી વધુ તેમની પાસે ઓર્ડર આવી રહ્યા છે. તેનાથી દર મહિને ત્રણથી ચાર લાખ રૂપિયા તેમને કમાણી થઈ રહી છે.

36 વર્ષના અજય એક બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. અભ્યાસ પૂરો કર્યા પછી કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરી રહ્યા હતા. 2017માં અચાનક તેમના માતાનું નિધન થયું. તેના પછી તેમણે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છોડી દીધો અને ઘર પર જ વધુ સમય વિતાવવા લાગ્યા. આ દરમિયાન એક દિવસ ઘરની સાફસફાઈ દરમિયાન તેમની પત્નીને એક ડાયરી મળી. આ ડાયરી અજયના માતાની હતી. આ ડાયરીમાં અલગ-અલગ રીતના ટ્રેડિશનલ ફૂડ્સની રેસિપી લખેલી હતી.

સોનમ ખુદ અથાણાં અને ચટણી બનાવવાનું કામ કરે છે. પોતાની મદદ માટે તેમણે પાંચ અન્ય મહિલાઓને રાખી છે.
સોનમ ખુદ અથાણાં અને ચટણી બનાવવાનું કામ કરે છે. પોતાની મદદ માટે તેમણે પાંચ અન્ય મહિલાઓને રાખી છે.

સાસુએ લખેલી રેસિપી મળી તો આવ્યો બિઝનેસનો આઈડિયા
34 વર્ષના સોનમ કહે છે કે અગાઉ મને ભોજન બનાવવાનો ખાસ શોખ નહોતો પરંતુ સાસુએ લખેલી રેસિપી વાંચી તો વિચાર્યુ કે એકવાર આને પણ અજમાવીને જોઈ લઈએ. તેના પછી મેં ઓગસ્ટ 2018માં ત્રણ પ્રકારની ચટણી તૈયાર કરી. સૌથી પહેલા એ મારા બાળકોને ખવડાવી. તેમને આ ચટણી સ્વાદિષ્ટ લાગી. પછી મેં વિચાર્યુ કે શા માટે તેનો ટેસ્ટ પોતાના સંબંધીઓને પણ ન કરાવીએ. તેના પછી અમે એક કન્ટેનરમાં પેક કરીને કેટલાક સંબંધીઓને ચટણી મોકલી. આ બધુ અમે એમ જ ટ્રાય કરવા કર્યુ હતું. બિઝનેસ અમારો મોટિવ નહોતો, પરંતુ જ્યારે લોકોએ અમારી ચટણીની પ્રશંસા કરી અને ફરી તેની ડિમાંડ કરી, ત્યારે અમને લાગ્યું કે તેને અમે કમર્શિયલ લેવલ પર પણ શરૂ કરી શકીએ છીએ.

અજય કહે છે કે માતા હંમેશા કહેતા કે કંઈક એવું કામ કરો કે જેનાથી લોકોને કંઈ સારુ આપી શકો. લોકોને કંઈક સારૂં મળી શકે. મને લાગ્યું કે માતાના માર્ગે ચાલવા માટે કદાચ આ સૌથી સારૂં કામ છે, જ્યાં અમે લોકોને એ પ્રોડક્ટનો ટેસ્ટ કરાવી શકીશું કે જે માતાને ખૂબ પસંદ હતી. તેના પછી અમે બીજા વર્ષે એટલે કે 2019માં તેના માર્કેટિંગ પર કામ કરવાનું શરૂ કરી દીધું.

અલગ અલગ જગ્યાએ સ્ટોલ લગાવ્યા. સોશિયલ મીડિયાની મદદ લીધી

સોનમ અને અજય અત્યારે બે ડઝનથી વધુ વેરાઈટીની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે
સોનમ અને અજય અત્યારે બે ડઝનથી વધુ વેરાઈટીની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે

અજય કહે છે કે શરૂઆતમાં અમને માર્કેટમાં સ્થાન જમાવવામાં ઘણી મુશ્કેલી પડી. અનેક લોકો માર્કેટિંગ માટે અને પોતાની દુકાન પર પ્રોડક્ટ રાખવા માટે કમિશનની માગણી કરતા હતા, પરંતુ જેમ જેમ સમય વીત્યો,અમારૂં કામ આગળ વધવા લાગ્યું. સોશિયલ મીડિયાએ અમારા કામને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી. સોનમ અલગ અલગ પ્રસંગે શહેરમાં અનેક સ્થળે સ્ટોલ લગાવીને પણ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી હતી. તેનાથી લોકોની વચ્ચે અમારી પ્રોડક્ટની ઓળખ બની અને લોકો અમને ઓળખવા લાગ્યા. આ સાથે જ અમે ચેન્નઈના અનેક મોટા સ્ટોર્સમાં પોતાની પ્રોડક્ટ મૂકાવી. આ રીતે અમારૂં કામ વધતું ગયું. અત્યારે અમારી પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત અનેક મોટા ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર છે. હાલમાં જ અમે પ્રેમ ઈટસી નામથી ખુદની પણ વેબસાઈટ લોન્ચ કરી છે. જ્યાંથી ગ્રાહકો પોતાના ઓર્ડર આપી શકે છે.

લોકોની ડિમાન્ડ અનુસાર પ્રોડક્ટ વધારતા ગયા

​​​​​​​

પોતાના માતાની તસવીર સાથે અજય અને તેમના પત્ની સોનમ. અજયના માતા અનેક પ્રકારના ટ્રેડિશનલ ફૂડ્સ બનાવવામાં માહિર હતા.
પોતાના માતાની તસવીર સાથે અજય અને તેમના પત્ની સોનમ. અજયના માતા અનેક પ્રકારના ટ્રેડિશનલ ફૂડ્સ બનાવવામાં માહિર હતા.

સોનમ કહે છે કે અમે પોતાના સ્ટાર્ટઅપની શરૂઆત ત્રણ પ્રકારની ચટણીની સાથે કરી હતી પરંતુ જેમ જેમ લોકો અલગ અલગ વેરાયટીની ડિમાન્ડ કરતા ગયા, તેમ તેમ અમે પ્રોડક્ટ પણ વધારતા ગયા. અત્યારે અમે લગભગ 2 ડઝન વેરાઈટીની પ્રોડક્ટ્સ તૈયાર કરીએ છીએ. તેમાં અથાણાં, મસાલા પાઉડર અને ચટણીની 20થી વધુ વેરાઈટી છે. આ તમામ પ્રોડક્ટ સોનમ ખુદ તૈયાર કરે છે. તેની સાથે જ તેમણે પાંચ મહિલાઓને રોજગારી પણ આપી છે જેઓ તેમને કામમાં મદદ કરે છે અને પેકેજિંગનું કામ કરે છે.

અજય કહે છે કે અમે લોકોના ટેસ્ટ અને જગ્યાના હિસાબે પ્રોડક્ટ રાખી છે. અમે નોર્થ ઈન્ડિયન માટે અલગ કેટેગરી બનાવી છે અને સાઉથ ઈન્ડિયન માટે અલગ કેટેગરી બનાવી છે. જેને જે પસંદ છે એ તેમના પ્રમાણે ઓર્ડર કરી શકે છે. આ સાથે જ અમે લોકોના આરોગ્યનું પણ ધ્યાન રાખીએ છીએ. અમે કોઈપણ પ્રકારના કેમિકલ કે પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરતા નથી. અમે અમારી પ્રોડક્ટ માટે રૉ મટિરિયલ પણ એ જ લોકો પાસેથી ખરીદીએ છીએ જેઓ વસ્તુઓ સારી રાખે છે. મોટાભાગની પ્રોડક્ટ અમે લોકો મહિલા સમૂહો દ્વારા તૈયાર કરાઈ હોય તેનો જ ઉપયોગ કરીએ છીએ. જેથી તેમને પણ કંઈક આવક થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...