તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Started Smart TV Business At The Age Of 24, Today Is India's Richest Selfmade Woman, Net Worth Rs 1200 Crore

આજના પોઝિટિવ સમાચાર:24 વર્ષની ઉંમરે શરૂ કર્યો સ્માર્ટ ટીવીનો બિઝનેસ, આજે ભારતની સૌથી અમીર સેલ્ફમેડ વુમન છે, 1200 કરોડ રૂપિયા છે નેટવર્થ

નવી દિલ્હી14 દિવસ પહેલાલેખક: વર્ષા પાઠક
  • કૉપી લિંક
દેવિતાની કંપની એડવાન્સ ટીવી બનાવે છે. આ ટીવી પર યુટ્યૂબ અને હોટ સ્ટાર જેવી એપને પણ સહેલાઈથી ચલાવી શકાય છે.
  • આજે દેવિતાની પાસે સમગ્ર ભારતમાં લગભગ 10 લાખથી વધુ કસ્ટમર્સ છે, તેની કંપની વિશ્વના 60 દેશમાં પોતાનાં ટીવી વેચે છે
  • દેવિતાનું નામ ફોર્ચ્યુન ઇન્ડિયા (2019)માં ભારતના સૌથી શક્તિશાળી 50 મહિલામાં પણ આવી ગયું છે, પીએમ પણ પ્રશંસા કરી ચૂક્યા છે

આઈઆઈએફએલ વેલ્થ અને હરુન ઈન્ડિયાએ હાલમાં જ 40 અને સૌથી નાની ઉંમરવાળા સેલ્ફ મેડ અમીરોની એક યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં એકમાત્ર મહિલા છે 39 વર્ષની દેવિતા સરાફ. તે આ યાદીમાં 16મા સ્થાન પર છે. દેવિતા વીયુ ગ્રુપની સીઇઓ અને ચેરપર્સન છે. તેનું નામ ફોર્ચ્યુન ઈન્ડિયા (2019)ના ભારતની સૌથી શક્તિશાળી 50 મહિલામાં પણ આવી ચૂક્યું છે. ઈન્ડિયા ટુડેએ 2018મા બિઝનેસ વર્લ્ડમાં 8 સૌથી શક્તિશાળી મહિલામાં દેવિતા સરાફને જગ્યા આપી હતી. તેની કુલ સંપત્તિ લગભગ 1200 કરોડ રૂપિયા છે.

દેવિતા સરાફે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તે જેનિથ કમ્પ્યુટર્સના માલિક રાજકુમાર સરાફની પુત્રી છે. જોકે તે હંમેશાં કંઈક અલગ કરવા માગતી હતી. તેથી તેણે ફેમિલી બિઝનેસ ન સંભાળ્યો. 2006માં જ્યારે ટેક્નોલોજીમાં ઝડપથી ફેરફાર આવી રહ્યો હતો અને અમેરિકામાં ગૂગલ અને એપલ જેવી કંપનીઓ મોબાઈલ અને કોમ્પ્યુટરના વચ્ચેના ગેપને સમાપ્ત કરવાના પ્રયાસમાં હતા, તે સમયે દેવિતાએ પણ કંઈક નવું કરવાનું મન બનાવ્યું હતું. એના માટે તેને ટીવી બિઝનેસ પર પસંદગી ઉતારી. તેને VU ટીવીની શરૂઆત કરી, જે ટીવી અને સીપીયુનું જ એક મિશ્રણવાળું રૂપ હતું.

દેવિતા સરાફે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તે જેનિથ કમ્પ્યુટર્સના માલિક રાજકુમાર સરાફની પુત્રી છે.
દેવિતા સરાફે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તે જેનિથ કમ્પ્યુટર્સના માલિક રાજકુમાર સરાફની પુત્રી છે.

તેની કંપની લેટેસ્ટ ટેક્નિકમાં સારું કામ કરી છે. દેવિતાની કંપની એડવાન્સ ટીવી બનાવે છે. આ ટીવી પર યુટ્યૂબ અને હોટ સ્ટાર જેવી એપને પણ સહેલાઈથી ચલાવી શકાય છે. એનો અર્થ એ થયો કે તે ટીવી-કમ-કમ્પ્યુટર હોય છે. તેની મદદથી મલ્ટી ટાસ્કિંગ કરી શકાય છે, સાથે જ કંપની એન્ડ્રોઈડ પર ચાલતા હાઈ ડેફિનેશન ટીવી પણ બનાવે છે. મોટી સ્ક્રીનની સાથે કંપનીની પાસે કોર્પોરેટ યુઝનું પણ ટીવી છે.

દેવિતાએ જ્યારે કંપની શરૂ કરી હતી ત્યારે તેની ઉંમર માત્ર 24 વર્ષની જ હતી. શરૂઆતમાં તેને ભારે મુશ્કેલી પડી, પરંતુ લગભગ 6 વર્ષ પછી 2012માં તેની કંપની પ્રોફિટમાં આવી ગઈ. 2017માં કંપનીનું ટર્નઓવર લગભગ 540 કરોડે પહોંચી ગયું હતું, જે બાદ સતત આમાં વધારો જ થતો ગયો. આજે દેવિતાની પાસે સમગ્ર ભારતમાં લગભગ 10 લાખથી વધુ કસ્ટમર્સ છે. કંપની વિશ્વના 60 દેશમાં પોતાનાં ટીવી વેચે છે.

ચાર વર્ષ પહેલાં વીયુ ટેલિવિઝન્સની કો-ફાઉન્ડર અને સીઇઓ દેવિતા સરાફને ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઈવાન્કા કહી હતી.
ચાર વર્ષ પહેલાં વીયુ ટેલિવિઝન્સની કો-ફાઉન્ડર અને સીઇઓ દેવિતા સરાફને ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઈવાન્કા કહી હતી.

તેને યુવતી સમજીને ગંભીરતાથી લેતા ન હતા લોકો

દેવિતા માટે કંપનીને આટલી ઊંચાઈ પર લઈ જવાનું સહેલું કામ ન હતું. એક ઈન્ટરવ્યુમાં દેવિતાએ કહ્યું હતું કે જ્યારે તે બિઝનેસ અંતર્ગત કોઈ ડીલર કે મેન્યુફ્રેકચરને મળતી હતી, તો લોકો તેને યુવતી સમજીને સિરિયસલી લેતા ન હતા. કેટલાક લોકોને લાગતું હતું કે આ યુવતી છે અને આટલો મોટો બિઝનેસ કઈ રીતે સંભાળી શકશે. દેવિતાના જણાવ્યા મુજબ, જ્યારે તમારે આગળ વધવાનું હોય છે ત્યારે આવી વસ્તુઓ પર ધ્યાન ન આપવું જોઈએ. જોકે તેમનું માનવું છે કે હવે લોકોના વિચાર બદલી રહ્યા છે. તેને જોઈને ઘણા લોકોને લાગે છે કે તેમની દીકરીઓ પણ પોતાનો બિઝનેસ ઊભી કરી શકે છે.

પીએમ મોદી પણ પ્રશંસા કરી ચૂક્યા છે

વર્ષ 2017માં પીએમ મોદીએ પોતાના ભાષણમાં દેવિતાના આઈડિયાનો ઉલ્લેખ કર્યો હતો.
વર્ષ 2017માં પીએમ મોદીએ પોતાના ભાષણમાં દેવિતાના આઈડિયાનો ઉલ્લેખ કર્યો હતો.

વર્ષ 2017માં દેવિતાને યંગ સીઇઓની સાથે પીએમ મોદી દ્વારા થયેલી બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં ન્યૂ ઈન્ડિયા માટે આ સીઇઓઝ દ્વારા પોતાના આઈડિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. દેવિતાએ આ કાર્યક્રમમાં મેક ઈન ઈન્ડિયા પર પોતાના વિચારો મૂક્યા હતા, જે બાદ પીએમ મોદી પોતાના ભાષણમાં તેમના આઈડિયાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

હાર્ડ વર્કિગ જ સફળતાનો મૂળમંત્ર

એક ઈન્ટરવ્યુમાં દેવિતા સરાફે કહ્યું હતું કે તે હાર્ડ વર્કિગ અને યુવા મહિલાઓનું પણ પ્રતિનિધિત્વ કરી રહી છે. તે દેશની તમામ યુવા મહિલાઓને પ્રોત્સાહિત કરવાનું કામ કરી રહી છે. તે કહે છે, તેને હવે તે વાતનો વિશ્વાસ થઈ ગયો છે કે કંપનીઓના સીઇઓ પણ કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. દેવિતા કહે છે કે મહિલાઓને માત્ર તેમની સુંદરતા માટે જ નહીં, પરંતુ તેમના ટેલન્ટ માટે પણ પ્રોત્સાહન આપવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો