• Gujarati News
  • Dvb original
  • Started Online Startup To Sell Their Products If Small Artisans Stopped Working In Lockdown, Turnover Reached 20 Lakhs In 10 Months

આજના પોઝિટિવ સમાચાર:લોકડાઉનમાં નાના કારીગરોના કામ બંધ થયા તો તેમની પ્રોડક્ટ વેચવા માટે ઓનલાઈન સ્ટાર્ટઅપ શરૂ કર્યુ, 10 મહિનામાં 20 લાખે પહોંચ્યું ટર્નઓવર

કોલકાતા8 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના રહેવાસી સંજોગ દત્તાએ લોકડાઉન દરમિયાન નોકરી છોડીને ખુદનું ઓનલાઈન સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. આજે તેઓ સારો એવો નફો રળી રહ્યા છે. - Divya Bhaskar
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના રહેવાસી સંજોગ દત્તાએ લોકડાઉન દરમિયાન નોકરી છોડીને ખુદનું ઓનલાઈન સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. આજે તેઓ સારો એવો નફો રળી રહ્યા છે.

આજના પોઝિટિવ સમાચારમાં વાત પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના રહેવાસી સંજોગ દત્તાની. સંજોગે હાલમાં જ એક ઓનલાઈન સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે, જ્યાં તેઓ નાના શહેરોના ખેડૂતો, કોટેજ ઈન્ડસ્ટ્રીના લોકો, ખાસ કરીને મહિલાઓની પ્રોડક્ટને તેમની પાસેથી ખરીદે છે અને પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ પર તેને વેચે છે. તેનાથી સંજોગને તો ફાયદો થાય જ છે, સાથે આ મહિલાઓને પણ સારી એવી કમાણી થઈ રહી છે. સંજોગે દેશના અનેક મોટા શહેરોમાં પોતાનું નેટવર્ક સ્થાપ્યું છે. દર મહિને તેમની પાસે સેંકડો ઓર્ડર આવી રહ્યા છે. માત્ર 10 મહિનામાં તેમણે 10 લાખ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.

30 વર્ષના સંજોગનો પ્રારંભિક અભ્યાસ દાર્જિલિંગમાં થયો. તેના પછી કોલકાતાથી તેમણે ગ્રેજ્યુએશન કર્યુ. પછી અલગ-અલગ શહેરોમાં જોબ કરી. થોડા વર્ષો સુધી તેઓ જર્નાલિસ્ટ પણ રહ્યા. તેના પછી એક એનજીઓમાં તેઓ જોડાઈ ગયા. કામ દરમિયાન સંજોગને અનેકવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવી પડતી હતી. આ દરમિયાન તેઓ ઘણીવાર પોતાને ત્યાંની પહાડી રેસિપી મિસ કરતા હતા. બીજા શહેરોના માર્કેટમાં તમામ ચીજો મળતી હતી પણ દાર્જિલિંગનો ટેસ્ટ મળતો નહોતો.

લોકડાઉન સમયે શરૂ કર્યો બિઝનેસ

આ Bamboo Shoots છે જે વાંસની એક ખાસ જાતમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ અને ફાઈબર જેવા અનેક જરૂરી પોષક તત્વો હોય છે.
આ Bamboo Shoots છે જે વાંસની એક ખાસ જાતમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ અને ફાઈબર જેવા અનેક જરૂરી પોષક તત્વો હોય છે.

ગત વર્ષે જ્યારે લોકડાઉન લાગ્યુ તો નાના-નાના સેક્ટર્સ સાથે સંકળાયેલા લોકોએ સંજોગને ફોન કર્યો અને પોતાની હાલત વિશે જણાવ્યું. તેમણે સંજોગને કહ્યું કે લોકડાઉનના કારણે તેઓ પોતાની પ્રોડક્ટ વેચી શકતા નથી. તેનાથી તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આર્થિક તંગીના કારણે કેટલાક પરિવારોને ખાવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સંજોગ કહે છે કે તેમની પીડા સાંભળીને મને એવો વિચાર આવવા લાગ્યો કે મારે તેમની મદદ કરવી જોઈએ. હું એ વિચારવા લાગ્યો કે શું હું કોઈ મંચ આપી શકું, જ્યાં આ લોકો પોતાની પ્રોડક્ટ આસાનીથી વેચી શકે અને કંઈક કમાણી કરી શકે.

તેના પછી સંજોગે પોતાના પરિવારના લોકો સાથે વાતચીત કરી અને નક્કી કર્યુ કે તેઓ એક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કરશે, જ્યાં પહાડી વિસ્તારોમાં રહેતા લોકો પોતાની પ્રોડક્ટ વેચી શકે. તેના પછી તેમણે ગત વર્ષે મે મહિનામાં દમી (Daammee) નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ.

કઈ કઈ પ્રોડક્ટનું કરે છે માર્કેટિંગ?

સંજોગ અત્યારે 80થી વધુ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરી રહ્યા છે. આ તમામ પ્રોડક્ટ સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે.
સંજોગ અત્યારે 80થી વધુ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરી રહ્યા છે. આ તમામ પ્રોડક્ટ સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે.

સંજોગ કહે છે કે અમારી પાસે 80થી વધુ પ્રકારની પ્રોડક્ટ છે. તેમાં પહેરવેશ, ખાનપાનથી લઈને સજાવટ અને જાળવણીના સામાન સુધી સામેલ છે. ખાવાની ચીજોની વાત કરીએ તો તેમાં અલગ-અલગ પ્રકારના અથાણાં, ચાઈનીઝ સોસ (લેપ ચોન્ગ), સ્મોક્ડ પોર્ક, મટન આચાર, એક્સોન (કિનમા), છૂરપી ચીજ(હિમાલયન ક્ષેત્રમાં ખવાતું પરંપરાગત પનીર), થુકપા અને ગ્લાસ નૂડલ્સ જેવી પ્રોડક્ટ સામેલ છે. તેમાં સૌથીી વધુ ડિમાન્ડ મીટ આચાર, કલિમ્પોંગ નૂડલ્સ અને ચુરૂપીની છએ. તેઓ મુખ્યત્વે આ પ્રોડક્ટ કલિમ્પોંગ, દાર્જિલિંગ અને કુર્સિયાંગથી લાવે છે. ખાસ વાત એ છે કે આ તમામ પ્રોડક્ટ નાના સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે.

કેવી રીતે તૈયાર કર્યુ માર્કેટ?
સંજોગ જણાવે છે કે મેં અલગ અલગ શહેરોમાં કામ કર્યુ હતું તો અનેક લોકો સાથે ઓળખાણ હતી. મેં એ લોકોને પોતાના સ્ટાર્ટઅપ વિશે જણાવ્યું. તેના પછી સોશિયલ મીડિયાની મદદ લીધી. અહીં અલગ-અલગ એકાઉન્ટથી પોસ્ટ કરવાનું અને પછી પેજ બનાવીને પ્રોડક્ટ પ્રમોટ કરવાનું શરૂ કર્યુ. તેનાથી અમારો બિઝનેસ વધતો ગયો. અત્યારે સારી એવી સંખ્યામાં લોકો અમારા વ્હોટ્સ એપ ગ્રૂપમાં જોડાયેલા છે. જેમને પણ પ્રોડક્ટની જરૂર હોય છે તેઓ અમને પોતાનું સરનામું અને જે પ્રોડક્ટ જોઈતી હોય તેના વિશે જાણકારી આપે છે. અમે તેમના ઘરે એ પ્રોડક્ટ મોકલી આપીએ છીએ. તેની સાથે જ અમે ખુદની વેબસાઈટ પણ બનાવી છે, જ્યાં લોકો મરજી પ્રમાણે પ્રોડક્ટનો ઓર્ડર અને પેમેન્ટ કરી શકે છે.

આ Lap Cheong છે જે એક પ્રકારનો ચાઈનીઝ સૉસ હોય છે. જે પોર્ક મીટ દ્વારા તૈયાર થાય છે. તેમાં પ્રચૂર માત્રામાં ફેટ હોય છે.
આ Lap Cheong છે જે એક પ્રકારનો ચાઈનીઝ સૉસ હોય છે. જે પોર્ક મીટ દ્વારા તૈયાર થાય છે. તેમાં પ્રચૂર માત્રામાં ફેટ હોય છે.

કેવું છે સંજોગનું બિઝનેસ મોડેલ?
સંજોગ અને તેમની ટીમ સૌપ્રથમ નાના-નાના કોટેજ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો અને ખેડૂતો પાસેથી તેમની પ્રોડક્ટ ખરીદે છે. તેના પછી પોતાના ગોદામમાં લાવે છે. જ્યાં તેઓ પ્રથમ પ્રોડક્ટની ક્વોલિટી ટેસ્ટ કરે છે. તેના પછી તેમના પેકેજિંગનું કામ થાય છે. તેના પછી તમામ પ્રોડક્ટને અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દેવાય છે. તેના પછી જેમ જેમ ઓર્ડર આવે તેમ તેમ તેને મોકલવાનું કામ શરૂ થાય છે. અત્યારે તેઓ દેશભરમાં પોતાની પ્રોડક્ટની હોમ ડિલિવરી કરી રહ્યા છે. સંજોગની સાથે અત્યારે 12 લોકોની ટીમ કામ કરી રહી છે.