• Gujarati News
  • Dvb original
  • Started Farming From 7th Standard, Had To Drop Out After 12th Standard; Today It Has Its Own Seed Bank, Doing Business Worth Rs 40 Lakh Every Year

ખુદ્દારીની વાત:7મા ધોરણથી ખેતી કરવા લાગ્યા, 12મા પછી અભ્યાસ છોડવો પડ્યો; આજે ખુદની સીડ બેંક છે, દર વર્ષે 40 લાખ રૂપિયાનો બિઝનેસ કરે છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓડિશાના બરગઢ જિલ્લાના રહેવાસી સુદામા સાહૂનું બાળપણ સંઘર્ષોમાં વીત્યું. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. થોડીઘણી ખેતી અને મજૂરી કરીને તેમના પિતા જેમતેમ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન તેમના પિતાની તબિયત ખરાબ થઈ ગઈ. તેમણે કામ કરવાનું છોડી દીધું. પરિવારમાં વૃદ્ધ દાદાજી અને સુદામા સિવાય કોઈ નહોતું કે જે કંઈ કામ કરી શકે અને આવક મેળવી શકે. અનેકવાર તો બે ટાઈમનું ભોજન પણ બરાબર નસીબમાં નહોતું મળતું.

મજબૂરીથી સુદામાએ નાની વયમાં જ ખેતી અને મજૂરી કરવી પડી. 12મા પછી તેમનો અભ્યાસ છૂટી ગયો. 16 વર્ષના સુદામા સામે સંઘર્ષ મોટો અને લાંબો હતો પણ તેમણે હાર માની નહીં. ખેતીને જ કરિયર અને ઝનૂન બનાવી, નવા પ્રયોગ કર્યા, એટલે સુધી કે સરકારી નોકરીની ઓફર પણ ઠુકરાવી દીધી. આજે સુદામા પાસે ખુદની દેશી બીજ બેંક છે. 1100થી વધુ અલગ-અલગ વેરાઈટીના બીજ તેમની પાસે છે. દેશભરમાં તેઓ તેમનું માર્કેટિંગ કરી રહ્યા છે. વર્ષે 40 લાખ રૂપિયાથી વધુનું તેમનું ટર્નઓવર છે. અનેક મોટી સંસ્થાઓમાં તેમના દેશી બીજ પર રિસર્ચ થઈ રહ્યું છે. ઓડિશાની અનેક સ્કૂલોમાં તેમણે લખેલા પુસ્તક ભણાવવામાં આવે છે.

12મા પછી અભ્યાસ છોડવો પડ્યો

સુદામા કહે છે કે ખેતી પ્રત્યે મને ઊંડો લગાવ છે. મેં મારા દાદાજી પાસેથી ખેતી અને બીજ સંરક્ષણની તાલીમ લીધી છે.
સુદામા કહે છે કે ખેતી પ્રત્યે મને ઊંડો લગાવ છે. મેં મારા દાદાજી પાસેથી ખેતી અને બીજ સંરક્ષણની તાલીમ લીધી છે.

48 વર્ષના સુદામા કહે છે કે પિતાજીની તબિયત ખરાબ થયા પછી પરિવારને સંભાળવાની જવાબદારી મારી હતી. માતા અને પિતાજી ઈચ્છતા હતા કે હું અભ્યાસ કરૂં પરંતુ ઘરનો ખર્ચ કાઢવા માટે અમારી પાસે આવકનું કોઈ સાધન નહોતું. આથી 7મા ધોરણથી જ હું ખેતી કરવા લાગ્યો. મા પણ મારી સાથે ખેતરમાં કામ કરતી હતી અને હળ ખેંચવામાં મદદ કરતી હતી. હું દરરોજ સ્કૂલેથી આવ્યા પછી ખેતીના કામમાં લાગી જતો હતો. ધીમે ધીમે ખેતીમાં મારી રૂચિ વધવા લાગી અને 12મા પછી મેં અભ્યાસ છોડી દીધો અને ફુલ ટાઈમ ખેતી કરવા લાગ્યો.

સુદામાને ખેતીની બેઝિક ટ્રેનિંગ તેમના દાદાજી પાસેથી મળી હતી. તેઓ સુદામાને ખેતીની પ્રોસેસ સમજાવતા હતા જેથી વધુમાં વધુ પ્રોડક્શન થાય. સુદામા કહે છે કે દાદાજીએ મને દેશી બીજ બચાવવા માટે પ્રેરિત કર્યો. તેઓ માનતા હતા કે દેશી બીજ બચાવ્યા વિના આપણે યોગ્ય ખેતી ન કરી શકીએ. દેશી બીજ આપણા પૂર્વજોનો વારસો છે, જો આપણે તેને નહીં બચાવીએ તો આવનારી પેઢીઓને યોગ્ય અનાજ ખાવા માટે નહીં મળે. તેના પછી હું દેશી બીજ બચાવવામાં લાગી ગયો. ત્યારે અમારી પાસે માત્ર બે જ દેશી બીજ હતા.

સુદામા કહે છે કે સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત મને સરકારી નોકરીની ઓફર મળી હતી પરંતુ ખેતી છોડીને હું ક્યાંય જવા માગતો હતો. તેથી પિતાજીની નારાજગી પણ નોકરી ન કરી.

ગામે ગામે જઈને દેશી બીજ એકત્ર કર્યા

સુદામા અલગ-અલગ ગામોમાં જઈને બીજ એકત્ર કરે છે અને ત્યાંના ખેડૂતોને બીજ બચાવવાની ટ્રેનિંગ પણ આપે છે.
સુદામા અલગ-અલગ ગામોમાં જઈને બીજ એકત્ર કરે છે અને ત્યાંના ખેડૂતોને બીજ બચાવવાની ટ્રેનિંગ પણ આપે છે.

સુદામા કહે છે કે દેશી બીજ કલેક્ટ કરવા માટે હું ગામે ગામ જવા લાગ્યો. ત્યાં ખેડૂતોને મળીને તેમની પાસેથી બીજ ખરીદી લેતો હતો પણ થોડા દિવસ પછી મને લાગ્યું કે આ પ્રકારનું કામ વધુ દિવસ નહીં ચાલે. દરેક બીજની ઓળખ હું કરી શકતો નહોતો અને ન તો તેને વધુ દિવસ સુધી સાચવીને રાખી શકું તેમ હતો.

આ માટે મારે ટ્રેનિંગ લેવી પડશે, બીજ બેંક બનાવવા અને તેમને સ્ટોર કરવાની પ્રોસેસ સમજવી પડશે. તેના પછી મેં વર્ધા (મહારાષ્ટ્ર) ગાંધી આશ્રમમાં જઈને ઓર્ગેનિક ખેતી અને બીજ સાચવણીની ટ્રેનિંગ લીધી. અહીં મને ઘણું બધું સમજવા મળ્યું. બીજ વિશે મારી જાણકારી વધી ગઈ. તેના પછી હું અલગ-અલગ રાજ્યોમાં જઈને ખેડૂતો પાસેથી દેશી બીજ એકત્ર કરવા લાગ્યો.

તેઓ કહે છે કે એકવાર હું છત્તીસગઢના જગદલપુરમાં ખેડૂતોને ટ્રેનિંગ આપવા માટે ગયો હતો. ત્યાં વીજળી પડવાથી એક મંદિરને ખૂબ નુકસાન થયું હતું. આ કારણથી ગર્ભગૃહમાં કામ ચાલી રહ્યું હતું. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો જોયું કે અહીં અનેક પ્રકારના અનાજ છે. મને લાગ્યું કે અહીં અનેક નવી વેરાઈટી મળી શકે છે, કેમકે મંદિરમાં લોકો અનેક સ્થળેથી આવે છે.

બીજ બચાવવા માટે સુદામા પોતાના ખેતરને વિવિધ હિસ્સામાં વહેંચી લે છે. તેના પછી વેરાઈટીના હિસાબે તેમનું પ્લાન્ટિંગ કરે છે.
બીજ બચાવવા માટે સુદામા પોતાના ખેતરને વિવિધ હિસ્સામાં વહેંચી લે છે. તેના પછી વેરાઈટીના હિસાબે તેમનું પ્લાન્ટિંગ કરે છે.

મેં એ લોકોને આગ્રહ કર્યો અને એક કોથળો ભરીને મને અનાજ મળી ગયું. સુદામા કહે છે કે ત્યારે લગભગ 80 નવી વેરાઈટી મળી હતી, તેની ઓળખ પણ એ જગ્યાના લોકોને હતી. આ મારા માટે ટર્નિંગ પોઈન્ટ રહ્યો.

2009 સુધીમાં મારી પાસે 300થી 400 સુધી બીજોની વેરાઈટી જમા થઈ ગઈ. તેના પછી ધીમે ધીમે તેમની સફર આગળ વધતી ગઈ.

એક હજારથી વધુ ખેડૂતો જોડાયા, દેશભરમાં માર્કેટિંગ
હાલ સુદામા પાસે 1100થી વધુ વેરાઈટી છે. તેમાં એક હજારથી વધુ ધાન અને બાકી વેરાઈટી કઠોળના પાકની છે. તેમની પાસે દેશની મુખ્ય વેરાઈટીઝની સાથે જ શ્રીલંકા, ભૂટાન, બ્રિટન સહિત અનેક દેશોની વેરાઈટી છે. એટલું જ નહીં, તેઓ આ બીજોનું માર્કેટિંગ પણ કરે છે.

અનુભવ સીડ બેંક નામથી તેમણે એક સંસ્થા બનાવી છે. તેમાં એક હજારથી વધુ ખેડૂતો જોડાયેલા છે. સોશિયલ મીડિયા અને વ્હોટ્સ એપ દ્વારા દેશભરમાંથી તેમની પાસે ઓર્ડર્સ આવે છે. ગત વર્ષે તેમણે 40 લાખ રૂપિયાનું માર્કેટિંગ કર્યુ હતું. જે તેમની સાથે જોડાયેલા તમામ ખેડૂતોની મહેનતનું પરિણામ હતું.

હજારો કિસાનોને ટ્રેનિંગ આપી, અનેક સ્કૂલોમાં ભણાવાય છે તેમનું પુસ્તક

બીજ બેંકને લઈને સુદામાએ એક પુસ્તક પણ લખ્યું છે, જે ઓડિશાની અનેક સ્કૂલોમાં ભણાવાય છે. તેઓ ખુદ પણ બાળકોને ખેતીની ટ્રેનિંગ આપે છે.
બીજ બેંકને લઈને સુદામાએ એક પુસ્તક પણ લખ્યું છે, જે ઓડિશાની અનેક સ્કૂલોમાં ભણાવાય છે. તેઓ ખુદ પણ બાળકોને ખેતીની ટ્રેનિંગ આપે છે.

સુદામા કહે છે કે હું ખુદ બીજ બચાવું છું સાથે જ બીજા ખેડૂતોને પણ તેની ટ્રેનિંગ આપું છું. ઓડિશા જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ મને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવે છે. અત્યાર સુધી હજારો ખેડૂતોને ટ્રેનિંગ આપી ચૂક્યો છું.

આટલું જ નહીં અનેક સ્કૂલોમાં મારૂં લખેલું પુસ્તક પણ બાળકોને ભણાવવામાં આવે છે. તેમાં ઓર્ગેનિક ખેતીની સંપૂર્ણ પ્રોસેસ અને બીજ બચાવવાની પ્રોસેસની બધી જાણકારી આપેલી છે. હું ખુદ પણ સ્કૂલોમાં જઉં છું અને બાળકોને ભણાવું છું અને તેમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપું છું. અનેક સ્કૂલોમાં કેમ્પસ ગાર્ડનનું મોડેલ પણ અપનાવ્યું છે, જ્યાં બાળકો ખેતી શીખવાની સાથે જ ખુદ પણ ફાર્મિંગ કરે છે.

આ સાથે જ નેશનલ રાઈસ ઈન્સ્ટીટ્યુટ (NRRI) કટક, એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર, મૈસૂર સહિત અનેક સંસ્થાઓમાં તેમના સીડ્સ પર રિસર્ચ થઈ રહ્યું છે. અનેક સાયન્ટિસ્ટ ઈન્ડિવિડ્યુઅલ લેવલ પર પણ તેમની પાસેથી સીડ લે છે અને રિસર્ચ કરે છે.

કેવી રીતે કરે છે બીજોનો સંગ્રહ, શું છે પ્રોસેસ?

બીજોને બચાવવાનો આ દેશી ઉપાય છે. તેમાં માટીના માટલામાં છાણ અને હળદરનો લેપ કરીને બીજને સંરક્ષિત કરવામાં આવે છે.
બીજોને બચાવવાનો આ દેશી ઉપાય છે. તેમાં માટીના માટલામાં છાણ અને હળદરનો લેપ કરીને બીજને સંરક્ષિત કરવામાં આવે છે.

સુદામા હાલ 5 એકર જમીન પર ખેતી કરે છે. તેમાં એક હિસ્સામાં તેઓ ખુદના ભોજન માટે અનાજ ઉગાડે છે. જ્યારે બાકીની જમીન પર તેઓ બીજ બચાવવા માટે ખેતી કરે છે. તેની પ્રોસેસ અંગે તેઓ જણાવે છે કે હું જમીનને અલગ-અલગ ભાગોમાં વહેંચી લઉં છું અને તેના પર બીજની વાવણી કરું છું. તેમાં અલગ-અલગ વેરાઈટી વચ્ચે ટાઈમિંગનો ગેપ રાખું છું. જેથી તેમની આસાનીથી ઓળખ થઈ શકે.

પાક તેયાર થયા પછી બીજ સંગ્રહનું કામ શરૂ થાય છે. તેના માટે મેં દેશી ટેકનીક અપનાવી છે. મારી પાસે માટીના હજારો માટલા છે. આ માટલામાં મેં છાણ અને હળદરનો થર કર્યો છે. તેના પછી તડકામાં સૂકવી દે છે પછી તેમાં બીજ નાખીને ઉપર લીમડાના સૂકા પાન નાખવામાં આવે છે. જેથી અંદર જીવાત ન પડે. દર 3-4 મહિને અમે તેને મોનિટર કરીએ છીએ. આ રીતે દેશી બીજને સાચવવામાં આવે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે લોકોની માન્યતા હોય છે કે દેશી બીજથી વધુ પ્રોડક્શન થતું નથી પરંતુ આ હકીકત નથી. જો દેશી બીજ યોગ્ય હોય તો તેનાથી પ્રોડક્શન ખૂબ વધી જાય છે.