તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
79 વર્ષનાં છે કોકિલા પારેખ. મુંબઈના સાંતાક્રુઝ-વેસ્ટમાં રહે છે. વર્ષોથી ઘરે આવેલા મહેમાનોને પોતાની સ્પેશિયલ ચા પિવડાવતા રહ્યાં છે. જેઓ ચા પીએ તેઓ એ જ પૂછે કે આખરે આમાં શું નાખ્યું છે. લોકડાઉનમાં પુત્ર, પુત્રવધૂ ઘરે જ હતા તો પ્લાન કર્યો કે કેમ માતાના હાથનો ટેસ્ટ સમગ્ર દુનિયા સુધી પહોંચાડવામાં ન આવે. આ રીતે ઘરેથી જ શરૂ થઈ ગયો ચાના મસાલા વેચવાનો બિઝનેસ. મહિનામાં જ દિવસના 700થી 800 ઓર્ડર મળવા લાગ્યા. વાંચો કોકિલા પારેખની સક્સેસની કહાની...
રિલેટિવ, ફ્રેન્ડસને ફ્રીમાં આપતા હતા
કોકિલાબેન કહે છે કે હું અમદાવાદની રહેવાસી છું. લગ્ન પછી મુંબઈમાં વસી. ગુજરાતી ફેમિલીમાં ચાનો મસાલો નાખવામાં આવે જ. અમારા ઘરે તો પેઢીઓથી ચાનો મસાલો બનાવાય છે. મુંબઈ આવ્યા પછી હું અહીં પણ મસાલા બનાવતી રહેતી. અમે ઘણા રિલેટિવ, ફેમિલી ફ્રે્ડ્સને ફ્રીમાં મસાલા આપતા રહેતા. કેટલાક લોકો તો મસાલો લેવા જ આવતા હતા.
તેઓ કહે છે, લોકડાઉનમાં પુત્ર તુષાર ઘરેથી જ કામ કરી રહ્યો હતો. એક દિવસ વાતવાતમાં જ એ વાત નીકળી કે આ ચાના મસાલાને કમર્શિયલ કેમ ન કરવામાં આવે. પુત્ર અને પુત્રવધૂ પ્રીતિએ પેકેજિંગ, ડિઝાઈનિંગ અને વેન્ડર સુધી મસાલા પહોંચાડવાની જવાબદારી લીધી. મારે માત્ર સારો મસાલો તૈયાર કરાવવાનો હતો. અમે વિચાર્યું કે કોશિશ કરવામાં શું ખોટું છે.
વ્હોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ મૂકી
અમે સપ્ટેમ્બરમાં આ બધું પ્લાન કર્યું અને ઓક્ટોબરના પ્રથમ વીકમાં વધુ ક્વોન્ટિટીમાં મસાલો તૈયાર કર્યો. પુત્રવધૂ અને પુત્રએ વ્હોટ્સએપ ગ્રુપમાં મસાલા વિશે પોસ્ટ મૂકી. જે લોકો અગાઉથી લઈ જતા હતા તેમને પણ જણાવ્યું હતું કે અમે કમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું છે. આપ ઈચ્છો તો ઓર્ડર કરી શકો છો. પોસ્ટ કરતાં જ અમને સારો રિસ્પોન્સ મળ્યો. સપ્ટેમ્બરના અંત સુધીમાં દરરોજના 250 ઓર્ડર સુધી પહોંચી ગયા હતા. ન ક્યાંય પ્રમોશન કર્યું, ન જાહેરાત આપી. બસ, વ્હોટ્સએપ ગ્રુપ અને ફેમિલી ફ્રેન્ડ્સ સુધી મેસેજ ફોરવર્ડ કર્યા હતા.
તેઓ કહે છે, ‘માઉથ પબ્લિસિટીથી જ મુંબઈની સાથે જ ગુડગાંવ, દિલ્હી, અમદાવાદથી પણ ઓર્ડર મળવા લાગ્યા. જ્યારે ઓર્ડર વધે તો એક હેલ્પર રાખ્યો, પરંતુ મસાલાની મિક્સિંગનું કામ હજુ પણ હું જ કરું છું. પ્રોડક્શનનું બધું કામ પુત્રવધૂએ સંભાળી લીધું અને પુત્ર ઓર્ડર સાથે સંકળાયેલાં કામ સંભાળવા લાગ્યો. હવે દિવસના 700થી 800 ઓર્ડર મળી રહ્યા છે. અમે કુરિયર દ્વારા સીધા ઘર સુધી મસાલા પહોંચાડી રહ્યા છે. આ મસાલાથી ટેસ્ટ તો વધે જ છે, સાથે જ આ ઈમ્યુનિટી અને ડાઈઝેશનને પણ ઈમ્પ્રુવ કરે છે.¹
પેકેજિંગ અને લોકો પર કામ કર્યું
પુત્રવધૂ પ્રીતિ કહે છે- માતાને જ્યારે અમે કહ્યું કે મસાલા કમર્શિયલ લોન્ચ કરવા છે તો તેઓ ખૂબ ખુશ થયાં. તેઓ એ વાતથી ખુશ હતાં કે તેમના મસાલા દેશભરમાં જશે. કમર્શિયલ લોન્ચિંગના પહેલાં અમે પેકેજિંગ અને લોગો પર ઘણું કામ કર્યું. પેકિંગ માટે એરટાઈટ પેકેટ પસંદ કર્યું, જેથી મસાલા ખરાબ ન થાય અને સુગંધ ન જાય.
તેમણે કહ્યું, શરૂઆતમાં રેગ્યુલર મિક્સર ગ્રાઈન્ડર જ ઉપયોગ કરી રહ્યા હતા, જ્યારે પ્રોડક્શન વધ્યું તો કમર્શિયલ મિક્સિંગ યુનિટ ખરીદી લીધું. અમે કેટી ચાય મસાલા નામથી પોતાની કંપની રજિસ્ટર્ડ કરાવી લીધી છે. હજુ કામ ઘરેથી જ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં જ એક નાનું કમર્શિયલ યુનિટ શરૂ કરીશું, જ્યાંથી બધું કામ થશે. ડિસ્ટ્રિબ્યુટરશિપ દ્વારા કામ કરી રહ્યા છીએ. કોઈ પબ્લિસિટી વિના શ્રીનગરથી આંદામાન સુધીના ઓર્ડર આવી રહ્યા છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.