તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Star Campaigners Campaigning In Bengal Elections Should Be Quarantined, Crowd gathering Organizers And Parties Should Be Fined

દિલ્હી હાઈકોર્ટ સમક્ષ કાર્યવાહીની માગ:બંગાળ ચૂંટણીમાં પ્રચાર કરનારા સ્ટાર કેમ્પેનર્સને ક્વોરોન્ટાઈન કરવામાં આવે, ભીડ એકઠી કરનારા આયોજકો અને પાર્ટીઓને થાય દંડ

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક

કોરોનાના ઝડપથી વધતા કેસ વચ્ચે આજે પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન થયું. 27 માર્ચે થયેલા પ્રથમ તબક્કાના વોટિંગના મુકાબલે અંતિમ ચરણમાં વોટિંગના ઠીક એક દિવસ પહેલાં પ્રતિદિવસ આવતા કોવિઝ પોઝિટિવ કેસની સંખ્યામાં 20 ગણાથી પણ વધુ કેસ નોંંધાયા છે. જ્યાં પ્રથમ તબક્કાના વોટિંગ દરમિયાન સંક્રમણના 812 કેસ હતા, જે આંકડો હવે વધીને 17,207 પર પહોંચી ગયો છે.

કોવિડ ગાઇડલાઈનના લીરેલીરા ઉડાવવામાં આવ્યા બાદ રેલીઓ-રોડ શો બંધ થઈ ગયા છે. વોટિંગ પછી કાઉન્ટિંગનો દૌર શરૂ થશે, પરંતુ સવાલ તે થઈ રહ્યો છે કે શું સ્ટાર કેમ્પેનર હવે જ્યારે પોતાના ઠેકાણાં પર પરત ફરશે તો ક્વોરોન્ટાઈનના નિયમોનું પાલન કરશે? શું રેલીઓ અને રોડ શોમાં માસ્ક લગાડવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના આદેશનું પાલન ન કરવાને લઈને સ્ટાર કેમ્પેનર્સ અને આયોજક ન માત્ર પોતાનો પરંતુ તેમના બોલાવવા પણ એકઠી થયેલી ભીડનો પણ દંડ ભરશે?

ચૂંટણી રાજ્યોમાં સ્ટાર કેમ્પેનર્સ અને નેતાઓ દ્વારા કોવિડ ગાઇડલાઈનનું ઉલ્લંઘન કરવાના મામલાઓને લઈને 27 એપ્રિલ દિલ્હી હાઈકોર્ટમાં એક ઈન્ટરિમ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે. આ આવેદન 17 માર્ચે પૂર્વ પોલીસ મહાનિર્દેશક ડૉ. વિક્રમ સિંહ દ્વારા ફાઈલ કરવામાં આવેલી અરજી અંતર્ગત દાખલ કરાઈ છે. ઈન્ટરિમ એપ્લિકેશન આઈએ મારફતે કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ગત એક સપ્તાહ દરમિયાન ચૂંટણી પ્રચારમાં લાગેલા સ્ટાર કેમ્પેનર્સને કવોરોન્ટાઈન ફરજિયાત કરવામાં આવે.

સાથે જ પાંચ રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલી રેલીઓૃરોડ શો દરમિયાન કોવિડ ગાઈડલાઈનના ઉલ્લંઘનના કેસ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. માસ્ક ન પહેરવા પર ન માત્ર તમામ સ્ટાર કેમ્પેનર્સ પાસેથી દંડ તરીકે નક્કી કરેલી રકમ વસૂલવામાં આવે, પણ એકઠી થયેલી ભીડ દ્વારા માસ્ક ન લગાવવા પર પણ રેલીઓના આયોજનકર્તા એવા રાજકીય પક્ષો પાસેથી પણ દંડ વસૂલવામાં આવે.

રાજકીય રેલીઓ અને રોડ શોની મંજૂરી કેમ આપવામાં આવી?

24 એપ્રિલે ભાજપના નેતા મિથુન ચક્રવર્તીની માલદામાં રેલી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરાઈ હતી.
24 એપ્રિલે ભાજપના નેતા મિથુન ચક્રવર્તીની માલદામાં રેલી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરાઈ હતી.

અરજ દારના વકીલ વિરાગ ગુપ્તા કહે છે કે, 'કોરોના સંકટમાં શિક્ષણ, વેપાર, રોજગાર, અવરજવર જેવાં બંધારણીય મૂળ અધિકાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરીક્ષાઓ રદ કરવામ્ં આવી રહી છે, એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ , લોકો પોતાનો વેપાર નથી કરી શકતા, ત્યાં સુધી ધાર્મિક આયોજન પર પણ રોક છે. લગ્ન કે અંતિમ સંસ્કારમાં સામેલ થનારા લોકોની સંખ્યા સમીમિત કરવામા આવી છે. બે શાહી સ્નાન પછી કુંભ પણ પ્રતીકાત્મક કરી દેવાયો છે. એટલે કે બંધારણમાં મળેલા ધાર્મિક આયોજનના અધિકારને પણ સીમિત કરી દેવાયા છે તો પછી રાજકીય રેલીઓ અને રોડ શોની મંજૂરી ચૂંટણી પ્રચાર દ્વારા કેમ રદ કરવામાં ન આવી?'

સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વિરાગ ગુપ્તા કહે છે કે, 'અમારી અરજી અને જનદબાવ પછી ઘણે મોડેથી ચૂંટણી પંચે ચૂંટણી પૂર્વ પ્રચાર ખતમ થવાનીની અવધિને 48 કલાકથી વધારીને 72 કલાક કરી, તેમજ સભાઓ અને રેલીઓમાં સામેલ લોકોની સંખ્યા 500 સુધી મર્યાદિત કરી. પરંતુ શું આ રાજકીય પક્ષને ખાસ દરજ્જો આપવા જેવી વાત નથી?'

તેમનું એમ પણ કહેવું છે કે ચૂંટણીની અધિસૂચના જાહેર થયા બાદ ચૂંટણીવાળા રાજ્યોમાં પોલીસ અને પ્રશાસનની સંપૂર્ણ સત્તા ચૂંટણી પંચ પાસે આવી જાય છે, પરંતુ એમ કહેવું યોગ્ય નથી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની ન હતી.

અરજીમાં ઓગસ્ટ 2020માં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અને પેટા ચૂંટણી દરમિયાન 23 માર્ચે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કોવિડ ગાઇડલાઈનના ઓર્ડરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજીમાં ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ અને નીતિ પંચ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચનો પણ ઉલ્લેખ કરાયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 30 દિવસની અંદર એક કોવિડ પોઝિટિવ વ્યક્તિ 406 લોકોને સંક્રમિત કરી શકે છે.

કોર્ટ પાસેથી શું છે માંગ?

  • કુંભ મેળામાંથી પરત ફરેલા તીર્થયાત્રિકોની જેમ પશ્ચિમ બંગાળમાં છેલ્લાં એક સપ્તાહ સુધી કેમ્પેન કરનારા સ્ટાર કેમ્પેનર્સ માટે હોમ ક્વોરોન્ટાઈન જરૂરી કરવામાં આવે કે જેથી તેઓ કોરોના સંક્રમણનો ફેલાવો વધુ ન કરી શકે.
  • પોલિટિકલ પાર્ટીઓ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી તમામ રેલીઓ અને રોડ શોના પ્રમાણ ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાંથી પ્રાપ્ત કરવામાં આવે.
  • રોડ શો અને રેેલીઓ દરમિયાન એકઠી ભીડ દ્વારા કોવિડ ગાઇડલાઈન જેમકે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા પર ભીડમાં સામેલ લોકોની સંખ્યા અને દંડની રકમ તરીકે નક્કી રકમ તમામ પોલિટિકલ પાર્ટીઓ પાસેથી વસૂલવામાં આવે.
  • ચૂંટણી પંચ માસ્ક ન લગાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિર્દેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનારી તમામ પાર્ટીઓના નેતાઓ અને સ્ટાર કેમ્પેનર્સ વિરૂદ્ધ FIR કરે.
  • ચૂંટણી પંચના તે અધિકારીઓ પર કેસ ચલાવવામાં આવે જેઓએ કોવિડ ગાઇડલાઈનનું પાલન ન થતું હોવા છતાં રેલીઓ અને રોડ શોને રદ ન કર્યા