ગ્રાઉન્ડ રિપોર્ટઅતીકની ખંડેર ઓફિસથી રિપોર્ટ:દુશ્મનો માટે ખાસ ટોર્ચર રૂમ, ઉમેશને કિડનેપ કરી અહીં રાખ્યો હતો, દીવાલમાંથી હથિયારો-રોકડા મળ્યાં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના જે 100 કરોડના બિલ્ડિંગમાં પોલીસે મંગળવારે દરોડા પાડ્યા હતા, એની તપાસમાં સનસનાટીભર્યા ઘટસ્ફોટ કર્યા છે. એક સમયે માફિયાઓના આર્થિક સામ્રાજ્યનો મહત્ત્વનો હિસ્સો ગણાતી આ ઇમારતમાં અતીકે તેના દુશ્મનો માટે ટોર્ચર રૂમ બનાવ્યો હતો, જ્યારે રંગમહેલ તેના મિત્રોના મનોરંજન માટે હતો.

આ જ એ જગ્યા છે, જ્યાં અતીકે 2006માં ઉમેશ પાલને કિડનેપ કરી 3 દિવસ રાખ્યો હતો. ઉમેશને ભૂખ્યો રાખ્યો હતો. વીજળીના ઝટકા આપ્યા હતા. એટલું જ નહીં પોતાના બચાવ પક્ષમાં ઉમેશ પાસે નિવેદન પણ લખાવ્યું હતું. આ બિલ્ડિંગમાં પોલીસનું શું ખાસ મળ્યું છે? સાગરિતોના હથિયાર અને રોકડા ક્યાં છુપાવ્યા હતા? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ...

પાણીના પંપની ચેમ્બરમાં છુપાવ્યાં હતાં હથિયારો
પ્રયાગરાજના ચકિયા વિસ્તારમાં અતીકની બિલ્ડિંગ છે. તેમાં ઘર અને ઓફિસ છે. શહેરના કેન્દ્ર સિવિલ લાઇસન્સથી અતીકની ઓફિસ માત્ર 6 કિલોમીટર છે. પ્રયાગરાજ જંક્શનથી માત્ર 2 કિલોમીટર દૂર ચોફટકા બ્રિજ પાસે સ્થિત છે. ભાસ્કરની ટીમ બુધવારે લગભગ બે વાગ્યે અતીકની ઓફિસે પહોંચી.

ઓફિસનો આગળનો ભાગ એક વખત માયાવતીની સરકારમાં 2006માં અને બીજી વખત ભાજપની સરકારમાં 2020માં તોડી પડાઈ હતી. આગળથી આ ત્રણ માળનું ઘર કોઈ ભૂતિયા બંગલાથી ઓછું નથી લાગતું. ચારેય બાજુ કાટમાળ પડ્યો છે. ભવન સામે રસ્તો અને બીજી તરફ કબ્રસ્તાન છે.

અમે ત્યાં પહોંચ્યા જ્યાં અતીકના સાગરિતોએ હથિયાર છુપાવ્યા હતા. તે એક પાણીનું ચેમ્બર હતું. જેની અંદર બંદૂકો છુપાડેલી હતી. આ ચેમ્બરની સામે એક મઝાર છે. મઝાર(સમાધિ સ્થળ)ની પાસે પીપળાનું ઝાડ છે. આ મઝારમાંની પાસે અતીકના ધરપકડ કરાયેલા સાગરિતની માહિતીના આધારે પ્રયાગરાજ પોલીસે ખોદકામ કર્યું, તો 10 બંદૂક મળી. તેમાં એક કોલ્ટ પિસ્તોલ હતી.

મંગળવારે ધરપકડ કરાયેલા ઓપરેટિવ્સના કહેવા પર અતીકની ઓફિસમાંથી મોટી માત્રામાં હથિયાર અને પૈસા મળ્યાં હતાં.
મંગળવારે ધરપકડ કરાયેલા ઓપરેટિવ્સના કહેવા પર અતીકની ઓફિસમાંથી મોટી માત્રામાં હથિયાર અને પૈસા મળ્યાં હતાં.

ફોલ સિલિંગ તોડ્યા પછી નોટોના બંડલનો વરસાદ થયો
આ વરંડાની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર પર જ એક રૂમ મળ્યો, જેમાં સેન્ટ્રલાઇઝ્ડ એસી લગાવવામાં આવ્યું હતું. તેમાં આલિશાન સોફા, ફ્રીજ પણ હતું. આ ઓફિસ રૂમની ફોલ સિલિંગમાં બદમાશોએ 72 લાખ 37 હજાર રૂપિયા છુપાવ્યા હતા. જ્યારે પોલીસે ફોલ સિલિંગ તોડી ત્યારે નોટોના બંડલ નીચે પડ્યા હતા. પોલીસે પાંચેય શખસોની શોધખોળ કરતાં બાકીના 2 લાખ 25 હજાર રૂપિયા મળી આવ્યા હતા. પોલીસને ફોલ સિલિંગમાં કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે.

અતીકે 2006માં ઉમેશ પાલને આ ટોર્ચર રૂમમાં રાખ્યો હતો

મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અતીકનો ટોર્ચર રૂમ છે. કહેવામાં આવી રહ્યું છે કે અતીક જેનું અપહરણ કરતો, તેના પર આ રૂમામાં અત્યાચાર ગુજારવામાં આવતો. આમાં કોઈ પંખો નથી કે અન્ય કોઈ સાધન પણ નથી. પોલીસ સુત્રો અનુસાર, અતીકે 2006માં ઉમેશ પાલનું ગન પોઈન્ટે અપહરણ કર્યું હતું. તેને 3 દિવસ સુધી આ જ રૂમમાં ટોર્ચર કરવામાં આવ્યો હતો.

ઉમેશને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો
પોલીસ સુત્રો અનુસાર, ઉમેશ પાલને ઢોર માર માર્યો હતો. ખાવાનું આપતા નહતા. ઈલેક્ટ્રિક શોક આપતા હતા. કહેવાય છે કે અતીકે ઉમેશને એટલો ત્રાસ આપ્યો કે તે ડરી ગયો. અતીકે બળજબરીથી ઉમેશને એફિડેવિટ પર પોતાની તરફેણમાં નિવેદન લખાવવા માટે મજબૂર કર્યો હતો. આ પછી, તેને ધમકી આપવામાં આવી હતી કે તે અતીક વિરુદ્ધ જુબાની આપશે તો તેને મારી નાખવામાં આવશે.

ત્યાર પછી 2006માં જ અતીક અને તેના ભાઈ અશરફ વિરુદ્ધ અપહરણ અને મારઝૂડનો કેસ દાખલ કરાવ્યો હતો. 24 ફેબ્રુઆરીએ જ્યારે શૂટરોએ ઉમેશની હત્યા કરી ત્યારે તે આ જ કેસમાં છેલ્લી જુબાની આપીને કોર્ટમાંથી પરત ફર્યો હતો. આ કેસમાં અતીક અને તેના ભાઈ અશરફને સજા થવાની આશા છે. ઉમેશ અપહરણ કેસમાં 28 માર્ચે ચુકાદો આવી શકે છે.

આ હોલની પાછળ એક મોટો ઓરડો મળ્યો છે. અતીક અહીં ચૂંટણીને લગતી પોતાની સભાઓ કરતો હતો.
આ હોલની પાછળ એક મોટો ઓરડો મળ્યો છે. અતીક અહીં ચૂંટણીને લગતી પોતાની સભાઓ કરતો હતો.

સીડીથી ઉપર ખૂબ ખાસ લોકોને જવાની મંજૂરી હતી
હવે તમને ગ્રાઉન્ડ ફ્લોરથી તે હોલ તરફ લઈ જઈએ, જ્યાં ઉપર જવાની સીડી છે. આ સીડીથી ઉપર માત્ર માફિયાના ખૂબ ખાસ અને VVIP લોકોને જ જવાની મંજૂરી હતી. સામાન્ય લોકોને માત્ર હોલ અને તેમાં પણ અતીકની ઓફિસ સુધી જ એન્ટ્રી મળતી હતી. આ હોલમાં અતીક પોતાની મિટિંગ કરતો હતો.

બીજા માળે આવેલો આ ઓરડો અતીકનો રંગમહેલ કહેવાય છે, જ્યાં તે પોતાના ખાસ લોકો સાથે મુજરા સાંભળતો હતો.
બીજા માળે આવેલો આ ઓરડો અતીકનો રંગમહેલ કહેવાય છે, જ્યાં તે પોતાના ખાસ લોકો સાથે મુજરા સાંભળતો હતો.

અહીં સીડીઓ ઉપર પહેલા માળે જતાં એક ખૂબ જ ખાસ રૂમ મળ્યો. રૂમના ત્રણ ખૂણામાં ગોળ બેઠક બનેલી છે. તેના પર એક કિંમતી કાર્પેટ પણ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે અતીક થાકી જતો ત્યારે તે અહીં આરામ કરતો હતો અને તેના રંગમહેલમાં મુજરા સાંભળતો હતો.

આ ખાસ રૂમ સુધી કોઈને એન્ટ્રી મળતી નહતી. માત્ર અમુક ખાસ લોકો સાથે જ સમય પસાર કરતો. જ્યારે કોઈ ખાસ મહેમાન આવતા હતા, ત્યારે આ રૂમમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવતી હતી.

રસોડામાંથી રોટલીઓ મળી
અતીકની ઓફિસમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી હતી અને આગળનો ભાગ તોડી નાખ્યા પછી પણ તેનો ઉપયોગ થતો હતો. આ વાતનો પુરાવો એ હકીકત પરથી મળે છે કે જે દિવસે પોલીસે અહીં દરોડા પાડ્યા, તે દિવસે રસોડામાં બનેલી તાજી રોટલી મળી આવી હતી. આ સિવાય રસોડામાં બટાકા, ડુંગળી અને શાકભાજી પણ પડ્યા હતા. ઉપરના માળના રૂમમાં સોફા એકદમ સાફ હતા.

રૂમમાં મહિલાઓનાં કપડાં પણ મળ્યાં
એક રૂમમાંથી મહિલાઓના કપડાં પણ મળી આવ્યા છે. વપરાયેલ અને ન વપરાયેલ કોન્ડોમ પણ મળી આવ્યા છે. એવી પણ શક્યતા છે કે અતીકના સાગરીતો અહીં રંગરેલિયા મનાવતા હતા. કારણ કે આ ઇમારત 2006માં પહેલીવાર તોડી પાડવામાં આવી હતી. ત્યારથી અહીં સત્તાવાર રીતે કોઈ રહેતું નથી. અતીકના સાગરિતો હજુ પણ આ ઓફિસનો ઉપયોગ કરતા હતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે અહીં કયા લોકોની અવરજવર હતી? ઉમેશ પાલ હત્યા કેસનું પ્લાનિંગ આ ઓફિસમાં તો નથી થયુંને?

ધરપકડ કરાયેલા 5 આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
ઉમેશ પાલની હત્યાના કેસમાં મંગળવારે પોલીસે જે 5 આરોપીઓની ધરપકડ કરી હતી, તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ પાંચેય આરોપીઓ નિયાઝ અહેમદ, મોહમ્મદ સજર, કેશ અહેમદ, રાકુશ કુમાર અને અરશદ કટરા ઉર્ફે અરશદ ખાનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

મંગળવારે પોલીસે અતીકના પાંચ સાગરીતોની ધરપકડ કરી હતી.
મંગળવારે પોલીસે અતીકના પાંચ સાગરીતોની ધરપકડ કરી હતી.

આ ઓફિસમાંથી 10 હથિયાર મળ્યાં હતાં
ધરપકડ કરાયેલા આરોપી કેશ અહેમદ અને રાકેશ કુમારના કહેવા પર મંગળવારે અતીકની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી હથિયારોનો સ્ટોક અને 74 લાખ 72 હજાર રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે ઉમેશ પાલ હત્યા કેસમાં સામેલ પાંચ આરોપીઓની ભૂમિકા પણ જણાવી છે. નિયાઝ અહેમદે રેકી કરી હતી, નિયાઝ પાસેથી ફોન મળી આવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે.

અસદે નિયાઝને અતીક અહેમદ અને અશરફ સાથે ઇન્ટરનેટ કોલ પર વાત પણ કરાવી હતી. મોહમ્મદ સાજરે ઉમેશ પાલના કોર્ટમાંથી તેના ઘર સુધીનું લોકેશન આપ્યું હતું. ડ્રાઈવર કેશ અહેમદ અને મુનશી રાકેશ કુમાર ગોળીબાર બાદ હથિયારો અને રોકડ છુપાવવામાં સામેલ હતા, જ્યારે અરશદ કટરા ઉર્ફે અરશદ ખાન પોલીસકર્મીઓની હત્યાના કાવતરામાં સામેલ છે. પોલીસે તમામ આરોપીઓની ધુમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જયરામપુરથી ધરપકડ કરી હતી.