તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Someone's File Has Been Lying In A Government Office For 2 Years, Someone Says Gave The Country A Son, What Do I Want From Someone?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુલવામાની વર્ષગાંઠ પર 3 રાજ્યોમાંથી રિપોર્ટ:કોઈકની ફાઈલ 2 વર્ષથી સરકારી ઓફિસમાં રખડી રહી છે, કોઈ કહે છે-દેશને દીકરો આપ્યો, કોઈની પાસે શું માગું?

નવી દિલ્હી23 દિવસ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક

માતા પિતા ઘરડા થઈ ગયા છે. પહેલા ખેતી કરતા હતા, હવે એ પણ બંધ થઈ ગઈ છે. ઘરમાં કમાનાર ભાઈ હતા, એ પણ હવે નથી રહ્યા. જેમ તેમ કરીને જીવન પસાર થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસ વાળાએ કહ્યું હતું કે, ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડો, ના પાડી દીધી તો નોકરી માટે અહીંયા ત્યાં ભટકાવી રહ્યાં છે. સ્થાનિક કોંગ્રેસ નેતા કહે છે કે તમે તો ભાજપ વાળા છો તો એમની પાસે જ મદદ માંગો, હું કંઈ નથી કરી શકતો. તમે જ જણાવો અમે શું ખોટું કર્યું છે? આવું કહેવું છે, બે વર્ષ પહેલા પુલવામા હુમલામાં શહીદ થયેલા રોહિતાશ લાંબાના ભાઈ જિતેન્દ્ર લાંબાનું. 14 ફેબ્રુઆરી 2019માં એ હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા.

જયપુર જિલ્લાના અમરસર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી રોહિતાસ લાંબા 2013માં CRPFમાં ભરતી થયા હતા. પરિવારમાં માતા-પિતા, નાનો ભાઈ, પત્ની અને બે વર્ષનો દીકરો છે. જિતેન્દ્રએ જણાવ્યું કે, ભાઈ જાન્યુઆરી 2019માં દીકરાના જન્મ પછી ઘરે આવ્યા હતા. 1લી ફેબ્રુઆરી પાછા ડ્યૂટી જોઈન કરવા ગયા હતા.

રોહિતાશ લાંબા 2013માં CRPFમાં ભરતી થયા હતા. તેમના મોટા બહેન તસવીર રાખીને પૂજાની તૈયારી કરી રહ્યાં છે.
રોહિતાશ લાંબા 2013માં CRPFમાં ભરતી થયા હતા. તેમના મોટા બહેન તસવીર રાખીને પૂજાની તૈયારી કરી રહ્યાં છે.

પોતે જ ભાઈનું સ્મારક બનાવડાવ્યું
જિતેન્દ્ર કહે છે કે ભાભી બિમાર રહે છે, ભણેલી ગણેલી નથી. તેમણે લખીને આપ્યું કે, દીયરને નોકરી આપશે, સરકારે જાહેરાત પણ કરી હતી, પણ હવે બસ અહીં ત્યાં ચક્કર કાપી રહ્યાં છીએ. તેમણે તો શહીદોના સ્મારક પણ નથી બનાવડાવ્યા, અમે પોતે ભાઈનું સ્મારક પણ નથી બનાવડાવ્યું, અમે જાતે જ ભાઈનું સ્મારક બનાવડાવ્યું છે. એક સરકારી શાળાના નામકરણની જાહેરાત થઈ હતી, એ પણ આજ સુધી પુરું નથી થયું.

રોહિતાશની પત્ની મંજૂ લાંબા કહે છે કે જ્યારે પતિ શહીદ થયા તો ઘરે બધા આવ્યા, સરકારે દીયરને નોકરી આપવાની પણ વાત કહી, પણ અત્યાર સુધી પૂછવા સુધી નથી આવ્યું કે અમે કેવી રીતે જીવી રહ્યાં છીએ? વળતર તરીકે જે પૈસા મળ્યા હતા, તેનાથી જ ઘરનો ખર્ચ ચાલી રહ્યો છે.

અમે તો દેશને અમારો દીકરો આપ્યો, હવે બીજું કોઈની પાસે શું માગું
બિહારના ભાગલપુર જિલ્લાના રહેવાસી શહીદ રતન ઠાકુરના પિતા રામ નિરંજન ઠાકુર હવે ઘરડા થઈ ગયા છ. ભાડાના મકાનમાં રહે છે. કહે છે કે, જરૂરિયાત તો ઘણી છે, દીકરીને પરણાવાની છે, રતનના દીકરાઓને ભણાવવાના છે.સરકાર ફ્લેટ આપવાની વાત કહી હતી, જે અત્યાર સુધી પુરી નથી થઈ. રતનના નામથી ગામમાં શહીદ સ્મારક બનાવવાની જાહેરાત થઈ હતી. ત્યારે નેતાઓએ કહ્યું હતું કે, તેના નામે રસ્તો બનશે, આવું થશે, તેવું થશે પણ કંઈ જ ના થયું.

શહીદ રતન ઠાકુર તેમની પત્ની સાથે. રતનના બે દીકરા છે. પહેલો દીકરો પાંચ વર્ષનો અને બીજો દીકરો બે વર્ષનો છે.
શહીદ રતન ઠાકુર તેમની પત્ની સાથે. રતનના બે દીકરા છે. પહેલો દીકરો પાંચ વર્ષનો અને બીજો દીકરો બે વર્ષનો છે.

આટલું કહેતા કહેતા નિરંજનનું ગળું ભરાઈ આવે છે. થોડીકવાર પછી પોતાને સંભાળતા કહે છે કે, અમારો રતન તો રતન જ હતો, અમે દેશને અમારો દીકરો આપ્યો છે, હવે બીજા કોઈ પાસે શું માગું, અને શા માટે માંગું? સરકાર તો વળતર આપીને પીછો છોડાવી લે છે, ત્યારપછી અમારી પર શું વિતે છે, આનાથી શું ફરક પડે છે વડાપ્રધાને લોકસભા ચૂંટણી વખતે ભાગલપુરની સભામાં મારા દીકરાનું નામ લીધું હતું, પણ જીત્યા પછી ક્યારેય મળવા આવ્યા નથી

રતનના બે દીકરા છે. પહેલો દીકરો પાંચ વર્ષનો અને બીજો દીકરો બે વર્ષનો છે. નાના દીકરાનો જન્મ રતનની શહીદીના બે મહિના પછી થયો હતો. બિહાર સરકારે રતનના નાના ભાઈને નોકરી આપી છે.

6 વર્ષની દીકરી કહે છે કે હું તો પપ્પાની જેમ બંદૂક ચલાવીશ
ઉત્તરપ્રદેશના ઉન્નાવના રહેવાસી અજીત કુમાર આઝાદ પણ પુલવામા હુમલામાં શહીદ થયા હતા. એક મહિનાની રજા પછી હુમલના ચાર દિવસ પહેલા તે ડ્યૂટી માટે ગયા હતા. તેમની બે દીકરી શ્રેયા અને ઈશાએ રોક્યા હતા, તો કહીને ગયા કે જલદી આવી જઈશ, પણ તે ક્યારે પાછા ન આવી શક્યા. મોટી દીકરી કહે છે કે તેને ડોક્ટર બનવું છે. જ્યારે નાની દીકરી કહે છે કે હું તો પપ્પાની જેમ બંદૂક ચલાવીશ.

ઉન્નાવના રહેવાસી શહીદ અજીત કુમાર આઝાદ તેમના માતા પિતા અને પત્ની સાથે. તેમની બે બાળકીઓ છે. પત્નીને સરકારે નોકરી આપી છે.
ઉન્નાવના રહેવાસી શહીદ અજીત કુમાર આઝાદ તેમના માતા પિતા અને પત્ની સાથે. તેમની બે બાળકીઓ છે. પત્નીને સરકારે નોકરી આપી છે.

અજીત જમ્મુમાં CRPFની 115મી બટાલિયનમાં તહેનાત હતા. તેમના ભાઈ રંજિત કહે છે કે અમે લોકો તો જેમ તેમ પોતાને સંભાળી લઈએ છીએ, પણ બન્ને બાળકીઓને સમજાવવાની મુશ્કેલ છે. નાની દીકરીને તો લાગે છે કે તેના પપ્પા હાલ પણ જીવતા છે, તે ડ્યૂટી પર છે, તે આજે પણ તેમના પાછા ફરવાની રાહ જોઈ રહી છે.

રંજિતે જણાવ્યું કે, આ બે વર્ષોમાં ઘણું બદલાઈ ગયું છે. બધુ હોવા છતા ઘર ખાલી લાગે છે. અમે તો હવે કોઈ તહેવાર પણ નથી ઉજવતા. સરકાર પાસે અમારે કોઈ ફરિયાદ નથી. ભાભીને નોકરી મળી ગઈ છે. શહીદ સ્મારક પણ બની ગયા છે, પણ ત્યાં સુધી જવા માટે પાકો રસ્તો નથી.

ન નોકરી મળી, ન સરકારે સ્મારક બનાવડાવ્યું
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એક ગામ છે સુંદરાવલી. અહીંના રહેવાસી હતા જીતરામ ગુર્જર, જે બે વર્ષ પહેલા પુલવામા હુમલામાં શહીદ થઈ ગયા હતા. ઘરમાં ઘરડા માતા-પિતા, ભાઈ, બે દીકરી તથા પત્ની સહિત 6 લોકો રહે છે. પરિવારનું કહેવું છે કે સરકાર પાસેથી વળતર મળ્યું, પણ પરિવારના કોઈ સભ્યને અત્યાર સુધી નોકરી નથી મળી. આજે પણ તેમની ફાઈલ સરકારી ઓફિસમાં રખડી રહી છે.

જીતરામ ગુર્જરનો પરિવાર ગરીબ છે. પિતા મજૂરી કરે છે. જ્યારે ભાઈ બેરોજગાર છે. પત્ની કહે છે કે બે બાળકોનું પાલન કરવું મુશ્કેલ છે.
જીતરામ ગુર્જરનો પરિવાર ગરીબ છે. પિતા મજૂરી કરે છે. જ્યારે ભાઈ બેરોજગાર છે. પત્ની કહે છે કે બે બાળકોનું પાલન કરવું મુશ્કેલ છે.

શહીદના ભાઈ વિક્રમ કહે છે કે સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, એક મહિનામાં નોકરી મળી જશે, પણ અત્યાર સુધી કંઈ જ નથી થયું. કોઈ ચોખ્ખુ કહેતું પણ નથી કે અંતે નોકરી કેમ નથી મળી રહી. ભાભીએ લેખિતમાં આપી દીધું કે, હું નોકરી નહીં કરી શકું, મારા દીયરને નોકરી આપવામાં આવે. તેમ છતા કંઈ જ નથી થઈ રહ્યું. સ્મારક માટે પણ સરકારે કોઈ સહાયતા નથી કરી. અમે જાતે જ સ્મારક બનાવડાવ્યું છે.

વિક્રમ નારાજ થઈને કહે છે કે હવે પુલવામાની વર્ષગાંઠ આવી રહી છે ત્યારે બધાને અમારી યાદ આવી રહી છે. બે વર્ષથી લોકો ક્યાં હતા. કોઈને એ વાત ચિંતા છે કે આ પરિવારનું આગળ શું થશે. આ બાળકીઓનો અભ્યાસ અને લગ્ન કેવી રીતે થશે.

પપ્પાની નવી પોસ્ટિંગ થઈ ગઈ હતી, થોડાક દિવસ પછી જ આસામ જવાના હતા
પટના પાસે મસૌઢીના રહેવાસી સંજય કુમાર સિન્હા CRPFની 176મી બટાલિયનમાં હવલદાર હતા. તે એક મહિનાની રજા પછી આઠ ફેબ્રુઆરીના રોજ ડ્યૂટી માટે રવાના થયા હતા. હાલ કેમ્પ પણ નહોતા પહોંચ્યા અને રસ્તામાં આતંકી હુમલામાં શહીદ થઈ ગયા. સંજયનો દીકરા સોનુ કુમાર દિલ્હીની એક મેડિકલ કોલેજમાં MBBS કરી રહ્યો છે. કહે છે કે બે વર્ષ પહેલા હું કોટામાં હતો, જ્યારે પપ્પા શહીદ થયા. 13 ફેબ્રુઆરીએ મારી તેમની સાથે વાત થઈ હતી. બીજા દિવસે સાંજે તેમના કંટ્રોલ રૂમથી ફોન આવ્યો. મને પૂછ્યું કે, તમારી વાત આજે પપ્પા સાથે થઈ છે? મેં કહ્યું ના અને ફોન કપાઈ ગયો.

મસૌઢીના રહેવાસી સંજય કુમાર સિન્હાની પ્રતિમા પરિવારના લોકોએ પોતોના ઘરની સામે બનાવડાવી છે.
મસૌઢીના રહેવાસી સંજય કુમાર સિન્હાની પ્રતિમા પરિવારના લોકોએ પોતોના ઘરની સામે બનાવડાવી છે.

સોનૂ કહે છે મને સમજાતું નથી કે શું થયું. ઘરે ફોન કર્યો તો ત્યાંથી પણ કંઈ જાણવા ન મળ્યું. થોડીક વાર પછી સમાચારથી ખબર પડી કે પુલાવામામાં આતંકી હુમલો થયો છે. એકદમ ચોંકી ગયો, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે પપ્પાને કંઈ ન થાય. તેમનો ફોન બંધ આવી રહ્યો હતો. હું વારં વાર કંટ્રોલ રૂમમાં ફોન કરી રહ્યો હતો, પણ કોઈ ચોખ્ખી વાત નહોતું કરતું. બીજા દિવસે સવારે જણાવ્યું કે, પપ્પા શહીદ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો