LICમાં શું થશે?:અગાઉ રૂ. 10,000 કરોડથી મોટા 5 IPOમાંથી ત્રણમાં રોકાણકારોએ લિસ્ટિંગના દિવસે પૈસા ગુમાવ્યા છે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • મોટા કદના ત્રણ IPOમાં 6-13% નીચું લિસ્ટિંગ થયું
  • બે ઇસ્યુમાં ઓફર પ્રાઇસથી 17-22% ઊંચું લિસ્ટિંગ

લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના રૂ. 21,000 કરોડના IPOનું 17 મેના રોજ સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે ત્યારે દિવ્ય ભાસ્કરે છેલ્લાં 15 વર્ષ દરમિયાન રૂ. 10,000 કરોડથી વધારેના પબ્લિક ઇસ્યુમાં લિસ્ટિંગ પર રોકાણકારોને કેવો ફાયદો અને નુકસાન થયું છે એ જાણ્યું હતું. લક્ષ્મીશ્રી ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ સ્ટોક બ્રોકિંગ પાસેથી મળેલા આંકડા મુજબ, મોટા કદના 5 IPOમાંથી ત્રણમાં રોકાણકારોને લિસ્ટિંગ લોસ થયો છે, જ્યારે 2 કંપનીના પબ્લિક ઇસ્યુમાં ફાયદો થયો છે. કઈ કંપનીનું લિસ્ટિંગસ એની ઓફર પ્રાઇસ કરતાં કેટલું ઉપર કે નીચે થયું છે? એ વિશે તમામ માહિતી જાણો ગ્રાફિક્સ અને વીડિયોમાં...