• Gujarati News
  • Dvb original
  • Slogans Of Pakistan Zindabad Are Happening In Farmers' Demonstrations? In Fact, The Video Is Of Kashmir, Not Delhi

ફેક ન્યૂઝ એક્સપોઝ:ખેડૂત પ્રદર્શનોમાં થઈ રહ્યાં છે પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રોચ્ચાર? હકિકતમાં વીડિયોમાં દિલ્હીનો નહીં, કાશ્મીરનો છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાયરલ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાઘડી પહેરેલા કેટલાંક લોકો પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવતા જોવા મળે છે. વીડિયો જોયા બાદ લાગી રહ્યું છે કે આવા સૂત્રોચ્ચારો કરી રહેલાં લોકો શીખ સમુદાયના છે.

  • સોશિયલ મીડિયા પર આ વીડિયોને હાલમાં ચાલી રહેલા ખેડૂત પ્રદર્શનનો ગણાવવામાં આવી રહ્યો છે.

અને સત્ય શું છે?

  • ખેડૂતોના પ્રદર્શન સાથે જોડાયેલાં એક પણ મીડિયા રિપોર્ટમાં અમને આ વાયરલ થઈ રહેલો વીડિયો ન મળ્યો.
  • અમે વીડિયોની કી-ફ્રેમ્સની દરેક ફ્રેમને ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યું. The Kashmir Pulse નામની એક ચેનલ પર અમને આ વીડિયો જોવા મળ્યો.
  • કેપ્શન મુજબ, શીખ પ્રદર્શનકારીઓએ કાશ્મીરના બારામૂલમાં ગુરુ ગ્રંથ સાહેબના અપમાન વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચારો કર્યા હતા.
  • The Kashmir Pulseમાં આ વીડિયો 18 ઓક્ટોબર, 2015નાં રોજ અપલોડ કરાયો છે. તે પરથી સ્પષ્ટ છે કે આ વીડિયોનો વર્ષ 2020માં ચાલી રહેલા ખેડૂત પ્રદર્શનો સાથે કોઈ જ સંબંધ નથી.
  • 5 વર્ષ જૂનાં વીડિયોમાં આપવામાં આવેલા કેપ્શન સાથે જોડાયેલી કી-વર્ડને અમે ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યું. અમને Deccan Chronicleની વેબસાઈટ પર 19 ઓક્ટોબર, 2015નાં એક રિપોર્ટમાં મળ્યો. આ રિપોર્ટથી પુષ્ટિ થાય છે કે શ્રીનગરમાં કેટલાંક પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન-ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચારો કર્યા હતા.
  • તે વાત સ્પષ્ટ છે કે 5 વર્ષ જૂનાં વીડિયોને સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલન સાથે જોડીને ખોટાં દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.