તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • The Two Sisters Started Sandal's Online Business For Rs 300; Makes Rs 3 Lakh Every Year, Gets Orders From 6 Countries

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:બે બહેનોએ રૂપિયા 300માં શરૂ કર્યો સેન્ડલનો ઓનલાઈન બિઝનેસ; પ્રત્યેક વર્ષ રૂપિયા 3 લાખની કમાણી કરે છે, 6 દેશમાંથી ઓર્ડર મળે છે

લખનઉ18 દિવસ પહેલાલેખક: આદિત્ય તિવારી
  • કૉપી લિંક
લખનઉની રહેવાસી નાજીશ અને ઈંશા બહેનો છે. બન્ને સાથે મળી કોલ્હાપુરી સેન્ડલનો ઓનલાઈન બિઝનેસ કરે છે - Divya Bhaskar
લખનઉની રહેવાસી નાજીશ અને ઈંશા બહેનો છે. બન્ને સાથે મળી કોલ્હાપુરી સેન્ડલનો ઓનલાઈન બિઝનેસ કરે છે

ઉત્તર પ્રદેશના લખનઉની રહેવાસી બે બહેનોએ ચાર વર્ષ અગાઉ માંડ ત્રણ સો રૂપિયામાં ઓનલાઈન સેન્ડલ વેચાણની કામગીરી શરૂ કરી હતી. આજે તેનો કારોબાર ભારતની સાથે દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ ચુક્યો છે. અનેક મોટી સેલિબ્રિટી તેમની ડિઝાઈન કરેલા સેન્ડલ પહેરી રહી છે. પ્રત્યેક મહિને સો કરતા વધારે ઓર્ડર તેમની પાસે આવી રહ્યા છે. તેનાથી બન્ને બહેનો પ્રત્યેક વર્ષ ત્રણ લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. 27 વર્ષની નાજીશ બી.કોમ સુધી અભ્યાસ કરી ચુકી છે. તે કહે છે કે અમારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. પપ્પા સોઈ-દોરાની દુકાન ચલાવતા હતા, પણ તેમણે અમારા અભ્યાસ પર પૂરતું ધ્યાન આપ્યું. કોઈ પણ પ્રકારની અછતની સ્થિતિ ઉભી થવા દેતા ન હતા, પછી તેના માટે ઉધાર પણ કેમ ન લેવું પડે. નાજીશ અભ્યાસમાં ખુબ જ હોશિયાર હતી, તે આગળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)અથવા બેન્ક અધિકારી બનવા ઈચ્છતી હતી, પણ વર્ષ 2016માં તેના ભાઈએ ઓનલાઈન બિઝનેસ અંગે માહિતી આપી હતી. ભાઈએ કહ્યું કે આગામી સમયમાં ઓનલાઈન સેક્ટરમાં ઘણો ગ્રોથ મળનાર છે, મોટાભાગના માર્કેટ ઓનલાઈન શિફ્ટ થઈ રહ્યા છે. અમે પણ આ સેક્ટરમાં કંઈક કરવા માંગી છીએ.

નાજીશ અને તેની બહેન હાથથી સેન્ડલ્સ પર ડિઝાઈન ક્રિએટ કરે છે અને પછી ઓનલાઈન વેચાણ કરે છે
નાજીશ અને તેની બહેન હાથથી સેન્ડલ્સ પર ડિઝાઈન ક્રિએટ કરે છે અને પછી ઓનલાઈન વેચાણ કરે છે

પોતાના શોખને બિઝનેસમાં બદલ્યો
નાજીશ કહે છે કે અમે લોકો અગાઉ ઘરમાં ચપ્પલો અને સેન્ડલ્સ પર કામગીરી કરતા હતા અને અમારા હિસાબથી ડિઝાઈન કરતા હતા. અમારા પડોશી પણ અમારી કામગીરીની પ્રશંસા કરતા હતા. અમે વિચાર કર્યો કે શા માટે આપણે આ કામગીરીને બિઝનેસમાં તબદિલ કરવામાં ન આવે. ત્યારબાદ અમે કોલ્હાપુરી સેન્ડલ્સ પર ક્રિએટીવ ડિઝાઈન તૈયાર કરવાની કામગીરી શરૂઆત કરી, કારણ કે અમારે ત્યાં કોલ્હાપુરી સેન્ડલ્સની સારી માંગ હતી.

ચાર મહિના બાદ મળ્યો હતો પહેલો ઓર્ડર
નાઝીશે મમ્મી પાસેથી રૂપિયા 300 લીધા હતા અને માર્કેટમાંથી એક સેન્ડલ ખરીદીને લાવી હતી. સેન્ડલ પર પોતાની પસંદગી પ્રમાણે ડિઝાઈન ક્રિએટ કરી. તેના ફેબ્રિકના લૂકમાં ફેરફાર કર્યાં અને ફોટો પાડીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો. ફોટો અપલોડ કર્યાંના આશરે ચાર મહિના બાદ નાજીશને પહેલો ઓર્ડર મળ્યો. તેને લીધે બન્ને બહેનનું મનોબળ વધવા લાગ્યું અને આ આઈડિયાને મોટાપાયે લઈ જવાની યોજના તૈયાર કરી. તેમણે સોશિયલ મીડિયા પર 'Talking Toe'નામનું એક પેજ બનાવ્યું અને તેની ઉપર પોતાના દ્વારા તૈયાર કરેલી ડિઝાઈનવાળા સેન્ડલ્સની તસવીરો પોસ્ટ કરી. જેમ જેમ સમય પસાર થતો ગયો. તેમનો કારોબાર વધવા લાગ્યો. અત્યારે દુબઈ, અમેરિકા, ઈગ્લેન્ડ, ઈટાલી, સિંગાપોર અને મૌરેશિયસથી તેમને ઓર્ડર મળી રહ્યા છે.

બન્ને બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોડક્ટ
બન્ને બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોડક્ટ

ચાર લોકોને આપી રોજગારી
બન્ને બહેનોએ સાથે મળી અત્યાર સુધીમાં 15 હજારથી વધારે ડિઝાઈન તૈયાર કરી ચુકી છે. નાજીશ કહે છે કે અમે લોકો અમારી પસંદગીની ડિઝાઈન તો તૈયાર કરી. તે સાથે અનેક લોકો અમને અમારી પસંદગીની ડિઝાઈન તૈયાર કરવા માટે સેમ્પલ મોકલે છે. તે અમને અમારી ડિમાન્ડ જણાવી દે છે, જેથી બાદમાં અમે એવી જ ડિઝાઈન તૈયાર કરી સેન્ડલ મોકલી શકીએ.ત્યારબાદ અમે વધુ ચાર લોકોને રોજગારી આપી છે. તેમને અમે પ્રત્યેક મહિને 10 હજાર રૂપિયા આપી રહ્યા છીએ.

કેવી રીતે તૈયાર કરે છે કોલ્હાપુરી સેન્ડલ
કોલ્હાપુરી સેન્ડલની માંગ ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ છે. એક અહેવાલ પ્રમાણે આશરે 25 લાખ લોકો આ કારોબાર સાથે જોડાયેલા છે. એવું કહેવામાં આવે છે કે અગાઉના સમયમાં રાજા-મહારાજા તેમના માટે કોલ્હાપુરી ચપ્પલ તૈયાર કરાવતા હતા. આજે પણ એલિટ ક્લાસના લોકો તેને પહેરવાનું પસંદ કરે છે. તેને દોરીની મદદથી ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. નાજીશ કહે છે કે અમે લોકો માર્કેટમાંથી કોલ્હાપુરી સેન્ડલ ખરીદીને લાવી છીએ. ડિઝાઈનના એક સેમ્પલ તૈયાર કરી છીએ અને સેન્ડલ્સને તેની બનાવટ પ્રમાણે અલગ કરી લેવામાં આવે છે.

અભિનેત્રી પરિણીતિ ચોપડા સાથે નાજિશ અને તેની બહેન ઈંશા
અભિનેત્રી પરિણીતિ ચોપડા સાથે નાજિશ અને તેની બહેન ઈંશા

ત્યારબાદ અમે લોકો અમારા હાથે તે અંગે કારીગરી કરી છીએ. ફેશન અને ટ્રેડ્સની દ્રષ્ટીએ ડિઝાઈન કરી છીએ. તે કહે છે કે જેમ કપડાં પર ફેબ્રિકેટેડ ડિઝાઈન કરવામાં આવે છે તે પ્રમાણે અમે લોકો આ ચપ્પલ પર ક્રિએટીવ ડિઝાઈન કરી છીએ.

માર્કેટ કેવી રીતે ડેવલપ કરવામાં આવ્યું
નાજીશ કહે છે કે માર્કેટિંગ માટે અમે સોશિયલ મીડિયાનો સૌથી વધારે ઉપયોગ કરી છીએ. આજના સમયમાં લોકો સુધી પહોંચવાનું આ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. અમે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ્સ પર પેજ ડેવલપ કર્યાં છે, જ્યાંથી લોકો પોતાની પસંદગીના પ્રોડક્ટ ઓર્ડર કરી શકે છે. આ સાથે વિવિધ શહેરોમાં અમે પ્રદર્શની પણ રજૂ કરી છીએ. જ્યાં આવતા લોકોને તેમના પ્રોડક્ટની વિશેષતા કહે છે. અમે લોકો બોલીવૂડ સેલિબ્રિટીને પણ મળી છીએ અને તેમની માંગ પ્રમાણે ઓર્ડર લઈ છીએ. વિદ્યા બાલન, સારા અલી ખાન, પરિણીતિ ચોપડા સહિત સંખ્યાબંધ સેલિબ્રિટીને અમે મળી ચુક્યા છીએ. આ લોકો આજે અમારા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો