• Gujarati News
  • Dvb original
  • Sikandar Sing Success Story Business Of Crores Today, Selling Horns For Rs 50 Per Day At A Time, Watch The Making Video Inside The Factory For The First Time.

સીંગના 'સિકંદર':ગુજરાતની ફેમસ સિકંદરની સીંગ કેવી રીતે બને છે? પહેલીવાર જુઓ ફેક્ટરીની અંદરની સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ

16 દિવસ પહેલાલેખક: કિશન પ્રજાપતિ

ગરીબોના કાજુ, એટલે સીંગ, કારણ કે સીંગ ગમે તે ઠેકાણે સરળતાથી મળી જાય છે. જો સીંગનું નામ પડે એટલે સૌ પહેલા સિકંદરની સીંગ જ યાદ આવે. લગભગ એવું કોઈ નહીં હોય, જેણે સિકંદરની અવનવી ફ્લેવરવાળી સીંગ ખાધી નહીં હોય!. પણ લોકોને દાઢે વળગેલી આ સીંગ કેવી રીતે બને છે એ ક્યારેય જોયું નહીં હોય. ત્યારે દિવ્ય ભાસ્કર એપની ટીમ પહેલીવાર સુરેન્દ્રનગર સ્થિત સિકંદર સીંગની ફેક્ટરીએ પહોંચી હતી અને અહીં સીંગ બનાવવાના એક-એક સ્ટેપ અને પ્રોસેસની જાણકારી મેળવી હતી. એટલું જ નહીં, દિવ્ય ભાસ્કરે સિકંદર સીંગના MD અમીનભાઈ લાખાણી સાથે પણ વાતચીત કરી. તેમણે પિતા અકબરઅલી અને માતા શક્કરબેને કરેલા સંઘર્ષની સંપૂર્ણ કહાણી જણાવી. 72 વર્ષ પહેલાં સુરેન્દ્રનગરના ખેરાળી ગામેથી સીંગ વેચવાનું શરૂ કરનાર લાખાણી પરિવારે દુનિયાના અનેક દેશોમાં સીંગ પહોંચાડી છે, એ પણ કોઈપણ જાતના બ્રાન્ડ માર્કેટિંગ વગર. એક સમયે દિવસમાં પચાસ રૂપિયાની સીંગ વેચતા પરિવારે કેવી રીતે કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું એ સફર પણ એટલી જ રોમાંચક અને રસપ્રદ છે. સંઘર્ષથી સફળતા સુધીની આ યાત્રાને સ્પેશિયલ વીડિયો અને ઈન્ફોગ્રાફિક્સ માધ્યમથી માણીએ.

ગ્રાફિક્સ: હિમાંશુ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...