મિત્રોએ મારી બંને આંખ ફોડી:34 ગોળી મારી, જીવતો લાશ બની ગયો; પછી 3 બેંક પરીક્ષાઓ ક્રેક કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ-2009, તારીખ- 26 ફેબ્રુઆરી

આ દિવસ મારી જિંદગીમાં કાળો દિવસ છે. 30-40 લોકોએ મારી પર હુમલો કર્યો. ઉત્તર પ્રદેશના બિજનૌરનો શક્તિ વિસ્તાર ફાયરિંગથી હચમચી ગયું હતું. દુકાનદારોએ પોતાની દુકાનોના શટર બંધ કરીને દોડધામ શરૂ કરી દીધી હતી. હું નિઃશસ્ત્ર હતો.

5 મિત્રોએ દેશી કટ્ટા નિકાળ્યા અને મારા મોઢા પર 34 છરા ફાયર કર્યા. મારી બંને આંખોની નસો, પડદો, કોર્નિયા... બધું જ ફૂટી ગયું. મિત્રોએ મને અંધ બનાવી દીધો. તે સમયે ગ્રેજ્યુએશન પાર્ટ-2માં હતો. હું દલિત પરિવારમાંથી આવું છું. તેથી જ મારા મિત્રો મને નફરત કરતા હતા.

SBI મેઈન બ્રાન્ચ દેહરાદૂનના આસિસ્ટન્ટ મેનેજર અનિલ કુમાર તેમની કહાની કહે છે છે, તેમનું શરીર ધ્રુજવા લાગે છે. અનિલે લવ મેરેજ કર્યા છે, તેમને ત્રણ બાળકો છે.

અનિલ પોતાની કહાની આ ચાર ભાગમાં સંભળાવે છે...

1. પહેલા નાનપણથી કોલેજ સુધીની કહાની
પિતા શ્રમિક હતા. ખાંડની મિલમાં શેરડીને બાંધવાનું કામ કરતાં હતા. 12 વર્ષની ઉંમરથી હું પણ તેમની સાથે કામ કરવા જતો હતો. મને કબડ્ડી અને રેસ જોવાનો શોખ નાનપણથી હતો. ધીમે-ધીમે સ્પોર્ટ્સમાં મજા આવવા લાગી. શારીરિક તંદુરસ્તી માટે સવાર-સવારમાં ગામની બહાર દોડવા જતો હતો.

જ્યારે તેણે બિજનૌરની હાઈસ્કૂલમાં એડમિશન લીધું, ત્યારે રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું. આ 2002ની વાત છે. ગામના કેટલાક છોકરાઓ આર્મીની તૈયારી કરી રહ્યા હતા. તેને જોઈને મેં પણ સેનાની તૈયારી શરૂ કરી. 2008ની આર્મી ભરતી માટેનો એપોઇન્ટમેન્ટ લેટર મારા હાથમાં હતો, પણ ત્યાં સુધીમાં હું અંધ થઇ ગયો હતો. આ કારણે હું જોડાઈ શક્યો નહીં.

2006માં, 12મા પછી, મેં B.Comમાં અને મારા મિત્રોએ B.Aમાં બિજનૌર યુનિવર્સિટીમાં એડમિશન લીધું. હું અભ્યાસ અને રમતગમતની તમામ પ્રવૃત્તિઓમાં આગળ રહેતો હતો. જ્યારે મને કોલેજના NSS કેમ્પનો હેડ બનાવવામાં આવ્યો ત્યારે મારા મિત્રો મારી ઈર્ષ્યા કરવા લાગ્યા.

2. હવે અંધ થયાની કહાની
જે મિત્રો મારી સાથે ફરતા હતા, મને ખબર નહતી કે તે લોકો મારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હતા. 5 માર્ચ 2009થી પાર્ટ-2ની પરીક્ષા શરૂ થઈ હતી. હું પોડિયમ પર ઊભો હતો. સામે કેટલાક વિદ્યાર્થીઓ ગેરવર્તણૂક કરી રહ્યા હતા. લાઈનમાં ઊભી છોકરીઓ સાથે ધક્કામુક્કી કરી રહ્યા હતા.

આ દરમિયાન એક છોકરી દીવાલ સાથે ભટકાઈ ગઈ. તેના માથામાંથી લોહી નિકળવા લાગ્યું. જ્યારે મેં ધક્કામુક્કી કરી રહેલા વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તે લોકોએ મારા માથા પર હુમલો કર્યો. ઘટના પ્રિન્સિપાલ સુધી પહોંચી, તેમણે પોલીસને જાણ કરી. જો કે, થોડા સમય પછી પોલીસે તે લોકોને સમજાવીને છોડી દીધા હતા.

પછી હું પોડિયમ પર આવ્યો. એવામાં મારો એક મિત્ર પાછળથી આવ્યો અને મારા માથા પર બંદૂકનું બટ(બંદૂકનો પાછળનો ભાગ) માર્યું. માથામાંથી લોહી વહેવા લાગ્યું. જ્યારે મેં મિત્રને પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું? તો તેણે કહ્યું કે, 'અમે ઘણા સમયથી તને નિશાન બનાવતા હતા, હવે તું પકડાઈ ગયો.'

વિવાદ વધતાં પ્રિન્સિપાલે મને ઘરે જવાનું કહ્યું. 50-60 લોકો મારા પર હુમલો કરવા માટે કોલેજની બહાર રાહ જોઈ રહ્યા હતા. હું ગમે તે રીતે પાછળના દરવાજેથી ડૉક્ટર પાસે ગયો. માથે પાટો બાંધીને ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યોએ કહ્યું, 'હવેથી કોલેજ જવાનું બંધ. ભલે તું નહીં ભણે, પરંતુ સાજો તો રહીશ.

થોડા દિવસ પછી બે ત્રણ મિત્રો ઘરે આવ્યા. તેમણે કહ્યું, 'કોલેજમાં નથી જઈ શકતો, લગ્નમાં જઈ શકે છેને.' જેવી બાઇક શક્તિ ચારરસ્તા પાસે પહોંચી કે તરત જ બીજા મિત્રએ મને રોક્યો અને વાતોમાં વ્યસ્ત કરવા લાગ્યો. થોડી જ વારમાં 50-60 છોકરાઓએ મને ઘેરી લીધો. દરેકના હાથમાં પિસ્તોલ અને હોકી સ્ટિક. તેમાંના કેટલાક મારા ખાસ મિત્રો પણ હતા. પહેલા તેઓએ માર મારવાનું શરૂ કર્યું.

તમંચાની ફાયરિંગથી આખો વિસ્તાર ગૂંજવા લાગ્યો. દુકાનદાર પોતાની દુકાનના શટર બંધ કરી ભાગવા લાગ્યા. ભીડમાં પાંચ મિત્રો મારી જાતિને લઈ ખરાબ ટિપ્પણીઓ કરવા લાગ્યા. મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કહ્યું- કોલેજમાં એટલો પણ મોટો ઝઘડો થયો નહતો કે, તમે લોકો મને મારી નાંખો.

ટ્રાફિક પોલીસ પણ ચુપચાપ ઉભા રહી તમાશો જોઈ રહી હતી. કોઈએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ન હતો. ત્યાર પછી એક મિત્રએ પાછળથી આવીને માથામાં કોઈ ભારે વસ્તુ વડે હુમલો કર્યો હતો. ત્યાર પછી મિત્રોએ મારા ચહેરા પર દેશી કટ્ટા વડે ગોળીબાર શરૂ કર્યો હતો. ગોળીના 34 છરા માર્યા હતા.

હું લોહીલુહાણ પડ્યો હતો. મારો નાનો ભાઈ થોડે દૂર આવેલા મોબાઈલ સેન્ટરમાં કામ કરતો હતો. તે મને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાંથી મેરઠ અને પછી દિલ્હી એઈમ્સમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે મેં મારી બંને આંખો ગુમાવી દીધી છે.

3. આંખ ગુમાવ્યા પછીની કહાની
અહીંથી મારું અંધ જીવન શરૂ થયું. એઈમ્સમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મને ગામમાં લઈ જવામાં આવ્યો. આ પહેલી વાર હતું કે હું જે ગામને જોઈને મોટો થયો હતો તે મારી તરફ જોઈ રહ્યું હતું. કોલેજના લોકો પણ મને મળવા આવ્યા. હું ખાટલા પર સૂતો હતો.

જ્યારે માતાએ કહ્યું કે લોકો મને જોવા આવ્યા છે, ત્યારે મેં એટલું જ કહ્યું - 'આ દુનિયા હવે મારા કોઈ કામની નથી અને હું પણ કોઈ કામની નથી.' મારું ગ્રેજ્યુએશન વચ્ચે જ છૂટી ગયું.

ખબર હતી કે, હવે મને કોઈ પણ ગાદી પર બેસાડો, આ દુનિયાને હું ક્યારેય જોઈ નહીં શકું. હું નહતો ઈચ્છતો કે, જે લોકોએ મારી જોડે આવું કર્યું, તે લોકો મારા ઘરવાળા સાથે પણ આવું કરે. મેં કોર્ટમાંથી કેસ પરત લઈ લીધો.

એક દિવસ મારા કાકા લખનઉમાં અંધજનો માટેની ડૉ. શકુંતલા મિશ્ર યુનિવર્સિટી વિશે પેપરમાં વાંચી રહ્યા હતા. મેં પરિવારને કહ્યું - શું હું હજી અભ્યાસ કરી શકું? વાલીઓ યુનિવર્સિટી વિશે પૂછપરછ કરવા લાગ્યા.

આ સમય દરમિયાન જ દેહરાદૂનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિઝ્યુઅલી હેન્ડિકેપ્ડ (NIVH)વિશે ખબર પડી. મને યાદ છે કે જ્યારે હું NIVHમાં આવતો હતો ત્યારે મેં મારી માતાને કહ્યું હતું કે, 'એડમિશન નહીં થાય તો હું ક્યારેય ઘરે પાછો નહીં આવું.' કોમ્પ્યુટર ટ્રેનિંગમાં કોઈક રીતે અહીં એડમિશન મળી ગયું.

અંધ થયા પછી મેં પહેલીવાર કમ્પ્યુટરને સ્પર્શ કર્યો. 6 મહિના સુધી હું સમજી શક્યો નહીં કે હું કઈ દિશામાં બેઠો છું. વર્ગમાં શિક્ષક કઈ દિશામાં બોલે છે? આ દરમિયાન એક મિત્ર બન્યો, જેના ખભા પર હાથ રાખીને ચાલવા લાગ્યો. તે મને રોજ મેસ, વર્ગખંડ અને ફરવા લઈ જતો. 18 મહિનાની કોમ્પ્યુટર તાલીમ બાદ પણ નોકરી ન મળી.

4. છેલ્લે બેંકર બનવાની કહાની
2011માં ઘરે પરત આવ્યો. વિચારવા લાગ્યો-'જ્યાંથી નિકળ્યો હતો, ત્યાં જ પરત આવ્યો.' ગૂંગણામણ થવા લાગી. ત્યાર પછી મેં ફરીથી B.COM કરવાનો નિર્ણય લીધો. નાની બહેન ખુશ્બુ નોટ્સ વાંચીને સંભળાવતી અને હું તેને યાદ કરી લેતો. આ દરમિયાન બેંકિંગ પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો. બહેન મારી આંખો બની ગઈ.

2012માં, 12મા સ્તરે, મારી પસંદગી ત્રણ બેંકો- SBI, કેનેરા અને UCO બેંકમાં થઈ. હું SBI દેહરાદૂનની મુખ્ય શાખામાં જોડાયો.

હું જ્યારે બેંકમાં આવ્યો ત્યારે એક અંધ વ્યક્તિ હોવાને કારણે લોકો જુદી જુદી કોમેન્ટ કરવા લાગ્યા. કહેતા હતો, આ અંધ વ્યક્તિ શું કરશે? કામ વગર પૈસા લેશે. પસંદગી ક્વોટા દ્વારા કરવામાં આવી છે.

મેં બેંકિંગના તમામ વિભાગોનું કામ શીખ્યું. હવે હું મારા દરેક કામ કોઈની મદદ વગર કરું છું. હું પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા ઓફિસ પણ જાઉં છું. મને અંધ કરનાર લોકો આજે મજૂરી પણ કરી શકતા નથી અને હું અહીં સુધી પહોંચ્યો છું.

આજે મારો પોતાનો પરિવાર છે. ત્રણ બાળકો છે. પત્ની પણ પુખ્ત અંધ છે. દવાના રિએક્શનના કારણે તેણે આંખો ગુમાવી હતી. જો કે, તેને 20% દેખાય છે. અમે બંને NIVH ખાતે મળ્યા હતા. ત્યાં તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા.

અન્ય સમાચારો પણ છે...