તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Shares Of Adani Group's Companies Recovered Fast After Sharp Fall But Loose The Confidence Of Retail Investors

એનાલિસિસ:ભૂતકાળના કડાકા કરતાં આ વખતે અદાણીના શેરમાં ઝડપી રિકવરી પણ નાના રોકાણકારોનો વિશ્વાસ ડગમગયો

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
  • વેચવાલીના પ્રેશરથી છેલ્લા ચાર દિવસમાં ગ્રૂપ કંપનીના શેર્સમાં 15% સુધીનો ઘટાડો થયો
  • અદાણીમાં અગાઉ એક સપ્તાહમાં રિકવરી થઈ હતી, આ વખતે 2 દિવસમાં રિવાઈવલ
  • બજારના નિષ્ણાતોના મતે અદાણી ગ્રૂપના શેરમાં નાના રોકાણકારોનું ઈન્વેસ્ટમેન્ટ ઘટ્યું

તાજેતરમાં જ અદાણી ગ્રૂપમાં રોકાણ કરનાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)માં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવમાં મોટો કડાકો બોલી ગયો હતો અને હજુ પણ વેચવાલી થઈ રહી છે. અદાણીના સ્ટોક્સમાં રિકવરી આવી છે પણ તેની સામે નાના રોકાણકારો તેનાથી દૂર જઈ રહ્યા છે. બજાર નિષ્ણાતો જણાવે છે કે, ગ્રૂપ ફંડામેંટલી સ્ટ્રોંગ છે અને એટલે જ ઘટાડા બાદ આ વખતે ઝડપી રિવાઈવલ આવ્યું છે જે અગાઉ પહેલા જોવા મળ્યું નથી.

ફંડામેંટલ સ્ટ્રોંગ હોવાથી મોટા ઘટાડા બાદ ઝડપી રિકવરી છે
ઈન્વેસ્ટલાઈન સિક્યૂરિટીઝના એમડી ગૂંજન ચોક્સીએ જણાવ્યુ કે, છેલ્લા એક બે વર્ષથી અદાણી ગ્રૂપની કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન, અદાણી ગેસ, અદાણી પાવરનું પર્ફોર્મન્સ ઘણું જ સારું રહ્યું છે. ફંડામેંટલી કંપની પણ સ્ટ્રોંગ છે અને તેના કારણે તેમાં કડાકા બાદ પણ રિકવરી ઝડપથી આવી છે. જોકે, તાજેતરનાં ઘટનાક્રમથી રોકાણકારો અને ખાસ કરીને રિટેલ ઈન્વેસ્ટર્સનો વિશ્વાસ થોડો ઘટ્યો છે. તેના લીધે થોડો સમય માટે વેચવાલીનું પ્રેશર રહેવાની ધારણા છે.

અદાણી એન્ટરપ્રાઇઝ ઇન્ટ્રા-ડેમાં 25% ઘટ્યો, દિવસના અંતે માત્ર 6% ડાઉન
ખોટી રીતે રોકાણ થયાનું અને ત્રણ FPIના કમ્પલાયન્સ ઇશ્યૂ સામે આવ્યા બાદ 14 જૂને અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી જેના કારણે આગલા દિવસના બંધ સામે ઇન્ટ્રા-ડેમાં આ શેર 25% જેવો તૂટી ગયો હતો. જોકે બપોર થતાં સુધીમાં ફરી લેવાલી આવતા આ શેર માત્ર 6.26% જેટલો જ ઘટ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ પાછલા 14 મહિના દરમિયાન 925% જેવો વધ્યો છે. 14 જૂને અદાણિ ગ્રૂપની અન્ય કંપનીઓમાં પણ 5-13% જેવુ ધોવાણ થયું હતું પરંતુ સ્ટોક્સ નીચા ગયા પછી તેમાં ધીમે ધીમે રિકવરી પણ આવી હતી.

ગ્રૂપ કંપનીઓમાં હજુ પણ ઘટાડો ચાલુ છે
એક જાણીતી બ્રોકિંગ ફર્મના એનલિસ્ટે જણાવ્યુ હતું કે, અદાણીને લઈને ઈન્વેસ્ટર્સના મનમાં હજુ પણ ઘણી અસમંજસ છે. ખાસ તો નાના રોકાણકારો તેનાથી દૂર જઈ રહ્યા છે. આ બધાના કારણે 14 જૂનના કડાકા પછી પણ અદાણીના સ્ટોક્સમાં ઘટાડો ચાલુ રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમના કારણે પાછલા વર્ષમાં સારું રિટર્ન આપ્યું હોવા છતાં અદાણીની બ્રાન્ડ વેલ્યૂને અસર થઈ છે અને રોકંકારોનો વિશ્વાસ ડગ્યો છે.

કંપની14 જૂન15 જૂન16 જૂન17 જૂનઘટાડો (%)
અદાણી એન્ટરપ્રાઇઝ1,501.251,538.051,449.301367.95-8.87
અદાણી પોર્ટ768.7761.45706.85646.8-15.85
અદાણી ગ્રીન1,175.951,208.751,171.251113.35-5.32
અદાણી ટ્રાન્સમિશન1,517.251,441.401,369.351300.9-14.25
અદાણી ટોટલ ગેસ1,544.551,467.351,394.001324.3-14.25
અદાણી પાવર140.9133.9127.25120.9-14.19

સંદર્ભ: BSE, ભાવ રૂપિયા પ્રતિ શેર

નાના રોકાણકારોના મનમાં ભય છે
ઈન્વેસ્ટમેન્ટ પોઇન્ટનાં સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ નિખિલ ભટ્ટે જણાવ્યું હતું કે અદાણીની કંપનીઓ ફંડામેંટલી ઘણી જ સ્ટ્રોંગ છે અને એટલે જ તેમાં ફોરેન ઈન્વેસ્ટમેન્ટ વધુ છે. હાલમાં જે કઈ થયું તે ડાયરેક્ટલી અદાણી ગ્રૂપને લાગુ પડતું નથી. આ બધી ટેકનિકલ બાબતો છે જેનાથી નાના રોકાણકારો અજાણ હોય છે. તેઓને આ અંગે વધુ સમાજ હોતી નથી. આના કારણે તેમના મનમાં રોકાણ ડૂબી જવાનો અથવા નુકસાનીનો ભય હોય છે તેથી જ તેઓ સ્ટોક્સ વેચી રહ્યા છે.

ગૌતમ અદાણીની નેટવર્થમાં રૂ. 39000 કરોડનો ઘટાડો
અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારોનાં ખાતાં ફ્રીઝ થવાના સમાચારથી ગૌતમ અદાણીની પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો છે. ફોર્બ્સના વિશ્વના અમીરોના લિસ્ટ અનુસાર, શેરમાં ઘટાડાથી ગૌતમ અદાણીની નેટવર્થમાં 5.4 બિલિયન ડોલર લગભગ 39 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી ગૌતમ અદાણી ફોર્બ્સ લિસ્ટમાં સૌથી વધુ અમીરોમાં 16મા સ્થાને પહોંચી ગયા છે.

અદાણી ગ્રુપના શેર 2021માં 252% વધ્યા
હાલમાં અદાણિ ગ્રૂપના શેર્સમાં વેચવાલી રહે છે તેથી ત્રણ દિવસથી સ્ટોક્સ સતત ઘટી રહ્યા છે. પરંતુ કોરોનાની બીજી લહેર વચ્ચે પણ 2021માં તેણે રોકાણકારોને 5-252% સુધીનું વળતર આપ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અદાણી ટોટલ ગેસનો શેર સૌથી વધુ 252% જેટલો વધ્યો છે. તેની સામે અદાણી ગ્રીન એનરજીના શેરમાં 5% જેવી તેજી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...