• Gujarati News
  • Dvb original
  • Seven Major Mistakes In General Knowledge Preparation, Students Can Avoid These Mistakes, Score More

કરિયર ફન્ડા:જનરલ નોલેજની તૈયારીમાં સાત મોટી ભૂલ, સ્ટુડન્ટ્સ આ ભૂલથી બચીને, વધુ સ્કોર મેળવી શકે છે

3 મહિનો પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

जो ‘मैं जानता हूँ’ उसे मैं जो ‘मैं नहीं जानता’ के सहारे सँभालता हूँ।
~ अंतोनियो पोर्चिया (अर्जेंटीना के प्रसिद्ध कवि)

કરિયર ફન્ડામાં સ્વાગત!

જનરલ નોલેજ એટલે કે જી.કે. તમામ મોટી એક્ઝામ્સનો મહત્ત્વપૂર્ણ પાર્ટ છે. આવો... જાણીએ એ કઈ ભૂલ છે, જેનાથી બચીને એની તૈયારીઓ કરવી જોઈએ.

જી.કે.માં સાત મોટી ભૂલથી બચો

1) ગોખણપટ્ટી કરીને કેમ ટેન્કર ફુલ- ફેક્ટ્સ એન્ડ ફિગર્સની ગોખણપટ્ટી કરવી એકદમ ખરાબ ટેવ છે. ફેક્ટ્સ એન્ડ ફિગર્સને ગોખવાને બદલે સમજીને યાદ કરો. ઉદાહરણ તરીકે- મારા એક સ્ટુડન્ટ્સને બેટલ ઓફ પ્લાસીનું વર્ષ 1757 ક્યારેય યાદ રહેતું નહોતું, પરંતુ જ્યારે એક વખત તેને ટીવી સિરિયલ 'રક્તરંજિત'માં બેટલ ઓફ પ્લાસીની સમગ્ર વાર્તા સાંભળી તો તેને તેની તારીખ (જૂન 23, 1757) પણ યાદ રહી ગઈ, હંમેશાં માટે અર્થાત જિજ્ઞાશુ (ક્યુરિયસ) બનો, પોપટ નહીં. હિન્દી અને મેથિલીના પ્રસિદ્ધ કવિ તેમજ લેખક રાજકમલ ચૌધરી કહે છે, 'જાણવાના પ્રયાસ ન કરો. પ્રયાસ કરશો તો પાગલ થઈ જશો.' લેસન- જાણવાના પ્રયાસ ન કરો, પણ સાચે જ જાણો.

2) સાંઢની આંખ (બુલ્સ આઈ)- ટુ ધ પોઈન્ટ તૈયારી ન કરવી ખોટું છે. તૈયારી હંમેશાં દરેક એક્ઝામ મુજબ ટુ-ધ-પોઈન્ટ કરો. એ માટે પહેલા એક્ઝામમાં પૂછવામાં આવતા પ્રશ્નોના એરિયાઝ અને પેટર્નને સમજો. એ માટે ગત વર્ષનાં પેપર્સ અને એનાલિસિસ સ્ટડી કરી શકાય છે. એ બાદ એ તમામ ટોપિક્સને નોટ કરો, જે ઈમ્પોર્ટન્ટ છે. લેસન- એક્ઝામમાં માત્ર એટલું જ કરો જેટલું જરૂરી છે.

3) પોતાની જાતે નોટ્સ ન બનાવવી- અનેક વિદ્યાર્થીઓ સારી રીતે છાપેલી નોટ્સ કે PDFથી અભ્યાસ કરે છે અને તેમને લાગે છે કે મગજ બધું જ યાદ રાખી લેશે, પરંતુ પોતાના હાથે, મહેનત કરીને બનાવેલી નોટ્સની કોઈ તુલના નથી. જો તમે યોગ્ય નોટ્સ બનાવી શકો છો તો એનાથી ઊભો થતો કોન્ફિડન્સ તમને વસ્તુઓ યાદ રાખવામાં ઘણી જ યુઝફુલ રહેશે. લેસન- હંમેશાં જી.કે.ની હેન્ડ રિટન નોટ્સ જરૂરથી બનાવો.

4) કાલે કરવાનું છે એ આજે જ કરો, આજે કરવાની વસ્તુ હાલ જ કરો- જી.કે.ને છેલ્લા સમય સુધી છોડવું ન જોઈએ. એક્ઝામ કોઈપણ હોય, જનરલ નોલેજની તૈયારી માટે સમય લાગે છે, તેથી જો છેલ્લે તૈયારી કરી લઈશું એવું ધારીને છોડી દીધું તો ગભરામણ થવા લાગશે. છેલ્લા સમયે વધી ગયેલું બર્ડન તમારું સ્ટ્રેસ વધારે છે અને તૈયારીનું શેડ્યૂલ બગાડે છે. એવું વિચારીને કે જનરલ નોલેજની તૈયારી અનંત છે, એને છોડીને બીજા સેક્શન્સની તૈયારી કરતા રહીએ. અનેક ટીચર્સને પણ એવું કહેતા સાંભળી શકાય છે કે જનરલ નોલેજનો એરિયા ઘણો જ વાસ્ટ છે, તેથી એની તૈયારીમાં જેટલી મહેનત લાગશે એટલી મહેનતમાં બીજા વિષય વધુ સારી રીતે તૈયાર થઈ જશે, પરંતુ આ સત્ય નથી, પ્રત્યેક એક્ઝામનું જનરલ નોલેજ સેક્શનનો પોતાનો ફ્લેવર હોય છે. જો એ હિસાબે તૈયારી કરવામાં આવે તો ઓછી મહેનત પણ પર્યાપ્ત રિઝલ્ટ મેળવી શકાય છે. લેસન- નાના નાના ટુકડાઓમાં તૈયારીઓને તોડો.

5) કમાનને ન ખેંચો, ન તો તલવાર કાઢો, જ્યારે તોપ પ્રતિસ્પર્ધી છે તો અખબાર કાઢો- અકબર ઈલાહાબાદી- ડેઈલી યોગ્ય રીતે ન્યૂઝપેપર ન વાંચવું, જનરલ નોલેજની તૈયારીમાં સૌથી મોટી ભૂલ છે. રોજ ન્યૂઝપેપર વાંચવાથી તમે કરન્ટ અફેયર્સથી માહિતગાર રહો છો, જે એક્ઝામ માટે મહત્ત્વપૂર્ણ છે. ન્યૂઝપેપરને વાંચીને એમાંથી ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને નોટ કરો. બાદમાં એક્ઝામના આ નોટ્સને રિવાઈઝ કરો અને એક કે બે પેપર ફિક્સ કરી રાખો, રોજ પેપર નથી બદલવાનું. લેસન- પરીક્ષાની પહેલાં, અનેક પરીક્ષાઓ આપવાની છે.

7) જી.કે. એકલા એકલા વાંચવું- આ સબ્જેક્ટનો નેચર એવો છે કે એકલા એકલા વાંચવાથી ન તો એમાં મજા આવે છે, ન તો વસ્તુઓ સારી રીતે યાદ રાખી શકાય છે. મિત્રોનું એક ગ્રુપ બનાવો, ઓફલાઈન કે ઓનલાઈન, અને તેમાં સતત ડિસ્કશન્સ કરતા રહો. અનેક મગજ, એક મગજથી ઉત્કૃષ્ટ જ હોય છે. લેસન- જી.કે.માં ગ્રુપ સ્ટડીનો ફાયદો થાય છે.

આજનું કરિયર ફન્ડા એ છે કે જી.કે.માં સમય ઈન્વેસ્ટ કરતાં પહેલાં તમે આ પોટેન્શિયલ ભૂલને સુધારી લો.

કરીને દેખાડીશું!