તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Sensex's Journey To Reach The Height Of 50 Thousand, Find Out From Which Camp To Reach This Destination

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ડેટા સ્ટોરી:સેન્સેક્સની 50 હજારની ઊંચાઈ સુધી પહોંચવાની સફર, જાણો કયા પડાવોથી થઈને પહોંચ્યો આ મુકામ સુધી

18 દિવસ પહેલાલેખક: કાર્તિક સાગર સમાધિયા
 • કૉપી લિંક

શેરબજાર ગત સપ્તાહે નવા વિક્રમો લઈને આવ્યું. 1 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી નિર્મલા સીતારામનના બજેટ ભાષણ વાચંવાની સાથે સાથે બજારે વધવાનું શરૂ કર્યુ અને વધતું જ રહ્યું. આ સમગ્ર સપ્તાહમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEનો ઈન્ડેક્સ સેન્સેક્સ 4445.86 પોઈન્ટ્સ વધ્યો. બજેટના બે દિવસ પછી 3 ફેબ્રુઆરીએ સેન્સેક્સ પ્રથમવાર 50 હજાર ઉપર બંધ થયો. તેના પછી 4 અને 5 ફેબ્રુઆરીએ 50 હજાર ઉપર જ તેનું ક્લોઝિંગ થયું.

આ અગાઉ અમેરિકામાં જો બાઈડેનના રાષ્ટ્રપતિ પદના શપથ લેના આગલા દિવસે 21 જાન્યુઆરીએ સેન્સેક્સે પ્રથમવાર 50 હજારનો આંકડો સ્પર્શ્યો હતો. જો કે,એ દિવસે સેન્સેક્સનું ક્લોઝિંગ 50 હજારથી નીચે થયું હતું. તેના પછી બજાર તૂટતું જ રહ્યું. આ પહેલા 2019માં સેન્સેક્સે 40 હજારનો આંકડો પાર કર્યો હતો.

સેન્સેક્સ 35 વર્ષનો થઈ ચૂક્યો છે. 1986માં તેની શરૂઆત થઈ. ત્યારે તેનો બેઝ 100 રાખવામાં આવ્યો હતો. ચાર વર્ષ પછી આ ચાર આંકડા પર પહોંચ્યો તો પાંચ આંકડા સુધી પહોંચવામાં તેને 20 વર્ષ લાગ્યા.

આવો જાણીએ સેન્સેક્સ ક્યારે હજારથી 10 હજાર, 10થી 20 હજાર, 20થી 30 હજાર, 30થી 40 હજાર અને હવે 50 હજાર સુધી પહોંચ્યો અને શા માટે પહોંચ્યો? તેના પછી તેમાં ક્યારે અને કેટલો ઘટાડો થયો?

સૌથી પહેલા સેન્સેક્સની શરૂઆતની કહાની જાણી લો...
1986માં જ્યારે સેન્સેક્સની શરૂઆત થઈ તો તેનું બેઝ યર 1978079 રાખવામાં આવ્યું અને બેઝ 100 પોઈન્ટ બનાવાયો. જુલાઈ 1990માં આ આંકડો 1000 પોઈન્ટ પર પહોંચી ગયો. 1991ના આર્થિક ઉદારીકરણ પછી સરકારે FDIના દરવાજા ખોલ્યા અને બિઝનેસ કરવાના કાયદામાં ફેરફાર કર્યા. માર્કેટ વેલ્યુનું ડિરેગ્યુલેશન કરવામાં આવ્યું અને અર્થવ્યવસ્થાને સર્વિસ ઓરિએન્ટેડ કરી દેવાઈ. તેનાથી સેન્સેક્સમાં ગતિ વધી.

જ્યારે સેન્સેક્સ પ્રથમવાર બન્યો ત્યારે શું ફેરફાર કર્યા હતા
તેમાં સૌપ્રથમ સર્વિસ ઈન્ડસ્ટ્રી, એટલે કે બેન્કિંગ, ટેલીકોમ અને આઈટી સેક્ટર્સની કંપનીઓને સામેલ કરાઈ હતી. તેના પછી 90ના દાયકાના અંત અને 2000ની શરૂઆતમાં આઈટી કંપનીઓમાં ઝડપથી થઈ રહેલા ડેવલપમેન્ટને જોઈને જૂની કંપનીઓના સ્થાને ટીસીએસ અને ઈન્ફોસિસને સામેલ કરવામાં આવી.

ઉદારીકરણ પછીથી જ ભારતની મોટી કંપનીઓ ઘરેલુ વેચાણ પર વધુ નિર્ભર નથી. આ તમામ કંપનીઓ એક્સપોર્ટ દ્વારા બિઝનેસ વધારતી રહી છે. જ્યારે આઈટી સેક્ટરમાં આઉટસોર્સિંગા કારણે ઈન્ફોસિસ જેવી કંપનીઓને ફાયદો થયો છે. ટાટા જેવી ઓટોમોબાઈલ સેક્ટરની કંપનીએ યુકે જેવા વિકસિત બજારોમાં કદમ રાખ્યું છે.

2006: પ્રથમવાર 10 હજારના આંકડે પહોંચ્યો સેન્સેક્સ
ફેબ્રુઆરી 2006માં સેન્સેક્સ પ્રથમવાર 10 હજારના આંકડાને પાર કરી ગયો. તેનું એક કારણ ગ્લોબલ કોમોડિટી માર્કેટમાં બૂમ હોવાનું પણ હતું. તેના પછી પણ સેન્સેક્સમાં તેજીનો સમય ચાલુ રહ્યો. એગ્રેસિવ પરચેઝના કારણે 2006 અને 2007માં સેન્સેક્સમાં વધારો ચાલુ રહ્યો. ગ્લોબલ માર્કેટમાં કેશ ફ્લોથી ડિસેમ્બર 2007માં સેન્સેક્સે 20 હજારનો આંકડો સ્પર્શી લીધો.

સત્યમ કૌભાંડ અને ગ્લોબલ રિસેશનથી તૂટ્યું બજાર
જે બજાર 22 મહિનામાં 10થી 20 હજાર સુધી પહોંચ્યું હતું, તે 2008ની મંદીમાં તૂટીને દસ હજારની નજીક પહોંચી ગયું. 2009માં થયેલા સત્યમ કૌભાંડ પછી એ વધુ તૂટ્યું અને દસ હજારની પણ નીચે આવી ગયું. 2009ની લોકસભા ચૂંટણી અને યુપીએની જીત પછી તે ફરીથી ઝડપથી વધવા લાગ્યું અને નવેમ્બર 2010માં તે 21 હજારના આંકડા સુધી પહોંચી ગયું.

મોદી પ્રથમવાર સત્તામાં આવ્યા તો સેન્સેક્સ 25 હજારે પહોંચ્યો
16 મે, 2014ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા. નરેન્દ્ર મોદી પ્રથમવાર સત્તામાં આવ્યા. મોદી સરકારનું સેન્સેક્સે પણ સ્વાગત કર્યુ અને પ્રથમવાર 25 હજારના આંકડાને સ્પર્શ્યો. દસ મહિના પછી 4 માર્ચ 2015ના રોજ સેન્સેક્સે 30 હજારના આંકડાને સ્પર્શ કર્યો.

સપ્ટેમ્બર 2016માં દુનિયાભરની બજારોમાં મંદીના સંકેત અને ચીનના ખરાબ આર્થિક અનુમાનના કારણે સેન્સેક્સ ફરી એકવાર 25 હજારથી નીચે આવી ગયું. તેના પછી બિહાર ચૂંટણીના પરિણામો અને નોટબંધી વખતે પણ BSEને મોટા આંચકા લાગ્યા. નોટબંધીના બીજા દિવસે 9 નવેમ્બર, 2016ના રોજ સેન્સેક્સમાં 1689 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો.

મોદી સરકારની જીત પર 40 હજારે પહોંચ્યો સેન્સેક્સ
23 મે, 2019ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા. ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી. બજારે પણ પરિણામો પર જશ્ન મનાવ્યો અને પ્રથમવાર 40 હજારના આંકડાને સ્પર્શ કર્યો. 4 ડિસેમ્બર 2019ના રોજ બજાર 45000ના આંકડાને સ્પર્શી ચૂક્યું હતું. તેના પછી કોરોનાનું આગમન અને બજાર તૂટવાનું શરૂ થયું.

23 માર્ચ, 2020 એટલે કે જનતા કર્ફ્યૂના બીજા દિવસે બજાર 25981ના નીચલા સ્તરે પહોંચી ગયું. એટલે કે ચાર મહિનાથી પણ ઓછા સમયમાં લગભગ 20 હજાર પોઈન્ટનો કડાકો આવ્યો, પરંતુ લોકડાઉન દરમિયાન બજાર ધીમે ધીમે વધવા લાગ્યું.

2021ઃ પ્રથમવાર 50 હજારના આંકડા પર પહોંચ્યો સેન્સેક્સ
2021ના પ્રથમ મહિનામાં જ સેન્સેક્સે મોટી છલાંગ લગાવી. 20 જાન્યુઆરીએ અમેરિકામાં જો બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ લીધા અને તેના બીજા દિવસે 21 જાન્યુઆરીએ સેન્સેક્સે પ્રથમવાર 50 હજારનો આંકડો પાર કર્યો. જો કે, એ દિવસે બજાર 49624 પોઈન્ટ્સ પર બંધ રહ્યું હતું.

તેના પછી માર્કેટ તૂટતા તૂટતા 46285 પર આવી ગયું. 1 ફેબ્રુઆરીએ નાણાં મંત્રીએ જ્યારે બજેટ રજૂ કર્યુ, તો બજારે તેનું સ્વાગત કર્યુ. એ દિવસે બજાર 2314 પોઈન્ટ્સના વધારા સાથે 48600 પર બંધ રહ્યું. તેના પછી 3 ફેબ્રુઆરીએ પ્રથમવાર સેન્સેક્સ 50 હજારની ઉપર બંધ રહ્યો. 5ફેબ્રુઆરીએ સેન્સેક્સ 50731 પોઈન્ટ્સ પર બંધ રહ્યો.

સેન્સેક્સ પર ક્યારે-ક્યારે સંકટ આવ્યું?

 • સેન્સેક્સના ઈતિહાસમાં 2008માં માર્કેટ ધરાશયી થયું. આ જ કારણથી ગ્લોબલ ઈકોનોમી 2009માં તેના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી.
 • 21 જાન્યુઆરી 2009ના રોજ સેન્સેક્સને 1408 પોઈન્ટના લોસનો સામનો કરવો પડ્યો હતો. આ જ લોકના કારણે એ વર્ષે એક કલાક માટે ટ્રેડિંગ બંધ કરી દેવાયું હતું.
 • આ વર્ષે ઓક્ટોબરમાં બજાર 8509.56 પોઈન્ટ પર બંધ રહ્યું. આ આંકડો છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો હતો.
 • 2009નું વર્ષ પણ માર્કેટ માટે યોગ્ય નહોતું. તેનું કારણ સત્યમ ફ્રોડ હતું.
 • જો સેન્સેક્સના ઈતિહાસની વાત કરીએ તો માર્કેટ માટે રોલરકોસ્ટર રાઈડથી ઓછો રહ્યો નહોતો. તમામ પ્રકારના ઉતાર-ચઢાણના કારણે માર્કેટ સારી પોઝિશન પર છે.

એ સમય જ્યારે સેન્સેક્સે ચોંકાવ્યા

 • આ સમયમાં સેન્સેક્સે 25 જુલાઈ, 1990માં 1000 પોઈન્ટ્સને સ્પર્શ કર્યો હતો. ત્યારે માર્કેટ 1001 પોઈન્ટ્સ પર બંધ રહ્યું હતું.
 • 1991માં પ્રથમવાર લિબરલ ઈકોનોમી પોલિસી લાગુ કરાઈ. તેની અસર વર્ષ 1992માં જોવા મળી. આ સમયે સેન્સેક્સે 2000નો આંકડો પાર કર્યો હતો. આ વર્ષે હર્ષદ મહેતા કૌભાંડ સામે આવ્યા પછી પણ સેન્સેક્સે પોતાની ગતિ જાળવી રાખી.
 • 1999માં સેન્સેક્સે રેકોર્ડ કરીને 5000નો આંકડો પાર કર્યો. સેન્સેક્સના ઈતિહાસમાં આવું પ્રથમવાર બન્યું હતું.

2000થી 2005 વચ્ચે

 • 21મી સદીની શરૂઆત સારી રહી. આ સમયે સ્ટોક માર્કેટમાં આઈટી કંપનીઓને પણ સામેલ કરાઈ. તેની અસર માર્કેટ પર જોવા મળી. સેન્સેક્સ 6000 પોઈન્ટના આંકડાને પાર કરી ગયો. આ રેકોર્ડ 2 જાન્યુઆરી 2004ના રોજ તૂટ્યો, જ્યારે સેન્સેક્સ 6026.59 પોઈન્ટ પર બંધ રહ્યો.
 • 2005માં સેન્સેક્સે ફરી એકવાર સૌને ચોંકાવ્યા. તેમાં સેન્સેક્સ 7000ના આંકડાને પાર કરી ગયો. તેના કારણે રિલાયન્સ ગ્રૂપને ફાયદો થયો હતો.
 • 2005માં જૂન અને ડિસેમ્બર વચ્ચે સેન્સેક્સે ફરી ઉછાળો માર્યો અને 9000 પોઈન્ટ્સને પાર કરી ગયો.

2005થી 2010 વચ્ચે

 • ફેબ્રુઆરી 2006માં ઐતિહાસિક ઉછાળો મારીને પ્રથમવાર 10003ના સ્તરે પહોંચ્યો. વધુ ખરીદીના કારણે વર્ષ 2006 અને 2007માં ઉછાળો જોવા મળ્યો.
 • 2007માં સેન્સેક્સ એક વર્ષની અંદર 10000થી 20000નાં આંકડા પર પહોંચી ગયો.
 • 2008થી 2010 વચ્ચે માર્કેટ માટે સમય સારો ન રહ્યો. 2008 પછી બજાર આર્થિક મંદીની ઝપટમાં આવવાથી સેન્સેક્સ ક્રેશ થઈ ગયું. નવેમ્બર 2010માં માર્કેટ 21004.96 પર બંધ રહ્યું.

2013થી 2015 વચ્ચે

 • 2013માં બજાર 21003.97ના આંકડા પર પહોંચ્યું. 2014માં સેન્સેક્સ હેંગ સેંગ ઈન્ડેક્સથી વધુ પોઈન્ટ પર બંધ રહ્યો. આ કારનામા પછી સેન્સેક્સ એશિયાનો સૌથી વધુ વેલ્યુવાળો સ્ટોક એક્સચેન્જ બન્યો. આ વર્ષે સેન્સેક્સ 21000થી જઈને 28000 પોઈન્ટ પર બંધ રહ્યો.
 • જાન્યુઆરી 2015ની શરૂઆતમાં સેન્સેક્સ 29278 પોઈન્ટ પર બંધ થયો. રેપો રેટમાં કાપના કારણથી આ વર્ષમાં સેન્સેક્સે 30000નો આંકડો પાર કર્યો.

2017-2019 વચ્ચે

 • આ વર્ષમાં સેન્સેક્સ સતત વધતો રહ્યો અને 38000ના આંકડાને પાર કરી ગયો. 23 મે 2019ના રોજ માર્કેટે ઐતિહાસિક ઉછાળો મારીને પ્રથમવાર 40000ના આંકડાને પાર કર્યો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો