તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • See In 40 Pictures America's Longest War In Afghanistan, Which Began With The Overthrow Of The Taliban And Ended With The Return Of The Taliban

યુદ્ધનાં એ 20 વર્ષ:40 તસવીરમાં જુઓ અફઘાનિસ્તાનમાં અમેરિકાનું સૌથી લાંબું યુદ્ધ, જે તાલિબાનને હટાવવા સાથે શરૂ અને તાલિબાનની વાપસી સાથે સમાપ્ત

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા ખુશ છે કે તેના દેશનું સૌથી લાંબું યુદ્ધ સમાપ્ત થયું
  • યુએસ સૈન્ય વાપસીના 2 મહિનામાં જ અફઘાનિસ્તાનનો બે તૃતિયાંશ ભાગ તાલિબાનોએ કબજે કરી લીધો

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડને 14 એપ્રિલ 2021ના દિવસે જાહેર કર્યું હતું કે 11 સપ્ટેમ્બર 2021એ 9/11 હુમલાનાં 20 વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટો સેના પરત ફરી ગઇ હશે. 30 જૂને અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટોના સૌથી બગરામ સૈન્ય મથકથી વિદેશી સૈનિકોની છેલ્લી ટુકડી રવાના થઇ છે અને એ સૈન્ય મથકને અફઘાનિસ્તાન સેનાને સોંપી દેવામાં આવ્યું છે.

અમેરિકા ખુશ છે કે તેના દેશનો સૌથી લાંબી જંગ પૂર્ણ થયો છે, પરંતુ અફઘાનીઓનું સત્ય એકદમ ઊલટું છે. અમેરિકાના આ આદેશ પછી માત્ર 2 મહિનામાં અફઘાનિસ્તાનનો બે તૃતિયાંશ ભાગ તાલિબાનોએ કબજે કરી લીધો છે.

તો, ચાલો 20 વર્ષ લાંબી અમેરિકાની આ લડાઇને 40 ફોટોઝમાં જોઇએ, જેની શરૂઆત તાલિબાનની સત્તા ઉખાડવાથી થઇ અને અંત તાલિબાનીઓની વાપસીથી....

2001થી 2002 દરમિયાન અફઘાનિસ્તાનમાં અમેરિકાના જંગની શરૂઆત થઇ, તાલિબાન વિરોધીઓ સાથે આવ્યા.

ઓક્ટોબર 2001: અફઘાનિસ્તાનના પૂર્વોત્તરમાં આવેલા તાલાકાન શહેરમાં તાલિબાનની ચોકીઓ પર ગોળીબાર કરી રહેલા નોર્ધર્ન અલાયન્સના સૈનિકો. ફોટો: જેમ્સ હિલ.

અમેરિકાની સ્પેશિયલ ફોર્સ અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિરોધી નોર્ધર્ન અલાયન્સ જૈસ મિલિશિયા સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડી. નવેમ્બર 2001ના બીજા જ અઠવાડિયામાં રાજધાની કાબુલ સાથે કંધારને પણ તાલિબાનીઓથી છોડાવી લેવામાં આવ્યું. કંધાર તાલિબાનનો ગઢ હતો.

ડિસેમ્બર 2001માં ઓસામા બિન લાદેન ટોરાબોરા પર્વતોથી પાકિસ્તાન ભાગી ગયો અને અહીં કાબુલમાં કરજઇની આગેવાનીમાં નવી સરકાર બનાવવામાં આવી.

નવેમ્બર 2001: તાલિબાનવિરોધી નોર્ધર્ન અલાયન્સ અફધાનિસ્તાનનાં કુંદુજ પાસે તાલિબાનના ગઢને ઘેરી આગળ વધી રહ્યા છે. ફોટો: જેમ્સ હિલ.

નવેમ્બર 2001: કાબુલ તરફ આગળ વધી રહેલા નોર્ધર્ન એલિયાન્સના સૈનિકોને એક તાલિબાની છોકરો ખીણમાં છુપાયેલો મળ્યો. તેના કગરવા છતાં તેને મારી નાખવામાં આવ્યો. ફોટો: ટેલર હિક્સ.

ડિસેમ્બર 2001: અફઘાનિસ્તાનમાં ટોરા-બોરા ગુફાઓ પર ચક્કર લગાવી રહેલું અમેરિકાનું બોમ્બવર્ષક બી-52 વિમાન. ત્યારે માનવામાં આવતું હતું કે ઓસામા બિન લાદેન ત્યાં છુપાયેલો છે. ફોટો: જોઆઓ સિલ્વા.

ઓગસ્ટ 2002: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી ઉત્તર તરફ બગરામ એરબેઝ પર હાજર અમેરિકન સૈનિકો. આ એરબેઝ અમેરિકાનું સૌથી મોટું સૈન્ય મથક હતું. ફોટો: ટેલર હિક્સ.

2003થી 2007 દરમિયાન અમેરિકન સરકારનું ધ્યાન ઇરાક સાથેના યુદ્ધ તરફ જતું રહ્યું
મે, 2003ના સમયમાં અમેરિકાના રક્ષામંત્રી ડોનાલ્ડ રમસ્ફેલ્ડે મુખ્ય સૈન્ય અભિયાનોના સમાપ્ત થયાનું નિવેદન આપ્યું. આ જ સમયે અમેરિકાનું ધ્યાન ઇરાકમાંથી સદામ હુસૈનને સત્તા પરથી હટાવવામાં હતું. તાલિબાને આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાનું ચાલુ કરી દીધું હતું.

2004માં અફઘાનિસ્તાનનું સંવિધાન તૈયાર થયું, પરંતુ ધીરે-ધીરે તાલિબાને વધુ પ્રમાણમાં હુમલા તેમજ આત્મઘાતી હુમલા ચાલુ કરી દીધા હતા.

ઓક્ટોબર 2004: રાષ્ટ્રપતિપદની ઐતિહાસિક ચૂંટણીમાં પોતાનો મત આપવા માટે રાહ જોઇ રહેલી મહિલાઓ. આ ચૂંટણી તરત જ વિવાદોથી ઘેરાઇ ગઇ. ફોટો: ટેલર હિક્સ

ઓગસ્ટ 2005: પાકિસ્તાનની સરહદથી નજીક આવેલા પકતિકા પ્રાંતમાં અમેરિકાના સૈન્યવાહનના પડછાયા પાસે ઊભેલો એક અફઘાની નાગરિક ફોટો: સ્કોટ એલ્સ

નવેમ્બર 2005: કાબુલમાં અફઘાનિસ્તાન પોલીસના રંગરૂટોને ટ્રેનિંગ આપી રહેલા કોન્ટ્રેક્ટર ડાઇન કોર્પ. અફઘાન પોલીસનો પ્રભાવ કાબુલ અને કેટલાક વિસ્તારોમાં બચેલો છે. ફોટો: સ્કોટ એલ્સ

જૂન 2006: દક્ષિણ અફધાનિસ્તાનમાં તાલિબાની હુમલા દરમિયાન 10મી માઉન્ટેન ડિવિઝનના જવાન તેના સાથીઓને ફાયરિંગથી દૂર રહેવાની ચેતવણી આપી રહ્યા છે. ફોટો: ટેલર હિક્સ

ફેબ્રુઆરી 2007: પૂર્વ અફઘાનિસ્તાનમાં કોરેંગલ ઘાટીમાં તાલિબાનના હુમલા દરમિયાન ઘાયલ અમેરિકન સૈનિક. ખીણમાં તાલિબાનીઓની મજબૂત પકડ હતી. ફોટો: લિન્સે એડારિયો.

2008થી 2010માં અમેરિકાએ તાલિબાનને હરાવવા ફરી પ્રયત્નો હાથ ધર્યા
ફેબ્રુઆરી 2009માં યુએસના નવા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અફઘાનિસ્તાનમાં વધુ 17,000 સૈનિકો મોકલવાની જાહેરાત કરી. અફઘાનિસ્તાનમાં પહેલેથી જ 36,000 વિદેશી સૈનિકો હતા. ઓબામાએ 2010 સુધીમાં કુલ 100,000 સૈનિકો મોકલ્યા હતા. અફઘાનિસ્તાનમાં ફરી એક ભયંકર યુદ્ધ શરૂ થયું.

ઓક્ટોબર 2008: અમેરિકન સૈનિકોએ અફઘાનિસ્તાનના કમુના પર્વતોમાં લોવેલ સૈન્ય ચોકી પરના તાલિબાનના મોટા હુમલાનો સામનો કર્યો હતો. ફોટો: ટાઇલર હિક્સ

ડિસેમ્બર 2008: અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઇની કાબુલમાં મુલાકાત થઇ હતી. બુશેના સમયમાં જ આ યુદ્ધ શરૂ થયું હતું. ફોટો: લિન્સે એડારિયો.

જાન્યુઆરી 2009:અફઘાનિસ્તાનના દક્ષિણ પ્રાંતમાં કંદહારના હુતાલમાં યુએસ ફર્સ્ટ ઇન્ફન્ટ્રી ડિવિઝનના જવાનો પગપાળા ખેતરોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. ફોટો: ડેનફંગ ડેનિસ.

ઓક્ટોબર 2009:અફઘાનિસ્તાનના કંદુજ પ્રાંતમાં રણમાં એક કામચલાઉ શિબિરમાં ફ્લેયર બતાવતા જર્મન સૈનિકો. આ સૈનિકો નાટોની બાજુથી અહીં આવ્યા હતા. ફોટો: મોઇઝેસ સમન.

ડિસેમ્બર 2009: કાબુલની એક હોટલ નજીક આત્મઘાતી હુમલામાં આઠ લોકોનાં મોત અને ડઝન ઘાયલ થયા. તાલિબાને આ સમયગાળા દરમિયાન આવા અનેક હુમલા કર્યા હતા. ફોટો: એડમ ફર્ગ્યુસન.

ડિસેમ્બર 2009: યુનાઇટેડ સ્ટેટ્સના લશ્કરી એકેડેમીના કેડેટ્સ સાથે યુએસ પ્રમુખ બરાક ઓબામા. તેમણે જ અમેરિકન સૈનિકોને પરત બોલાવવાની શરૂઆત કરી હતી. ફોટો: ડોગ મિલ્સ

માર્ચ 2010: અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતમાં અફઘાનનાં વડીલોની બેઠક. આ ધાર્મિક સભાને મરજા કહેવામાં આવે છે. આવી બેઠકોમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવે છે. ફોટો: મોઇઝોસ સમન

માર્ચ 2010: અફઘાનિસ્તાનના કનાર પ્રાંતમાં યુ.એસ.ના સાથીઓ ઘાયલ સૈનિકાને હેલિકોપ્ટરમાં લઇ જતા. ફોટો: મોઇઝ્સ સમન

એપ્રિલ 2010: સૈન્ય પરિવહન વિમાન દ્વારા મઝાર-એ-શરીફ પહોંચતાં પહેલાં યુએસ સૈન્યની વિશાળ ટુકડી. આ દરમિયાન અમેરિકાએ સતત પોતાની સેના વધારી. ફોટો: ડેમન વિન્ટર

મે 2010: સૈર્જન્ટ ગ્રેસન સી કોલબી (બરાબર જમણે) તાલિબાનનો ગઢ હેલમેન પ્રાંતમાં IED વિસ્ફોટમાં માર્યા ગયેલા તેના સાથીના અવશેષો ઉઠાવવામાં મદદ કરી રહેલા સાથીઓ . ફોટો: ટાઇલર હિક્સ

ઓસામા બિન લાદેનને 2011માં માર્યો ગયો હતો, અમેરિકાએ સૈન્ય ઘટાડવાનું શરૂ કર્યું.
મે 2011માં યુએસ નેવી સીલ કમાન્ડોએ પાકિસ્તાનના એબોટાબાદમાં અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હતો. એ જ વર્ષના જૂનમાં રાષ્ટ્રપતિ ઓબામાએ મે 2012 સુધી 33 હજાર સૈનિકોને પરત બોલાવવાની જાહેરાત કરી હતી.

આ દરમિયાન અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઇએ નાગરિકોના મૃત્યુ માટે વિદેશી સૈન્યને દોષી ઠેરવવાનું શરૂ કર્યું હતું. જ્યારે અફઘાન સરકાર સાથે સંબંધો બગડવાની શરૂઆત થઈ ત્યારે અમેરિકાએ 2013માં અફઘાનોને આંતરિક સુરક્ષા સોંપી દીધી, પરંતુ તાલિબાનનો આતંક ચાલુ રહ્યો.

માર્ચ 2011: કુંદુજમાં એક ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટરમાં સવાર અમેરિકન સેના. આ વિસ્તાર તાલિબાન અને નાટો સેનાની વચ્ચે લડાઈનું મુખ્ય કેન્દ્ર રહ્યું. ફોટો: ડેમાં વિન્ટર

ફેબ્રુઆરી 2013: અફઘાન (બાઇ અને)અને અમેરિકાના સૈનિકોએ કંધાર ક્ષેત્રના લાયદિરા ગામમાં ફાયરિંગની વચ્ચે તાલિબાનની એક ચોકીને નષ્ટ કરી હતી. ફોટો: બ્રાયન ડેંટન

એપ્રિલ 2013: અફઘાનિસ્તાનના પંક્તિયા ક્ષેત્રમાં અમેરિકાના સેનાનો 101મી એરબોર્ન ડિવિઝનની સેનાની એક ટીમ. ફોટો: સર્ગેઇ પોનોમારેવ.

સપ્ટેમ્બર 2013: અફઘાનિસ્તાનના હેલમંડ ક્ષેત્રના લશગર ગારની એક હોસ્પિટલમાં 15 વર્ષની મા ઇસ્લામ બીબી સાથે આઠ માસનું કુપોષિત સમીઉલ્લાહ. ફોટો: ડેનિયલ બેરેહુલાક

નવેમ્બર 2013: વારદાક પ્રાંતમાં તાલિબાનના અડ્ડા પર રોકેટ ફેંકતા સઈદ વઝીર. ચાલીસ વર્ષનો સઈદ એક સમયે રશિયા સામે મુજાહિદ્દીન રહ્યો હતો. ફોટો: ડેનિયલ બેરેહુલાક

નવેમ્બર 2013: કાબુલને અફઘાનિસ્તાનનાં મુખ્ય શહેરો સાથે જોડતો હાઇવે નંબર 1 પર અમેરિકી સૈનિકનું સશસ્ત્ર બખ્તરબંધ પેટ્રોલિંગ વાહન હમવી. ફોટો: ડેનિયલ બેરેહુલાક

2014-2018 તાલિબાન ફરી માથું ઉંચુ કરવા લાગ્યું

ઓક્ટોબર 2015: અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતની એક હોસ્પિટલ પર યુએસના હવાઇ હુમલોમાં 42 લોકોનાં મોત થયાં હતાં. અમેરિકન લોકોએ એને માનવીય ભૂલ ગણાવી હતી. ફોટો: એડમ ફર્ગ્યુસન.

એપ્રિલ 2016: કાબુલમાં કાર્ત-એ-સખી કબ્રસ્તાન. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ગયા વર્ષે કહ્યું હતું કે 2015 બાદથી 28,000થી વધુ અફઘાન સૈનિકો માર્યા ગયા છે. ફોટો: એડમ ફર્ગ્યુસન.

મે 2018: અફઘાનિસ્તાન અને ઇરાક યુદ્ધના અનેક દિગ્ગજોને અમેરિકાના વર્જિનિયા રાજ્યના આર્લિંગ્ટન રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. ફોટો: ડેમન વિન્ટર.

જુલાઈ 2018: પૂર્વી અફઘાનિસ્તાનમાં ખોસ્ટ શહેરની બહારનો વિસ્તાર. આ વિસ્તાર પણ તાલિબાન અને યુએસ સૈન્ય વચ્ચેના સંઘર્ષનું એક મુખ્ય કેન્દ્ર રહ્યો છે. ફોટો: જિમ હુયલેબ્રોક

2018થી 2020 સુધી તાલિબાન સાથે અમેરિકાની શાંતિ વાટાઘાટો અને સમજૂતી
2018માં અમેરિકા અને તાલિબાન દ્વારા શાંતિ વાટાઘાટો શરૂ થઈ. ખાસ વાત એ છે કે અફઘાન સરકાર આમાં સામેલ નહોતી. તાલિબાનોએ તેની સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. 29 ફેબ્રુઆરી 2020ના રોજ કતારની રાજધાની દોહામાં અમેરિકાએ સૈન્યની વાપસી માટે તાલિબાન સાથે સમજૂતી કરી હતી. કહેવા માટે કે આ ડીલમાં અમેરિકાએ પણ બે ખાસ શરતો મૂકી હતી. પ્રથમ- તાલિબાન હિંસા ઘટાડશે અને બીજી- તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે વાટાઘાટો શરૂ થશે. જ્યારે બાઈડને અફઘાનિસ્તાનથી અમેરિકાની સંપૂર્ણ વાપસીની જાહેરાત કરી, ત્યારે તેમણે તેમાં આ શરતોનો ઉલ્લેખ કર્યો નહીં. તેની અસર પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ જાહેરાતના થોડા દિવસ બાદ તાલિબાન સંપૂર્ણ રીતે મેદાનમાં આવી ગયું.

ઓગસ્ટ 2019: કાબુલમાં એલ લગ્નમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના આત્મઘાતી હુમલામાં 63 લોકો માર્યા ગયા હતા. તેમાંથી એકના અંતિમસંસ્કાર કરી રહેલા પરિવારના સભ્યો. ફોટો: જિમ હુયલેબ્રોક

સપ્ટેમ્બર 2019: કાબુલમાં એક ભયાનક કારબોમ્બ વિસ્ફોટ પછી એક મોટો ખાડો પડ્યો. આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી. ફોટો: જિમ હુયલેબ્રોક

નવેમ્બર 2019: કાબુલ નજીકના અમેરિકાના સૌથી મોટા સૈન્ય મથક બગરામ એરબેઝ પર પોતાના સૈનિકો વચ્ચે એ સમયના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. ફોટો: એરિન શેફ

ફેબ્રુઆરી 2020: તાલિબાનનો અડ્ડો ગુમાવ્યા બાદ અફઘાન પોલીસ અધિકારીઓ. અમેરિકાની વાપસીના સમાચારથી તાલિબાન વધુ આક્રમક બન્યા છે. ફોટો: કિયાના હાયરી

2020-21 દરમિયાન અમેરિકાની દરમિયાનગિરીનો અંત અને તાલિબાને પગપેસારો શરૂ કર્યો
આખરે યુએસ અને નાટોએ અફઘાનિસ્તાનથી પોતાની વાપસી શરૂ કરી. 20 વર્ષના આ યુદ્ધમાં અમેરિકાએ 2 ટ્રિલિયન ડોલર એટલે કે આશરે 150 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા છે. આ દરમિયાન 2400 અમેરિકન અને અન્ય દેશોના લગભગ 700 સૈનિકો માર્યા ગયા હતા.

આ યુદ્ધમાં 60 હજાર સૈનિકો અને 40 હજાર નાગરિકો સહિત કુલ એક લાખ અફઘાનોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહેવાલો અનુસાર, અત્યારસુધી બે તૃતીયાંશથી વધુ અફઘાન જમીન કાબુલના નિયંત્રણની બહાર થઈ ગઈ છે. આમાંના મોટા ભાગના વિસ્તારો પર તાલિબાન દ્વારા ફરીથી કબજો જમાવી લેવામાં આવ્યો છે.

ફેબ્રુઆરી 2020: અફઘાનિસ્તાનના કાબુલ પ્રાંતમાં યુદ્ધથી થાકી ગયેલા અફઘાન પોલીસ કર્મચારીઓ. આમાંના મોટા ભાગના જવાનો ઘણાં વર્ષોથી તેમના ઘરે પણ ગયા નથી. ફોટો: કિયાના હાયરી.

જાન્યુઆરી 2020: કંધાર નજીક પંજવાઈ જિલ્લાની સરહદ પર એકલા સરકારી સુરક્ષા ચોકી પર આક્રમક તાલિબાન સાથેના અથડામણ પછીની પરિસ્થિતિઓ. ફોટો: જિમ હુયલેબ્રોક

નવેમ્બર 2020: કાબુલ યુનિવર્સિટી પર ISISના હુમલામાં 32 લોકો માર્યા ગયા અને 50 ઘાયલ થયા. આ હુમલામાં માર્યા ગયેલા વિદ્યાર્થીની કબર પર શોક વ્યક્ત કરતા તેનો પરિવાર . તસવીર: ફરઝાના વહીદી

નવેમ્બર 2020: તાલિબાન કંધાર શહેરની આજુબાજુના વિસ્તાર પર કબજો કરવાની નજીક હતા. તસવીર પંજવાઈ જિલ્લાની છે, જ્યાં આતંકવાદીઓ પગપેસારો કરવા લાગ્યા હતા. ફોટો: જિમ હુયલેબ્રોક

ડિસેમ્બર 2020: અફઘાનિસ્તાનના લગમાંન વિસ્તારમાં તાલિબાનના રેડ યુનિટની વચ્ચેથી પસાર થતાં બાળકો. મોટા ભાગના ગ્રામીણ વિસ્તારો પર તાલિબાનોનું નિયંત્રણ છે. ફોટો: જિમ હુયલેબ્રોક

બુશે તાલિબાન વિરુદ્ધ તાકાત લગાવી અને ટ્રમ્પે સમજૂતી કરી લીધી
હકીકતમાં 20 વર્ષ પહેલાં તાલિબાનોને સત્તા પરથી ઉખેડી ફેંકવા માટે યુએસ પ્રમુખ જ્યોર્જ બુશે પોતાની તાકાત લગાવી દીધી હતી. 2020માં એ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથે સમજૂતી કરી લીધી હતી. દોહા ડીલ તરીકે જાણીતી આ સમજૂતી પર 29 ફેબ્રુઆરી 2020ના રોજ હસ્તાક્ષર થયા હતા. આ અંતર્ગત 1 મે 2021 સુધીમાં યુએસ અને નાટોએ અફઘાનિસ્તાન છોડવાનું હતું. એ મુજબ હવે અફઘાનિસ્તાનમાં વિદેશી સૈન્યની સંખ્યા નામ માત્રની જ બચી છે. તેમનું અભિયાન સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે.

હજી સુધી કુલ 421 જિલ્લામાં 320 તાલિબાનો સંપૂર્ણ રીતે વર્ચસ્વ ધરાવે છે

અફઘાનિસ્તાનમાં કુલ 34 પ્રાંત છે. આ 34 પ્રાંતોમાં કુલ 387 જિલ્લા છે. દરેક પ્રાંતમાં એક પ્રોવિંશિયલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પણ હોય છે. કુલ મળીને ત્યાં 421 જિલ્લા છે.

એક મે બાદથી તાલિબાને લગભગ 75 નવા જિલ્લા પર પોતાનો કબજો મેળવ્યો છે. જે જિલ્લા પહેલેથી જ તેમના કબજામાં છે એને જોડીએ તો અત્યારે તાલિબાનના કબજામાં 161 જિલ્લા છે. આ ઉપરાંત 160 જિલ્લા છે જેમના મુખ્યાલય તો સરકારની પાસે છે પરંતુ બાકીનો ગ્રામીણ વિસ્તાર તાલિબાનના કબજામાં છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં ત્રણ ચતુર્થાસ અફઘાની જમીનનો કબજો કરી લેવામાં આવ્યો છે. તાલિબાન આંતરરાષ્ટ્રીય સામનાથી બચવા માટે આ રણનીતિ અપનાવી રહ્યું છે.