તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજની કહાની દિલ્હીના કેશવ રાયની છે. બે વખત સ્ટાર્ટઅપ શરૂ કર્યું, પણ નિષ્ફળ ગયા. પિતાજી પાસેથી જે પૈસા ઉછીના લીધા હતા એ ડૂબી ગયા. ત્રીજી વખત એક એવો આઈડિયા લગાવ્યો કે જે માર્કેટમાં ન હતો. આ વખતે સફળતા પણ મળી અને પૈસા પણ કમાયા. હવે મહિને આશરે દસ લાખની કમાણી કરે છે. કેશવની આ સ્ટાર્ટઅપ અંગેની પૂરી જર્ની આ પ્રમાણે છે..
અભ્યાસમાં મન લાગ્યું નહીં, માટે બિઝનેસ શરૂ કરવા વિચાર કર્યો
એવું કહેવાય છે કે લોકોને સમસ્યાનો ઉકેલ આપો, તમારો કારોબાર આપોઆપ શરૂ થઈ જાય છે. બસ, આ પ્રકારની કામગીરી કેશવે પણ કરી આપી. જ્યારે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું તો અભ્યાસમાં મન લાગ્યું નહીં. તે કહે છે, મે મિકેનિકલ બ્રાંચમાં પ્રવેશ લીધો પણ કોલેજ જઈને માલૂમ થયું કે એન્જિનિયરિંગ અંગે જે પ્રમાણે વિચારતા હતા એ પ્રમાણે નથી.
તે હું કંઈક ઈનોવેશન કરવા માગતો હતો અને કોલેજમાં થિયરિકલ અભ્યાસ ભણાવવામાં આવતો હતો. જે હું શાળામાં ભણીને આવ્યો હતો, માટે મારું મન પહેલા દિવસથી જ બિઝનેસ તરફ વળી ગયું હતું.
તે કહે છે, બીજા વર્ષમાં મેં એક ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવા વિચાર કર્યો. આઈડિયા હતો કે એક એવી વેબસાઈટ હોય કે જે વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી બાબતો ધરાવે. નોટ્સથી લઈ લેક્ચર્સ પણ અપલોડ થાય. મેં આ માટે રૂપિયા 15 હજારનું રોકાણ કર્યું. કેટલાક મિત્રો પાસેથી પણ ઉછીના પૈસા લેવા વિચાર કરતો હતો, વેબસાઈટને જે પણ એક્સેસ કરશે તેને રૂપિયા 100 ચાર્જ લાગશે. એનાથી વેબસાઈટ મેન્ટેઈન પણ કરી શકાશે તથા કેટલાક પ્રમાણમાં નફો પણ મળશે. જોકે આ આઈડિયા નિષ્ફળ ગયો. કોઈએ સપોર્ટ કર્યો નહીં.
આઇડિયા નિષ્ફળ ગયો હતો, પણ હાર ન માની
કેશવના મતે મારા વિચારો તો નિષ્ફળ ગયા, પણ મને કંઈક નવું કરવાની પ્રેરણા મળી. એવો અહેસાસ થયો કે કંઈક તો કરવું જ છે. જ્યારે થર્ડ યરમાં પહોંચ્યો તો ફરી એક આઈડિયા આવ્યો કે લોકો મોટા ભાગે ક્યાંક ને ક્યાંક ફરવા જતા હોય છે, ઘણા લોકો સમયસર ઊઠી શકતા નથી.
કોઈ જાગે છે તો કોઈ ફરીથી ઊંઘી જાય છે. માટે મેં એક એવા પ્રકારની એપ તૈયાર કરી કે જે સમગ્ર ગ્રુપને કનેક્ટ કરતી હતી, એ તમને સમયસર જગાડતી હતી અને ત્યાર બાદ 10 મિનિટ સુધી મોનિટરિંગ પણ કરતી હતી એ એવી પણ માહિતી આપતી હતી કે કોણ શું કરી રહ્યું છે.
પિતાજીને જ્યારે આ કન્સેપ્ટ અંગે માહિતી આપી તો તેઓ નાણાં રોકવા માટે તૈયાર થઈ ગયા. આશરે દોઢ લાખ રૂપિયાનું રોકાણ કર્યું, પણ આ એપ અમે લોંચ કરી શક્યા નહીં. કંઈક ને કંઈક તકલીફ આવતી રહેતી હતી. ત્યાર બાદ હું ઘણો દુઃખી થઈ ગયો. બે પ્રોજેક્ટ નિષ્ફળ ગયા હતા. બીજા પ્રોજેક્ટમાં નાણાંનું મોટું નુકસાન પણ થયું હતું.
હું કોલેજમાં પણ અભ્યાસ કરી શકતો ન હતો. તમામ મિત્રો સારી ઈન્ટરશિપ કરવા લાગ્યા હતા. હું એટલો ડિસ્ટર્બ થઈ ગયો કે ઘરમાંથી ચાર દિવસ બહાર ન ગયો. હું એકલો ફરીને પોતાની જાતને ઓળખવા માગતો હતો. ચાર દિવસ સુધી દિલ્હી સ્ટેશન, મેટ્રો સ્ટેશન, લોટસ ટેમ્પલ, ઈન્કોન ટેમ્પર પર સમય પસાર કર્યો.
મેટ્રો સ્ટેશન પર બેઠો હતો ત્યારે જોયું કે એક વ્યક્તિ પાર્કિંગમાં ફરી રહી છે અને પોતાનું બાઈક સાફ કરવા માટે ડસ્ટર શોધી રહ્યો છે. તેણે એક બાઈકમાંથી ડસ્ટર મળી ગયું. તેણે તેના વડે બાઈક સાફ કર્યું. આ જોઈને મને હસવું આવ્યું, પણ મારા મનમાં એક વિચાર આવ્યો કે આ મુશ્કેલીથી દરરોજ ઘણા લોકો મુશ્કેલીનો સામનો કરતા હતા. શું હું એ બનાવી શકું છું, જેથી ગાડી સાફ થઈ શકે અને વાહનચાલકને એ સાથે વહન કરવાની જરૂર ન પડે.
હવે દિલ્હી સાથે જ ગાઝિયાબાદમાં પણ શાખા છે
મેં ઘરે આવીને મારા પપ્પાને આ વિચાર કહ્યો તો તેમને સારું લાગ્યું. અમે આ અંગે રિસર્ચ શરૂ કર્યું. ગૂગલ પર પણ સંશોધન કર્યું અને બાઈક બ્લેઝર તૈયાર કરવા વિચાર કર્યો. એક એવી બોડી બાઈક કવર કે જે બાઈકની સાથે જ રહે અને બાઈકને સાફ રાખે. ઘણું સંશોધન કર્યા બાદ એક પ્રોટોટાઈપ તૈયાર થયો. એક હેન્ડલરને ઘુમાવી આ કવરને બહાર કાઢી શકાય છે અને આ રીતે અંદર કરી શકાય છે.
પહેલા આ કવર ફક્ત બાઈકના પેટ્રોલ ટેન્ક તથા સીટ કવરને ઢાકતા હતા, જોકે બાદમાં અમે આ અપડેટ કરતાં તથા જે કવર આપી રહ્યા છે એમાં સંપૂર્ણ ગાડી કવર થઈ જાય છે.
મેં મારી પ્રોડક્ટને સૌથી પહેલા દિલ્હીમાં લાગેલા ટ્રેડ ફેરમાં લોંચ કરી હતી, જ્યાં અમને ઘણી પબ્લિસિટી મળી. ત્યાર બાદ સોશિયલ મીડિયા મારફત લોકોને અમારાં ઉત્પાદનો અંગે માહિતી મળી શકે. ત્યાર બાદ જે લોકો કવર લગાવી જતા હતા તેમની ગાડીને જોઈને અનેક લોકો આવવા લાગ્યા. વર્ષ 2018માં અમે કંપની બનાવી લીધી.
હવે સાથે જ ગાઝિયાબાદમાં પણ બ્રાંચ છે. વાર્ષિક ટર્નઓવર 1 કરોડ રૂપિયાથી વધારે છે. માતા પણ આ કંપનીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આગામી ત્રણથી ચાર મહિનામાં ફોર-વ્હીલર માટે પણ આ પ્રકારનું કવર લોંચ કરવામાં આવી રહ્યું છે, જે સંપૂર્ણ કવર કરશે તથા એમાં ફિટ રહેશે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.