તામિલનાડુમાં બિહારી શ્રમિકોને તાલિબાની સજા આપવામાં આવી રહી છે. તેમના માટે હિંદી ભાષા બોલવી જાણે ગુનો બની ગયો છે. મજૂરીથી ઊભા થયેલા આ વિવાદમાં લોકોને પકડી પકડીને કાપવામાં આવી રહ્યા છે. જમુઈમાં યુવકે કહ્યું હતું કે આ લોકોએ 12 શ્રમિકને એક રૂમમાં બંધ કરી ફાંસી આપી દીધી હતી. 15થી વધુ શ્રમિકોની હત્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શ્રમિકોએ વીડિયો રજૂ કરીને વડાપ્રધાન અને મુખ્યમંત્રી પાસે મદદની ભીખ માગી છે.
ભાસ્કરે કોઈમ્બતોરમાં ફસાયેલા જમુઈના યુવક અરમાન જોડે ફોન પર વાત કરી. અરમાને કહ્યું હતું કે ત્યાંના લોકો પૂછી રહ્યા છે કે હિંદી છો અને હા કહીએ એટલે સીધા કાપી નાખે છે. જે લોકો ટ્રેનમાં હોય છે તેમને પણ ઉતારીને પૂછે છે કે તમે હિંદી છો. મારા મિત્રએ કહ્યું કે તેની આંખોની સામે બારાવલીમાં બિહારના 12 લોકોને એક રૂમમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા.
હું જ્યાં ફસાયેલો છું ત્યાં બિહારના લગભગ 1000 શ્રમિક છે. કાલ મારા એક મિત્રને મારી સામે પૂછ્યું કે તું હિંદી છે અને ત્યાર પછી તેની ચાર આંગળી કાપી નાખી. દુખાવાના કારણે તે તરફડિયાં મારતો રહ્યો. મેં તેની મદદ કરવાનું વિચાર્યું તો મને મારી નાખવાની ધમકી આપી. હું ગમે તે રીતે ત્યાંથી જીવ બચાવી ભાગ્યો.
વહીવટી તંત્ર પાસે મદદ માટે ગયા તો તેમણે કહ્યું કે તમને મારી રહ્યા છે તો તમે પણ મારો. શ્રમિકો ટ્રક, બસ જે કંઈ સાધન મળી રહ્યાં છે એમાં બેસીને ભાગી રહ્યા છે.
અરમાને કહ્યું કે મેં જમુઈમાં પણ વહીવટી તંત્ર પાસે મદદની ભીખ માગી છે, પરંતુ તે કહી રહ્યા છે કે તમે અહીં આવો અને અમને મળો, પછી જોઈશું.
શ્રમિકોએ કેટલાક વીડિયો પણ મોકલ્યા છે. વીડિયો વિચલિત કરી શકે છે. આ વીડિયોમાં શ્રમિકોને દોડાવી-દોડાવીને મારવામાં આવી રહ્યા છે. હત્યા કરવામાં આવી રહી છે. લોકો ઈલાજના અભાવે મરી રહ્યા છે.
શિવકટ અને તિરપુરા વિસ્તારમાં બની રહી છે ઘટના
તામિલનાડુમાં જ ફસાયેલા બિહારના શ્રમિક સોનુએ જણાવ્યું હતું કે બિહારના શ્રમિક મોટા ભાગે વેલ્ડિંગ કામ કરે છે. શિવકટ અને તિરપુરા ઈન્ડસ્ટ્રિયલ એરિયા છે. ત્યાં સૌથી વધુ લોખંડની ફેક્ટરી છે. સોનુએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જે પણ હત્યાના વીડિયો આવી રહ્યા છે એ આ જ એરિયાના છે. જેમાં નારિયેળ કાપવાના તીક્ષ્ણ હથિયારથી લોકોને કાપવામાં આવી રહ્યા છે. વીડિયો અને ફોટા વાઇરલ કરનારને લોકો શોધી-શોધીને મારી રહ્યા છે. લોકોને ઘરની બહાર નથી નીકળવા દેતા. પોલીસ અને વહીવટી તંત્ર પણ મદદ નથી કરતાં.
મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી ઘટનાની જાણકારી લીધી
મુખ્યમંત્રી નીતીશ કુમારે આ મામલે ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું હતું કે મને સમાચારપત્રો પાસેથી માહિતી મળી છે કે તામિલનાડુમાં કામ કરી રહેલા બિહારના શ્રમિકો પર થઈ રહેલા હુમલાની જાણકારી મળી છે. મેં બિહારના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને તામિલનાડુ સરકારના અધિકારીઓ સાથે વાત કરી ત્યાંના બિહારી શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્યમંત્રીના નિર્દેશ પછી એક્શન શરૂ
બિહારના ચીફ સેક્રેટરી અમીર સુબાહાનીએ ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સીએમના નિર્દેશ પછી બિહારના ચીફ સેક્રેટરીએ તામિલનાડુના ચીફ સેક્રેટરી સાથે અને બિહારના DGP સાથે વાત કરી. તેમણે આશ્વાશન આપ્યું છે કે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. બિહારના શ્રમિકો ત્યાં ફસાયેલા છે. તેમને સુરક્ષા આપવામાં આવશે અને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. અમે સતત ત્યાંની સરકારના સંપર્કમાં છીએ.
એક રૂમમાં કેદ છે શ્રમિકો
તામિલનાડુથી બિહારના જમુઈ સહિત ઘણા જિલ્લાના શ્રમિકો ફસાયેલા છે. તમામ શ્રમિકો તામિલનાડુના અલગ-અલગ જિલ્લામાં ફસાયેલા છે. પોતાનો જીવ બચાવવા હજારો શ્રમિકોએ પોતાને રૂમમાં બંધ કરી રાખ્યા છે.
શ્રમિકોએ નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે અહીં ભાગલપુર, જમુઈ, મુંગેર સહિત અનેક જિલ્લાના શ્રમિકો છે. તમામ તામિલનાડુના તિરુપુર, બાઢાવલી, કોઇમ્બતુર સહિત અનેક જિલ્લામાં મજૂરી કરે છે.
ઓછી મજૂરી લેવી સમગ્ર વિવાદનું કારણ બન્યું
તામિલનાડુમાં કામ કરી રહેલા જમુઈના શ્રમિકોએ જણાવ્યું હતું કે કેટલાક મહિના પહેલાં હિંદી બોલનાર બિહારી શ્રમિક અને સ્થાનિક શ્રમિકો વચ્ચે એક બેઠક કરવામાં આવી હતી. એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હવે મજૂરી 1000ની જગ્યાએ 1200 લેવાની રહેશે. એના માટે ધમકી પણ આપવામાં આવી હતી, પરંતુ બિહારી શ્રમિકો 800 રૂપિયામાં કામ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.