ભાસ્કર ઇન્ટરવ્યૂમારા દાદાજીને અપશબ્દો કહીને રાહુલ યાત્રાને હિટ બનાવી રહ્યા:સાવરકરના પૌત્ર રણજિતે કહ્યું- અંગ્રેજો પાસેથી ભથ્થું લઈને કંઈ ખોટું કર્યું નથી

વૈભવ પલનીટકર16 દિવસ પહેલા

ભારત જોડો યાત્રા કાઢી રહેલા કોંગ્રેસનેતા રાહુલ ગાંધી 17 નવેમ્બરે મહારાષ્ટ્રના અકોલામાં હતા. અહીં પત્રકાર પરિષદમાં તેમણે એક કાગળ બતાવ્યો અને કહ્યું હતું કે સાવરકરે આ પત્ર અંગ્રેજોને લખ્યો હતો. તેમણે પોતાને અંગ્રેજોના સેવક રહેવાનું કહ્યું હતું. સાવરકર એટલે વિનાયક દામોદર સાવરકર.

રાહુલના આ નિવેદનનો ભાજપ અને શિવસેનાએ વિરોધ કર્યો હતો. સાવરકરના પૌત્ર રણજિત સાવરકર પણ આ નિવેદનથી નારાજ છે. રણજિત સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના અધ્યક્ષ છે. તેણે મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં રાહુલ અને મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે સામે ફરિયાદ કરી છે. અમે આ મામલે રણજિત સાવરકર સાથે વાત કરી હતી.

સવાલઃ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં બિરસા મુંડા સાથે સાવરકરની સરખામણી કરીને તેમને નિશાન બનાવ્યા છે, તેઓ ફરીથી અંગ્રેજોની માફી માગવાનો મુદ્દો બનાવી રહ્યા છે. શું આ નિવેદન સાંભળીને તમને ગુસ્સો આવ્યો?

જવાબઃ કોંગ્રેસને ક્રાંતિકારીઓ સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસે ક્રાંતિકારીઓના સમગ્ર ઇતિહાસને દાટી દીધો. કોંગ્રેસે બિરસા મુંડાની યાદમાં કંઈ કર્યું નથી, હવે બિરસાને માત્ર એટલા માટે યાદ કરી રહ્યા છે, કારણ કે તે સાવરકરને અપશબ્દો કહેવા માગે છે.

રાહુલ ગાંધીની યાત્રાને જનસમુદાય મળતો ન હતો, યાત્રાને 2 મહિના થઈ ગયા છે, તેથી તેમને લાગ્યું કે મારે સાવરકરને ગાળો આપવી જોઈએ. આનાથી મને પ્રસિદ્ધિ મળશે. રાહુલ પોતાનું રાજકારણ ચમકાવવા માટે સાવરકરનો દુરુપયોગ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું - જુઓ... આ મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ સાવરકરજીનો પત્ર છે. આમાં તેમણે અંગ્રેજોને પત્ર લખ્યો છે. હું તમારા સૌથી વિશ્વાસુ સેવક તરીકે રહેવા માગું છું.
રાહુલ ગાંધીએ પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું - જુઓ... આ મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ સાવરકરજીનો પત્ર છે. આમાં તેમણે અંગ્રેજોને પત્ર લખ્યો છે. હું તમારા સૌથી વિશ્વાસુ સેવક તરીકે રહેવા માગું છું.

સવાલ: રાહુલે એક પત્ર રજૂ કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સાવરકર અંગ્રેજોના સેવક રહેવા માગતા હતા, જ્યારે ગાંધી-નેહરુએ એમ ન કર્યું?

જવાબઃ રાહુલ ગાંધીએ બતાવેલા પત્રના અંતમાં લખ્યું હતું કે 'તમારા સૌથી આજ્ઞાકારી સેવક'. એનો અર્થ એ છે કે હું તમારો નોકર બનવા માગું છું, મને નથી ખબર કે રાહુલ ગાંધી પાસે કેટલી સામાન્ય સમજણ છે. આ અંગ્રેજોના જમાનામાં લખવાની એક રીત હતી, જે રીતે આપણે આજે હિન્દીમાં લખીએ છીએ કે 'આપનો આજ્ઞાકારી'.

એ સમયે આ રીતે લખવાની પરંપરા હતી અને ગાંધીજીએ પણ એ સમયે આવા ઘણા પત્રો લખ્યા હતા. બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ નીચે જાપાનને પત્ર લખતા હતા ત્યારે પણ આ રીતે તે લખવામાં આવ્યું હતું. ત્યારે પત્ર લખવાની આ સંસ્કૃતિ હતી અને દુશ્મનને પણ આ ભાષામાં પત્રો લખવામાં આવે છે. એટલા માટે મેં રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી છે.

સવાલ: મેં આ પત્રનો એક ભાગ વાંચ્યો- 'જો સરકાર મને કૃપા અને દયા બતાવીને મુક્ત કરશે તો હું બંધારણીય પ્રગતિ અને બ્રિટિશ સરકાર પ્રત્યે વફાદારીનો કટ્ટર સમર્થક રહીશ. શું આ ભાષા સ્વતંત્ર્ય સેનાની માટે યોગ્ય છે?

જવાબ: જો એનું અંગ્રેજી સંસ્કરણ જોવામાં આવે તો હિન્દીમાં વપરાતા શબ્દોમાં થોડો તફાવત છે. સાવરકરે અંગ્રેજોને આ સંદર્ભમાં લખ્યું હતું કે યુદ્ધ પછી બ્રિટિશ સરકારે વચન આપ્યું હતું કે અમે ભારતને ડોમિનિયનનો દરજ્જો આપીશું. આ અંતર્ગત ભારતીયો અને બ્રિટિશ લોકોના અધિકારો સમાન હશે. સાવરકરે આ લખ્યું ત્યારે ગાંધીજી અંગ્રેજોને સંપૂર્ણ વફાદાર હતા.

સવાલ: રાહુલ ગાંધીએ સાવરકર પર જે આરોપો લગાવ્યા છે એની સામે શું તમે કોઈ FIR નોંધાવી છે?

જવાબ: રાહુલ ગાંધીએ પહેલાં પણ ચન્દ્રશેખર આઝાદને દેશભક્ત અને સાવરકરને દેશદ્રોહી કહ્યા હતા. હવે તેઓ બિરસા મુંડા અને સાવરકરને આમને-સામને લાવી રહ્યા છે. પહેલાં પણ રાહુલ ગાંધીની સામે કોર્ટમાં કેસ કર્યો હતો. મેં મુંબઈમાં દાદર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સરકારી વકીલ સાથે આ કેસ બાબતે ચર્ચા કરી રહી છે. FIR નોંધાવવામાં 2-4 દિવસનો સમય લાગશે. રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ, જો તેઓ માફી નહીં માગે તો સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ.
સવાલઃ શિવસેનાએ આ મામલે રાહુલ ગાંધીના નિવેદનથી અંતર બનાવી લીધું છે. શું તમને લાગે છે કે મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બગડશે?
જવાબઃ શિવસેના આ બધું પોતાની સત્તા માટે કરી રહી છે. શિવસેના ઈચ્છે તો ખોટા રસ્તેથી સાચા રસ્તે આવી શકે છે. કોંગ્રેસે હિન્દુત્વવાદી દળોમાં તિરાડ પાડી રહી છે, શિવસેનાને મારી સલાહ છે કે બાળાસાહેબના માર્ગ પર પાછી ફરે.

રાહુલ ગાંધીના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં દેખાવો શરૂ થયા છે. મુંબઈમાં પોલીસે વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. કોંગ્રેસના સમર્થનથી રાજ્યના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલના નિવેદન સાથે અસંમતિ વ્યક્ત કરી છે.
રાહુલ ગાંધીના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં દેખાવો શરૂ થયા છે. મુંબઈમાં પોલીસે વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. કોંગ્રેસના સમર્થનથી રાજ્યના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલના નિવેદન સાથે અસંમતિ વ્યક્ત કરી છે.

સવાલ: સાવરકરની પણ ટીકા થાય છે, કારણ કે જ્યારે કોંગ્રેસ આઝાદીની ચળવળ ચલાવી રહી હતી ત્યારે સાવરકર હિન્દુત્વનો પ્રચાર કરતા હતા, એ બરાબર હતું?
જવાબ: 1937-38ની આસપાસ બ્રિટિશ સરકારે ભારતમાં ICSની ભરતી બંધ કરી દીધી હતી. એ સરકાર સમજી ગઈ હતી કે ભારતમાં હવે કોઈ ફાયદો રહ્યો નથી. બ્રિટનની સામે બીજું વિશ્વયુદ્ધ પણ ઊભું હતું. 1942માં ક્રિપ્સ મિશન ભારત આવી ગયું હતું. સાવરકરે ભાગલા સામે અભિયાન ચલાવ્યું. જ્યાં સુધી ભારત છોડો આંદોલનની વાત છે, તો સાવરકરે એનો વિરોધ એટલા માટે કર્યો હતો કે ગાંધીએ માગ કરી હતી કે ભારત છોડો, પરંતુ પોતાની સેના અહીં જ છોડી દો. આ કેવા પ્રકારની માગ છે. એ જ સમયે ગાંધીએ ઝીણાને એ ઓફર કરી હતી કે મુસ્લિમ લીગની સરકાર બનાવીશું અને તેમને વડાપ્રધાન બનાવીશું. સાવરકરે એનો ભારે વિરોધ કર્યો હતો.

સવાલ: સાવરકરે ક્યારેય RSSને મહત્ત્વ આપ્યું નથી, ક્યારેય સંગઠનમાં જોડાયા નહોતા. આને તમે કઈ રીતે જુઓ છો?
જવાબ: હેડગેવાર, સાવરકરના મોટા ભાઈ બાબા રાવ સાવરકરના શિષ્ય હતા. RSSની રચનામાં બાબા રાવ સાવરકરનો સંપૂર્ણ સહયોગ હતો. RSSએ હિન્દુ મહાસભામાં એક સંસ્થા સ્વરૂપે જન્મ લીધો હતો. માટે એ સમજાતું નથી કે સાવરકર કેવી રીતે RSSના વિરોધી હોઈ શકે છે.

સવાલ: સાવરકર અંગ્રેજો પાસેથી 60 રૂપિયા પેન્શન મેળવતા હતા, શું આ સાચું છે?
જવાબ: સાવરકરે ક્યારેય અંગ્રેજો પાસેથી એક રૂપિયાનું પેન્શન લીધું ન હતું. આ જે 60 રૂપિયાની વાત છે એ ભરણપોષણ ભથ્થું હતું. અંગ્રેજોએ સાવરકરને આંદામાન અને રત્નાગિરિમાં 13 વર્ષ સુધી કેદ રાખ્યા હતા.
સાવરકરને રોજીરોટી મેળવવા માટે કોઈ ધંધો કરવાની છૂટ નહોતી. સાવરકર જમીનદાર અને વ્યવસાયે બેરિસ્ટર હતા. માટે વળતર તરીકે અંગ્રેજો આ ભથ્થું વીર સાવરકરને આપતા હતા.

અંગ્રેજોએ સાવરકરની સમગ્ર મિલકત જપ્ત કરી લીધી હતી. તેમણે દેશ માટે સર્વસ્વ બલિદાન આપ્યું. જો તેઓ પૈસા કમાવવા માગતા હોત તો તેઓ પ્રેક્ટિસમાંથી લાખો રૂપિયા કમાઈ શક્યા હોત. આ એક હાસ્યાસ્પદ આરોપ છે.

સવાલ: ગાંધી, નેહરુ, ભગત સિંહ જેવા અન્ય ઘણા નેતાઓ પણ સ્વતંત્ર સંગ્રામમાં જેલમાં ગયા હતા. તમે આ નેતાઓ સાથે સાવરકરની સરખામણી કેવી રીતે જુઓ છો?
જવાબ: સાવરકરને કુલ 14 વર્ષની જેલ થઈ. તેમને આંદામાનમાં 10 વર્ષ સુધી કોટડીમાં રાખવામાં આવ્યો હતો. તેમને તેમના ભાઈના મૃત્યુની જાણ પણ કરવામાં આવી ન હતી. રત્નાગિરિની જેલમાં અંગ્રેજોએ સાવરકરના ગળામાં 'D' એટલે કે ડેન્જરસનો બિલ્લો લટકાવ્યો હતો. સાવરકરને કહેવામાં આવ્યું હતું કે તેઓ 5 વર્ષ સુધી રાજકારણમાં ભાગ નહીં લે. સાવરકરે સ્વીકાર્યું હતું, કારણ કે તેઓ હિન્દુ સમાજ માટે કામ કરવા મક્કમ હતા.

બીજી તરફ, ગાંધી-નેહરુની જેલ 5 સ્ટાર હતી. તેમના માટે કેરીની પેટી આવતી હતી. જેલમાં આ લોકો માટે બેડમિન્ટન કોર્ટ બનાવવામાં આવી હતી. ભગત સિંહ પણ સાવરકરને મળવા આવ્યા હતા.

સવાલ: હવે તમે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર શું કાર્યવાહી કરવા માગો છો?
જવાબઃ હું ઈચ્છું છું કે મહારાષ્ટ્ર સરકાર આ મામલે કડક કાર્યવાહી કરે. તાજેતરમાં જ એક અભિનેત્રીએ શરદ પવાર વિશે કંઈક કહ્યું, ત્યાર બાદ તેમને એક મહિના માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. સાવરકર વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ કેસમાં પણ કાર્યવાહી થવી જોઈએ.

ભાજપ વતી રાહુલની ટિપ્પણીનો દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ, વાંચો આ મામલાને લગતા આ બે સમાચાર પણ...

1. ગાંધીજીએ અંગ્રેજોને લખ્યું હતું - તમારા વિશ્વાસુ સેવક, સાવરકર વિવાદમાં ફડણવીસનો વળતો પ્રહાર
વીર સાવરકર અંગ્રેજોના સેવક હતા એવા રાહુલ ગાંધીના નિવેદન બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર બે પત્ર પોસ્ટ કર્યા હતા. દાવો કર્યો કે આ પત્રો મહાત્મા ગાંધીએ બ્રિટિશ અધિકારીઓ લોર્ડ ચેમ્સફોર્ડ અને ડ્યુક ઓફ કનોટને મોકલ્યા હતા. આમાંથી એકની છેલ્લી લાઇનમાં લખ્યું છે- યોર એક્સિલેન્સ ઓબિડિયેન્ટ સર્વન્ટ એમ.કે.ગાંધી. બીજા પત્રના અંતે લખેલું છે - યોર રોયલ હાઇનેસ ફેઇથફુલ સર્વન્ટ એમકે ગાંધી.

2. ભારત જોડો યાત્રાનો એક મહિનો પૂરો થવા પર રાહુલે કહ્યું- સાવરકર અંગ્રેજો પાસેથી પૈસા લેતા હતા
10 ઓક્ટોબરે ભારત જોડો યાત્રાના એક મહિના પૂરા થવા પર રાહુલ ગાંધીએ કર્ણાટકના તુરુવેકેરેમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. ત્યાર બાદ ભારતના ભાગલા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નો પર તેમણે કહ્યું હતું કે સાવરકર આઝાદીની લડાઈમાં અંગ્રેજો માટે કામ કરતા હતા અને તેમને તેનો પગાર મળતો હતો. RSSએ પણ બ્રિટિશશાસનને ટેકો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...