• Gujarati News
  • Dvb original
  • Salangpur Hanumanji Mandir New Bhojnalaya Special Tiles, Use Of 25 Tirth Clays, See Exclusive Tiles Making Video Inside Morbi's Factory

સાળંગપુરના ભોજનાલયની ટાઇલ્સનો મેકિંગ VIDEO:ડિઝાઇન-ચમકથી આંખો અંજાઈ જાય, 25 તીર્થધામની માટીનો ઉપયોગ, મોરબી ફેક્ટરીનાં એક્સક્લૂસિવ દૃશ્યો જુઓ

9 દિવસ પહેલાલેખક: કિશન પ્રજાપતિ

સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં 50 કરોડથી વધુના ખર્ચે આકાર લઈ રહેલા હાઇટેક ભોજનાલયનું કામ અત્યારે 70% પૂર્ણ થઈ ગયું છે. આ ભોજનાલયમાં બાંધકામમાં વપરાતી દરેક વસ્તુ વિશેષ છે, જેમાં શ્રીરામ લખેલી 12 લાખથી વધુ ઇંટોનો ઉપયોગ દીવાલ બનાવવા માટે કરવામાં આવ્યો છે. હવે ભોજનાલયના ફ્લોરિંગનું કામ શરૂ થઈ રહ્યું છે, જેમાં વિશેષ પ્રકારની ટાઇલ્સ લગાવવામાં આવશે. ભોજનાલયના ફ્લોરિંગમાં જે ટાઇલ્સ લગાવવામાં આવશે એ ભારતના 25 તીર્થધામ, જેવા કે બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ, સોમનાથ અને દ્વારકા સહિતનાં પૌરાણિક સ્થળેથી એકત્ર કરાયેલી પ્રસાદીની માટીમાંથી બનાવવામાં આવી છે, જેથી અહીં આવતા દરેક શ્રદ્ધાળુને વિશેષ આસ્થાની અનુભૂતિ થશે. મહત્ત્વનું છે કે આ માટે વડતાલના આચાર્ય રાકેશપ્રસાદદાસજી અને વડતાલ ટ્રસ્ટી બોર્ડના સાથસહકારથી શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામી અને સંતોએ ખાસ ટાઇલ્સ બનાવડાવી છે.

અન્ય સમાચારો પણ છે...