• Home
 • Dvb Original
 • Russia's coronavirus vaccine likely to be approved before August 12; information you need to know

ભાસ્કર એક્સપ્લેનર / 12 ઓગસ્ટ સુધીમાં રશિયાની કોરોના વાઈરસ રસીને મંજૂરી મળે તેવી શક્યતા;એવી માહિતી જે તમારે જાણવી જરૂરી છે

Russia's coronavirus vaccine likely to be approved before August 12; information you need to know
X
Russia's coronavirus vaccine likely to be approved before August 12; information you need to know

 • રશિયાની ઇન્સ્ટિટ્યુટે જૂન મહિનામાં દાવો કર્યો હતો કે રસી તૈયાર છે, ફેઝ-1માં ટ્રાયલ શરૂ કરાયો હતો
 • રશિયાના વૈજ્ઞાનિકોનો દાવો-અન્ય રોગો સામે લડવા માટે તૈયાર કરાયેલી રસીને જ મોડીફાઈ કરવામાં આવી છે

રવિન્દ્ર ભજની

Aug 02, 2020, 09:19 PM IST

સમગ્ર વિશ્વમાં Great Depression (મહામંદી)થી પણ મોટી મંદીનું કારણ બનેલા કોરોનાનો એકમાત્ર ઈલાજ રસી (vaccine) જ છે. વિશ્વમાં વેક્સીન શોધવાની પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક પર છે. ગત સપ્તાહ સુધી એવું લાગતુ હતું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની રસી સૌથી પહેલા માર્કેટમાં આવી જશે. પણ રશિયાએ જાહેરાત કરી છે કે તેની રસી 10થી 12 ઓગસ્ટ વચ્ચે રજિસ્ટર થઈ જશે એટલે કે મંજૂરી મળી જશે.ભારત, ઈઝરાયલ, સાઉદી અરેબિયા સહિત 20 દેશોએ રશિયાની આ રસીમાં રસ દાખવ્યો છે. અમેરિકા અને યુરોપના વૈજ્ઞાનિકોની આંખોમાં દહેશત પણ જોવા મળી રહી છે. રશીયાની આ રસી શું છે અને તે કેવી રીતે સુરક્ષિત તથા અસરકારક સાબિત થશે? તો ચાલો આ રસી વિશે સંપૂર્ણ માહિતી મેળવીએઃ
આ રસી શું છે અને આટલી જલ્દીથી તે કેવી રીતે તૈયાર થઈ ગઈ?

 • આ રસીનું નામ છે Gam-Covid-Vac Lyo અને તેને મોસ્કોમાં આવેલી રશિયાના આરોગ્ય મંત્રાલય સાથે જોડાયેલી એક સંસ્થા ગેમાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
 • રશિયાની આ સંસ્થાએ જૂન મહિનામાં દાવો કર્યો હતો કે રસી તૈયાર કરી લેવામાં આવી છે. ફેઝ-1 ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યો છે. એવા પણ સમાચાર આવી રહ્યા હતા કે રશિયાની અનેક અગ્રણી વ્યક્તિઓને આ રસી લગાવવામાં આવી રહી છે.
 • રશિયાની રસીમાં હ્યૂમન એડેનોવાઈરસ વેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને નબળો પાડવામાં આવ્યો છે, જેથી તે શરીરમાં વિકાસ ન પામી શકે અને શરીરને સુરક્ષિત રાખી શકે.
 • આ હ્યૂમન એડેનોવાઈરસને Ad5 અને Ad26 નામ આપવામાં આવ્યુ છે અને બન્નેનું તેમા કોમ્બિનેશન છે. બન્ને કોરોના વાઈરસ જીનથી એન્જીનિયર કરવામાં આવ્યા છે.
 • વર્તમાન સમયમાં વિશ્વભરમાં વિકસાવવામાં આવી રહેલી મોટાભાગની વેક્સીન એક વેક્ટર પર આધાર રાખે છે, જ્યારે આ રસી બે વેક્ટર પર આધાર રાખે છે. દર્દીનેએ બીજો બૂસ્ટર શોટ પણ લગાવવો પડશે.
 • રશિયાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે અન્ય રોગો સામે લડવા માટે તૈયાર કરેલી રસીને જ મોડિફાઈ (Modify) કરી છે અને તે ઝડપભેર તૈયાર થઈ ગઈ છે. આમ તો અન્ય દેશો અને અન્ય કંપનીઓ પણ આ અભિગમ અપનાવી રહ્યા છે. મોડર્નાએ મર્સ નામના એક સંબંધિત વાઈરસની વેક્સીનમાં થોડો ફેરફાર કર્યો છે.
 • તેનાથી ડેવલપમેન્ટ પ્રક્રિયા ઝડપી બની જાય છે, પણ US અને યુરોપના દેશનાી નિયમનકાર(Regulator) આ રસીને લગતી સુરક્ષા તથા અસર પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છે.

રશિયા તરફથી કેવા દાવા કરવામાં આવી રહ્યા છે?

 • રશિયાના નાયબ વડાપ્રધાન તાત્યાના ગોલિકોવાએ કહ્યું છે કે આ રસી ઓગસ્ટમાં રજિસ્ટર થઈ જશે. સપ્ટેમ્બરમાં તેનું મોટાપાયે ઉત્પાદન પણ શરૂ થઈ જશે.
 • આ અગાઉ 15 જુલાઈના રોજ રશિયાના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ રસી એડિનોવાઈરસ-બેઝ છે. તેના પ્રારંભિક તબક્કાના ટ્રાયલ્સ શરૂ થઈ ગયા છે. અત્યાર સુધીના પરિણામો સફળ રહ્યા છે.
 • જુલાઈના અંતિમ સપ્તાહમાં રશિયાના આરોગ્ય પ્રધાને કહ્યું કે ગેમાલેયાએ રસીના ક્લિનિકલ ટ્રાયલ્સ પૂરા કરી લીધા છે. રજિસ્ટ્રેશન માટે પેપરવર્ક કરી રહ્યા છીએ.
 • CNNના એક અહેવાલમાં રશિયાના અધિકારીને ટાંકી દાવો કરવામાં આવ્યો છે કે ભારત, બ્રાઝિલ, સાઉદી અરેબિયા સહિત 20 દેશોએ આ રસીમાં રસ દર્શાવ્યો છે.
 • અધિકારીઓએ ત્યાં સુધી કહ્યું છે કે 12 ઓગસ્ટ ડેડલાઈન છે. નિયમનકાર જાહેર ઉપયોગ માટે મંજૂરી આપશે. ત્યારબાદ સ્વાસ્થ્ય કર્મચારીઓ પર તેનો ઉપયોગ કરવામાં આવશે.
 • રશિયાના આરોગ્ય પ્રધાને શનિવારે કહ્યું હતું કે ઓક્ટોબરમાં માસ વેક્સીન કેમ્પેઇન શરૂ કરવામાં આવશે. ડોક્ટરો અને ટીચર્સથી તેની શરૂઆત થશે.

રશિયાની રસીથી વિશ્વના અન્ય દેશોને શુ તકલીફ છે?

 • બ્રિટન સહિત યુરોપના દેશો અને અમેરિકાના કેટલાક નિષ્ણાતોને રશિયાના ફાસ્ટ-ટ્રેક અભિગમને લઈ વાંધો છે. તેઓ સેફ્ટી અને ઈફેક્ટિવનેસ પર પ્રશ્ન કરી રહ્યા છે.
 • સંક્રમણ રોગોને લગતા અમેરિકાના નિષ્ણાત ડો.એથોની ફોસીને એવી આશંકા છે કે રશિયા અને ચીનની રસી એટલી અસરકારક તથા સુરક્ષિત નથી. તેની વ્યાપક પ્રમાણમાં તપાસ થવી જોઈએ.
 • અમેરિકાના નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે US આ વર્ષના અંત ભાગ સુધીમાં રસી તૈયાર કરી લેશે અને તેને અન્ય કોઈ દેશ પર આધાર રાખવો પડશે નહીં.
 • અલબત રશિયાએ રસીની અસરકારકતા તથા સલામતીની માહિતી મેળવી શકાય તેવા રસીના પરિક્ષણને લગતા કોઈ વૈજ્ઞાનિક ડેટા રજૂ કર્યા નથી.
 • ટીકાકારોનું કહેવું છે કે વૈજ્ઞાનિકો પર ક્રેમલિન (રશિયાનું સંરક્ષણ મંત્રાલય)નું દબાણ છે. તે રશિયાને ગ્લોબલ સાઈન્ટિફિક કોર્સ તરીકે રજૂ કરવા માંગ છે.

ટીકા અંગે રશિયાનું શુ કહેવું છે?

 • રશિયા ડેવલપર્સની યોજના હતી કે ત્રણ ઓગસ્ટ સુધી ફેઝ-2 પૂરો કરવામાં આવે. ફેઝ-3 ટેસ્ટિંગ અને મેડિકલ વર્કર્સનું રસીકરણ પણ તે સાથે જ ચાલશે.
 • રશિયાના સૈનિકોને હ્યૂમન ટ્રાયલ્સ માટે વોલેન્ટિયર બનાવવામાં આવ્યા છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્સબર્ગનું કહેવું છે કે તેઓ પોતાની જાત પર વેક્સિનનો પ્રયોગ કર્યો છે.
 • રશિયાના અધિકારીઓનો એવો પણ દાવો છે કે વેક્સીન તૈયાર કરવા માટે ફાસ્ટ ટ્રેક પ્રક્રિયાની મંજૂરી લીધી છે.
 • રશિયાના અધિકારીઓનું એમ પણ કહેવું છે કે ઓગસ્ટની શરૂઆતી સપ્તાહોમાં હ્યૂમન ટ્રાયલ્સના ડેટાને પીયર વ્યૂ તથા પબ્લિકેશન માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તેને સ્પૂતનિક મૂવમેન્ટ કહેવામાં આવે છે, શા માટે?

 • હકીકતમાં વર્ષ 1957માં વિશ્વનો સૌ પ્રથમ સેટેલાઈટ તે સમયના સોવિયત સંઘ દ્વારા લોંચ કરવામાં આવ્યો હતો અને અમેરિકાની તુલનામાં પોતાના વૈજ્ઞાનિકોની ક્ષમતાને સાબિત કરી હતી.
 • આ સેટેલાઈટને જ સ્પૂતનિક નામ આપવામાં આવ્યુ હતું. રશિયાના સોવરિન ફંડના વડા કિરિલ દિમિત્રેવનું કહેવું છે કે વેક્સીનની શોધ પણ સ્પૂતનિક મૂવમેન્ટ છે.
 • તેમણે CNNને કહ્યું કે સ્પૂતનિક સાંભળતા જ અમેરિકા ચકિત થઈ ગયુ હતું. વેક્સીનના કેસમાં પણ એવું જ થશે. રશીયા વેક્સીન તૈયાર કરનારો પ્રથમ દેશ હશે.
 • રશિયાએ ઈબોલા અને મર્સ વેક્સીનમાં શ્રેષ્ઠતા સાબીત કરી છે. હવે વિશ્વની સૌથી મોટી સમસ્યાનો સામનો કરવા માટે પહેલા સેફ અને ઈફેક્ટિવ વેક્સીન લાવી રહ્યું છે

રશિયા પર હેકિંગના જે આરોપ લાગ્યા છે તે કેટલા સાચા છે?

 • ગયા મહિને બ્રિટન, અમેરિકા અને કેનેડાની સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો હતો કે રશિયાના હેકિંગ ગ્રુપે કોરોના વાઈરસની રસી બનાવી રહેલા સંગઠનોને નિશાન બનાવ્યા છે.
 • UKની નેશનલ સાઈબર સિક્યોરિટી સેન્ટરે કહ્યું હતું કે એટેક APT29 ગ્રુપે કર્યો, જેને ધ ડ્યૂક્સ કે કોજી બિયર પણ કહે છે. તે રશીયાની ગુપ્તચર સેવાનો એક ભાગ હતો.
 • દાવો તો ત્યાં સુધી કરવામાં આવ્યો હતો કે વેક્સીન સંબંધિત જાણકારીની ચોરી કરવા માટે રશિયાના જૂથો અનેક ષડયંત્ર રચી રહ્યા છે.
 • રશિયાના બ્રિટનમાં રહેલા રાજદૂત આંદ્રેઈ કેલિને આ આરોપોને નકારી દીધા હતા. તેમણે કહ્યું કે આ આરોપો પાયાવિહોણા છે.

અન્ય રસીઓની શુ સ્થિતિ છે?

 • વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના વેક્સીન ટ્રેકરના મતે હાલમાં વિશ્વભરમાં 165થી વધારે રસી તૈયાર કરવામાં આવી રહી છે.
 • ચીનના મીડિયાએ જાહેરાત કરી હતી કે કેનસિનો બાયોલોજિક્સે જે રસી તૈયાર કરી છે, તે ચીનની સેનાએ ઉપયોગ કરવા મંજૂરી આપી છે. તે મંજૂરી મેળવનાર પ્રથમ રસી બની ગઈ છે.
 • ચીનની બે અન્ય કંપની સિનોવેક અને સિનોફાર્મે બ્રાઝીલ તથા UAEમાં પોતાની વેક્સીનના ફેઝ-3 ટ્રાયલ જુલાઈમાં શરૂ કરી છે. તેના પરિણામ પણ સપ્ટેમ્બર સુધીમાં આવી જશે.
 • રશિયામાં નોવોસિબિસ્ક(સાઈબેરિયા)માં વેક્ટર સ્ટેટ લેબોરેટરીએ પણ એક રસી તૈયાર કરી છે, જે ઓક્ટોબર સુધીમાં પ્રોડક્શન માટે આવી જવાની આશા છે.
 • ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની રસીના ટ્રાયલ્સના પરિણામો સારા આવ્યા છે, પણ WHOનું કહેવું છે કે અત્યારે તેણે પણ હજુ લાંબી મંજીલ કાપવાની બાકી છે.
 • એવી જ રીતે US સરકાર સમર્થિત મોડર્નાની રસીના ફેઝ-3 ટ્રાયલ્સ છેલ્લા એક સપ્તાહથી શરૂ થયું છે. આ રસી આ વર્ષના અંત સુધી બજારમાં આવવાની આશા છે.

ભારતમાં રસીની શુ સ્થિતિ છે?

 • ભારતમાં બે રસીની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. ભારત બાયોટેકે ICMR સાથે મળી કોવેક્સિન વિકસાવી છે.
 • આ રસીનું હ્યૂમન ટ્રાયલ્સ ગયા મહિને શરૂ થયુ છે. ફેઝ-1 અને ફેઝ-2 ટ્રાયલ્સ સાથે થઈ રહ્યું છે. તેનાથી આ વર્ષના અંત ભાગ સુધીમાં આ વેક્સીન માર્કેટમાં આવી જાય તેવી આશા છે.
 • અમદાવાદની ફાર્મા કંપની ઝાઈડસ કેડિલાએ પણ ZyCoV-D નામની રસી તૈયાર કરી છે. આ સ્વદેશી વેક્સીન આગામી વર્ષની શરૂઆતમાં લોંચ કરવામાં આવશે.
 • ઝાઈડસ કેડિલાના વેક્સીનને નિયમનકારો તરફથી ફેઝ-1 અને ફેઝ-2ના હ્યૂમન ટ્રાયલ્સની અનુમતિ મળી ગઈ છે. તેના માટે પ્રક્રિયા પણ ઝડપી થઈ ગઈ છે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી