• Gujarati News
  • Dvb original
  • Russian Planes Can No Longer Fly Over 38 Countries, Even Outside SWIFT; How Much Did Putin Have To Pay For The Attack?

ભાસ્કર ઇન્ડેપ્થ:38 દેશની ઉપરથી હવે નહીં ઊડી શકે રશિયન વિમાનો, SWIFTમાંથી પણ બહાર; પુતિનને હુમલાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડી?

5 મહિનો પહેલાલેખક: અનુરાગ આનંદ
  • કૉપી લિંક

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 2 માર્ચે અમેરિકન સંસદમાં ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ સ્પીચ આપી. પોતાની સ્પીચમાં બાઈડને કહ્યું-‘પુતિનને અંદાજો પણ નથી કે આ પ્રતિબંધોથી રશિયાને કેટલું નુકસાન થશે. પુતિનને યુદ્ધના મેદાનમાં સરસાઈ મળી રહી છે, પરંતુ તેમને લાંબા સમય સુધી એની કિંમત ચૂકવવી પડશે.’

આ સમયે જે રશિયાની સેના યુક્રેન પર હાવી થતી જાય છે એ હિસાબે રશિયા પર પ્રતિબંધ પણ વધતા જાય છે. રમતના મેદાનથી લઈને એરસ્પેસ સુધી, SWIFTમાંથી બહાર કરવાથી લઈને અબજપતિઓની સંપત્તિ જપ્ત કરવા સુધી; રશિયા પર પ્રતિબંધો દ્વારા દબાણ બનાવવાની કોશિશો જારી છે.

ભાસ્કર ઈન્ડેપ્થમાં આજે રશિયા પર લાગેલા પ્રતિબંધો અને તેમની અસરની કહાની. આપની સરળતા માટે અમે તેને ચાર પાર્ટમાં વહેંચી છે-આર્થિક, વ્યક્તિગત, રમતો સાથે સંકળાયેલા અને એરસ્પેસ સાથે સંકળાયેલા પ્રતિબંધો. તો ચાલો, શરૂઆત આર્થિક પ્રતિબંધોથી કરીએ...

પરંતુ એ પહેલા એક પોલમાં હિસ્સો લઈને આપ આપનો મત આપો...

રશિયા પર ત્રણ પ્રકારના આર્થિક પ્રતિબંધ, ત્રણેય અસરકારક

1. સરકારી બેંકોની નાણાકીય લેવડદેવડ પર રોક
સરકારી અને પ્રાઈવેટ બેંકો પર લગાવવામાં આવનારા પ્રતિબંધોથી રશિયાને કેટલું નુકસાન થયું છે તેને એ વાતથી સમજીએ કે યુનાઈટેડ કિંગ્ડમમાં રશિયાની VTB બેંકના લગભગ 10.97 લાખ કરોડ રૂપિયા સરકારે જપ્ત કરી લીધા છે.

યુકેની જેમ જ અમેરિકાએ પણ રશિયાની ટોપ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ નોવીકોમ, સોવોકોમ, ઓટિક્રિટીના 6.05 લાખ કરોડ રૂપિયા જપ્ત કરી લીધા છે. કુલ 11 દેશમાં મોટા પાયે રશિયન બેંકોની નાણાકીય લેવડદેવડ પર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યારે યુરોપિયન દેશોમાં રશિયાની અડધા ડઝનથી વધુ બેંકો અને બીજી સંસ્થાઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

અત્યારસુધીમાં બેંકો અને બિઝનેસ પર લગાવાયેલા પ્રતિબંધોને કારણે રશિયન રુબલ 30% સુધી તૂટી ચૂક્યો છે. માત્ર શોર્ટ ટર્મમાં જ નહીં, પણ લોંગ ટર્મમાં પણ એનાથી રશિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડવાની છે.

2. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ અને પ્રાઈવેટ કંપનીઓનાં બિઝનેસ પર પ્રતિબંધ
રશિયા અને યુરોપિયન દેશોની વચ્ચે 2021 નાણાકીય વર્ષમાં 21.40 લાખ કરોડ રૂપિયાનો કુલ ટ્રેડ કે વ્યાપાર હતો. આ રશિયાના કુલ ટ્રેડના 35.7% છે. અમેરિકા સાથે રશિયાનો વર્ષ 2021માં 2.61 લાખ કરોડ રૂપિયાનો ટ્રેડ રહ્યો છે. અમેરિકા અને યુરોપિયન દેશોના ટ્રેડને મેળવીએ તો રશિયા પાસેથી કુલ 24 લાખ કરોડ રૂપિયાથી વધુનો વાર્ષિક ટ્રેડ થાય છે.

જ્યારે યુક્રેનની GDP 11.77 લાખ કરોડ રૂપિયાની છે અર્થાત્ આ જંગથી રશિયાને જેટલું ટ્રેડ નુકસાન થવાનું છે એ યુક્રેનની કુલ GDPથી વધુ છે. જોકે એની અસર યુરોપિયન દેશો પર પણ પડવાનું નક્કી છે.

એવામાં સ્પષ્ટ છે કે યુરોપિયન દેશો અને અમેરિકાના લગાવાયેલા પ્રતિબંધોને કારણે રશિયાનો લગભગ 40% વૈશ્વિક વ્યાપાર પ્રભાવિત થશે.

3. રશિયાને SWIFTમાંથી બહાર કરવું
SWIFT એટલે કે સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાઈનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન. આ દુનિયાના 200 દેશોનું આ એક એવું નેટવર્ક છે, જે લગભગ 198થી વધુ બેંકના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને ઓપરેટ કરે છે.

SWIFTથી અલગ કરાયા પછી પણ હવે રશિયન સેન્ટ્રલ બેંક અને અન્ય પ્રતિબંધિત બેંક કોઈ રીતે નાણાકીય લેવડદેવડ બીજા દેશની બેંકોમાંથી નહીં કરી શકે. એવામાં હવે રશિયાના બિઝનેસમેન, સરકારી કે પ્રાઈવેટ કંપની કે પછી રશિયન લોકોને બીજા દેશમાં સામાન ખરીદ્યા પછી બિલ પે કરવામાં મુશ્કેલી પડશે. તેની સીધી અસર રશિયાના એક્સપોર્ટ-ઈમ્પોર્ટ પર પડશે.

વ્યક્તિગત પ્રતિબંધ

પુતિન સહિત રશિયાના 195 લોકો પર લાગ્યો આકરો પ્રતિબંધ
રશિયાના રહેવાસી 195 લોકોની વિરુદ્ધ યુકેએ પ્રતિબંધ લગાવ્યા છે. તેમાંથી 9 લોકોની સંપત્તિને પણ જપ્ત કરી લીધી છે. ત્યારે, અમેરિકાએ પણ પુતિન અને તેના પરિવારના 6 લોકોને પ્રતિબંધિત કર્યા છે. યુરોપિયન યુનિયનના દેશોએ પણ રશિયાના 26 લોકો પર પ્રતિબંધ લગાવી દીધા છે. અમેરિકાએ પુતિનની સંપત્તિ જપ્ત કરવાની વાત કહી છે.

એવામાં મીડિયા રિપોર્ટમાં દાવો કર્યો છે કે પુતિનના નામ પર વિદેશમાં ઓછી સંપત્તિ છે. મોટા ભાગની સંપત્તિ તેમના સંબંધીઓ કે તેમની સાથે જોડાયેલા લોકોનાં નામ પર છે. એવામાં સવાલ ઊઠે છે કે અમેરિકા અને યુરોપિયન દેશ પુતિનની સંપત્તિ કેવી જપ્ત કરશે?

આ સવાલનો જવાબ ‘ધ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ’ની રિપોર્ટમાં મળે છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની મોટી ઓઈલ અને ગેસ કંપની ગાજપ્રોમ અને સર્ગુટનેફ્ટ ગેસમાં પુતિનનો શેર છે. એવામાં અમેરિકા અને યુરોપિયન દેશ આ કંપનીઓ સાથે જોડાયેલી સંપત્તિ જપ્ત કરી શકે છે. આ પ્રકારે રશિયાના બીજા બિઝનેસમેન કે પછી સરકારી અધિકારીઓ પર પ્રતિબંધ લગાવાયા છે. રશિયાના મોટા ભાગના બિઝનેસમેનનો વ્યાપાર યુરોપમાં છે. ત્યાં તેમના પર પ્રતિબંધ લાગવાના કારણે તેમને અને તેમના દેશને ઘણું નુકસાન ઉઠાવવું પડશે.

ખેલ, મનોરંજન અને ટેકનોલોજી પર પ્રતિબંધ
જંગ પછી માત્ર આર્થિક અને વ્યક્તિગત સ્તરે જ રશિયા પર પ્રતિબંધ લાગ્યો નથી પણ કલા અને ખેલના ક્ષેત્રમાં પણ રશિયા દુનિયાના મોટા હિસ્સાથી અલગ થઈ ગયું છે. રશિયા પર કંઈક આ રીતે અસર પડવાની છે...

  • ફૂટબોલની રમતમાં રશિયા દુનિયાભરમાં 35મી રેન્ક પર છે. 24 ફેબ્રુઆરી પછી ઈન્ટરનેશનલ ફૂટબોલ સંસ્થા FIFA અને યુરોપિયન ફૂટબોલ એસોસિયેશન (UEFA)એ રશિયાને પ્રતિબંધિત કરી દીધું છે.
  • રશિયાને ફોર્મ્યુલા વન રેસના આયોજકોએ આકરો આંચકો આપ્યો છે. યુક્રેન પર હુમલો કરવાના કારણે રશિયામાં હવે આ કાર્યક્રમનું આયોજન નહીં થાય.
  • યુકે મોટર સ્પોર્ટ ઈવેન્ટમાં હિસ્સો લેવાથી રશિયન ટીમને રોકી દેવાઈ છે.

38 દેશમાંથી રશિયાએ હવાઈ સંપર્ક તોડ્યો
યુદ્ધ શરૂ થયા પછી અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયન સહિત દુનિયાના 38 દેશે પોતાના એરસ્પેસમાં રશિયાની ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેના જવાબમાં રશિયાએ 36 દેશો સાથે હવાઈ સંપર્ક તોડવાનું એલાન કર્યું. 2021માં દુનિયાની કુલ એરલાઈનમાં રશિયાનો હિસ્સો 6% છે.

એવામાં રશિયન ફ્લાઈટ પર પ્રતિબંધની સીધી અસર રશિયાના ઉડ્ડયન વિભાગ અને ત્યાંની વિમાનની કંપનીઓ પર પડવાનું નક્કી છે. એની સાથે જ રશિયન એરલાઈનના કાફલામાં સૌથી વધુ બોઈંગના 332 અને એરબસનાં 304 વિમાનો છે. આ બંને કંપનીઓએ રશિયાને વિમાનોના પાર્ટ્સ મોકલવાનું બંધ કરી દીધું છે. એનાથી રશિયા માટે એરલાઈન ઓપરેટ કરવાનું મુશ્કેલ થશે. જોકે યુદ્ધ સમાપ્ત થયાના થોડા સમય પછી આ પ્રતિબંધો કેટલાક દેશોમાંથી દૂર થઈ શકે છે, પરંતુ ત્યાં સુધી રશિયાને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હશે.

2014માં પ્રતિબંધોથી રશિયાની ઈકોનોમી પર પડી હતી સીધી અસર
રશિયાએ જ્યારે 2014માં ક્રિમિયા પર કબજો કર્યો હતો ત્યારે પણ યુરોપિયન દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યા હતા. એને કારણે રશિયાની અર્થવ્યવસ્થા પર ઘણી વધુ અસર પડી હતી. 2014ના પ્રતિબંધો અગાઉ, રશિયા અને યુરોપિયન સંઘ વચ્ચે વ્યાપાર કે ટ્રેડ રશિયાની જીડીપીના 22% અને યુરોપિયન સંઘના જીડીપીના 3% હતો.

પ્રતિબંધની અસર યુરોપિયન યુનિયનથી વધુ રશિયાની ઈકોનોમી પર પડી હતી. બંને તરફથી થનારો ટ્રેડ ઘટીને રશિયાની જીડીપીના માત્ર 14% રહી ગયો હતો. જો કે, 2014માં યુરોપિયન સંઘે સમજદારીથી આ પ્રકારના પ્રતિબંધ લગાવ્યા હતા કે એનાથી તેમના દેશોની નિકાસ પર વધુ અસર ન પડે.

આ વખતે સ્થિતિ બિલકુલ અલગ છે. સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવ્યા પછી યુરોપિયન યુનિયનની અર્થવ્યવસ્થા પર અસર તો પડશે જ, પરંતુ રશિયાની ઈકોનોમી પર 2014થી વધુ અસર પડવાનું નક્કી છે.