તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકારી યોજનાઓમાં કઈ રીતે ગરબડ થાય છે એનું જીવતુંજાગતું ઉદાહરણ છે વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના અને સરકારે પણ આ વાત સ્વીકારી છે. સરકારે લોકસભામાં જણાવ્યું છે કે આ યોજના અંતર્ગત 32.91 લાખ એવા ખેડૂતોને 2327 કરોડ રૂપિયા ચૂકવી દેવાયા, જેઓ આ યોજના માટે નિશ્ચિત ક્રાઈટેરિયામાં આવતા જ નહોતા, એટલે કે સરકારને 2327 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો. જોકે આવું પ્રથમવાર નથી બન્યું કે જેમાં સરકારે આ યોજના અંતર્ગત ગરબડ થયાનું સ્વીકાર્યું હોય. આ અગાઉ ગત મહિને જ એક RTIના જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે કિસાન સન્માન નિધિ યોજનાના અંતર્ગત 20.48 લાખ અપાત્ર કિસાનોને 1364 કરોડ રૂપિયા આપી દેવાયા.
યોજનાનો ખોટો લાભ લેનાર દર ચોથો ખેડૂત ભાજપા શાસિત રાજ્યનો
એક વાત એ પણ સામે આવી છે કે આ યોજનાના અંતર્ગત જે અપાત્ર ખેડૂતોને રકમ મોકલી દેવાઈ તેમાંથી 40% એટલે કે દર ચોથો ખેડૂત ભાજપા શાસિત રાજ્યનો છે. આનો અર્થ એ છે કે ભાજપાની સરકારો પણ આ યોજનાને યોગ્ય રીતે લાગુ કરાવી શકતી નથી.
આ સમયે 23 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપા કે તેના સહયોગી રાજકીય દળોની સરકારો છે. આ રાજ્યોના 13.76 લાખ અપાત્ર ખેડૂતોને 1092 કરોડ રૂપિયાની રકમ મોકલવામાં આવી. જ્યારે જે 12 રાજ્યોમાં કોંગ્રેસ કે બીજી પાર્ટીઓની સરકારો છે એના 19.14 લાખ અપાત્ર ખેડૂતોને 1235 કરોડ રૂ.ની ચુકવણી કરવામાં આવી. પશ્ચિમ બંગાળમાં અત્યારસુધીમાં આ યોજના લાગુ થઈ નથી.
પૈસા મોકલ્યા પછી 10% પણ રિકવર ન કરી શકી સરકાર
સરકાર અપાત્ર ખેડૂતોને ચૂકવાયેલી રકમમાંથી અત્યારસુધીમાં 10% પણ રિકવર કરી શકી નથી. અત્યારસુધી જે 2327 કરોડ રૂપિયા અપાત્ર ખેડૂતોને મોકલવામાં આવ્યા છે તેમાંથી લગભગ 232 કરોડ જ રિકવર કરી શકી છે.
એમાં પણ આશ્ચર્યની વાત એ છે કે 17 રાજ્ય તો એવાં છે, જ્યાંના 1.92 લાખ અપાત્ર ખેડૂતોને 180.36 કરોડ રૂપિયા આપવામાં આવ્યા, પરંતુ સરકાર તેમાં એક રૂપિયાની પણ રિકવરી કરી શકી નથી. એમાં પણ 14 રાજ્ય તો ભાજપાશાસિત જ છે. માત્ર દિલ્હી, પુડુચેરી અને ઓડિશા જ એવાં છે, જ્યાં ભાજપાની સરકાર નથી.
આ તો થઈ અપાત્ર ખેડૂતોની વાત, હવે પાત્ર ખેડૂતોને કેટલા મળ્યા?
અપાત્ર ખેડૂતોની સાથે-સાથે સરકારે એ ખેડૂતોનો ડેટા પણ શેર કર્યો છે, જે ખેડૂત સન્માન નિધિ યોજનાના ક્રાઈટેરિયામાં આવે છે. તેના અનુસાર, સરકાર આ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 10.74 કરોડ ખેડૂતોને 115.22 કરોડ રૂપિયા આપી ચૂકી છે.
આખરે કોણ લઈ શકે છે કિસાન સન્માન નિધિનો લાભ?
24 ફેબ્રુઆરી, 2019ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લોન્ચ કરવામાં આવી હતી. જોકે તેને બેકડેટમાં જઈને ડિસેમ્બર 2018થી લાગુ કરાઈ હતી. આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 હપતામાં 6 હજાર રૂપિયા મળે છે, એટલે કે 4 મહિનામાં 2000 રૂપિયા.
શરૂઆતમાં આ યોજના અંતર્ગત એ જ ખેડૂતોને સામેલ કરાયા હતા, જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન હતી, પરંતુ પછી આ યોજનામાં તમામ ખેડૂતોને સામેલ કરી લેવાયા. જોકે સરકારી કર્મચારી કે ઈન્કમ ટેક્સ આપનારાઓને યોજનામાં સામેલ ન કરાયા.
આ ઉપરાંત ડોક્ટર, એન્જિનિયર, સીએ અને 10 હજાર રૂપિયાથી વધુ પેન્શન મેળવનારા કર્મચારી પણ આ યોજનામાં આવતા નથી. મંત્રી, સાંસદો અને ધારાસભ્યોને પણ આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.