તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PMએ જેના ફાયદાનો ઉલ્લેખ કર્યો:તે જણાવે છે, 'MSP ન મળવાથી મને 2 લાખનું નુકસાન થયું, હું ખેડૂતના આંદોલનને સપોર્ટ કરું છું'

ધુલિયા5 મહિનો પહેલાલેખક: દીપ્તિ રાઉત
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ભટાણે ગામમાં રહેતા જિતેન્દ્રભાઈ ખેતી કરે છે. હાલમાં જ PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. PMએ જણાવ્યું હતું કે નવા કાયદા અંતર્ગત જિતેન્દ્રને SDMને વેપારીની પાસે ફંસાયેલા 3 લાખ 32 હજાર રૂપિયાની રકમ અપાવી હતી. આ કામ માટે જિતેન્દ્ર વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરે છે. જો કે MSP ન મળવાથી તેને 2 લાખનું નુકસાન થયું છે. જિતેન્દ્ર દિલ્હીમાં જોવા મળતા ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહ્યાં છે. 12મું પાસ જિતેન્દ્ર છેલ્લાં 10 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. તેઓ 15 એકર જમીનમાં મકાઈ, ચણા, ડુંગળી અને શાકભાજીનું વાવેતર કરે છે. તેઓ જણાવે છે કે આ વર્ષે 340 ક્વિન્ટલ મકાઈનો પાક થયો હતો. તેઓ 1800 રૂપિયા MSP પર પાકના વેચાણ માટે ફેડરેશનના સેન્ટર પર ચક્કર કાપી રહ્યાં છે, પરંતુ કોટા ખતમ થવાની વાત કહીને અધિકારીઓએ ખરીદી ન કરી. ન છૂટકે તેઓએ વેપારીને 1200 રૂપિયા ક્વિન્ટલના દરે પોતાનો પાક વેચવો પડ્યો. મકાઈ 6 લાખની હતી, વેપારીએ 3 લાખ 25 હજારમાં ડીલ કરી. 25 હજાર એડવાન્સ આપીને વેપારી જતા રહ્યાં.

જિતેન્દ્ર દેશના પહેલા તથા એકમાત્ર ખેડૂત છે. MSPની માગ માટે તેઓ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહ્યાં છે. ખરડો કહે છે કે પાક વેચ્યા બાદ ખેડૂતને ત્રણ દિવસમાં મહેનતાણું મળવું જોઈએ તેમને ત્રણ મહિને મળ્યું.

તેઓ જણાવે છે કે એકલા ભટાણે ગામના જ 400 ખેડૂતોને મકાઈ વેચવી હતી, પરંતુ ફેડરેશને પોતાના ઓળખીતા લોકો પાસેથી જ મકાઈ ખરીદી. આ દરમિયાન તેમના સંબંધી ખેતિયા મંડીના પૂર્વ સભ્ય રોહિદાસ સોલંકીની સલાહ પછી તેઓએ આ અંગે ફરિયાદ કરી. જેને લઈને 30 સપ્ટેમ્બર સુનાવણી થઈ અને વેપારીને 15 દિવસમાં જ રકમની ચુકવણી આપવાનું શપથ પત્ર આપવું પડ્યું. દિલ્હીથી અનેક અધિકારી આ કેસનું સતત ફોલોઅપ કરતા હતા. અંતે જિતેન્દ્રને 3 લાખ 25 હજારની ચુકવણી વેપારીએ કરી. રોહિદાસ સોલંકી આ કેસના કાયદાકીય સાક્ષી છે, જેમનું કહેવું છે કે મંડીના નિયમોથી સમાધાન બોર્ડની રચના કરવામાં આવી હતી, કેન્દ્રના આ કાયદાનું તેના પર માત્ર લેબલ લગાડવામાં આવ્યું.

મન કી બાતમાં નામ આવ્યા પછી જિતેન્દ્રનો ફોન ઘણો જ બિઝી રહેતો હતો. તેમના જ ગામના નથ્થુને 3 લાખના પપૈયાના પૈસા રાજસ્થાનના વેપારીએ ન આપ્યા. હવે તેઓએ ખેતી છોડી દીધી. ગામના અનેક ખેડૂતો પાસેથ માલ ખરીદ્યા પછી ઉત્તરપ્રદેશના વેપારીઓ ભાગી ગયા છે. હવે આ બધા લોકો જિતેન્દ્રને ફોન કરી રહ્યાં છે અને તેમની સલાહ લઈ રહ્યાં છે. આ ખેડૂતોનું કહેવું છે કે તેમના પાકનું ખરીદ-વેચાણ મંડીની અંદર હોય કે બહાર, MSP અંતર્ગત જ થવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો