3 વખત ભારત આવ્યાં એલિઝાબેથ:રિપબ્લિક ડે પર શાહી મહેમાન બન્યાં, કાશી નરેશની સાથે હાથીની સવારી અને જયપુરમાં વાઘનો શિકાર કર્યો

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીય હવે હયાત રહ્યાં નથી. 96 વર્ષીય રાણીએ સ્કોટલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા. એલિઝાબેથ-IIએ ત્રણ વખત ભારતની મુલાકાત લીધી હતી. તેઓ 1961, 1983 અને 1997માં ભારતના શાહી મહેમાન બન્યાં હતાં. આજે આપણે એ યાદોને તાજી કરી રહ્યા છીએ. તો ચાલો... જાણીએ પસંદગીની 10 તસવીર દ્વારા..

21 જાન્યુઆરી 1961, રાણી એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપની ભારતની પ્રથમ મુલાકાત. પૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ તેમનું સ્વાગત કરવા પાલમ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

રાણી એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપ 1961માં ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડના સાક્ષી રહ્યા. પરેડ પછી તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સાથે વેગનમાં પરત ફર્યા હતા.

આ તસવીર 26 જાન્યુઆરી 1961ની છે. રાણી એલિઝાબેથ-II અને તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે વૉકિંગ કરી રહ્યા છે. તેમની પાછળ પ્રિન્સ ફિલિપ પણ જોવા મળે છે.

ભારતની પ્રથમ મુલાકાતે આવેલા એલિઝાબેથ-દ્વિતીયએ કાશીની પણ મુલાકાત લીધી હતી. તેમણે કાશીના રાજા વિભૂતિ નારાયણ સિંહ સાથે શાહી હાથી પર સવારી કરી હતી.

1961માં એલિઝાબેથ-II છ સપ્તાહના પ્રવાસે ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે તાજમહેલની મુલાકાત પણ લીધી હતી. તેમના પતિ સાથે પ્રિન્સ ફિલિપ હતા.

1961માં એલિઝાબેથ-2 અને તેમના પતિ પ્રિન્સ ફિલિપ જયપુર પહોંચ્યા. તસવીરમાં તેમની સાથે જયપુરનાં મહારાજ અને મહારાણી પણ જોવા મળે છે. આ દરમિયાન પ્રિન્સ ફિલિપે વાઘનો શિકાર કર્યો હતો.

બ્રિટિશ રાણીએ 1983માં કોમનવેલ્થ દેશોની બેઠકમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ મળ્યાં હતાં.

7 નવેમ્બર, 1983ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે બ્રિટિશ શાહી દંપતીના સન્માનમાં એક સમારોહનું આયોજન કરતા તત્કાલીન રાષ્ટ્રપતિ ગિયાની ઝૈલ સિંહ.

ભારતની આઝાદીનાં 50 વર્ષ પૂર્ણ થવા પર 1997માં બ્રિટનની રાણીએ છેલ્લી વખત ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન ખાતે રાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

1997માં રાણી એલિઝાબેથ દ્વિતીય અમૃતસર પહોંચી હતી. ત્યાં તેમણે શીખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિરમાં માથું નમાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...