તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇ-વ્હીકલ:રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક બુલેટ બજારમાં લાવશે, કંપની ડેવલપ કરી રહી છે ઇ-બાઇકનું મોડલ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350. - Divya Bhaskar
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350.
  • અમદાવાદમાં નવી રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 લોન્ચ થઈ
  • મહિલાઓમાં મિડલવેઇટ મોટરસાઇકલ ખરીદીનું પ્રમાણ વધ્યું

પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવ તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખી સરકાર તરફથી ઇલેક્ટ્રિક વ્હીકલ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે તેને ધ્યાનમાં રાખી અને મિડલવેઈટ મોટરસાઈકલ ઉત્પાદક રોયલ એનફિલ્ડ પણ ઇ-બાઇક સેગમેન્ટમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. કંપનીના નેશનલ બિઝનેસ હેડ (નોર્થ અને વેસ્ટ ઈન્ડિયા અને નેપાળ) પુનીત સૂદે જણાવ્યું કે અમારી રિસર્ચ ટીમ ઇલેક્ટ્રિક બુલેટ પર કામ કરી રહી છે અને આ પ્રોજેક્ટમાં અમે ઘણા આગળ પણ વધ્યા છીએ. આવનારા સમયમાં કંપની ઇ-બાઇક બજારમાં લોન્ચ કરશે.

ઇ-વ્હીકલનું માર્કેટ હજુ ડેવલપ થઈ રહ્યું છે
પુનીત સૂદે જણાવ્યું કે, ફ્યુઅલના ભાવ જે રીતે વધ્યા છે તેના કારણે ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ઘણું ડેવલપમેન્ટ થયું છે. સરકારે પ્રોત્સાહન માટે પોલિસી લેવલે પણ ઘણા ફેરફાર કર્યા છે. અન્યોની જેમ અમે પણ ઇ-બાઇક ડેવલપમેન્ટ પર કામ કરી રહ્યા છીએ. જોકે નજીકના ભવિષ્યમાં તેને લોન્ચ કરવાનો કોઈ પ્લાન નથી, હજુ તેમાં ઘણું કામ કરવાનું બાકી છે. આ સેગમેન્ટનું માર્કેટ અત્યારે ડેવલપ થઈ રહ્યું છે પરંતુ હજુ પણ ઓવરઓલ તેનો શેર ઘણો ઓછો છે. અમે લોન્ચિંગ માટે યોગ્ય સમયની રાહ જોઈશું.

કંપની માટે ગુજરાત મહત્વનું માર્કેટ
પુનીત સૂદે કહ્યું કે ગુજરાતમાં 160 સીસીથી ઉપરના બાઇક સેગમેન્ટમાં અમારી હિસ્સેદારી 25% જેવી છે અને અમારા માટે ગુજરાત એક મહત્વનું માર્કેટ છે. રાજ્યમાં હાલ અમારા 46 મેઇન ડીલર્સ છે અને 38 સ્ટુડિયો સ્ટોર્સ આવેલા છે જે મુખ્યત્વે રૂરલ ગુજરાતની ડિમાન્ડને પૂરી કરે છે. આ ઉપરાંત અમે સર્વિસ પર પણ ફોકસ કર્યું છે. સર્વિસને વધુ સારી બનાવવા અમે સર્વિસ ઓન વ્હીલ શરૂ કર્યું છે જે તમારા ઘરે આવીને વ્હીકલની સર્વિસ કરે છે.

રોયલ એનફિલ્ડનો અમદાવાદનો શોરૂમ.
રોયલ એનફિલ્ડનો અમદાવાદનો શોરૂમ.

મહિલાઓમાં બાઇક ખરીદીનું પ્રમાણ વધ્યું
અમદાવાદમાં સંપૂર્ણ નવી ક્લાસિક 350 વિશે બોલતાં પુનીત સૂદે જણાવ્યું હતું કે રોયલ એનફિલ્ડે અમદાવાદ અને ગુજરાતમાં પણ મોટરસાઈકલના શોખીનોમાં નોંધપાત્ર આકર્ષણ જમાવવાનું ચાલુ રાખ્યું છે. મહિલાઓમાં પણ મિડલવેઈટ મોટરસાઈકલ ખરીદીનું પ્રમાણ વધ્યું છે. અમે પ્રીમિયમ મોટરસાઈકલમાં અપગ્રેડ કરવા માગતા વધુ ગ્રાહકોને પહોંચી વળવા માટે રાજ્યમાં અમારી હાજરી વધારવાનું ચાલુ રાખ્યું છે.

સેમી કંડકટરની શોર્ટેજથી ડિલિવરીમાં મોડું થઈ શકે
પુનીત સૂદે કહ્યું કે, ઓટો ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સેમી કંડકટરની સપ્લાયની મોટી સમસ્યા સર્જાઇ છે. આના કારણે વ્હીકલ ડિલિવરીને અસર થઈ રહી છે. અત્યારે અમે જે બૂકિંગ લઈ રહ્યા છીએ તેમાં અમે 15 દિવસમાં ડિલિવરી આપવાનું કમિટમેન્ટ આપી રહ્યા છીએ. જો માગ વધશે તો સેમી કંડકટરની સપ્લાયનો ઇશ્યૂ જોતાં અમારે પણ ડિલિવરી પિરિયડ એક મહિનાનો કરવો પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...