તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Gujarat's Busiest Road Is Becoming A Highway Of Development, 1 Lakh Vehicles Passing Through High tech Roads Will Cover A Distance Of 44 Km In 30 Minutes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરખેજ-ગાંધીનગર હાઈ-વે:ગુજરાતનો સૌથી વ્યસ્ત રોડ બની રહ્યો છે વિકાસનો રાજમાર્ગ, હાઈટેક રોડ પરથી પસાર થતાં 1 લાખ વાહનો 30 મિનિટમાં 44 કિમી અંતર કાપશે

24 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
  • દર 5 કિમીના અંતરે રસ્તાની બંને તરફ કુલ 16 સીસીટીવી કેમેરા દ્વારા અડાલજ અને સોલા પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિક અને સેફ્ટીનું નિયંત્રણ થશે
  • કુલ 10 ફ્લાયઓવર બની ગયા પછી ઉજાલા સર્કલ (અમદાવાદ)થી ચિલોડા (ગાંધીનગર)નું અંતર કાપતાં માત્ર 30 મિનિટ જેટલો સમય લાગશે
  • અત્યાધુનિક અને હાઈટેક હોવા છતાં રુ. 867 કરોડના ખર્ચે બનનારો આ રોડ દેશનો એકમાત્ર સૌથી લાંબો ટોલ ફ્રી રોડ બનવાનો છે

ટ્રાફિકની સમસ્યા એ પ્રગતિ સામેનો સૌથી મોટો પડકાર હોય છે ત્યારે ગુજરાતના સૌથી વ્યસ્ત અને ચોવીશ કલાક ધમધમતા ચિલોડાથી ઉજાલા સર્કલ (સરખેજ) સુધીના 44 કિલોમીટરના માર્ગના નવીનીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્ય સરકારના આ અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં વાહનો રૂકાવટ વગર સડસડાટ પસાર થઈ શકે, ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ થાય તેમજ સલામતી જળવાય એ મુખ્ય હેતુ છે. રસપ્રદ બાબત એ છે કે, એ દરેક હેતુઓ માટે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ભરચક ટ્રાફિકના કારણે અમદાવાદથી ગાંધીનગર પહોંચવામાં હાલ 1 કલાક અને પિક અવર્સમાં તો એથીય વધુ સમય લાગે છે ત્યારે કુલ 11 જેટલાં ફ્લાયઓવર્સ અને અન્ડરપાસ બની ગયા પછી આ સમય ઘટીને 30થી 35 મિનિટ જેટલો થઈ જશે. આ પ્રોજેક્ટની સફળતા આગામી દિવસોમાં અમદાવાદ-રાજકોટ હાઈ-વે સહિત અન્ય હાઈ-વે માટે પણ લાગુ કરાશે.

1 લાખ વાહનોની આવનજાવનનો ધમધમાટ
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીના કહેવા પ્રમાણે, સરખેજ નજીકના ઉજાલા સર્કલથી ગાંધીનગર નજીકના ચિલોડા સુધીનો 44 કિલોમીટર લાંબો રસ્તો સમગ્ર ગુજરાતનો સૌથી વ્યસ્ત અને સતત ધમધમતો રસ્તો છે. અહીં ચોવીશ કલાક દરમિયાન 1 લાખથી વધુ વાહનોની આવ-જા રહે છે, જેમાં ટૂ વ્હીલર, પેસેન્જર કારથી માંડીને ટ્રક, બસ સહિતના હેવી વાહનો પણ સામેલ છે. સરખેજ-ગાંધીનગર હાઈ-વે તરીકે ગુજરાતભરમાં જાણીતા આ માર્ગને ઉજાલા સર્કલથી શરૂ કરીને ગાંધીનગરથી પણ આગળ ચિલોડા સુધી અદ્યતન અને હાઈટેક બનાવવાની કામગીરી ચાલી રહી છે. એ માટે રસ્તો પહોળો કરવા ઉપરાંત ફ્લાય ઓવર, અન્ડરપાસ અને ટ્રાફિક કન્ટ્રોલ સહિતના દરેક સ્તરે ટેક્નોલોજીનો ભરચક ઉપયોગ થઈ રહ્યો છે.

16 સીસીટીવી રાખશે 44 કિમી પર નજર
ગુજરાતમાં સૌ પ્રથમ વખત આ હાઈ-વેને સ્માર્ટ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમથી સુસજ્જ કરાશે. એ માટે દર 5 કિમીના અંતરે રસ્તાની ડાબી-જમણી તરફ 8-8 હાઈ રેન્જ, હાઈ રિઝોલ્યુશન ઝુમિંગ ફિચર ધરાવતા કુલ 16 સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે, જેનું સીધું કનેક્શન પોલીસ સ્ટેશનમાં ખાસ ફરજ પરની ટીમને સોંપવામાં આવશે. ગાંધીનગરની હદમાં આવતાં વિસ્તારનું મોનિટરિંગ અડાલજ પોલીસ સ્ટેશન અને અમદાવાદની હદમાં આવતાં રસ્તાનું મોનિટરિંગ સોલા પોલીસ સ્ટેશન અંતર્ગત આવરી લેવાશે. બંને પોલીસ સ્ટેશન વચ્ચેનું કમ્યુનિકેશન પણ ફાસ્ટ અને હાઈટેક બનાવાશે. જેથી ટ્રાફિક જામ કે એક્સિડન્ટના સમયે તાત્કાલિક નિરાકરણ લાવીને રસ્તો ક્લિયર કરી શકાય.

દેશનો એકમાત્ર સૌથી લાંબો ટોલ ફ્રી રસ્તો
સરખેજ-ગાંધીનગર રોડની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે તે અત્યાધુનિક હોવા છતાં સંપૂર્ણપણે ટોલ ફ્રી હશે. સામાન્ય રીતે વર્ષ 1956ના નેશનલ હાઇવે એક્ટ પ્રમાણે દરેક નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ ફરજીયાત છે, અગાઉ અડાલજ પાસે નર્મદા કેનાલ નજીક ટોલ ટેક્સનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. પરંતુ રાજ્ચ સરકારની રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયમાં રજૂઆત બાદ આ રસ્તાને ટોલ ફ્રિ કરવામાં આવ્યો હતો. આ રસ્તા માટે રુ. 867 કરોડનો ખર્ચ થવાનો છે, જે પૈકી 434 કરોડ રાજ્ય સરકાર આપશે. રોડ નિર્માણમાં રાજ્ય સરકારનું યોગદાન વધુ હોવાથી આ રસ્તો ટોલ ફ્રિ કરવામાં આવ્યો છે.

10 પૈકી 3 ઓવરબ્રિજ તૈયાર, 7ની કામગીરી શરુ
અમદાવાદ, એટલે કે ઉજાલાથી ચિલોડા સુધી કુલ 10 જેટલા ઓવરબ્રિજ તૈયાર થવાના છે. જે પૈકી સૌથી મહત્વના હિસ્સાના 3 ઓવરબ્રિજ તૈયાર થઇ કાર્યરત થઇ ચૂક્યા છે. હાલ એસ.જી હવાઇ પર ગોતા બ્રિજ, ગુરુદ્વારા અંડર પાસ અને ઇસ્કોન ફ્લાયરઓવર કાર્યરત છે. એ સિવાય વધુ 7 ઓવરબ્રિજની કામગીરી શરૂ છે. ગાંધીનગરથી અમદાવાદ તરફ આવતાં કુલ 10 ઓવરબ્રિજ આ પ્રમાણે બની રહ્યા છે.

1 ઇન્ફોસિટી જંકશન-ગાંધીનગર 2 સરગાસણ જંકશન-ગાંધીનગર 3 ઉવારસદ જંકશન-ગાંધીનગર 4 ખોડિયાર કંટેઇનર ડેપો જંકશન 5 ખોડિયાર રેલવે બ્રિજ (પહોળીકરણ)- એસ.જી હાઇવે 6 વૈષ્ણોદેવી જંકશન- એસ.જી હાઇવે 7 ગોતા થી ઝાયડસ એલીવેટેડ કોરીડોર તથા સોલા રેલવે બ્રિજ (વિસ્તૃતિકરણ) 8 પકવાન જંકશન- અમદાવાદ 9 સાણંદ જંકશન - (સરખેજ ક્રોસિંગ) 10 ઉજાલા જંકશન

સમય, ઈંધણ બચશે, પ્રદુષણ અને અકસ્માત ઘટશે
હાલ ટ્રાફિકાના કારણે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનું અંતર કાપતાં સ્હેજે 1 કલાક થાય છે. પીક અવર્સમાં ઠેરઠેર ટ્રાફિક જામ થાય છે. ઉજાલા-ચિલોડા રોડ સંપૂર્ણપણે કાર્યરત થયા પછી આટલું અંતર 30થી 35 મિનિટમાં સડસડાટ કાપી શકાશે. ફ્લાયઓવર અને અન્ડરપાસને લીધે ઓછામાં ઓછા ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાનું થશે. જેને લીધે સમય અને ઈંધણની બચત થશે તેમજ પ્રદુષણ અને અકસ્માતના કેસ પણ ઘટશે. આ રોડ પર મોટર વ્હિલર એક્ટ મુજબ ફોર વ્હિલર માટે 80 કિમીની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

વૈષ્ણોદેવીથી આગળ ફ્લાયઓવરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી જુલાઈ સુધીમાં તમામ ફ્લાયઓવર્સ કાર્યરત થઈ જશે.
વૈષ્ણોદેવીથી આગળ ફ્લાયઓવરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી જુલાઈ સુધીમાં તમામ ફ્લાયઓવર્સ કાર્યરત થઈ જશે.

જૂલાઇ માસ સુધીમાં પ્રોજેક્ટ પૂરો થશે
રાજ્ય સરકારે સરખેજ-ગાંધીનગર હાઇવેની સાથે સાથે અમદાવાદ રાજકોટ સુધીના હાઇ-વેને છ માર્ગિય રસ્તા તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. જે માટે કામગીરીની શરૂઆત નવેમ્બર 2018થી થઇ હતી, જે હાલ અંદાજે 65 ટકા પૂર્ણ થઇ છે. રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ 2 મહત્વના પ્રોજેક્ટ પૈકી સરખેજ-અમદાવાદનું કામ જુલાઈ સુધીમાં જ્યારે અમદાવાદ-રાજકોટ હાઈ-વેનું કામ આગામી માર્ચ-2022 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ રાખી રહ્યુ છે.

અમદાવાદ-રાજકોટ પર 2ના સ્થાને હવે 4 ટોલ
રાજ્ય સરકારનું રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ બે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યુ છે. જેમાં ઉજાલાથી રાજકોટ તરફ કુલ 200 કિ.મીના અંતર સુધી રસ્તે 2 ટોલ ટેક્સ હતા. જોકે હવે ચાર માર્ગિય રસ્તાના સ્થાને છ માર્ગિય રસ્તો બનતો હોવાથી 4 ટોલ ટેક્સ હશે. જોકે રાજ્ય સરકાર હસ્તગત હોવાથી રાજ્ય સરકારની પોલીસી મુજબ ટુ વિહીલર અને ફોર વિહીલર વાહનો માટે ટોલ ફ્રિ રહેશે, જે રાજ્યના લોકો માટે મોટી રાહત બની રહેશે. અગાઉ બગોદરા અને બામણબોરમાં બે ટોલ કાર્યરત છે, જેના સ્થાને હવે 4 ટોલ બનશે.

એસ.જી. હાઈ-વેની તર્જ પર જ અમદાવાદ-રાજકોટ રોડને પણ ફાસ્ટ એન્ડ હાઈટેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.
એસ.જી. હાઈ-વેની તર્જ પર જ અમદાવાદ-રાજકોટ રોડને પણ ફાસ્ટ એન્ડ હાઈટેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદથી રાજકોટ પણ હવે 3 કલાકથા ઓછા સમયમાં પહોંચાશે
સરખેજ-ગાંધીનગર રોડની તર્જ પર જ રાજ્ય સરકાર અમદાવાદ-રાજકોટ હાઈ-વેને પણ અદ્યતન બનાવી રહી છે. રૂ. 1900 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલાં આ 6 લેન રોડ માટે રાજ્ય સરકાર રુ. 700 કરોડનો ખર્ચ ભોગવી રહી છે. આ રોડ પર કુલ 45 જેટલાં બ્રિજ તૈયાર થવાના છે. જેને લીધે અમદાવાદથી રાજકોટ પહોંચવાનો સમય આશરે 4 કલાકથી ઘટીને 3 કલાક જેટલો થઈ જશે. આ રોડ પર હાલ 2 ટોલ બુથ છે તેને બદલે નવા 2 સાથે કુલ 4 ટોલ બૂથ કાર્યરત થશે.

1 બાળવા-બગોદરા વચ્ચે 2 લિમડી પાસે 3 ચોટીલા પાસે 4 બામણબોર પાસે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો