માર્કેટ વ્યૂ:રેપોરેટ અને કેશ રિઝર્વ રેશિયોમાં વધારાની પ્રતિકૂળ અસર ભારતીય અર્થતંત્ર સાથે શેરબજાર પર પણ જોવા મળશે

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક આવવાની સંભાવનાએ સ્ટોક સ્પેસિફિક ટ્રેડિંગ હિતાવહ

રિઝર્વ બેંક દ્વારા અચાનક જ રેપોરેટમાં 40 બેસિસ પોઈન્ટ અને કેશ રિઝર્વ રેશિયોમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો તાત્કાલીક અમલ બનાવવાના નિર્ણયની દેશમાં થતા રોકાણના નિર્ણયો પર પ્રતિકુળ અસર થવાની સાથોસાથ આગામી દિવસોમાં ઉદ્યોગોને નિશ્ચિતપણે પડકારનો સામનો કરવો પડશે અને તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર સાથે ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે. સેબી દ્વારા ગત સપ્તાહે માર્જિનના કડક ધોરણો અને નબળા વૈશ્વિક સંકેતો સાથે પરિસ્થિતિ વણસી રહી હોઈ અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી કથળવાના એંધાણે ફંડોની સતત વેચવાલી જોવાં મળી હતી.

રોકાણકારો માટે રોકાણલક્ષી સ્ટોક

 • LG ઈક્વિપમેન્ટ્સ (315): કોમ્પ્રેસર અને પંપ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.297 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.288ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.338થી રૂ.344નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.350 ઉપર તેજી તરફી ધ્યાન.
 • ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ (305): ટેક્નિકલ ચાર્ટ મુજબ રૂ.288 આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ. રૂ.272ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.323થી રૂ.330નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • ટેક્નો ઈલેક્ટ્રિક & એન્જિનિયરિંગ (292): રૂ.277નો પ્રથમ તેમજ રૂ.262ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી આ સ્ટોક રૂ.303થી રૂ.318 સુધીની તેજી તરફી રૂખ નોધાવશે.
 • કેઆરબીએલ લિમિટેડ (220): એગ્રિકલચરલ પ્રોડકટનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડિંગલક્ષી રૂ.233થી રૂ.240ના ભાવની સંભાવના ધરાવે છે. રૂ.208નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
 • ઓઈલ ઈન્ડિયા (220): રૂ.208નો પ્રથમ તેમજ રૂ.197ના સ્ટોગ સપોર્ટથી ઓઇલ એક્સપ્લોરેશન અને પ્રોડકશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.232થી રૂ.240 સુધીના ભાવને સ્પર્શી શકે છે.
 • જીએમડીસી લિમિટેડ (191): સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.177 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.198થી રૂ.203ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
 • ઓએનજીસી લિમિટેડ (163): આ સ્ક્રિપમાં નજીકનો પ્રથમ રૂ.147ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજિત રૂ.168થી રૂ.173ના સંભવિત ભાવની શક્યતા છે.

સ્થાનિક પરિબળોની વાત
યુક્રેન-રશિયા યુદ્ધના પરિણામે પુરવઠામાં વિક્ષેપ પડતાં કોમોડિટીઝના ભાવોમાં ઊછાળો નોંધાયો હતો ટૂંકમાં એક વાત ચોક્કસ છે કે સરળ નાણાંના દિવસો હવે પૂરા થઈ ગયા છે. સ્થાનિક સ્તરે પણ ફુગાવાની વધતી સમસ્યા વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં અચાનક 0.40 બેસિસ અને સીઆરઆરમાં 0.50 બેસિસ વધારો કરીને બજારને આશ્ચર્યચકિત કરી દીધુ છે અને સાથે સાથે વૈશ્વિક સ્તરે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા પણ વ્યાજદરમાં 0.50 બેસિસનો વધારો થતાં ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ

 • નિફ્ટી ફ્યુચર બંધ (16419): આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 16676 પોઇન્ટના પ્રથમ અને 16808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 16303 પોઇન્ટથી 16232 પોઇન્ટ, 16202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 16202 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ

 • બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ (34632): આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 35008 પોઇન્ટના પ્રથમ અને 35303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 34474 પોઇન્ટથી 34303 પોઇન્ટ, 34008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 34008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટના આધારે ટ્રેડિંગ હિતાવહ
કોવિડ-19 સંક્રમણમાં ઉછાળો આવતા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફરીવાર દહેશતનો માહોલ ઉભો થયો છે. વધતી મોંઘવારી અને તરલતાનું સંકટ હજુ યથાવત છે અને ફુગાવાનો દર પણ જોખમ બની રહ્યો છે. આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક નીવડવાની પૂરી શકયતા વચ્ચે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ ધ્યાને લઈ ટ્રેડિંગ કરવું હિતાવહ રહેશે.

ફ્યુચર ટ્રેડર્સ સ્ટોક સ્પેસિફિક ટેક્નિકલ લેવલ

 • કોટક બેન્ક (1782): ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.1733ના સપોર્ટથી ખરીદવાલાયક. પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.1808થી રૂ.1820નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • ટેક મહિન્દ્ર (1294): આ સ્ટોક રૂ.1230નો પ્રથમ તેમજ રૂ.1208ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1309થી રૂ.1330 સુધીની તેજી તરફ રુખ નોંધાવશે.
 • ભારતી એરટેલ (712): 950 શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.686નો પ્રથમ તેમજ રૂ.676ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક. ટેલિકોમ-સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.727થી રૂ.740 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
 • ઈન્ડીગો (1756): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1790 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1808ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1727થી રૂ.1707નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1820 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.
 • મુથુત ફાઈનાન્સ (1216): રૂ.1247 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1260ના સ્ટોપલોસે વેચવાલાયક. ટૂંકાગાળે રૂ.1197થી રૂ.1180નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1272 ઉપર તેજી તરફી ધ્યાન.
 • સિપ્લા (939): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.989 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.996ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.909 થી રૂ.898નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1008 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.

લેખક નિખિલ ભટ્ટ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર: આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. દિવ્યભાસ્કર કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...