તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Richard Branson Net Worth Richard Branson Space Travel Virgin Galactic Unity Spaceflight Launch Latest Photo

20 તસવીરમાં રિચર્ડ બ્રેન્સનની કહાની:સ્કૂલ છોડીને માતાએ આપેલા 100 પાઉન્ડથી શરૂ કર્યો બિઝનેસ, લગ્નમાં હેલિકોપ્ટરથી લટકીને પહોંચ્યા અને રિસોર્ટ ટાવરથી છલાંગ લગાવી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 60 મિનિટની અંતરિક્ષયાત્રાથી પરત ફર્યા બ્રેન્સન
  • પર્યટકો માટે ખોલી દેવાયો અંતરિક્ષનો રસ્તો

અંતે રિચર્ડ બ્રેન્સને કરી દેખાડ્યું. માત્ર 16 વર્ષની ઉંમરે સ્કૂલનો અભ્યાસ છોડીને પોતાનો પહેલો બિઝનેસ શરૂ કરનાર વર્જિન ગ્રુપના ફાઉન્ડર રિચર્ડ બ્રેન્સને 71 વર્ષની ઉંમરે અંતરિક્ષમાં 86 કિમી ઊંચી ઉડાન ભરી છે, એ પણ અવાજની સ્પીડથી 3 ગણી ઝડપે.

આવું જોખમી કામ કરનાર તેઓ દુનિયાના પહેલા અરબપતિ છે. ન્યૂ મેક્સિકોના રણ વિસ્તારમાં બનેલા રનવેથી ઉડાન ભરતાં પહેલાં તેમણે લખ્યું હતું કે મારું મિશન સ્ટેટમેન્ટ છે- મારાં પૌત્રી-પૌત્રો, તમારાં પૌત્રી- પૌત્રો અને દરેક માટે અંતરિક્ષની યાત્રાનું સપનું સાકાર કરવાનું છે. આ લખ્યા પછી અંદાજે 60 મિનિટમાં જ તેમણે આ સત્ય કરી બતાવ્યું હતું.

બ્રેન્સને આવું જોખમ પહેલીવાર નથી લીધું. સ્કૂલ છોડીને બિઝનેસ શરૂ કરવો, ગરમ હવાના બલૂનથી પહેલીવાર એટલાન્ટિકા મહાસાગરને પાર કરવાનું હોય અથવા પોતાના લગ્નમાં હેલિકોપ્ટરથી લટકીને પહોંચવાનું હોય. બ્રેન્સને તેના જીવનમાં ઘણાં આવાં જોખમ ભરેલા નિર્ણયો લીધા અને એમાં સફળતા મેળવી છે.

તો આવો, 20 તસવીરમાં જોઈએ 5.9 બિલિયન ડોલર, એટલે કે 43,948 કરોડ રૂપિયાની નેટવર્થવાળા રિચર્ડ બ્રેન્સનની આજની સફળતાથી લઈને તેમના જીવનની જોખમી સફર...

અંતરિક્ષમાં જતાં પહેલાં સાઇકલથી લોન્ચ સ્ટેશનના રનવે સુધી પહોંચેલા રિચર્ડ બ્રેન્સન તેમના સાથી એસ્ટ્રોનેટ્સ સાથે ઉત્સાહથી ગળે મળ્યા.

એક કલાક મોડું થયા પછી ન્યૂ મેક્સિકોમાં રનવે પર વર્જિન ગેલેક્ટિક યુનિટી 22 મિશનની મધરશિપ સાથે ઉડાન ભરતા રિચર્ડ બ્રેન્સનનું સ્પેસશિપ.

ધરતીથી અંદાજે 80 કિમી દૂર અંતરિક્ષ નજીક પહોંચતાં પહેલાં સ્પેસશિપની કેબિનની વિન્ડોમાંથી પૃથ્વીને જોતા રિચર્ડ બ્રેન્સેન.

પૃથ્વીથી 86 કિમીની ઊંચાઈ પર પોતાના સાથી એસ્ટ્રોનેટ્સ સાથે શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ભારહીનતાની મજા લેતા રિચર્ડ બ્રેન્સેન, આ દરમિયાન વિન્ડોમાંથી તડકો આવતો હતો

વર્જિન ગેલેક્ટિક યુનિટી 22 મિશન માટે સ્પેશશિપ-ટૂને હેંગરથી ખેંચીને મધરશિપ સુધી લઈ જતી રેન્જ રોવર કાર. રેન્જ રોવરે આ મોકો આપવા માટે વર્જિનનો આભાર માન્યો છે.

વર્જિન સ્પેસશિપ યુનિટની કેબિનમાં 16 કેમેરા છે. આ જ કેમેરાથી મિશન દરમિયાન એચડી વીડિયો મોકલવામાં આવ્યો છે. પર્યટકોને પણ આવી તસવીરો અને વીડિયો બતાવવામાં આવશે.

વર્જિન સ્પેસશિપ યુનિટ કેબિનની દરેક 6 સીટ રિક્લાઈનિંગ છે, જેથી યાત્રી બૂસ્ટ અને રિએન્ટ્રી દરમિયાન પડતા ગુરુત્વાકર્ષણની ઝીલી શકે.

વર્જિન સ્પેસશિપ યુનિટીની કેબિનમાં એક ગોળ મોટો કાચ લગાવવામાં આવ્યો છે. ઝીરો ગ્રેવિટી દરમિયાન આ મીરરમાં યાત્રી પોતાની જાતને કેબિનમાં ઊડતા જોઈ શકે છે.

13 ડિસેમ્બર 2018માં વર્જિન ગેલેક્ટિકની પહેલી ઉડાન દરમિયાન અંતરિક્ષની ટોચ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન સ્પેસશિપથી પૃથ્વીની ગોળાકાર દેખાવા લાગે છે.

હોટ એર બલૂનથી એટલાન્ટિક મહાસાગર પાર કર્યો છે, કોસ્ટગાર્ડે બચાવ્યું જીવન

1987માં 36 વર્ષના બ્રેન્સેને પ્રખ્યાત બલૂન ડિઝાઈનર લિન્ડસ્ટ્રેડ સાથે હોટએર બલૂનથી એટલાન્ટિકા મહાસાગર ક્રોસ કર્યો હતો. તસવીરોમાં બંને વર્જિન બલૂનની કેબિન દેખાઈ રહી છે.

બ્રેન્સને 1986માં પહેલીવાર એકલા હોટએર બલૂનથી ઉડાન ભરી હતી. તેઓ બલૂનનો કંટ્રોલ ગુમાવી બેઠા અને થોડી જ વારમાં જમીન પર પટકાયા. આ દુર્ઘટનામાં તેમને ઘણી ઈજા થઈ હતી.

16 વર્ષની ઉંમરે સ્કૂલ છોડીને બિઝનેસ શરૂ કર્યો હતો, માતાએ આપ્યા હતા 100 પાઉન્ડ.

રિચર્ડ બ્રેન્સેને 1970માં વર્જિન રેકોર્ડ્સ નામથી પહેલી કંપની શરૂ કરી.

1982માં લંડનમાં મેડા વેલમાં પોતાની હાઉસ બોટ પર બેઠેલા રિચર્ડ.

અન્ય સમાચારો પણ છે...