તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજના પોઝિટિવ સમાચાર:આર્મીમાંથી રિટાયર્ડ કર્નલ ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગથી દર મહિને લાખ રૂપિયા નફો કમાય છે, 15 લોકોને રોજગારી પણ આપી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે રિટાયરમેન્ટ પછી લોકો આરામ ઈચ્છે છે. આ વયમાં પ્રોફેશનલ લાઈફની શરૂઆત ભાગ્યે જ કોઈ કરવા માગે છે પરંતુ હિમાચલ પ્રદેશનાં કાંગડા જિલ્લામાં રહેતા કર્નલ પ્રકાશચંદ રાણાની કહાની થોડી અલગ છે, આર્મીમાંથી રિટાયરમેન્ટ પછી તેમણે કમર્શિયલ ફાર્મિંગની શરૂઆત કરી. તેઓ ગત વર્ષે 12 વર્ષથી ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ મોડેલ પર કામ કરી રહ્યા છએ. લોકો તેમને ધ ટર્મરિક મેન ઓફ હિમાચલના નામથી ઓળખે છે. અત્યારે 74 વર્ષની વયમાં તેઓ હળદર પાઉડર, મસાલા, અથાણાં અને મધના પ્રોસેસિંગથી દર મહિને લાખ રૂપિયા નફો કમાઈ રહ્યા છે.

પ્રકાશચંદ રાણા એક ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. તેમનું બાળપણ તંગીમાં વિત્યું. જેમતેમ કરીને તેમણે ધોરણ-10 સુધીનો અભ્યાસ કર્યો. તેના પછી તેમનું સિલેક્શન આર્મીમાં થયું. આર્મીમાં ગયા પછી તેમણે આગળ વધવાની કોશિશ ચાલુ રાખી. તેઓ એક પછી એક એક્ઝામ ક્લીયર કરતા ગયા અને આગળ વધતા ગયા. અને 2007માં કર્નલની પોસ્ટથી રિટાયર થયા.

આસપાસના વિસ્તારના લોકો પ્રકાશચંદને ધ ટર્મરિક મેન ઓફ હિમાચલના નામથી ઓળખે છે. ઘણીવાર લોકો તેમને મળવા અને ખેતી વિશે જાણકારી મેળવવા માટે આવતા રહે છે.
આસપાસના વિસ્તારના લોકો પ્રકાશચંદને ધ ટર્મરિક મેન ઓફ હિમાચલના નામથી ઓળખે છે. ઘણીવાર લોકો તેમને મળવા અને ખેતી વિશે જાણકારી મેળવવા માટે આવતા રહે છે.

પ્રકાશચંદ રાણા કહે છે કે રિટાયરમેન્ટ પછી જ્યારે હું ગામમાં પરત આવ્યો તો જોયું કે લોકોનું ખેતીમાંથી મન કંટાળી ગયું હતું. મોટાભાગના યુવાનો હિજરત કરી રહ્યા છે. જે થોડાઘણા લોકો ખેતી કરી રહ્યા છે, તેઓ પણ બસ પોતાનું ગુજરાન માંડ ચલાવી રહ્યા છે. એવામાં મેં નક્કી કર્યુ કે શા માટે કમર્શિયલ ફાર્મિંગ ન કરવું કે જેથી લોકોને રોજગારી સાથે જોડી શકાય અને હિજરત રોકી શકાય.

હળદર સાથે ફાર્મિંગની શરૂઆત કરી
તેઓ કહે છે કે હું નવા પ્રકારથી ખેતી કરવા માગતો હતો. આથી મેં પહેલા અલગ અલગ અનેક રાજ્યોની મુલાકાત લીધી. ત્યાંના ખેડૂતોને મળ્યો અને તેમની ટેકનીક સમજવાની કોશિશ કરી. આ દરમિયાન 2008માં આંધ્રપ્રદેશમાં મારી મુલાકાત ટર્મરિક મેન ઓફ ઈન્ડિયા ચંદ્રશેખર આઝાદ સાથે થઈ જેઓ ખેતી માટે ફેમસ છે. તેમણે મને હળદરની વિશેષ વેરાઈટી પ્રગતિ વિશે જાણકારી આપી. ત્યાંથીં હું તેના બીજ લઈને આવ્યો અને બે એકર જમીનમાં હળદરની ખેતીની શરૂઆત કરી. તેઓ કહે છે કે પ્રથમવારમાં જ 24 ટન હળદરનું પ્રોડક્શન થયું. જેને પંજાબ અને હરિયાણામાં સપ્લાઈ કરી દીધી.

વેલ્યુ એડિશનથી જ ખેડૂતોને સાચી આવક મળશે

પ્રકાશચંદ ખેતી કરવાની સાથે જ લોકોને ફાર્મિંગની ટ્રેનિંગ પણ આપે છે. દૂરદૂરથી લોકો તેમની પાસે ખેતી શીખવા આવે છે.
પ્રકાશચંદ ખેતી કરવાની સાથે જ લોકોને ફાર્મિંગની ટ્રેનિંગ પણ આપે છે. દૂરદૂરથી લોકો તેમની પાસે ખેતી શીખવા આવે છે.

પ્રકાશચંદ કહે છે કે ખેડૂતો જ્યાં સુધી વેલ્યુ એડિશન પર ભાર નહીં મૂકે ત્યાં સુધી તેને સારો નફો નહીં મળે. કાચી હળદર વેચીને કે એ પ્રકારની કોઈ પ્રોડક્ટ સીધી વેચવાથી લિમિટેડ આવક થશે. આથી મેં પ્રોસેસિંગ પર ભાર મૂક્યો. હળદરથી પાઉડર બનાવવાનું શરૂ કર્યુ. કેટલાક અથાણાં લોન્ચ કર્યા. આ રીતે તેના પછીના વર્ષથી લસણ, આદુ, મરચા અને મેડિસિનલ પ્લાન્ટની ખેતી અને પ્રોસેસિંગ શરૂ કર્યુ. ગામના બીજા ખેડૂતોને પણ તેમાં સામેલ કર્યા. તેમના ઉત્પાદનો મેં જ ખરીદીને પ્રોસેસિંગ અને માર્કેટિંગ શરૂ કર્યુ.

તેઓ કહે છે કે ખેડૂતોને ખેતીમાં ઉતરવાની સાથે જ વચેટિયાઓને દૂર કરવાના રહેશે. ફાર્મ ટુ ડોર મોડેલ પર કામ કરવું પડશે. હું માર્કેટિંગ માટે ક્યારેય બજારમાં ગયો નથી. માઉથ પબ્લિશિંગ અને વ્હોટ્સ એપ દ્વારા મારી તમામ પ્રોડક્ટ વેચાઈ જાય છે. હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિત દેશભરમાંથી ઓર્ડર મળે છે. અનેક લોકો તો ફાર્મ હાઉસ પરથી જ પ્રોડક્ટ્સ ખરીદીને લઈ જાય છે.

ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ મોડેલ પર ફોકસ
પ્રકાશચંદ અત્યારે લગભગ 6 એકર જમીન પર ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ કરી રહ્યા છે. તેમાં બાગાયત, મસાલાની ખેતી, મખમાખી ઉછેર, મરઘાં ઉછએર, મત્સ્ય પાલન કરી રહ્યા છે. તેઓ કહે છે કે કમર્શિયલ ફાર્મિંગનો મતલબ જ છે ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ એટલે કે એકસાથે એક સમયે અનેક પાકનો લાભ લેવો. હું જમીનની નીચે હળદર, આદુ, લસણની ખેતી કરૂં છું. તેની ઉપર બાગાયત કરું છું, જેમાં કેરી, જામફળ, લીંબુ જેવા ફળ લગાવી રાખ્યા છે. આ સાથે રાજમા અને મકાઈ જેવા પાક પણ છે.

આ ઉપરાંત હું મત્સ્ય પાલન અને મરઘાં ઉછેર પણ કરૂં છું. તેનો ફાયદો એ છે કે મરઘીઓનાં ભોજનની જરૂરિયાત મકાઈથી પૂરી થઈ જાય છે અને માછલીઓના ભોજનની જરૂરિયાત મરધાંના મળથી. આ રીતે ખાતર અને પાણી માટે બહારના રિસોર્સ પણ નિર્ભર રહેવું પડતું નછી. એટલે કે આ મોડેલમાં દરેક પ્રોડક્ટ એક બીજાની આવશ્યકતા પૂરી કરે છે. તેનાથી ખર્ચ ઓછો થાય છે અને નફો વધુ. ઉપરથી જમીન અને મેન પાવરની પણ બચત થાય છે.

આ સાથે જ તેમણે ચારસોથી વધુ મધમાખીની પેટીઓ લગાવી રાખી છે. તેનાથી તેઓ બે પ્રકારની વેરાઈટીનું મધ તૈયાર કરે છે. તેમાંથી એક સંપૂર્ણપણે મેડિસિનલ અને જડીબુટ્ટીઓથી બને છે. જ્યારે બીજું મલબારી ફ્લેવરનું હોય છે. જે સુગર ફ્રી હોય છે. હાલ 15 લોકો કર્નલની સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમાં 5 મહિલાઓ પણ છે જેઓ અથાણાં તૈયાર કરવાનું કામ કરે છે.

કેટલાક લોકો એવા પણ છે જેમને કોરોનાના લીધે રોજગારી ગુમાવવી પડી હતી, આજે તેઓ ખેતી સાથે જોડાઈને સારી આવક મેળવી રહ્યા છે. પ્રકાશચંદ ખેતી કરવાની સાથે બીજા લોકોને ખેતીની ટ્રેનિંગ પણ આપે છે. અનેક લોકો તેમના ફાર્મ હાઉસ પર આવે છે અને તેમની પાસેથી ખેતી વિશેની જાણકારી મેળવે છે.

કઈ રીતે બને છે મધ?
મધ તૈયાર કરવા માટે ફૂલોની ઉપલબ્ધતા જરૂરી છે. જ્યાં મધમાખીઓના બોક્સ રાખ્યા હોય, ત્યાં ત્રણ કિમીની રેન્જમાં ફૂલ ઉપલબ્ધ હોવા જોઈએ. મધમાખીઓ સૌથી પહેલા ફૂલોનો રસ પીએ છે. તેના પછી તે વેક્સની બનેલી પેટીમાં પોતાના મોંથી ઉલટી કરે છે. તેના પછી બીજી મધમાખી તેને ગ્રહણ કરે છે અને એ પણ એ જ પ્રક્રિયા ફરી કરે છે.

આ રીતે એક મધમાખીથી બીજી મધમાખી અને એમ બાકીની મધમાખીઓ પણ આ પ્રક્રિયામાં સામેલ થાય છે. આગળ જઈને તેનાથી મધ બને છે. શરૂઆતમાં તેમાં પાણીની માત્રા વધુ હોય છે પરંતુ રાતે મધમાખીઓ પોતાની પાંખની મદદથી મધમાંથી પાણી અલગ કરી દે છે.

10 બોક્સ સાથે કરી શકો છો શરૂઆત
મધનો બિઝનેસ 10 બોક્સ સાથે શરૂ કરી શકાય છે. તેના માટે લગભગ 30000 રૂપિયા જેટલો ખર્ચ થશે. તેના પછી તેની સંખ્યા વધારી શકાય છે. એક મહિનામાં એક પેટીમાંથી ચાર કિલો સુધી મધ મળી શકે છે. જેને બજારમાં 200થી 300 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચી શકાય છે. તેની સાથે જ જો આપણે તેનું પ્રોસેસિંગ કરીએ તો 500 રૂપિયે કિલોના હિસાબે પણ તેને આસાનીથી વેચી શકાય છે.