તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈના પંકજ નેરૂરકર લોકડાઉન અગાઉ ખુદનું રેસ્ટોરાં ચલાવતા હતા. કોરોનાના કારણે પહેલા તો રેસ્ટોરાં બંધ થઈ અને પછી જ્યારે ફરી ખૂલી તો ગ્રાહક વધારે આવતા નહોતા. ખર્ચ કાઢવો મોંઘો પડતો હતો, આથી પંકજે રેસ્ટોરાં બંધ કરી દીધું. હવે સવાલ એ હતો કે જિંદગીના ગુજરાન માટે શું કરવું. પત્ની સાથે ચર્ચા કરીને આઈડિયા આવ્યો કે શા માટે ઘરમાં રહેલી નેનોમાં જ ફૂડ બિઝનેસ શરૂ કરવામાં ન આવે. ઘરમાં ફૂડ બનાવો અને બહાર લઈ જઈને વેચો.
શેફ તરીકે વીસ વર્ષ કામનો અનુભવ છે
પંકજ કહે છે, ‘હું વ્યવસાયે શેફ છું. વીસ વર્ષ સુધી મોટી-મોટી હોટેલોમાં જોબ કરી છે, તેથી સારૂં ભોજન બનાવવાનું જાણું છું.’પત્ની સાથે ચર્ચા પછી પંકજે ઓક્ટોબરથી બિઝનેસ શરૂ કરી દીધો. કહે છે, ‘હું ગિરગાંવ ચોપાટી પર કાર ઊભી રાખું છું.દરરોજ પંદર આઈટેમ રાખું છું. દરરોજ મેન્યુ અલગ રહે છે.’
શરૂઆતના એક સપ્તાહમાં કોઈ ગ્રાહક ન આવ્યા
શરૂઆતના એક સપ્તાહ સુધી તો પંકજનો બિઝનેસ ચાલ્યો જ નહીં. કહે છે, ‘નિરાશ થઈને મેનુ લગાવવાનું પણ બંધ કરી દીધું હતું. દરરોજ ઊભા રહેતા હતા પણ એક-બે ગ્રાહકો પણ આવતા નહોતા. આમ છતાં કામ બંધ ન કર્યુ. ધીમે ધીમે એક-એક, બબ્બે ગ્રાહકો આવતા શરૂ થયા. તેમને ટેસ્ટ પસંદ આવ્યો તો તેઓ પોતાની સાથે અન્ય ગ્રાહકોને પણ લાવવા લાગ્યા.’
પંકજ કહે છે, ‘રેસ્ટોરાંમાં જે આઈટેમ 300 રૂપિયામાં આપતો હતો, એ અહીં 100 રૂપિયામાં આપું છું. કેમ કે, ગ્રાહક વધશે તો મારો પ્રોફિટ પણ વધી જશે. પરંતુ, જો રેટ ખૂબ વધારે હશે તો ગ્રાહક મેળવી નહીં શકું.’ આ કન્સેપ્ટ પર પંકજ આગળ વધી રહ્યા છે. જે ગ્રાહકો આવી રહ્યા છે, તેમણે તેમનું એક વ્હોટ્સ એપ ગ્રુપ પણ ક્રિએટ કરી લીધું છે. હવે ગ્રૂપમાં મેન્યુ અપડેટ કરે છે.
દરરોજ 4 હજાર રૂપિયાની કમાણી
છેલ્લા કેટલાક મહિનામાં બિઝનેસે ઝડપ પકડી લીધી છે. કહે છે, ‘દરરોજ લગભગ 4 હજાર રૂપિયાનો બિઝનેસ થઈ જાય છે.’ મહિનાની વાત કરીએ તો એક લાખથી ઉપરની કમાણી છે. ત્રણ વર્કર પણ રાખ્યા છે. પત્ની સાથે મદદમાં રહે છે. પંકજ હવે પોતાના નેનો ફૂડના મોડેલને જ આગળ વધારવા માગે છે.
પંકજના અનુસાર, ‘મારું લક્ષ્ય ઓછા ભાવમાં ગ્રાહકોને સ્વાદિષ્ટ ભોજન આપવાનું છે.’ પંકજ કહે છે કે જે લોકો ફાઈવ સ્ટાર હોટલમાં ખાઈ શકતા નથી, તેમને એ જ ટેસ્ટ નેનો ફૂડમાં આપવાનો છે. અત્યારે બપોરે 12થી 3 અને સાંજે 5થી 7 વાગ્યા સુધી સર્વિસ આપું છું. તેઓ કહે છે, ‘દરરોજ 17થી 18 કલાકની મહેનત થાય છે, ત્યારે આટલી સારી સર્વિસ હું ગ્રાહકોને આપી શકું છું.’
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.