છોકરીઓની બાળપણની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ:લેસ્બિયન કહીને સંબંધીઓએ ગરમ લોખંડનો સળિયો પ્રાઇવેટ પાર્ટમાં ચાંપી દીધો; જાણો સમલૈંગિકતાનો ઈતિહાસ

3 મહિનો પહેલા

25 ઓક્ટોબર 2022ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સાજિયા (નામ બદલ્યું છે) તેની મિત્ર રેશમા (નામ બદલ્યું છે) ના રૂમમાં રોકાઈ હતી. રાત્રે લગભગ 11 વાગ્યે પીડિતાના બે સંબંધીઓ સહિત 3 લોકો બળજબરીથી રૂમમાં ઘૂસ્યા હતા. બંને યુવતીઓ એક જ પલંગ પર સૂતી હોવાના કારણે તેમને સમલૈંગિક કહીને ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધું હતું. તેમજ લોખંડના ગરમ સળિયા વડે તેમના પ્રાઈવેટ પાર્ટ દઝાડી દીધા હતા. આ દર્દનાક ઘટના બાદ હોમોસેક્સ્યૂઆલિટીને લઈ ચર્ચા થઈ રહી છે.

આવી સ્થિતિમાં આજે ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ કે શું છે સમગ્ર કેસ, શા માટે સમલૈગિંકોને કલંક માનવામાં આવે છે અને વિવિધ ધર્મોમાં હોમોસેક્સુઆલિટી વિશે શું કહેવામાં આવ્યું છે.

સૌથી પહેલા જાણી લો સમગ્ર મામલો...
મુર્શિદાબાદના સાગરદિઘી પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી સાજિયા અને રેશમા બાળપણથી એકબીજાના મિત્રો છે. સાજિયા કહે છે, 'હું અને મારી મિત્ર દરરોજે મળતા હતા અને સાથે બેસીને સિગારેટ પીતા હતા, પરંતુ તે 25 ઓક્ટોબરે મારા ઘરે આવી નહોતી. રાત્રે તેણે મને ફોન કરીને કહ્યું કે તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તેની નાદુરસ્ત તબિયતને કારણે મેં રાત તેના ઘરે રોકાવાનું નક્કી કર્યું.

સાજિયાના જણાવ્યા અનુસાર, બે સંબંધીઓ સહિત ત્રણ લોકો રાત્રે 11 વાગ્યે તેના રૂમમાં ઘૂસ્યા. તેઓ બંનેને સમલૈંગિક કહીને તેમની સાથે મારઝૂડ કરવા લાગ્યા હતા. વિરોધ કરવા પર બંને છોકરીઓના પ્રાઈવેટ પાર્ટને લોખંડના ગરમ સળિયાથી સળગાવી દેવામાં આવ્યા હતા. તેમના કપડા ઉતારીને બળાત્કારનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

લગભગ 5 દિવસ બાદ સાગરદિધી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા પછી આ કેસ સામે આવ્યો છે. આ કેસમાં અપડેટ એ છે કે, પોલીસે એક આરોપી સાહેબુલ શેખની ધરપકડ કરી છે, જોકે કદમ મોલ્લા અને સમજેર શેખના નામના આરોપી સંબંધીને પકડવા માટે પોલીસ સતત શોધખોળ કરી રહી છે.

'લોકોએ અગાઉ પણ ધર્મ વિરુદ્ધ કહીને વિરોધ કર્યો હતો'
સાજિયાની માતાનું કહેવું છે કે બંને છોકરીઓને સાથે રહેવું ગમે છે અને તેઓ દરેક બાબતમાં એકબીજાને સપોર્ટ કરે છે. છોકરીની માતાએ કહ્યું કે ભૂતકાળમાં ઘણી વખત સ્થાનિક લોકોએ પરિવાર સાથે તેમની નિકટતા અંગે ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે આ તેમના ધર્મ અને રિવાજોની વિરુદ્ધ છે.

જો કે રેશમાએ બંને વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાનો સ્વીકાર કર્યો છે. તેણે કહ્યું કે હવે અમે બંને રિલેશનશિપમાં છીએ. જો અમને રોકવામાં આવ્યા હોત તો અમે આવું ન કરતા.

મુસ્લિમ ધર્મમાં સમલૈંગિકતાને લઈ શું કહેવામાં આવ્યું છે?
સમલૈંગિકતાને લઈ મુસ્લિમ ધર્મમાં ઘણી બધી માન્યતા છે. આમાંથી કેટલીક અહીં છે...

જમીયત ઉલેમા-એ-હિન્દના વડા અરશદ મદનીનું કહેવું છે કે મહિલાને જોવી પણ ગુનો છે, તો પછી સમલૈંગિક સંબંધ મોટી વાત છે.

આ વિષય પર તેમણે કહ્યું કે વ્યક્તિએ પોતાની પત્નીને જીવનભર પ્રેમ કરવો જોઈએ અને તેની સાથે સંબંધ બાંધવો જોઈએ. ભગવાને સ્ત્રી અને પુરુષને એવી રીતે બનાવ્યા છે કે તેઓ બાળકનું સુખ મેળવી શકે, પરંતુ સમલૈંગિક સંબંધોના કિસ્સામાં આ ક્યાંય બંધબેસતું નથી.

બીજી તરફ, આફ્રિકન-અમેરિકન ઈમામ દાયી અબ્દુલ્લાએ કહ્યું છે કે આખી દુનિયામાં ઓછામાં ઓછા 12 આવા ઇમામ છે, જેઓ ગે છે. દાયી અબ્દુલ્લાએ કહ્યું કે કુરાન-શરીફ સમલૈંગિકતાને મંજૂરી આપે છે, કારણ કે તેની વિરુદ્ધ કંઈપણ લખ્યું નથી.

અબ્દુલ્લા અનુસાર, સુરહ 24ની આયાત 31 અને 32માં અપરિણીત સાથે લગ્ન કરવાનું કહેવામાં આવ્યું છે, પછી તે ગુલામ પુરુષ હોય કે સ્ત્રી. કુરાનમાં લગ્ન માટે પુરુષ કે સ્ત્રીનો કોઈ ઉલ્લેખ નથી.

હિંન્દુ ધર્મમાં સમલૈંગિકતાનો ઇતિહાસ

 • ધાર્મિક બાબતોના નિષ્ણાત દેવદત્ત પટનાયકના મતે હિન્દુ મંદિરો અને મૂર્તિઓનું નિર્માણ છઠ્ઠી સદીથી શરૂ થયું હતું. જ્યારે ખજુરાહો મંદિરનું નિર્માણ ઈ.સ. 950 ની આસપાસ થયું હતું, ત્યારે અહીં આવી કોતરણી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ સમૂહમાં કે પુરુષો સાથે સેક્સ કરતી જોવા મળે છે.
 • મનુસ્મૃતિના આઠમા અધ્યાયના શ્લોક નંબર 367 થી 372માં સમલૈંગિકતાનો ઉલ્લેખ છે. આ માટે અલગ-અલગ સજાની જોગવાઈ છે. ઉદાહરણ તરીકે, જો કોઈ છોકરી બીજી છોકરી સાથે સેક્સ કરે છે, તો 200 સિક્કા અને 10 કોરડાનો દંડ છે.
 • આ સિવાય કામસૂત્રમાં ઓરલ સેક્સ અને હોમોસેક્સ્યુઆલિટીનો પણ ઉલ્લેખ છે. જો કે, આ પુસ્તક સમલૈંગિકતાને સમર્થન આપતું નથી.
આ તસવીર ખજુરાહો મંદિરની દિવાલો પર બનેલી આર્ટવર્કની છે. આમાં કેટલીક મહિલાઓ એકબીજા સાથે સંબંધ બાંધતી જોવા મળે છે. સ્ત્રોત: mptourism.com
આ તસવીર ખજુરાહો મંદિરની દિવાલો પર બનેલી આર્ટવર્કની છે. આમાં કેટલીક મહિલાઓ એકબીજા સાથે સંબંધ બાંધતી જોવા મળે છે. સ્ત્રોત: mptourism.com

ખ્રિસ્તી ધર્મમાં સમલૈંગિકતાનો ઉદય

 • ખ્રિસ્તી ધર્મના રોમન કેથોલિક ચર્ચો અનુસાર સમલૈંગિકતા એ વિકૃત વિચાર છે. સમલૈંગિક લોકોને ગુનેગાર કહેવામાં આવ્યું છે. બાઈબલમાં સોડોમ શહેરનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ભગવાન પોતે નષ્ટ કર્યો છે.
 • અહીંના પુરુષો દેવદૂતો પર પણ બળાત્કાર કરવા માગતા હતા. જ્યારે રોમન કોન્સ્ટેન્ટિને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને તેને સ્ટેટ રિલિજન બનાવ્યો, ત્યારે સમલૈંગિકોનું શોષણ વધ્યું.
 • ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મના વિકાસ સાથે સમલૈંગિકો પર અત્યાચાર પણ સમગ્ર વિશ્વમાં વધવા લાગ્યો અને 2 હજારથી વધુ વખત તેને કલંક તરીકે જોવામાં આવ્યો.
 • જો કે, 20મી સદીના છેલ્લા દાયકાઓમાં સમલૈંગિકોએ તેમના અધિકારો માટે વિરોધ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે હવે તેને વિશ્વના ઘણા દેશોમાં સ્વીકૃતિ મળી રહી છે.

વિવિધ કલ્ચરમાં સમલૈંગિકતા વિશે શું કહેવામાં આવ્યું છે?

મેસોપોટેમીયા

 • આ સભ્યતા સાથે જોડાયેલા સાહિત્ય અને આર્ટવર્ક દર્શાવે છે કે અહીં સમલૈંગિક સંબંધો સામાન્ય હતા. સ્કોલર બ્રુસ એલ. ગેરિગના જણાવ્યા અનુસાર, 'આ સંસ્કૃતિના લોકો માનતા હતા કે પ્રેમ કરવો એ નેચરલ એક્ટિવિટી છે.'
 • મેસોપોટેમીયામાં હોમોસેક્સ્યુઅલ કપલ્સને પણ ભગવાનનો આશીર્વાદ મળ્યો હતો. દેવી ઈન્નાના પાદરીઓ બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર હતા.

ચીન

 • ચીનમાં સેમ-સેક્સ કપલ્સના સૌથી જૂના રેકોર્ડ 600 બીસીના છે. હાન રાજવંશ (202 BC થી AD 220) તેના સમલૈંગિક સંબંધો માટે પ્રખ્યાત હતા.
 • આ સમયગાળામાં રાજવીઓ તેમના પ્રેમીઓને લોઅર ક્લાસમાંથી પસંદ કરીને સમાન દરજ્જો આપતા હતા. આવા સંબંધોને સમાજમાં સન્માન મળતું હતું.

વિશ્વમાં સમલૈંગિકોની શું પરિસ્થિતિ છે?

 • PEW રિસર્ચ સેન્ટરમાં LGBTQ+ કમ્યુનિટી પરના એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં સૌથી વધુ 85% અને USમાં 72% લોકો LGBTQ+ ને સ્વીકારે છે.
 • લાંબી લડાઈ પછી આજે ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, અમેરિકા સહિત વિશ્વમાં 31 દેશના બંધારણમાં સેમ-સેક્સ વચ્ચે લગ્ન લીગલ છે.
 • ભારતમાં 2018 સુધી સેમ-સેક્સ વચ્ચે લગ્ન ગુનો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે દેશમાં IPCની કલમ 377 હેઠળ સમલૈંગિક વચ્ચેના સેક્સને અપરાધમાંથી બહાર કરાયો હતો.
 • મૂડ ઓફ ધ નેશન સર્વે મુજબ ભારતમાં 62% લોકો સેમ-સેક્સ વચ્ચેના લગ્નને સ્વીકારવા તૈયાર નથી. આ દર્શાવે છે કે સમાજ હજુ પણ LGBTQ+ ને સંપૂર્ણપણે સ્વીકારવા માગતો નથી.
 • આજે પણ યમન, ઈરાન, બ્રુનેઈ, નાઈજીરિયા, કતાર સહિત વિશ્વના 13 દેશોમાં સમલૈંગિક સંબંધો ધરાવતા યુગલોને મૃત્યુદંડ આપવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...