અમદાવાદની આંબલીવાળી પોળની કાયાપલટ:પ્રમુખસ્વામીએ આ રૂમમાં BAPSની ધૂરા સંભાળી હતી, બાંધકામ એવું કે 500 વર્ષ સુધી અડીખમ રહેશે

10 મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ

અમદાવાદના શાહપુરની વચ્ચોવચ આવેલી આંબલીવાળી પોળમાં BAPS સંસ્થાની અઢળક યાદો જોડાયેલી છે. આ પોળમાં વર્ષ 1907થી 1951 સુધી શાસ્ત્રીજી મહારાજ પધારતા હતા. આ જ પોળમાં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામીને દીક્ષા આપી અને ચાદર ઓઢાડી સંસ્થાના પ્રમુખ બનાવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન માટે આ પોળમાં પહેલાં રહેતા 15થી 20 હરિભક્તોએ તેમનાં ઘર BAPSને પ્રસાદીમાં સોંપી દીધાં હતાં. એ બાદ આ પોળનું અંદાજે 50 હજાર સ્ક્વેરફૂટમાં રિકન્સ્ટ્રક્શન કરાયું છે. ગત 27 માર્ચે આ પોળ તમામ હરિભક્તો માટે ખુલ્લી મુકાઈ છે, જેની દિવ્ય ભાસ્કર આપને સૌ પહેલા મુલાકાત કરાવી રહ્યું છે. આ પોળના રિકન્સ્ટ્રક્શનની વિશેષતા, ઇતિહાસ સ્પેશિયલ વીડિયો તથા ઇન્ફોગ્રાફિક્સ માધ્યમથી માણીએ.

અન્ય સમાચારો પણ છે...