• Gujarati News
  • Dvb original
  • Red Light Area Ground Report Some Customers Have Started Coming, They Are Scared, We Clean Their Hands With The Sanitizer Given By The NGO Men.

રેડ લાઈટ વિસ્તારમાંથી રિપોર્ટ:અમુક ગ્રાહકોનું આવવાનું શરૂ થયું છે, તેઓ ડરે તો NGOના માણસોએ જે સેનિટાઈઝર આપ્યું છે, તેનાથી તેઓના હાથ સાફ કરી દઈએ છીએ

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક
  • લોકડાઉન લાગુ થયું તો ભૂખ્યા મરવાનો વારો આવ્યો એટલા માટે મોટા ભાગની સેક્સ વર્કર કોઠી છોડીને જતી રહી
  • દેશભરમાં 110 રેડ લાઈટ એરિયા, 28 લાખથી વધારે સેક્સ વર્કર્સ, દિલ્હીના જીબી રોડ પર કોઠી 40થી 71 સુધી આમની કોઠીઓ છે

ન માસ્ક, ન હેન્ડ સેનિટાઈઝર, ન કોરોનાનો ડર. જી હા, દિલ્હીના જીબી રોડપર રહેનાર સેક્સ વર્કરની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે તેઓને કોરોનાનો ડર નથી. તેઓ માત્ર ગ્રાહની રાહમાં છે. જેનાથી અમુક રૂપિયા મળી શકે. અમુક NGOએ તેઓને હેન્ડ સેનિટાઈઝર, માસ્ક, ગ્લવ્ઝ આપ્યા હતા. પરંતુ તેઓ આ વસ્તુનો ઉપયોગ કરતી નથી. કહે છે કે અમને કોરોના નથી. જો કોઈ ગ્રાહક સેનિટાઈઝર કે માસ્ક માંગે તો તેઓને આપીએ છીએ. જીબી રોડથી આ લાઈવ રિપોર્ટ વાંચો....

સવારના 10 વાગી રહ્યા હતા. મહિલાઓ એક એક અને બે બે જોડીમાં કોઠીઓની બહાર બેઠી હતી. દરેક આવતી- જતી વ્યક્તીને હાથ બતાવી રહી હતી. ઉપર જવાનું કહી રહી હતી. અમુક ઉપરથીજ બૂમો પાડીને નીચે નિકળતા લોકોને બોલાવી રહી હતી. હું કોઠી નંબરર 42 સામે રોકાયો. હું જરા અટક્યો ત્યા મહિલા બોલી કે ચાલ. મેં કહ્યું કે હું ઈન્ટરવ્યુ લેવા આવ્યો છું. આટલું સાંભળતા જ એ મહિલાના હાવ-ભાવ બદલી ગયા અને તેણે મોઢું ફેરવી લીધું. મેં કહ્યું તમારા લોકોની હાલત જાણવી છે. બોલી તેનાથી શું થશે. અહીં ઘણા આવ છે, લખે છે, પણ પછી કંઈ થતું નથી. મે કહ્યું તમે વાત તો કરો. તો કહ્યું કે ઉપર આવ ત્યાં વાત કરીએ.

આ પ્રકારની કોઠીમાં સેક્સ વર્કર રહે છે, તે માટે માલિકને કમિશન મળે છે.
આ પ્રકારની કોઠીમાં સેક્સ વર્કર રહે છે, તે માટે માલિકને કમિશન મળે છે.

હું કોઠીની સીડી તરફ આગળ વધ્યો. તે સીડી ઉપર ન તો લાઈટ હતી કે ન હવા. એવું લાગી રહ્યું હતું કે કોઈ ગુફામાં જઈ રહ્યા છીએ. અમુક ડગલાં આગળ વધ્યા તો અંદર રૂમ પણ નજરે પડ્યા. જ્યાં ગ્રાહકની રાહમાં સેક્સ વર્કર બેઠી હતી. પાસે બોલાવવા લાગી. હું ખુણામાં બેઠેલે એક વૃદ્ધ મહિલા પાસે ગયો અને કહ્યું કે ઈન્ટરવ્યુ લેવા માટે આવ્યો છું. તમારા લોકોનું જીવન કેવી રીતે વીતી રહ્યું છે. વૃદ્ધ મહિલા બોલી કે ભૂખે મરવાનો વારો આવ્યો છે. લોકડાઉન પછી ગ્રાહકો આવવાના બંધ થઈ ગયા તો કમાણી બંધ થઈ ગઈ છે. હવે કેવું છે? તેના જવાબમાં કહે છે કે અમુક લોકો આવે છે. રાશન, ખાવાનું અને ચા આપીને જતાં રહે છે. વૃદ્ધ મહિલા પાસે બેસીને ફોન જોઈ રહેલી મહિલાએ કહ્યું કે અહીં ફોટા ન પાડવા. જે વાત કરવી હોય તે કરી લો. તમને કોરોનાથી ડર લાગતો નથી? અહીં કોઈને થયો નથી. પરંતુ કોરોનાના કારણે ગ્રાહકોએ આવવાનું બંધ કરી દીધું છે. પહેલા અમે દિવસમાં 500થી 1000 કમાઈ લતા હતા. હવે ખાલી હાથ છીએ. આટલું કહીને મહિલા ઉઠીને જતી રહી હતી.

જીબી રોડ પર આ પ્રકારે સેક્સ વર્કર કોઠી બહાર બેેસે છે.
જીબી રોડ પર આ પ્રકારે સેક્સ વર્કર કોઠી બહાર બેેસે છે.

આ હાલત કોઠી નંબર 42ની છે, જે દિલ્હીના જીબી રોડ પર છે. અજમેરી ગેટથી લાહોરી ગેટ સુદીનો આ વિસ્તાર રેડ લાઈટ એરિયા તરીકે ઓળખાય છે. અહીં 40 નંબરથી લઈને 71 નંબરની કઠીઓ સેક્સ વર્કરની છે. લોકડાઉન પહેલા અહીં સેક્સ વર્કરની સંખ્યા ત્રણથી ચાર હજાર હતી. જે હવે એક હજાર છે. ધંધો બંધ થવાથી ઘણી પોતાના ગામડે જતી રહી તો ઘણી પોતાના મિત્રને ત્યાં જતી રહી છે. લોકડાઉનમાં સામાજિત સંસ્થાઓ તેઓને રાશન આપી રહી હતી. અમુક લોકોએ હેન્ડ સેનિટાઈઝર અને માસ્ક પણ આપ્યા.

અમુક ગ્રાહકો આવવા લાગ્યા છે, તેઓ ડરે તો સેનિટાઈઝરતી તેઓના હાથ સાફ કરી દઈએ છીએ
કોઠી નંબર 42 પછી હું આગળ વધીને કોઠી નંબર 49 પર પહોંચ્યો. બહાર ત્રણ-ચાર સેક્સ વર્કર ગ્રાહકની રાહમાં બેઠી હતી. તેમાંથી એકે કહ્યું કે અમુક ગ્રાહકોનું આવવાનું શરૂ થયું છે. તેઓ ડરે તો NGOના વ્યક્તિઓએ જે સેનિટાઈઝર આપ્યું છે તેનાથી તેઓના હાથ સાફ કરી દઈએ છીએ. એપ્રિલથી જૂન સુધી તો ઘણુ રાશન મળ્યું. એકવાર તો સંસ્થાએ નાનો સિલિન્ડર પણ ભરીને આપ્યો. પરંતુ જુલાઈથી મદદ મળવાની ઓછી થઈ ગઈ અને ગ્રાહકો પણ નથી આવી રહ્યા. પૈસા આવતા બંધ થવાથી સૌથી મોટી સમસ્યા થઈ. ઘણીવાર તો રાશન પણ ન હોય, દુકાનદારોએ ઉધાર માલ આપવાનું પણ બંધ કરી દીધું. જુલાઈથી તો ઘણી મુશ્કેલી આવી રહી છે. સરકારે તમારી મદદ કરી? આ સવાલ પર તેણે કહ્યું કે સરકાર ક્યારેય અહીં જોવા પણ નથી આવતી. ન તો અમારી પાસ રાશનકાર્ડ છે કે ન તો વોટર આઈડી. અમુક કોઠીઓમાં રાશનકાર્ડ છે એટલે તેમને રાશન મળી જાય છે.

આ લોકો ફોટો આપવાથી ડરે છે, કહે છે કે પરીવારજનોને જાણ થશે તો તેઓને સારું નહીં લાગે.
આ લોકો ફોટો આપવાથી ડરે છે, કહે છે કે પરીવારજનોને જાણ થશે તો તેઓને સારું નહીં લાગે.

તેમાથી ઘણાને બાળકો છે, તેમને ભણાવા ઈચ્છે છે, કહ્યું પણ નથી કે કેવી રીતે કમાય છે
આ સેક્સ વર્કરમાં મોટભાગને બાળકો છે, જે બહાર ગામ અથવા તો બીજા શહેરમાં ભણે છે. તેઓ પોતાના બાળકોને ભણાવવા માંગે છે. તેઓએ બાળકોને નથી જણાવ્યું કે પૈસા કેવી રીતે કમાય છે. છેલ્લા 50 વર્ષથી સેક્સ વર્કરના અધિકારો માટે લડી રહેલા ભારતીય પતિતા ઉદ્ધાર સભાના અધ્યક્ષ ખૈરાતીલાલ ભોલા કહે છે કે તેઓની આટલી ખરાબ સ્થિતિ ક્યારેય થઈ નથી. જીબી રોડ પર આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમબંગાળ, કર્ણાટકથી લઈ નેપાળ અને બાંગ્લાદેશની સેક્સ વર્કર છે. હવે અહીં નવી યુવતીઓ ઓછી રહી છે. મોટા ભાગની આઘેડ મહિલાઓ છે. સેક્સ વર્કરની કમાણીમાં પાંચતી છ લોકોનો હિસ્સો હોય છે. તેમાં કોઠાના માલિક, દલાલ, મેનેજર, પોલીસ અને મેડીકલવાળાનો સમાવેશ થાય છે. જો કોઈ ગ્રાહ પાસેથી 500 રૂપિયા મળે તો તેની પાસે સો-સવા સો રૂપિયા પહોંચે છે. બાકીના વહેચાઈ જાય છે.

ખૈરાતીલાલ મુજબ દેશભરમાં અત્યાર સુધી 1100 રેડ લાઈટ એરિયા છે. લગભગ 28 લાખ સેક્સ વર્કર છે અને તેના 54 લાખ બાલકો છે. જે તેઓથી દૂર રહે છે. ઘણા મજૂરી કરે છે. પરંતુ સરકાર તેઓ માટે કંઈ કરતી નથી. અમે વારાણસી, અલ્હાબાદના બાળકો માટે સ્કૂલ ચલાવી રહ્યા છીએ. લોકડાઉનમાં ઘણું રાશન આપ્યું. હવે તેઓ માટે બે ટંકનું ખાવાનું પણ મુશ્કેલ છે.

નવી છોકરીઓને કોઠામાંથી નિકળવાનો પ્રતિબંધ હોય છે, નીચે જઈને તે ભાગી તો નહીં જાય તેવો ડર હોય છે
જીબી રોડ પર ધંધો કરનાર મોટાભાગની સેક્સ વર્કરની ઉંમર 35થી 60 વર્ષ વચ્ચે છે. નવી યુવતીઓ 500 રૂપિયા લે છે. આઘેડ મહિલાને સો-બસો રૂપિયા મળે છે. ખૈરાતીલાલના જણાવ્યા મુજબ નવી છોકરીઓને કોઠા પરથી નિચે જવાની પરવાનગી હોતી નથી. તે માલિક અને દલાલની દેખરેખ નીચે હોય છે. ડર હોય છેકે નીચેથી તે ભાગી ન જાય. માત્ર બારીમાંથી જ તે જોતી રહે છે. જ્યારે આઘેડ થઈ જાય ત્યારે તેને બહાર નિકળવાની છૂટ હોય છે. પરંતુ ત્યારે તે ઈચ્છે તો પણ કંઈ કરી શકતી નથી. ખૈરાતીલાલ કહે છે તે આ મા છે, જેના કારણે રસ્તા પર નિકળનાર આપમી બહેન દિકરીઓ સલામત છે. જો તેઓએ આ બંધ કરી દીધું તો રસ્તા ઉપર મહિલાઓનું નિકળવું કેટલું અસુરક્ષિત થઈ જશે તે કહેવું જરૂરી નથી.

અન્ય સમાચારો પણ છે...