તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Recycling 300 Million Cigarette Butts In 2 Years And Making By products Like Mosquito Repellents, Pillows, Cushions And Key chains 27 year old Naman

સિગારેટ વેસ્ટમાંથી તૈયાર કરી ઉપયોગી પ્રોડક્ટ્સ:2 વર્ષમાં 300 મિલિયન સિગારેટ બટ રિસાઈકલ કરી મોસ્કિટો રિપલેન્ટ, પિલો, કુશન અને કી-ચેન જેવી બાય પ્રોડક્ટ બનાવી રહ્યા છે 27 વર્ષના નમન

નવી દિલ્હી5 દિવસ પહેલાલેખક: વિકાસ વર્મા
વર્ષ 2018માં નમને કોડ એફર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની બનાવી. તેણે સિગારેટ વેસ્ટને રિસાઇકલ કરીને તેનાથી ઉપયોગી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું.
  • સિગારેટ વેસ્ટ કલેક્શનના ત્રણ મોડલ બનાવવામાં આવ્યા છે, તેનાથી 12 રાજ્યોમાંથી દર મહિને અઢી હજાર કિલો સિગારેટ વેસ્ટ આવે છે
  • નમન કહે છે કે, સિગારેટથી તમે પોતાની જાતને ડેમેજ કરો છો, પરંતુ તેના વેસ્ટથી વાતાવરણ ડેમેજ નથી થતું

શું તમને ખબર છે કે, એક નાના સિગારેટ બટને ડી-કમ્પોઝ થવામાં 10 વર્ષનો સમય લાગે છે. એક કિલો સિગારેટ વેસ્ટમાં અંદાજે 3,000 સિગારેટ બટ આવે છે અને ભારતમાં દર વર્સે અંદાજે ત્રણ કરોડ ટન સિગારેટ વેસ્ટ નીકળતો હોય છે.

જરા વિચારો, આવા સિગારેટ બટને ડી-કમ્પોઝ કરવામાં કેટલો સમય લાગશે? આ સિગારેટ બટ ચોક્કસપણે એક સમસ્યા છે, પરંતુ 26 વર્ષીય યુવાન સોશિયલ આંતરપ્રિન્યોર નમન ગુપ્તા તેના સંચાલન પર કામ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના નોઈડામાં રહેતા નમન સિગારેટ વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ પર કામ કરે છે. આ માટે, તેઓએ એક કંપનીની રચના કરી છે, જ્યાં તેઓ દેશના જુદા જુદા રાજ્યોમાંથી સિગારેટ બટ એકત્રિત અને રિસાયક્લિંગ કરે છે. આની સાથે તેઓ મોસ્કિટો રિપલેન્ટ, પિલો, કુશન અને કી-ચેન જેવી બાય પ્રોડક્ટ બનાવે છે. નમનએ અત્યાર સુધીમાં 300 મિલિયન કરતા વધારે સિગારેટ બટને ફરીથી રિસાયકલ કરી દીધો છે.

નમન સિગારેટ બટને રિસાઈકલ કરીને તેનાથી બાયપ્રોડક્ટ બનાવે છે.
નમન સિગારેટ બટને રિસાઈકલ કરીને તેનાથી બાયપ્રોડક્ટ બનાવે છે.

પીજીમાં રહેતો હતો ત્યારે સિગારેટ બટ જોઈને આઈડિયા આવ્યો હતો

કોમર્સ ગ્રેજ્યુએટ નમન કહે છે, "જ્યારે હું કોલેજના સમયમાં પીજીમાં રહેતો હતો, ત્યારે ઘણા યુવાનો સિગારેટ પીવાના વ્યસની હતા, કેટલાક ચેન સ્મોકર હતા. તેઓ સિગારેટના બાકીના ટુકડા ગમે ત્યાં ફેંકી દે છે. ત્યારે કોલેજની બહાર ચાની દુકાનમાં પણ આવો જ નજારો જોવા મળ્યો. એક દિવસ જ્યારે મેં ગૂગલ કર્યું, ત્યારે તે જાણ્યું કે સિગારેટ બટને ડી-કમ્પોઝ કરવામાં 10 વર્ષનો સમય લાગે છે, પછી વિચાર્યું કે તેમાં શું થાય છે કે ડી-કમ્પોઝ થવા માટે તેટલો સમય લે છે.

એવું જાણવા મળ્યું હતું કે બટની ટોચ પર કાગળ છે, પરંતુ ફિલ્ટરનું સેલ્યુલોઝ એસિટેટ સરળ ભાષામાં પોલિમર અથવા ફાઇબર સામગ્રીથી બનેલું છે. આ ભાગને ડી કંપોઝ કરવામાં 10 વર્ષનો સમય લાગે છે. પછી મેં આ સામગ્રી પર લગભગ 4 મહિના સંશોધન કર્યું, પછી સમજી ગયો કે તેનું રિસાયક્લિંગ કરીને, તેમાંથી બાયપ્રોડક્ટ્સ બનાવી શકાય છે. "

2018માં નમને કોડ એફર્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીની રચના કરી, જ્યાં તેણે સિગારેટ વેસ્ટને રિસાયકલ કર્યું અને તેના ઉપયોગી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. નમન સમજાવે છે, "સિગારેટ બટના કાગળ અને ફાઇબરને અલગ કરે છે, કાગળમાંથી મોસ્કિટો રિપલેન્ટ બનાવે છે, ફાઈબરમાંથી પિલો, કુશન, કી-ચેન બનાવે છે.

નમનની કંપનીએ દિલ્હી, ગુડગાંવ અને નોઈડામાં ટી-શોપ્સ અને સિગારેટ શોપ્સ પર વેલ્યુ બિન ઉપલબ્ધ કરાવ્યા છે, જેમાં સિગારેટ બટ ભેગા કરવામાં આવે છે.
નમનની કંપનીએ દિલ્હી, ગુડગાંવ અને નોઈડામાં ટી-શોપ્સ અને સિગારેટ શોપ્સ પર વેલ્યુ બિન ઉપલબ્ધ કરાવ્યા છે, જેમાં સિગારેટ બટ ભેગા કરવામાં આવે છે.

સિગારેટ વેસ્ટ કલેક્શનના ત્રણ મોડલ બનાવ્યા છે, દર મહિને અઢી હજાર કિલો સિગારેટનો કચરો 12 રાજ્યમાંથી આવે છે

  1. પ્રથમ મોડેલમાં, અમે રેગ પિકર્સ અને અનએમ્પ્લોયમેન્ટ વોલેન્ટિયર્સ પાસેથી સિગારેટ બટનો સંગ્રહ કરીએ છીએ. તેના બદલે, અમે તેમને બેઝિક ઇનસેન્ટિવ આપીએ છીએ.
  2. બીજા મોડલ અંતર્ગત, અમે નોઈડા, દિલ્હી અને ગુડગાંવમાં કોર્પોરેટ ઓફિસના ધૂમ્રપાન રૂમમાં અને આ શહેરોમાં ટી-શોપ્સ અને સિગારેટની દુકાનમાં વેલ્યુ બિન્સ (બી-બિન્સ) પ્રદાન કર્યા છે. અમારી ટીમના સભ્યો દર 15 દિવસે આ ડબ્બાને ખાલી કરીને સિગારેટ બટ એકત્રિત કરે છે.
  3. વેસ્ટ કલેક્શનના ત્રીજા મોડલ હેઠળ, અમે દેશના જુદા જુદા રાજ્યોમાં હાજર અમારા વિક્રેતાઓ દ્વારા સિગારેટ બટ એકત્રિત કરીએ છીએ. આ ત્રણ મોડેલોથી, દર મહિને સરેરાશ 2.5 હજાર કિલો સિગારેટનો કચરો અમારી પાસે આવે છે. તેની ગુણવત્તા મુજબ, વિક્રેતાઓને પણ પ્રતિ કિલો 500 થી 800 રૂપિયાના દરે ચૂકવવામાં આવે છે.

નમનના જણાવ્યા અનુસાર હાલમાં કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત 12 રાજ્યોમાંથી સિગારેટનો કચરો આવી રહ્યો છે. આમાં, મહત્તમ પ્રમાણમાં કચરો દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવે છે, કારણ કે ત્યાંના લોકો વેસ્ટ મેનેજમેન્ટ વિશે વધુ જાગૃત છે.

ઓર્ગેનિક કેમિકલથી 36 કલાક સુધી ફાઇબર સામગ્રીનો ઉપચાર કરવામાં આવે છે

ત્યારબાદ આ વેસ્ટની પ્રોસેસિંગ કરવામાં આવે છે. નમન કહે છે કે તેમાં રહેલા સિગારેટ બટમાંથી પેપર કવરિંગને કાઢવામાં આવે છે. પછી એક પલ્પ બનાવીને તેમાં ઓર્ગેનિક બાઈન્ડર મિક્સ કરીએ છીએ. તેનાથી મોસ્કિટો રિપલેન્ટ કાર્ડ બને છે, તેને બાળવાથી મચ્છર આવતા નથી.

આ ઉપરાંત, સિગારેટ બટમાંથી નિકળનાર ફાઇબર મટીરીયલને બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક કેમિકલથી ટ્રીટ કરવામાં આવે છે. આ સામગ્રીની રાસાયણિક રૂપે 24 થી 36 કલાક ટ્રીટમેન્ટ થાય છે, પછી તેને દૂર કરીને પાણીથી ધોવાઇ જાય છે, ત્યારબાદ સૂકવવામાં આવે છે અને નરમ રમકડાં, ઓશિકા, ગાદી, ટેડી, કી-ચેન વગેરે બનાવવામાં આવે છે.

આ સિગારેટ બટ દ્વારા બનાવવામાં આવેલ બાયપ્રોડક્ટ સ્થાનિક મહિલાઓની રોજગારી પૂરી પાડે છે.
આ સિગારેટ બટ દ્વારા બનાવવામાં આવેલ બાયપ્રોડક્ટ સ્થાનિક મહિલાઓની રોજગારી પૂરી પાડે છે.

ઓનલાઈન પ્લેટફર્મ, ડિસ્ટ્રીબ્યૂટર અને સેલ્સમેન દ્વારા વેચે છે દરેક બાયપ્રોડક્ટ

નમન જણાવે છે કે, સિગારેટ બટમાંથી બનેલા બાય પ્રોડક્ટને અમે ઓનલાઈન પ્લેટફર્મ, ડિસ્ટ્રીબ્યૂટર અને સેલ્સમેન દ્વારા વેચીએ છીએ. તે સિવાય કોર્પોરેટથી બલ્ક ઓર્ડર લઈને પણ આ પ્રોડક્ટની ડિલીવરી કરીએ છીએ. આ કામ સાથે અંદાજે 1,000 લોકો જોડાયેલા છે. તેના દ્વારા નમન અંદાજે 40 મહિલાઓને રોજગાર આપી રહ્યા છે.નમનની કંપનીમાં તેમના મોટાબાઈ વિપુલ ગુપ્તા પણ તેમનો સાથ આપે છે. વિપુલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોડક્ટ રિસર્ચનું કામ જોવે છે. જ્યારે નમન આખું ઓપરેશનલ કામ સંભાળે છે. નમને આ કંપીની શરૂઆત અંદાજે રૂ. 60 લાખથી કરી હતી. તેઓ કહે છે કે, આ વર્ષે તેઓ બ્રેક ઈવન પોઈન્ટ પર પહોંચી ગયા છે.

સિગારેટથી તમે પોતાની જાતને ડેમેજ કરો છો, પરંતુ તેના વેસ્ટથી વાતાવરણ ડેમેજ ન થવું જોઈએ

નમનનું કહેવું છે કે, આજ સુધી તે નક્કી જ નથી થઈ શક્યું કે સિગારેટ વેસ્ટ કયા પ્રકારના વેસ્ટમાં આવશે. તેના માટે પણ કોઈ ગાઈડલાઈન હોવી જોઈએ. તો જ લોકોમાં જાગ્રતતા આવશે. તે કહે છે, મેં ક્યારેય સ્મોકિંગ નથી કર્યું, પરંતુ પેસિવ સ્મોકર ચોક્કસ રહ્યો છું. સિગારેટ એખ લીગલ પ્રોડક્ટ છે અને તેને પીવી એક કોમન પ્રેક્ટિસ છે. જે લોકો સ્મોક કરે છે મને તેમનાથી કોઈ એલર્જી નથી અમે સ્મોકિંગને પ્રમોટ પણ નથી કરતાં. મારું તો બસ એટલું જ કહેવું છે કે,તમે પોતાની જાતને ડેમેજ કરો જ છો પરંતુ વાતાવરણને ડેમેજ ન થવું જોઈએ.નમન કહે છે કે, હું સોશિયલ આરઓઆઈ માટે કામ કરુ છું, જે દિવસે સિગારેટ પર પ્રતિબંધ લાગી જશે ત્યારે સૌથી વધારે ખુશી મને થશે. અમે બે વર્ષોમાં અંદાજે 30 કરોડ સિગારેટ બટથી વાતાવરણથી પ્રદૂષિત થતાં અટકાવવાનું કામ કર્યું છે.​​​​​

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો