• Home
  • Dvb Original
  • Recovery rate increased by 10% in 15 days after new discharge policy came into force on May 8, Maharashtra among the 10 most affected states, lowest in Andhra Pradesh

કોરોના સામે જંગ / 8 મેએ નવી ડિસ્ચાર્જ પોલિસી આવ્યા બાદ 15 દિવસમાં રિકવરી રેટ 10% વધ્યો, સૌથી વધુ પ્રભાવિત 10 રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી ઓછો, આંધ્રમાં સૌથી વધારે

X

  • 8 મેના રોજ કોરોના સંક્રમિતો માટે નવી ડિસ્ચાર્જ પોલિસી આવી, જેમાં લક્ષણ વગરના દર્દીઓને 10 દિવસમાં ડિસ્ચાર્જ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો
  • 30 જાન્યુઆરીથી 8 મે સુધીમાં 29.3% રિકવરી રેટ હતો, ત્યારબાદ 23 મેથી રિકવરી રેટ વધીને 41.3% થઈ ગયો
  • 9 મેથી 23 મેની વચ્ચે 68 હજાર 759 દર્દીઓ આવ્યા અને 35 હજાર 244 દર્દીઓ સાજા થયા, દેશમાં અત્યાર સુધીમાં 51 હજાર 784 દર્દીઓ રિકવર થયા છે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 12:38 PM IST

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં 1.25 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે, સાડા ત્રણ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે, આ બધામાં હજી પણ સારી બાબત એ છે કે આપણો રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

30 એપ્રિલ સુધીમાં, દેશમાં સંક્રમિતોનો રિકવરી રેટ 25% કરતા ઓછો હતો, જે 23 મેના રોજ વધીને 41% થઇ ગયો છે. 23 મે સુધી દેશમાં માત્ર 69 હજાર 597 સક્રિય કેસ છે. જોકે, કોરોનાથી 51 હજાર 783 લોકો સ્વસ્થ થયા છે અને તેમને રજા પણ આપી દેવામાં આવી છે.

રિકવરી રેટ વધવાનું કારણ: નવી ડિસ્ચાર્જ પોલિસી
સ્વાસ્થ્ય મંત્રાલયે 8 મેએ કોરોના સંક્રમિતોને રજા આપવા માટે નવી ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરી હતી.

આમાં ફક્ત ગંભીર દર્દીઓને જ ડિસ્ચાર્જ પહેલા કોરોના ટેસ્ટ કરાવવું જરૂરી હતું. જ્યારે, દર્દીઓ કે જે લક્ષણો વિના હોય અથવા જો લક્ષણો ખૂબ હળવા હોય, તો આવા દર્દીઓને કોરોના ટેસ્ટ વિના 10 દિવસમાં રજા આપી શકાય છે. જો તેઓને 3 દિવસથી તાવ ન આવ્યો હોય તો. જોકે, આવા દર્દીઓએ ડિસ્ચાર્જ પછી પણ 7 દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું જરૂરી છે.

તે જ સમયે, કેટલાક ગંભીર દર્દીઓને 10 દિવસ પછી જ રજા આપવામાં આવશે. જ્યારે તેમનો તાવ ત્રણ દિવસમાં જતો રહે અને ઓક્સિજન સેચ્યુરેશન લેવલ સપોર્ટ વગર મેન્ટેન થઇ જાય. લક્ષણ વગરના, ઓછા ગંભીર અને થોડા ગંભીર દર્દીઓએ ડિસ્ચાર્જ થયા પહેલા કોરોનાની તપાસ માટે થતો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી નથી.

પહેલા ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી પણ 14 દિવસ નિરીક્ષણ હેઠળ રહેવું પડતું હતું
પહેલા એવું થતું કે કોઈ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તેને 14 દિવસ સુધી ડોકટરોની દેખરેખમાં રહીને જ રજા આપવામાં આવી હતી. અને જે દર્દીઓનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતો તેઓને ડિસ્ચાર્જ કરતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડતો હતો અને ત્યારે જ ડિસ્ચાર્જ કરવામાં આવતા હતા, જ્યારે જ ટેસ્ટ નેગેટિવ આવતો હતો.
પહેલાં લક્ષણો વાળા, ઓછા ગંભીર અને વધુ ગંભીર ત્રણેય દર્દીઓ માટે સમાન પ્રોટોકોલનો ઉપયોગ થતો હતો.

આપણા દેશમાં 69% દર્દીઓ લક્ષણો વગરના  
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં 69% કોરોના દર્દીઓમાં કોઈ લક્ષણો નથી. એટલે કે, તેમને કોરોનાનાં કોઈ લક્ષણો નહોતાં, પરંતુ જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે કોરોના પોઝિટિવ હતા. જોકે, આ આંકડો એક મહિનાનો જૂનો છે. છતાં દેશમાં મોટાભાગના દર્દીઓમાં લક્ષણો વગરના જોવા મળી રહ્યા છે. એટલા માટે સરકારે આવા દર્દીઓને 10 દિવસમાં રજા આપવાનો નિર્ણય લીધો છે. આનું એક કારણ એ છે કે આવા દર્દીઓ ડિસ્ચાર્જ થયા પછી સંક્ર્મણ ફેલાવતા નથી.

થોડા દિવસો પહેલા આરોગ્ય સચિવ લવ અગ્રવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જો લક્ષણો વગરના દર્દીને 10 દિવસથી તાવ ન આવે તો તે કોરોના ચેપ ફેલાવી શકે નહીં.

ટોપ-10 સૌથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં રિકવરી રેટ 28થી 65% 
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 10 રાજ્યોમાં રિકવરી રેટ સારો થઇ રહ્યો છે. આંકડા કહે છે કે, આ 10 રાજ્યોમાં રિકવરી રેટ 28%થી 65% છે.મહારાષ્ટ્રમાં સૌથી ઓછો 28% રિકવરી રેટ છે. અહીં 23 મે સુધીમાં 44 હજાર 582 દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 12 હજાર 583 સ્વસ્થ થઈ ઘરે ગયા છે. જ્યારે, આંધ્રપ્રદેશમાં સૌથી વધુ 65% રિકવરી રેટ છે. અહીં 2 હજાર 667 દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 1 હજાર 731 સાજા થઇ ગયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી