આજની પોઝિટિવ સ્ટોરી:રાજકોટના વૃદ્ધાશ્રમની ‘સદભાવના’, બળદોને કતલખાને જતા રોકવા માટે શાળા ખોલી, 80 બળદ પાછળ રોજનો 4 હજારનો ખર્ચ

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
સદભાવના વૃદ્ધાશ્રમે બળદો માટે શાળા ખોલી સમાજમાં નવી પ્રેરણા પૂરી પાડી છે.
  • કોઈ વ્યક્તિને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થાના 7621058949 પર ફોન કરીને જાણ કરો
  • સદભાવના વૃદ્ધાશ્રમમાં હાલ 300 જેટલા માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઈ રહ્યા છે

રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમની સાચી સદભાવના જોવા મળી રહી છે. વૃદ્ધાશ્રમ દ્વાર મૂંગાં પશુઓની સેવાનું ઉત્તમ કાર્ય પણ થઈ રહ્યું છે. પહેલા વૃદ્ધો, ગાયો અને હવે રસ્તા પર આમતેમ ભટકતા-રઝળતા બળદોને કતલખાને જતા રોકવા માટે સુંદર કાર્ય હાથ ધર્યું છે. આવા બળદોને એકત્ર કરવામાં આવી રહ્યા છે. પહેલા નોરતાથી અત્યારસુધીમાં 80 બળદ એકત્ર થઇ ગયા છે. પ્રથમ તબક્કામાં 2000 બળદને આજીવન આશરો આપી દેખભાળ કરવાની નેમ લીધી છે. ગાયો માટે જેમ ગૌશાળા ચાલે છે એમ હવે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમે બળદો માટે શાળા ખોલી સમાજમાં નવી પ્રેરણા પૂરી પાડી છે. એક બળદદીઠ 50 રૂપિયા ખર્ચ થાય છે, હાલ 80 બળદ છે તો રોજના 4000 હજાર ખર્ચ થાય છે, આગામી દિવસોમાં બળદની સંખ્યા વધશે, એમ બળદદીઠ વધુ 50 રૂપિયાનો ખર્ચ થશે.

2000 જેટલા બળદોને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આજીવન, નિ:શુલ્ક આશરો આપવામાં આપવાની નેમ.
2000 જેટલા બળદોને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આજીવન, નિ:શુલ્ક આશરો આપવામાં આપવાની નેમ.

જીવનભરનો આશ્રય
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગાયની સાથે સાથે બળદોની જિંદગી બચાવવા અપીલ કરવામાં આવી રહી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીનકાળમાં પણ જ્યારે સાધનોની શોધ થઇ નહોતી ત્યારે મુસાફરી કરવા તેમજ માલ-સામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તો આપણી સંસ્કૃતિ, વારસો કહેવાય. ઈશ્વરની આવી દુર્લભ દેન ગૌવંશ બળદને સદભાવના વૃદ્ધાશ્રમ જીવનભરનો આશ્રય આપશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભટકતા અને રઝળતા બળદોને કતલખાને જતા રોકવા માટે સુંદર કાર્ય હાથ ધરાયું છે.
ભટકતા અને રઝળતા બળદોને કતલખાને જતા રોકવા માટે સુંદર કાર્ય હાથ ધરાયું છે.

2000 બળદને આશરો અપાશે
ગુજરાતનાં કોઈપણ ગામ, શહેર, હાઈવે પર બળદ છૂટા, રખડતા, લાચાર, બીમાર કે વયોવૃદ્ધ અવસ્થામાં જોવા મળે તો તરત જ સદભાવના વૃદ્ધાશ્રમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. કોઈ નિરાધાર, નિરાશ્રિત, બીમાર કે રસ્તે રખડતા, કતલખાને જતા કે ભૂખ-તરસ-બીમારીથી કમોતે મરતા 2000 જેટલા બળદોને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આજીવન, નિ:શુલ્ક આશરો આપવામાં આવશે.

બીમાર કે વયોવૃદ્ધ અવસ્થામાં જોવા મળે તો તરત જ સદભાવના વૃદ્ધાશ્રમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.
બીમાર કે વયોવૃદ્ધ અવસ્થામાં જોવા મળે તો તરત જ સદભાવના વૃદ્ધાશ્રમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

2000 બળદની સારસંભાળનો નિર્ણય
સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે ગાયો માટે ગૌશાળા અનેક છે, પરંતુ બળદ વૃદ્ધ થાય તો એને રસ્તે રઝળતા મૂકી દેવામાં આવે છે. આજે ગામડા અને ખેતી દિવસે દિવસે ઓછી થવા લાગી છે. પરિણામે, બળદને રસ્તે રઝળતા મૂકી દેવામાં આવે છે અને આ જોતાં સદભાવના આશ્રમ દ્વારા બળદને કતલખાના જતા અટકાવી એને આશ્રય આપવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેની શરૂઆત નવરાત્રિના પ્રથમ નોરતાથી કરવામાં આવી છે. કુલ 2000 બળદને આશ્રય આપી એની સારસંભાળ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રથમ નોરતાથી આજ દિવસ સુધીમાં 80 જેટલા બળદને બળદ આશ્રમ ખાતે આશરો આપવામાં આવ્યો છે.
પ્રથમ નોરતાથી આજ દિવસ સુધીમાં 80 જેટલા બળદને બળદ આશ્રમ ખાતે આશરો આપવામાં આવ્યો છે.

નિરાધર બળદ જુઓ તો ફોન કરવા અપીલ
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વર્તમાન સમય સુધી 8 લાખ જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે તેમજ એનો ઉછેર પણ કરવામાં આવે છે. સદભાવના વૃદ્ધાશ્રમ પોતાનાં અન્ય ઉત્કૃષ્ટ કાર્યો માનવસેવા, પર્યાવરણની સાથે સાથે વધુ એક કદમ પશુ સેવા, જીવદયા તરફ લઈ રહ્યું છે. જો કોઈ વ્યક્તિને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થા દ્વારા ફોન કરીને જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે, જેમાં સંસ્થાને મો.7621058949 પર ફોન કરીને જાણ કરવા સદભાવના વૃદ્ધાશ્રમનાં પ્રમુખ વિજયભાઈ ડોબરિયાએ અપીલ કરી છે.

સદભાવના આશ્રમ દ્વારા બળદને કતલખાના જતા અટકાવવા આયોજન કરાયું છે.
સદભાવના આશ્રમ દ્વારા બળદને કતલખાના જતા અટકાવવા આયોજન કરાયું છે.

80માંથી 10 બળદ બીમાર
પ્રથમ નોરતાથી આજ દિવસ સુધીમાં 80 જેટલા બળદને બળદ આશ્રમ ખાતે આશરો આપવામાં આવ્યો છે, જે પૈકી 10 બળદ બીમાર હાલતમાં છે, જેની સારવાર નિષ્ણાત તબીબ દ્વારા કરવામાં આવી રહી છે. વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ, પરંતુ આજના કળિયુગની જરૂરિયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટતાં ઘણા વડીલો નિરાધાર બનતા જાય છે. માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમ ગુજરાતનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ છે. આ વૃદ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતવાળા વૃદ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

રાજ્યભરમાંથી બળદને સાચવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યભરમાંથી બળદને સાચવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

300 વૃદ્ધોને પાછોતરી જિંદગીની ટાઢક
વૃદ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરિયાતમંદ વૃદ્ધો પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમમાં હાલ 300 જેટલા માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઈ રહ્યાં છે, જેમાંથી 120 વડીલો તો પથારીવશ છે. એટલું જ નહીં, વડીલોની સેવા કરવાની સાથે સાથે સદભાવના વૃદ્ધાશ્રમ માનવસેવા અને પર્યાવરણ સેવાની અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં પણ પ્રવૃત્ત રહે છે.

અન્ય સમાચારો પણ છે...