તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Quit His Job As A Teacher And Created Forest Garden; Now The Son Who Studied From DU Is Also Doing Farming, Earning Millions

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:ટીચરની નોકરી છોડીને ફોરેસ્ટ ગાર્ડન બનાવ્યું; હવે DUથી ભણીને આવેલો પુત્ર પણ કરી રહ્યો છે ખેતી, લાખોમાં છે કમાણી

શામલી, યુપી24 દિવસ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક

ફૂડ ફોરેસ્ટ કે ફોરેસ્ટ ગાર્ડન. એવી જગ્યા જ્યાં એકસાથે અલગ અલગ વેરાઇટીના હજારો પ્લાન્ટ્સ હોય, એટલે કે એક જ બગીચામાં ફળ-ફૂલ, શાકભાજી, મસાલા બધું જ હોય. સામાન્ય રીતે એના માટે સેવન લેયર કે ફાઈવ લેયર મોડલ પર ખેતી કરવામાં આવે છે, જેને એડવાન્સ ફાર્મિંગ પણ કહેવામાં આવે છે.એમાં ઓછાં સંસાધનોથી વધુ કમાણી કરી શકાય છે. આ મોડલ પર ઉત્તરપ્રદેશના શામલી જિલ્લામાં રહેતા શ્યામ સિંહ ખેતી કરી રહ્યા છે.

તેમણે પોતાની 10 એકર જમીનને ફૂડ ફોરેસ્ટમાં બદલી નાખી છે. તેમના બગીચામાં એક ડઝનથી વધુ વેરાઇટીનાં ફ્રૂટ્સ, તમામ પ્રકારની સીઝનલ શાકભાજી, હળદર, આદુ જેવા પ્લાન્ટ્સ છે. ગત પાંચ વર્ષથી તેઓ ખેતી કરી રહ્યા છે. એનાથી પ્રતિ એકર એક લાખ રૂપિયાનો નફો થઈ રહ્યો છે. શ્યામ સિંહના કામથી પ્રેરિત થઈને દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને આવેલા તેમના પુત્ર અભયે પણ ખેતીને જ કરિયર બનાવી લીધું છે. તેઓ પિતાની સાથે ખેતીમાં મદદ કરી રહ્યા છે.

21 વર્ષના અભયે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીકોમ કર્યું છે. હવે પિતાની સાથે મળીને ખેતી કરે છે.
21 વર્ષના અભયે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીકોમ કર્યું છે. હવે પિતાની સાથે મળીને ખેતી કરે છે.

શ્યામ સિંહ જણાવે છે કે 90ના દશકામાં પરિવારમાં બે લોકોના કેન્સરથી મૃત્યુ થયાં હતાં. અનેક લોકોની તબિયત પણ બગડી હતી. ત્યારે મને થયું કે કેમિકલવાળું ભોજન આની પાછળ મોટું કારણ હોય શકે છે. અનેક દિવસો સુધી મારા મનમાં આ પ્રકારના વિચારો ચાલતા રહ્યા. એ બાદ મેં ટીચરની નોકરી છોડીને ખેતી કરવાનો નિર્ણય કર્યો. શ્યામ સિંહ શરૂઆતમાં પારંપરિક ખેતી કરતા હતા. 2017માં તેમણે ઓર્ગેનિક રીતે ફળો અને શાકભાજીઓના ફાઈવ લેયર મોડલ એટલે કે એકસાથે પાંચ પાકની ખેતી કરવાનું શરૂ કર્યું.

21 વર્ષના અભય જણાવે છે કે દિલ્હીમાં રહ્યો એ દરમિયાન મને ખાવા-પીવાની ભારે મુશ્કેલી પડતી હતી. ન તો સારું ખાવાનું મળતું હતું કે ન તો શુદ્ધ પર્યાવરણ. ગામડે આવતો ત્યારે પપ્પા સાથે ખેતરમાં જતો હતો, જ્યાં ઘણી શાંતિ મળતી હતી. 2019માં ગ્રેજ્યુએશન પછી હું પાછો દિલ્હી ન ગયો અને ગામમાં જ રહીને ખેતી કરવાનો નિર્ણય કર્યો.

ઓછા ખર્ચે અને ઓછી મહેનતે વધુ પ્રોડક્શન
ફાઈવ લેયર મોડલ પર ખેતીના ફાયદા શ્યામ સિંહને મળ્યા. ઓછા ખર્ચે અને ઓછા સમયમાં વધુ પ્રોડક્શન થવા લાગ્યું. હવે એક ખાસ સીઝનને બદલે દરરોજ તેમના ખેતરમાંથી પ્રોડક્ટ માર્કેટમાં જવા લાગી. અનેક લોકો સીધા જ તેમના ખેતરમાં પણ આવવા લાગ્યા. આજે તેમના બગીચામાં પાંચ હજારથી વધુ પ્લાન્ટ્સ છે. આ સાથે જ તેઓ ફૂડ પ્રોસેસિંગ પર પણ ફોકસ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે લીંબુ અને કેરીનાં અથાણાં બનાવવાનું શરૂ કર્યું છે કે જેથી જે ફળ ન વેચાય એ પડ્યાં પડ્યાં બગડી ન જાય.

ફળો અને શાકભાજીઓની સાથે પારંપરિક ખેતી પણ

શ્યામ સિંહના ફોરેસ્ટ ગાર્ડનને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તેઓ ખેડૂતોને ખેતીની ટ્રેનિંગ પણ આપે છે.
શ્યામ સિંહના ફોરેસ્ટ ગાર્ડનને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તેઓ ખેડૂતોને ખેતીની ટ્રેનિંગ પણ આપે છે.

શ્યામ લગભગ 4 એકર જમીન પર 4 પ્રકારના બાસમતી ચોખાની ખેતી કરે છે, જેમાં દેશી, દેહરાદૂની, TBW 11/21 અને બ્લેક રાઈસ સામેલ છે. બ્લેક રાઈસ તેમણે મણિપુરથી મગાવ્યા છે. આ ડાયાબિટીશના દર્દી માટે ઘણા જ ફાયદાકારક હોય છે, સાથે બે પ્રકારના ઘઉં, જેમાં બંસી અને કાળા ઘઉંની ખેતી કરે છે. બંસી ઘઉંમાં પ્રોટીન મોટા પ્રમાણમાં મળે છે અને એમાં ગ્લૂટોન ઘણું જ ઓછું હોય છે. આ 4થી 5 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલની કિંમતે સહેલાયથી વેચાય છે.

શ્યામ પોતાના ખેતરમાં સંપૂર્ણપણે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે. તેઓ કહે છે, "હું મારી માટી તૈયાર કરવા માટે સૌથી પહેલા જમીન પર ઝાડ-છોડના પાંદડાંને ભરું છું અને એને સડવા માટે છોડી દઉં છું. એનાથી જમીનમાં અળસિયાઓ ઉદ્ભવે છે, જે જમીનમાં 14-15 ફુટ સુધી અંદર જાય છે અને પોતાના પરિવારને વધારે છે. એનો ફાયદો એ થાય છે કે પાણી ઘણે ઊંડે સુધી પહોંચે છે. આ ઉપરાંત તેઓ ખેતરની ઊર્જા શક્તિને વધારવા માટે ગોળ, લોટ, ગોબર, ગૌમૂત્રનો પણ ઉપયોગ કરે છે. જ્યારે કે કીટનાશક તરીકે લીમડો અને હળદરનો ઉપયોગ કરે છે."

ફૂડ ગાર્ડન કઈ રીતે તૈયાર થાય?

શ્યામ સિંહ હાલ 10 એકર જમીન પર ખેતી કરે છે. તેમના બગીચામાં એક ડઝનથી વધુ વેરાઇટીના પ્લાન્ટ્સ લાગેલા છે.
શ્યામ સિંહ હાલ 10 એકર જમીન પર ખેતી કરે છે. તેમના બગીચામાં એક ડઝનથી વધુ વેરાઇટીના પ્લાન્ટ્સ લાગેલા છે.

ફૂડ ફોરેસ્ટ કે ફૂડ ગાર્ડન તૈયાર કરવાનો સૌથી સહેલી રીત છે મલ્ટી લેયર ફાર્મિંગ, એટલે કે એકસાથે અનેક પાકની ખેતી. એના માટે સૌથી પહેલા અલગ અલગ પાકને કેટિગરાઈઝ કરવામાં આવે છે, જેમાં ફળ, કઠોળ, જમીનની અંદર ઊગતા પ્લાન્ટ્સ, ઓછી હાઈટવાળા અને વધુ હાઈટવાળા પ્લાન્ટ્સનું સિલેકશન કરવામાં આવે છે. પહેલા જમીનની નીચે ઊગતા પ્લાન્ટ્સ, જેમ કે હળદર, બટેટા, આદુને લગાવે છે. એ બાદ ઓછી હાઈટવાળા અને એ પછી વધુ હાઈટવાળા પ્લાન્ટ્સને લગાડવામાં આવે છે. આવું કરવા સમયે એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે બે પ્લાન્ટ્સ વચ્ચે અંતર બની રહે જેથી એ એક-બીજાને નુકસાન ન પહોંચાડી શકે.

ફુડ ગાર્ડનના ફાયદા

  • એકસાથે અનેક પાકની ખેતીથી જમીન ઉપજાઉ બને છે.
  • ખેતરમાં નીંદણ લગાડવાનું જોખમ ઓછો થઈ જાય છે.
  • ખાતરની બચત થાય છે, કેમ કે એક પાકમાં જેટલું ખાતર પડે છે એટલું 4થી 5 પાક માટે પર્યાપ્ત હોય છે.
  • એનાથી પાણીની 70 ટકા સુધી બચત થાય છે.
  • આ પ્રકારની ખેતીમાં ખર્ચો 4 ગણો ઓછો થાય છે.
  • નફો 6થી 8 ગણો સુધી વધી જાય છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો