તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજના પોઝિટિવ સમાચાર:નોકરી છોડીને પશુ આહાર બનાવવાનું શરૂ કર્યું, પહેલા જ વર્ષે 60 લાખ રૂપિયાનું ટર્નઓવર

રાજગઢ9 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
મધ્યપ્રદેશના રાજગઢમાં રહેતા વિપિન દાંગી આસપાસનાં ગામમાં પશુ આહાર સપ્લાઇ કરે છે. હવે તેઓ પોતાનો વેપાર વધારવાની તૈયારી કરી રહ્યા છે. - Divya Bhaskar
મધ્યપ્રદેશના રાજગઢમાં રહેતા વિપિન દાંગી આસપાસનાં ગામમાં પશુ આહાર સપ્લાઇ કરે છે. હવે તેઓ પોતાનો વેપાર વધારવાની તૈયારી કરી રહ્યા છે.
  • વિપિન સાથે 4 લોકો કામ કરે છે, 3 હજારથી વધુ તેમના રેગ્યુલર કસ્ટમર્સ છે
  • હાલ તે દરરોજ 2થી 3 ટન પશુના આહારનું પ્રોડક્શન કરે છે અને પછી એને માર્કેટમાં મોકલે છે.

મધ્યપ્રદેશના રાજગઢના રહેવાસી વિપિન દાંગી એક ખેડૂત પરિવારમાંથી આવે છે. આર્થિક તંગીના કારણે અભ્યાસ કરતાં કરતાં જ તે ઈન્દોરની એક હોસ્પિટલમાં પાર્ટ ટાઈમ જોબ કરતા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે ફુલ ટાઈમ જોબ જોઈન કરી લીધી. પગાર ઠીક ઠીક હતો, પણ કામમાં મન નહોતું લાગતું. વિપિને 2018માં નોકરી છોડી દીધી અને ગામડે પાછા આવી ગયા.

ગામમાં તેમણે દૂધનો વેપાર શરૂ કર્યો. જોકે આમાં તેમને નુકસાન થયું. ત્યાર પછી તેમણે પશુ આહાર બનાવીને વેચવાનું શરૂ કર્યું. તેમની મહેનત ફળી અને થોડાક દિવસોમાં નફો પણ થવા લાગ્યો. આજે વિપિન દર મહિને 5 લાખથી પણ વધુનો વેપાર કરે છે.

વિપિને જણાવ્યું, રાજગઢ પાસેના ગામમાં તેમના 3 હજારથી વધુ રેગ્યુલર કસ્ટમર્સ છે.
વિપિને જણાવ્યું, રાજગઢ પાસેના ગામમાં તેમના 3 હજારથી વધુ રેગ્યુલર કસ્ટમર્સ છે.

26 વર્ષના વિપિને ઈન્દોરથી માઈક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે જણાવ્યું, દૂધના વેપારમાં ખર્ચના હિસાબે નફો નહોતો થતો. મને 2 લાખથી વધુનું નુકસાન થયું હતું. ત્યાર પછી 6 મહિના સુધી હું ઈન્ટરનેટ પર અલગ અલગ કામ વિશે માહિતી ભેગી કરતો રહ્યો. આ દરમિયાન મારા મગજમાં એ વાત આવી કે ગામના લોકો પાસે પશુ તો છે, પણ તેના માટે તે પૌષ્ટિક આહાર નથી લાવી શકતા. આજુબાજુમાં કોઈ કંપની પણ નથી, જે પશુ આહાર તૈયાર કરતી હોય. મેં વિચાર્યું કે આ જ સેક્ટરમાં કમાણી કરીએ તો કેવું રહેશે. મેં સપ્ટેમ્બર 2019માં પશુ આહાર તૈયાર કરવાનું કામ શરૂ કર્યું.

વિપિને જણાવ્યું, આહાર તૈયાર કર્યા પછી તેને ખેડૂતો સુધી પહોંચાડવું એ સૌથી મોટો પડકાર હતો. આના માટે તેમણે માર્કેટિંગ સ્ટ્રેટજી બનાવી. અમુક પેમ્ફલેટ છપાવડાવ્યાં, પછી એક ગાડી પર સ્પીકર લગાવીને પ્રચાર કરવાનો શરૂ કર્યો. આ પદ્ધતિ સફળ રહી. ધીમે ધીમે તેમના ગ્રાહક વધવા લાગ્યા. રાજગઢની આજુબાજુનાં ઘણાં ગામમાં હવે તેમના 3 હજારથી વધુ રેગ્યુલર કસ્ટમર્સ છે.

આજે વિપિન દરરોજ 2થી 3 ટન પશુ આહાર તૈયાર કરે છે. એક ટન પશુ આહાર બનાવવામાં લગભગ 17 હજાર રૂપિયા ખર્ચ થાય છે, જેને અમે 18 હજાર રૂપિયાના ભાવે વેચીએ છીએ. તેની સાથે વધુ 4 લોકો પણ કામ કરે છે.

વિપિન દરરોજ 2થી 3 ટન પશુ આહાર તૈયાર કરે છે, જેના માટે તેમણે પ્રોસેસિંગ યુનિટ અને મશીન લગાવડાવ્યાં છે.
વિપિન દરરોજ 2થી 3 ટન પશુ આહાર તૈયાર કરે છે, જેના માટે તેમણે પ્રોસેસિંગ યુનિટ અને મશીન લગાવડાવ્યાં છે.

વિપિન ઝડપથી જ છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અન્ય જિલ્લામાં વેપાર વધારશે. તેમણે આના માટે સ્ટાફ પણ રાખ્યો છે, જે પ્રચાર ગાડીથી લોકોને પ્રોડક્ટ વિશે માહિતી આપે છે. દર સપ્તાહે તે ખેડૂતો અને પશુપાલકો માટે ટ્રેનિંગ કેમ્પ પણ લગાવે છે. એમાં ખેતીથી માંડી પશુઓની સારસંભાળ અને તેમને સ્વસ્થ રાખવાની ટિપ્સ આપે છે. તે પોતાના પશુ આહારની ખાસિયત અંગે પણ તેમને જણાવે છે.

વિપિન આગળ કહે છે, પશુ આહાર તૈયાર કરવા માટે રો-મટીરિયલ સૌથી વધુ જરૂરી છે, જેના માટે પહેલી પ્રાથમિકતા તે ખેડૂતોને આપે છે. પશુ આહાર બનાવવા માટે અનાજ ગામના ખેડૂતો પાસેથી ખરીદે છે, જ્યારે ખલી તે સ્થાનિક ઓઈલ ફેક્ટરી પાસેથી ખરીદે છે.

વિપિન દર સપ્તાહે ટ્રેનિંગ કેમ્પ લગાવે છે, જેમાં ખેતીથી માંડી પશુઓની સારસંભાળ અને સ્વસ્થ રાખવાની ટિપ્સ હોય છે.
વિપિન દર સપ્તાહે ટ્રેનિંગ કેમ્પ લગાવે છે, જેમાં ખેતીથી માંડી પશુઓની સારસંભાળ અને સ્વસ્થ રાખવાની ટિપ્સ હોય છે.

કેવી રીતે તૈયાર કરે છે પશુ આહાર
વિપિને જણાવ્યું, પશુ આહાર બનાવવા માટે કપાસ, મગફળી, સોયાબીન, ખલી, મકાઈ, જુવાર, ઘઉં જેવા અનાજોની સાથે સાથે દાળના છોતરાની જરૂર પડે છે, કારણ કે તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. બધાને એક નિશ્ચત પ્રમાણમાં ભેળવ્યા પછી એમાં કેલ્સિયમ, ફોસ્ફોરસ, આયોડિન, કોપર, કોબાલ્ટ જેવા મિનરલ્સ એડ કરવામાં આવ છે, જેને ફરી ગ્રાઈન્ડરમાં પીસવમાં આવે છે. આખી પ્રોસેસિંગ પછી પેકિંગ કરવામાં આવે છે.

પશુઓ માટે આહાર કેમ મહત્ત્વનો છે
વિપિને જણાવે છે, સામાન્ય રીતે ખેડૂત ઘાસ અને ભૂંસું જ પશુઓને ખવડાવે છે. એવામાં તેમને જરૂરી પોષકતત્ત્વો નથી મળી શકતાં. આ જ કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન તો થાય જ છે, સાથે દૂધ પણ વધુ નથી નીકળતું. આ આહાર કમ્પ્લિટ ફૂડ છે, જેમાં તમામ જરૂર એલિમેન્ટ્સ છે, જે એક સ્વસ્થ પશુને મળવા જોઈએ, જેને સવાર-સાંજ પશુઓને ખવડાવવા જોઈએ. આનાથી હેલ્થ બેનિફિટ સાથે દૂધમાં વધારો થાય છે.

અન્ય સમાચારો પણ છે...