તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:નોકરી છોડીને કેટલ ફાર્મિંગ શરૂ કર્યું, વર્ષે 5 કરોડ રૂપિયાનું ટર્નઓવર, પીએમ કરી ચૂક્યા છે પ્રશંસા

બેગુસરાય5 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
 • કૉપી લિંક
બિહારના બેગુસરાયના રહેવાસી બ્રજેશ કુમાર 2013થી પશુપાલન કરી રહ્યા છે. - Divya Bhaskar
બિહારના બેગુસરાયના રહેવાસી બ્રજેશ કુમાર 2013થી પશુપાલન કરી રહ્યા છે.
 • સપ્ટેમ્બરમાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર બ્રજેશની સાથે વાતચીતનો વિડિયો શેર કર્યો હતો.
 • અત્યારે બ્રજેશ પાસે 30 પશુ છે, તેમણે 40 લોકોને રોજગારી પણ આપી છે

બિહારના બેગુસરાયના રહેવાસી બ્રજેશ કુમાર કિસાન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા ખેતી કરે છે. બ્રજેશનો અભ્યાસ ગ્રામીણ પરિવેશમાં જ થયો છે. એ પછી તેમને જોબ મળી. બે વર્ષ સુધી તેમણે નોકરી કરી. પછી 2013માં કેટલ ફાર્મિંગની શરૂઆત કરી. આજે તેમની પાસે 30 પશુ છે. તેમનું ટર્નઓવર વર્ષે 5 કરોડ રૂપિયા છે.

30 વર્ષના બ્રજેશ આઈએસએમ ધનબાદથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલી કમ્યુનિકેશનમાં ડિપ્લોમા કર્યા પછી સીબીએસઈ સાથે ગોપાલગંજમાં સીસીઈ કંટ્રોલર તરીકે કામ કરતા હતા. તેઓ કહે છે કે નોકરી અને સેલરી બંને સારાં હતાં, પણ જોબ સેટિસ્ફેક્શન નહોતું મળતું. બે વર્ષ નોકરી કર્યા પછી 2013માં તેમણે નોકરી છોડી દીધી.

બ્રજેશ પાસે બે ડઝનથી વધુ ગાયો છે. તે રોજ 200 લિટર દૂધનું ઉત્પાદન કરે છે.
બ્રજેશ પાસે બે ડઝનથી વધુ ગાયો છે. તે રોજ 200 લિટર દૂધનું ઉત્પાદન કરે છે.

બ્રજેશ કહે છે, પહેલાંથી મનમાં હતું કે કંઈક અલગ કરવું છે, પણ એ નક્કી નહોતું કે શું કરવું છે. સીબીએસઈમાં કામ કરતી વખતે એક ચીજ સમજાઈ કે આજકાલનાં બાળકોને ખેતી વિશે વધુ માહિતી કે રસ નથી. બસ, સિલેબસ પૂરો કરવા માટે તેઓ ખેતીને લગતા ટોપિક વાંચે છે. ત્યારે મને લાગ્યું કે શા માટે આ ફિલ્ડમાં જ કેમ કંઈક ન કરવું. પછી મેં પશુપાલન કરવાનો નિર્ણય કર્યો. એ પછી બિહાર સરકારી સમગ્ર વિકાસ યોજના અંતર્ગત 15 લાખ રૂપિયાની લોન લીધી અને બેગુસરાયમાં 4 એકર જમીન લીઝ પર લીધી. એ પછી કેટલાક ફ્રિજિયન સાહિવાલ અને જર્સી જાતિની ગાયો ખરીદી. બ્રજેશની પાસે હાલ જર્સી, સાહિવાલ, ગીર જેવી જાતિની 26 ગાય છે. એનાથી દરરોજ 200 લિટર દૂધનું ઉત્પાદન થાય છે. તેઓ આ દૂધને બરૌની ડેરીમાં વેચે છે.

બ્રજેશ પશુઓ માટે પૌષ્ટિક આહાર અને વર્મી કમ્પોસ્ટ પણ તૈયાર કરે છે.
બ્રજેશ પશુઓ માટે પૌષ્ટિક આહાર અને વર્મી કમ્પોસ્ટ પણ તૈયાર કરે છે.

ધીમે ધીમે બ્રજેશનો વ્યાપ વધવા લાગ્યો અને તેમણે પશુઓ માટે પૌષ્ટિક આહાર અને વર્મી કમ્પોસ્ટ બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું. અત્યારે તેઓ કિસાનો પાસેથી પ્રોડક્ટ ખરીદે છે અને એનાથી પશુઓ માટે આહાર તૈયાર કરીને માર્કેટમાં સપ્લાઈ કરે છે. આજે બ્રેજશની 4 એકર જમીન પર ગૌશાળા, ગોબર ગેસ પ્લાન્ટ, વર્મી કમ્પોસ્ટ બનાવવાના મશીનથી લઈને મિલ્કિંગ મશીન પણ છે. કેટલ ફાર્મિંગ અને ડેરી અંગે ટ્રેનિંગ માટે તેઓ મહારાષ્ટ્રના કોલ્હાપુર પણ ગયા હતા. ત્યાર બાદ તેઓ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ, આણંદ(ગુજરાત) સાથે જોડાયા, જેના અંતર્ગત તેમણે અનેક કિસાનોને તાલીમ આપી. ઓન રેકોર્ડ 6 હજારથી વધુ ખેડૂતોને તેઓ તાલીમ આપી ચૂક્યા છે. આ સાથે 40 લોકોને પોતાને ત્યાં રોજગારી પણ આપે છે.

બ્રજેશ આગળ કહે છે, અમે મોડર્ન ટેક્નિકથી પશુપાલન કરીએ છીએ. તેઓ શોર્ટેટ સીમેનનો ઉપયોગ કરે છે, જેથી ગાય હંમેશાં વાછરડી જ પેદા કરે. એની સાથે જ તેઓ સરોગસી ગાય પણ પાળે છે. એ માટે તેમણે પુણેના વૈજ્ઞાનિકોની મદદ લીધી છે. તેમાં લગભગ 30 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.

કેટલ ફાર્મિંગની સાથે જ તેમણે હવે શાકભાજીની ખેતી પણ આ વર્ષથી શરૂ કરી છે.
કેટલ ફાર્મિંગની સાથે જ તેમણે હવે શાકભાજીની ખેતી પણ આ વર્ષથી શરૂ કરી છે.

આ કામ માટે બ્રજેશ અનેક મંચો પર સન્માનિત થઈ ચૂક્યા છે. પીએમ મોદી તેમની પ્રશંસા કરી ચૂક્યા છે. તેમણે બ્રજેશ સાથે વાતચીતનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જીતનરામ માંઝી બ્રજેશના કેટલ ફાર્મને જોવા આવી ચૂક્યા છે. હાલમાં જ તેમણે શાકભાજીની ખેતી પણ શરૂ કરી છે. લગભગ 4 એકર જમીન પર શિમલા મિર્ચ, સ્ટ્રોબેરી, શેરડી અને ટામેટાં ઉગાડ્યાં છે. થોડા દિવસ પછી એને માર્કેટમાં તેઓ લઈ જશે. એનાથી પણ સારી કમાણી થવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો