• Gujarati News
  • Dvb original
  • Punjab DGP And Chief Secretary May Be Prosecuted For PM's Security Breach, Center May Summon Him To Delhi

ભાસ્કર એક્સક્લૂઝિવ:PMની સુરક્ષામાં ચૂક મુદ્દે પંજાબના DGP અને મુખ્ય સચિવ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે, કેન્દ્ર તેમને દિલ્હી બોલાવશે

નવી દિલ્હી14 દિવસ પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી હોવાના મામલામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને આડે હાથ લેતાં વિગતવાર રિપોર્ટ માગ્યો છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર આ મામલે કડક પગલાં લઈ શકે છે. રાજ્યના DGP અને મુખ્ય સચિવ સામે શિક્ષાત્મક કાર્યવાહીની માગ થઈ શકે છે.

જો કેન્દ્ર આવું પગલું ભરે તો શું એ બંધારણીય હશે? આ અંગે પૂર્વ ડીજીપી પ્રકાશ સિંહ કહે છે, “કેન્દ્ર સીધી કાર્યવાહી ન કરી શકે. તે રાજ્યને DGPને બરતરફ કરવા માટેની માગ કરી શકે છે અથવા તો તેમને દિલ્હી બોલાવવાના આદેશ આપી શકે છે , પરંતુ બધું રાજ્ય સરકારની સંમતિથી કરવામાં આવશે.

તેઓ કહે છે, “આ આખા મામલામાં વડાપ્રધાન રોડ પર ટ્રાફિકમાં ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. ક્યાંક ને ક્યાંક રાજ્યની પોલીસ સવાલોના ઘેરામાં છે. તેણે એ રસ્તો કેમ ખુલ્લો ન કરાવ્યો? દેખાવકારો ત્યાં કેવી રીતે પહોંચ્યા હતા? તેથી કેન્દ્ર ડીજીપીને સમન્સ મોકલી શકે છે. નોટિસ મોકલી શકે છે. ડીજીપીને દિલ્હી મોકલવા કે નહીં, તેમને બરતરફ કરવા કે નહીં. આ નિર્ણય રાજ્ય સરકાર લેશે.

તો શું ચન્ની પણ મમતાની જેમ પોતાના અધિકારીઓનો બચાવ કરશે?

વડાપ્રધાન મોદીની બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી હતી, પરંતુ તેમનો કાફલો લગભગ 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો અને તેમને પરત ફરવું પડ્યું હતું.
વડાપ્રધાન મોદીની બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી હતી, પરંતુ તેમનો કાફલો લગભગ 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો અને તેમને પરત ફરવું પડ્યું હતું.

પૂર્વ ડીજીપી પ્રકાશ સિંહનું કહેવું છે કે એ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી પર નિર્ભર રહેશે. કેન્દ્રની સૂચના છતાં મમતાએ તેના પૂર્વ સચિવ અલાપન બંદ્યોપાધ્યાયને દિલ્હી મોકલ્યા નહોતા. પંજાબના સીએમ આ અંગે શું સ્ટેન્ડ લે છે એ તેમનો નિર્ણય હશે, પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે કેન્દ્ર ડીજીપી અને મુખ્ય સચિવને નોટિસ મોકલીને દિલ્હી બોલાવી શકે છે. જો આમ થાય અને પંજાબ સરકાર અડગ રહે તો સ્થિતિ બંગાળ જેવી થઈ શકે છે.

કેન્દ્રએ રાજ્ય સરકારની સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું
અમિત શાહના અત્યંત નજીકનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રએ આ મુદ્દે માત્ર રાજ્ય સરકારને જ નહીં, પરંતુ કોંગ્રેસના ટોચના નેતૃત્વને પણ ઘેરવાની તૈયારી કરી લીધી છે. અમિત શાહે સીધું જ આ બાબતે કોંગ્રેસ દ્વારા સર્જાયેલી ઘટના જણાવતાં આ અંગે વિગતવાર અહેવાલ માગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જવાબદારોને છોડવામાં આવશે નહીં.

આ 5 મુદ્દા પર કેન્દ્ર સરકાર પંજાબ સરકાર અને કોંગ્રેસ પર મોટા સવાલો કરશે

1. જ્યારે દેશનું કોઈ રાજ્ય PMની સુરક્ષાની જવાબદારી ન લઈ શકે તો એ રાજ્યની સુરક્ષા કેવી રીતે કરશે?

2. પંજાબ તેની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં આ ઘટના પંજાબની સુરક્ષા પર મોટો સવાલ ઊભો કરશે.

3. કોંગ્રેસનેતાઓ અને કાર્યકર્તાઓ જે રીતે ટ્વીટ કરી રહ્યા છે એનાથી તેમનો ઈરાદો સ્પષ્ટ છે કે દેશની બંધારણીય સંસ્થા એટલે કે પીએમની સુરક્ષા તેમના માટે ગંભીર મુદ્દો નથી.

4. કોંગ્રેસની ટોચની નેતાગીરીનું મૌન એક ષડયંત્ર તરફના સંકેત આપે છે.

5. હુસૈનીવાલા ખાતે ખેડૂતોનું એકઠા થવું અને રાજ્ય પોલીસ સક્રિય ન હોવાનું સૂચવે છે કે રાજધાનીમાં ખેડૂતોનું આંદોલન એ કોંગ્રેસ દ્વારા આયોજિત હતું.

વડાપ્રધાન મોદીની સુરક્ષા બાબતે પંજાબ સરકાર અને પોલીસ સવાલોના ઘેરાવમાં છે. જોકે મુખ્યમંત્રી ચન્નીનું કહેવું છે કે PM સુરક્ષિત હતા અને 10 હજાર સૈનિક તહેનાત હતા.
વડાપ્રધાન મોદીની સુરક્ષા બાબતે પંજાબ સરકાર અને પોલીસ સવાલોના ઘેરાવમાં છે. જોકે મુખ્યમંત્રી ચન્નીનું કહેવું છે કે PM સુરક્ષિત હતા અને 10 હજાર સૈનિક તહેનાત હતા.

આ પહેલાં બંગાળમાં પૂર્વ મુખ્ય સચિવ સામે કાર્યવાહી કરાઈ હતી
પ. બંગાળના પૂર્વ મુખ્ય સચિવ અલપન બંદ્યોપાધ્યાય સામે કેન્દ્રએ કડક કાર્યવાહી કરી છે. બંગાળમાં આવેલા યાસ વાવાઝોડા બાદ કેન્દ્ર તરફથી સમીક્ષા માટે PM દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પ. બંગાળનાં સીએમ અને પૂર્વ મુખ્ય સચિવ અલપન બંદ્યોપાધ્યાય હાજર રહ્યાં ન હતાં, આનાથી નારાજ થઈને કેન્દ્રએ શિક્ષાત્મક પગલાં લીધાં અને બંદ્યોપાધ્યાયને તાત્કાલિક અસરથી દિલ્હી બોલાવ્યા હતા. જોકે તેમની નિવૃત્તિ થોડા મહિનામાં જ થવાની હતી.

બંદ્યોપાધ્યાય પ. બંગાળનાં સીએમ મમતાના ખાસ હતા. મમતાએ તેમને મુખ્ય સચિવપદ પરથી રાજીનામું અપાવીને પોતાના સલાહકાર બનાવ્યા હતા. આ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને-સામને આવી ગયાં હતાં. ખરેખરમાં કેન્દ્ર રાજ્યના અધિકારીને નોટિસ મોકલી શકે છે. તેને બરતરફ કરવા કે દિલ્હી મોકલવાની માગ કરી શકે છે, પરંતુ નિર્ણય રાજ્યનો જ હશે. બંદ્યોપાધ્યાયની સામે પણ કેસ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...