કરિયર ફન્ડા:પ્રોફિટ વૈજ્ઞાનિક વિચાર આપે છે; પ્રોફેશનલ લાઈફમાં સાયન્ટિફિક થિંકિંગ અપનાવો

5 દિવસ પહેલા
  • શિક્ષણવિદ્ સંદીપ માનુધને

સમય કી રાહ પર વિજ્ઞાન, ટેક્નિકકા ગતિમાન હોના, અભી શેષ હૈ,
વૈજ્ઞાનિક સોચ કા શ્વાસો કી તરહ આના-જાના, અભી શેષ હૈ
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કા યુવા હોના અભી શેષ હૈ,
આમ જન મેં હમારી વિજ્ઞાન નીતિઓ કા રમણ ઔર અનુકરણ, અભી શેષ હૈ
- સૂર્યકાંત શર્મા

જે સવાલ પૂછે, વગર પૂછ્યે કંઈ ન માને, અંધવિશ્વાસથી દૂર રહે અને લોજિક તથા તર્કોથી પોતાની પ્રોફેશન અને લાઈફને યોગ્ય બનાવે, તે છે એક 'સાયન્ટિફિક વિચાર' વાળા પ્રોફેશનલ

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

વૈજ્ઞાનિક વિચાર
આ વૈજ્ઞાનિક વિચાર અંતે શું હોય છે? આ તો જીવન જીવવાની એક કોન્ફિડન્ટ પદ્ધતિ છે, જે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે અને જેમાં હોય છે પૂછપરછ (ઈન્વેસ્ટિગેશન), ભૌતિક વાસ્તવિકતાનું અવલોકન (ઓબ્ઝર્વેશન), પરીક્ષણ (ટેસ્ટિંગ), પરિકલ્પના (ઈમેજિનેશન), વિશ્લેષણ (એનાલિસિસ) અને સંચાર (કોમ્યુનિકેશન).

વૈજ્ઞાનિક વિચાર રાખનારા પ્રોફેશનલ (કોઈ પણ ફિલ્ડના) (1) ક્યારેય સહેલાયથી રાહ નથી ભટકતો, (2) મૂર્ખ નથી બનાવી શકાતા અને (3) પોતાની બુદ્ધિનો ઉપયોગ નથી છોડતો.

ભારતમાં તમામ મોટા કોર્પોરેટ પોતાના ડિસિશન-મેકિંગ ઘણાં જ તર્કશીલ, વૈજ્ઞાનિક અને એવિડન્સ બેઝ્ડ કરે છે.

નહેરુનું જોરદાર સાયન્ટિફિક વિઝન
"વૈજ્ઞાનિક સ્વભાવ" એક દ્રષ્ટિકોણ છે જેમાં તર્ક (લોજિક)નો ઉપયોગ સામેલ થાય છે. ચર્ચા (ડિસ્કશન), તર્ક (લોજિક) અને વિશ્લેષણ (એનાલિસિસ) વૈજ્ઞાનિક સ્વભાવના મહત્ત્વપૂર્ણ અંગ છે. નિષ્પક્ષતા, સમાનતા અને લોકતંત્રના તત્ત્વ તેમાં નિર્મિત છે. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ 1946માં આ વાક્યાંશનો ઉપયોગ કરનાર પહેલી વ્યક્તિ હતા.

ચમત્કારી વિચાર જોતા નહેરુએ 1948માં ઈન્ડિયન એટોમિક એનર્જી કમિશન બનાવ્યું, અને 1954માં ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી આવ્યું. આ દૂરંદેશી વૈજ્ઞાનિક વિચારનું પરિણામ છે ભારતના પરમાણુ બોમ્બ કાર્યક્રમ, અને સમગ્ર ઈસરો. ક્યાં હોત આપણે આના વગર?

બંધારણમાં વિજ્ઞાન
વડાપ્રધાન મોદીએ "કર્તવ્ય પથ" નામકરણ કરીને આપણને એક મોટો સંદેશ આપ્યો છે. શું સંદેશ છે? કે આપણે આપણાં મૂળ કર્તવ્યોનું પાલન કરવાનું રહેશે.

તો મૂળ કર્તવ્ય (ફન્ડામેન્ટલ ડ્યૂટીઝ) શું છે?
1976માં તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે 42મા બંધારણ સંશોધન દ્વારા બંધારણમાં ફન્ડામેન્ટલ ડ્યૂટીઝ (એટલે કે મૌલિક અધિકારો)ને આર્ટિકલ 51A દ્વારા જોડ્યો. જેની કલમ 51-A(H) મુજબ "વૈજ્ઞાનિક પ્રવૃત્તિ, માનવતા અને સવાલ તેમજ સુધારાની ભાવનાનો વિકાસ કરવો" દરેક નાગરિકનું દાયિત્વ છે.

વિજ્ઞાન અને વિકાસ
જે બાદનાં વર્ષોમાં તેમના વૈજ્ઞાનિક વિકાસ થયા જેમ કે રાજીવ ગાંધી સરકારના સમયગાળામાં કોમ્પ્યુટરાઈઝેશન, ટેલિકોમ, રિવોલ્યુશન, નવોદય વિદ્યાલયનું ગઠન. રાવ સરકારના સમયગાળા દરમિયાન અર્થ વ્યવસ્થાને રાવ-મનમોહન મોડલ સહિત તમામ આ વિચારની ભેટ હતા.

વૈજ્ઞાનિક વિચારની સાથે કોમન-સેન્સ જરૂરી કહેવાય છે કે માત્ર વિજ્ઞાનની સમજ તમને ચતુર કે વૈજ્ઞાનિક વિચાર નથી આપતી, પરંતુ કોમન-સેન્સ સાથે હોય તે જરૂરી છે. એક ઉમદા વાર્તા સાંભળો.

1) એક શહેરમાં ચાર મિત્રો રહેતા હતા. ત્રણ મોટા વૈજ્ઞાનિક પરંતુ બુદ્ધિરહિત તથા ચોથો વૈજ્ઞાનિક નહીં પરંતુ બુદ્ધિમાન. ચારેએ વિદેશ જઈને ધનસંગ્રહ કરવાનું વિચાર્યું અને નીકળી પડ્યા.

2) થોડે દૂર જઈને તેમને જંગલમાં એક સિંહનું મૃત શરીર મળ્યું. તેનાં અંગ-પ્રત્યંગ વિખરાયેલાં હતાં. ત્રણેય અભિમાની વૈજ્ઞાનિક યુવકોએ કહ્યું, "આવો, આપણે આપણી વિજ્ઞાનના શિક્ષણની પરીક્ષા કરીએ. વિજ્ઞાનના પ્રભાવથી આપણે આ મૃત શરીરમાં નવા પ્રાણ નાખી શકીએ છીએ." આવું કહીને ત્રણેય તેનાં હાડકાં ભેગાં કરવા લાગ્યા અને વિખરાયેલાં અંગોને ભેગાં કરવામાં લાગી ગયા.

3) એક યુવાને અસ્થિસંચય કર્યું, બીજાએ ચામડી, માંસ, રુધિરનું મિશ્રણ કર્યું અને ત્રીજાએ પ્રાણ સંચારની પ્રક્રિયા શરૂ કરી.

4) એટલામાં વિજ્ઞાનના શિક્ષણથી રહિત, પરંતુ બુદ્ધિમાન મિત્રએ તેમને સાવચેત કરતા કહ્યું- "એક મિનિટ થોભો. તમે લોકો તમારી વિદ્યાના પ્રભાવથી સિંહને જીવિત કરી રહ્યા છો. તે જીવતો થશે તે સાથે જ તમને મારીને ખાઈ જશે."

5) વૈજ્ઞાનિક મિત્રોએ તેની વાત અવગણી. ત્યારે તે બુદ્ધિમાને કહ્યું, "જો તમારે તમારી વિદ્યાનો ચમત્કાર દેખાડવો છે તો દેખાડો, પરંતુ એક મિનિટ હું વૃક્ષ પર ચઢી જઉં." આવું કહીને તે ઝાડ પર ચઢી ગયો. એટલામાં ત્રણેય વૈજ્ઞાનિકોએ સિંહને જીવતો કરી દીધો. જીવતો થતાં જ સિંહે ત્રણેય પર હુમલો કરી દીધો અને ત્રણેય મરી ગયા.

તમે પણ ડેવલપ કરો વૈજ્ઞાનિક વિચાર
વૈજ્ઞાનિક વિચાર કોઈ ફોર્મલ શિક્ષણનું ગુલામ નથી. ઈલેક્ટ્રિસિટીના મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત આપનાર માઈકલ ફૈરાડેને વિજ્ઞાનનું ફોર્મલ શિક્ષણ મળ્યું ન હતું, તેમ છતાં તે મહાન વૈજ્ઞાનિકમાંથી એક છે. વૈજ્ઞાનિક વિચાર માટે જે જરૂરી વાત છે, તે એ છે કે, કોઈ પણ વાત પર અંધવિશ્વાસ ન કરો.

અંધવિશ્વાસ વ્યક્તિની સૌથી ખરાબ ટેવમાંથી એક છે, તે નશો કરવો કે જુગાર રમવાથી પણ ખરાબ છે. કોઈ વસ્તુ પર અંધવિશ્વાસ ન કરીને તેને પોતાના લોજિકની પરીક્ષા પર ટટોળવું તે જ વૈજ્ઞાનિક વિચાર છે.

તો આજનું કરિયર ફન્ડા એ છે કે પોતાના મગજ પર વિશ્વાસ રાખો, ખૂબ વિચારો, સવાલો કરો, તથ્યોથી લઈને તર્કોને ચકાસો, અને તે પછી જ કોઈ નિર્ણય કરો.

કરીને દેખાડીશું!