તમે પાનકાર્ડ કઢાવ્યું જ નથી ?:નવું પાનકાર્ડ મેળવવા માટે ઘેરબેઠાં ઓનલાઇન પ્રોસેસ કરો, 7થી 15 દિવસમાં પોસ્ટમાં પાનકાર્ડ ઘરે આવી જશે

7 મહિનો પહેલા
  • આધારકાર્ડ, ફોટો અને તમારી સહીને સ્કેન કરીને તૈયાર રાખો

તમારી પાસે ચૂંટણીકાર્ડ છે, આધારકાર્ડ છે, રેશનકાર્ડ છે, પણ પાનકાર્ડ નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંય ધક્કા ખાવાની પણ જરૂર નથી. તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાંથી ઓનલાઇન પ્રોસેસ કરીને નવું પાનકાર્ડ ઘેરબેઠાં મેળવી શકો છો. અત્યારે ઘણા લોકો એવા છે કે જે પાનકાર્ડનું મહત્ત્વ સમજતા નથી અને એ મેળવવામાં આળસ કરે છે. બીજું, પાનકાર્ડ મોટાનું જ નીકળે એ જરૂરી નથી, પણ માઈનોરનું એટલે કે બાળકનું પણ પાનકાર્ડ નીકળી શકે. હા, માઇનોર કાર્ડમાં સહી નથી હોતી. જો તમે 18 વર્ષથી વધુની ઉંમરના છો તો પાનકાર્ડમાં સહી જરૂરી છે. એક વાત ખાસ યાદ રાખો કે જો તમારી પાસે પાનકાર્ડ છે અને ખોવાઈ ગયું છે અથવા એક પાનકાર્ડ છે અને બીજું પાનકાર્ડ કઢાવવાનો પ્રયાસ કરો છો તો તમને 10 હજાર રૂપિયાની પેનલ્ટી લાગી શકે છે. એટલે તમે લાઇફમાં ક્યારેય પાનકાર્ડ મેળવ્યું નથી તો જ તમે આ પ્રોસેસ કરી શકો છો. ઓનલાઇન પાનકાર્ડ કેવી રીતે નીકળી શકે એની આખી પ્રક્રિયા અહીં ગ્રાફિકમાં સમજીએ..

ગ્રાફિક્સ : સન્ની પટેલ

અન્ય સમાચારો પણ છે...