• Gujarati News
  • Dvb original
  • Priyanka Will Not Contest From Anywhere, Tradition Of Gandhi Family Will Remain The Same, Emphasis Will Be Laid On Campaigning Across UP

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી:પ્રિયંકા ક્યાંયથી ચૂંટણી નહિ લડે, યથાવત્ રહેશે ગાંધી પરિવારની પરંપરા, સમગ્ર UPમાં પ્રચાર પર અપાશે ભાર

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી

આગામી વર્ષે UPમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તરપ્રદેશનાં પ્રભારી પ્રિયંકા ગાંધી-વાડ્રાની UPની અમેઠી કે રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડવા અંગેની અટકળો લાગવા લાગી છે. જોકે કોંગ્રેસના ટોપ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ન્યૂઝ પાયાવિહોણા છે. પ્રિયંકા ગાંધી કોઈપણ જગ્યાએથી ચૂંટણી લડવાનાં નથી. ગાંધી પરિવારના કોઈપણ સભ્ય વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાગ લેશે નહિ.

એટલે કે વિધાનસભામાં ગાંધી પરિવારની ચૂંટણી ન લડવાની પરંપરા યથાવત્ રહેશે. તો પછી આ સમાચારને બળ ક્યાંથી મળશે? બે દિવસ પહેલાં પ્રિયંકા તેની માતા અને ઈન્ટેરિમ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીના લોકસભા ક્ષેત્ર રાયબરેલીમાં હતાં. આ દરમિયાન તેમના જ કાર્યકર્તાઓ તેઓ આ સીટ પરથી ચૂંટણી લડે એવી માગ કરી હતી.

પ્રિયંકા ગાંધીએ તેનો સીધો જવાબ ન આપવાની જગ્યાએ કહ્યું હતું કે હું હાલ તમને કોઈ વાયદો કરી શકું એમ નથી. જોકે પાર્ટીમાં તેને લઈને ચર્ચા જરૂર કરીશ. જેવો નિર્દેશ આવશે તેમ કરીશ.

તો શું પ્રિયંકા ગાંધીએ પાર્ટીમાં ચર્ચા-વિચારણા માટે વાત આગ વધારી. UPના સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે નેતા ફિલ્ડમાં હોય છે તો પોતાના કાર્યકર્તાઓની હામાં હા કરે છે. જો નેતા પોતાના જ કાર્યકર્તાઓની માગ એકદમથી ફગાવી દેશે તો તેમનો ઉત્સાહ જ ભાંગી જશે. બીજી તરફ કાર્યકર્તા પણ પોતાના ટોપ નેતૃત્વ સાથે આ પ્રકારની માગ કરતા રહે છે.

કાર્યકર્તા પણ જાણે છે કે આ શક્ય નથી. કાર્યકર્તાઓ અને પ્રિયંકા ગાંધીનો સંવાદ બસ ઔપચારિકતાભર્યો હતો. પ્રદેશ સ્તરના કોંગ્રેસના સૂત્રે ખૂબ જ હળવા અંદાજમાં જણાવ્યું હતું કે આ પ્રકારના ન્યૂઝને જાણીજોઈને મીડિયામાં ફેલાવવામાં આવે છે, જેથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ રહે અને મીડિયામાં સમાચાર આવતા રહે. તેમણે સ્પષ્ટ કહ્યું, પ્રિયંકા કે તેમના પરિવારના કોઈપણ સભ્ય ચૂંટણી લડવાના નથી.

ચાર પોઈન્ટ્સમાં સમજો પ્રિયંકાના ચૂંટણી લડવાના સમાચાર સત્ય નથી

1. કોંગ્રેસ સ્પષ્ટ ઈશારો કરી રહી છે કે ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા જ મુખ્યમંત્રીનો ચહેરો બની શકે છે. જો કોંગ્રેસ એવી સ્થિતિમાં આવે છે કે તે પોતાના મુખ્યમંત્રી બનાવી શકે તોપણ તેમની પાસે 6 મહિનાનો સમય હશે, ચૂંટણી લડવા અને જીતવાનો. આવી સ્થિતિમાં ચૂંટણી લડવી અને જીતવી બંને સરળ હશે. તો પછીથી પહેલેથી જોખમ શા માટે લેવું. 2. પ્રિયંકાની હાજરી કોઈ એક સીટમાં નહિ, પરંતુ સમગ્ર UP માટે જરૂરી છે. આ રીતે પણ અમેઠી કે રાયબરેલીમાંથી ચૂંટણી લડવાની વાત બિલકુલ નિરાધાર છે. 3. કોંગ્રેસના હાઈકમાન્ડનો ક્યારે પણ આવો દાવો ચાલશે નહિ, જેનાથી ગાંધી પરિવારના નેતૃત્વ પર સવાલ ઊઠે. 4. એમ કહેવાઈ રહ્યું છે કે પ્રિયંકાની વિધાનસભા ચૂંટણી લડવાના સમાચારનું ખંડન પણ ઝડપથી આવશે નહિ. પાર્ટીના સ્ટ્રેટેજિસ્ટોનું કહેવું છે કે આવા સમાચારોની ચર્ચાથી કોંગ્રેસને નુકસાનની જગ્યાએ ફાયદો છે.

અન્ય સમાચારો પણ છે...