• Gujarati News
  • Dvb original
  • Prepares Mushrooms From Grain Straw MBA Graduate Anniversary; Earned Rs 20 Lakh A Year, Also Employed 35 People

આજના પોઝિટિવ સમાચાર:અનાજની પરાળથી મશરૂમ તૈયાર કરે છે MBA ગ્રેજ્યુએટ જયંતી; વર્ષે 20 લાખ રૂ.ની કમાણી, 35 લોકોને રોજગારી પણ આપી

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છત્તીસગઢ, પંજાબ, ઓડિશા, યુપી અને બિહાર સહિત અનેક રાજ્યોમાં અનાજની ખેતી મોટા પાયે થાય છે. મોટાભાગના ખેડૂતો પાક લણ્યા પછી તેની પરાળ બાળે છે અથવા તો ખેતરમાં જ છોડી દે છે. તેનાથી ખેતરને તો નુકસાન થાય જ છે પણ સાથે પર્યાવરણને પણ મોટાપાયે અસર થાય છે. ઓડિશાના બારગઢ જિલ્લાની રહેવાસી જયંતી પ્રધાને આ સમસ્યાને દૂર કરવા માટે એક પહેલ કરી છે. તે નકામી પરાળથી મશરૂમની ખેતી અને વર્મીકમ્પોસ્ટ તૈયાર કરવાનું કામ કરે છે. તેનાથી તે દર વર્ષે 20 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે.

38 વર્ષની જયંતી MBA ગ્રેજ્યુએટ છે. તેઓ કહે છે કે હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું. પિતા ઈચ્છતા હતા કે ભણીને કંઈક કરૂં. તેથી એમબીએની ડિગ્રી પણ લીધી, પરંતુ હું કોઈ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરવાના બદલે ફાર્મિંગમાં કરિયર બનાવવા માગતી હતી. આથી નોકરી માટે ક્યારેય કોશિશ ન કરી.

જયંતી કહે છે કે અમારા વિસ્તારમાં મોટાભાગના લોકો અનાજની ખેતી કરે છે. તેનાથી ખૂબ સારી કમાણી થતી નથી. આથી મેં નક્કી કર્યુ કે કોઈ એવી ખેતી કરવામાં આવે કે જે માત્ર ગુજરાન ન ચલાવે પણ કમાણીનો સ્ત્રોત પણ હોય. જેનાથી બીજા લોકોને પણ રોજગારી સાથે જોડી શકાય.

જયંતી અનાજની પરાળથી મશરૂમ તૈયાર કરે છે. તેને પેડી સ્ટ્રો મશરૂમ કહે છે. તેમાં ખર્ચ ઓછો હોય છે.
જયંતી અનાજની પરાળથી મશરૂમ તૈયાર કરે છે. તેને પેડી સ્ટ્રો મશરૂમ કહે છે. તેમાં ખર્ચ ઓછો હોય છે.

જયંતી કહે છે કે અમારે ત્યાં પરાળ એક મોટી સમસ્યા છે. ખેડૂત તેને લઈને પરેશાન રહે છે, તેના માટે આ નકામી ચીજ છે. તેઓ તેને ક્યાંક ફેંકી દે છે અથવા બાળી નાખે છે. મેં થોડું આમતેમ સર્ચ કર્યુ તો ખ્યાલ આવ્યો કે મશરૂમની ખેતી માટે જે બેડ તૈયાર કરાય છે, તેમાં આ પરાળનો ઉપયોગ કરી શકાય છે. તેના પછી 2003માં મેં નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી ટ્રેનિંગ લીધી અને પેડી સ્ટ્રો મશરૂમ ઉગાડવાનું શરૂ કર્યુ.

પ્રથમ લોકોને મફતમાં મશરૂમ આપ્યા, પછી માર્કેટિંગ શરૂ કર્યુ
જયંતી કહે છે કે શરૂઆતના થોડા મહિના મેં આસપાસના વિસ્તારોમાં લોકોને મફતમાં મશરૂમ ખાવા માટે આપ્યા. જ્યારે તેમને મારી પ્રોડક્ટ પસંદ આવી તો બીજી વખતથી લોકો ખુદ જ ઓર્ડર કરવા લાગ્યા. તેની સાથે જ અમે લોકલ માર્કેટમાં પણ કોન્ટેક્ટ કર્યો. અનેક રિટેલર્સ સાથે વાત કરી અને તેમને અમે મશરૂમ ઉપલબ્ધ કરાવવા લાગ્યા. તેના પછીના વર્ષે અમે પ્રોડક્ટ વધારી. અત્યારે અમે લોકો સોશિયલ મીડિયા દ્વારા પણ માર્કેટિંગ કરીએ છીએ. અમે તેના માટે વ્હોટ્સ એપ ગ્રૂપ પણ બનાવ્યું છે. જેના માધ્યમથી લોકો પોતાનો ઓર્ડર આપે છે.

વર્ષ 2008માં કાલાહાંડીના રહેવાસી બીરેન્દ્ર પ્રધાન સાથે જયંતીના લગ્ન થયા. બીરેન્દ્ર ત્યારે સરકારી નોકરી કરતા હતા, પરંતુ જ્યારે તેમણે જોયું કે જયંતી સારૂં કામ કરી રહી છે અને તેને સપોર્ટની જરૂર છે તો બીરેન્દ્રએ નોકરી છોડી દીધી. તેઓ પણ જયંતીની સાથે ખેતીમાં જોડાયા.

તૈયાર કર્યો મહિલા સમૂહ, 100થી વધુ મહિલાઓ જોડાઈ

જયંતીએ 35 લોકોને રોજગારી આપી છે. તેની સાથે જ તેઓ સ્થાનિક મહિલાઓને મશરૂમની ખેતીની ટ્રેનિંગ પણ આપે છે.
જયંતીએ 35 લોકોને રોજગારી આપી છે. તેની સાથે જ તેઓ સ્થાનિક મહિલાઓને મશરૂમની ખેતીની ટ્રેનિંગ પણ આપે છે.

જયંતીએ સ્થાનિક મહિલાઓનું એક ગ્રૂપ તૈયાર કર્યુ છે. તેમાં 100થી વધુ મહિલાઓ જોડાઈ છે. જયંતી તેમને પેડી સ્ટ્રો મશરૂમની ખેતી અને પ્રોસેસિંગની ટ્રેનિંગ આપે છે. આ મહિલાઓ પોતાની પ્રોડક્ટ તૈયાર કર્યા પછી જયંતીને પહોંચાડી દે છે. પછી જયંતી તેને માર્કેટમાં સપ્લાઈ કરે છે. દર મહિને 200 ક્વિન્ટલથી વધુ મશરૂમનું પ્રોડક્શન આ મહિલાઓ કરે છે. તેની સાથે જ તેમણે 35 લોકોને રોજગારી પણ આપી છે જે ખેતી અને પ્રોડક્ટ્સની પ્રોસેસિંગમાં જયંતીની મદદ કરે છે. અત્યારે તેઓ મશરૂમમાંથી પ્રોસેસિંગ પછી અથાણાં, પાપડ જેવી એક ડઝન પ્રોડક્ટ તૈયાર કરીને સ્થાનિક માર્કેટમાં મોકલે છે.

જયંતી કહે છે કે મશરૂમ તૈયાર કર્યા પછી જે પરાળ બચે છે, અમે તેનો ઉપયોગ વર્મીકમ્પોસ્ટ તૈયાર કરવામાં કરીએ છીએ. તેનો લાભ એ થાય છે કે અમારે ખાતર માટે અન્ય કોઈ સોર્સ પર નિર્ભર રહેવું પડતું નથી અને પરાળની સમસ્યાનો પણ ઉકેલ આવી જાય છે.

પેડી સ્ટ્રો મશરૂમની ખેતી કેવી રીતે કરવી?
પેડી સ્ટ્રો મશરૂમ એટલે કે પરાળથી તૈયાર કરાતા મશરૂમ. સામાન્ય રીતે અનાજવાળા પ્રદેશોમાં તેની ખેતી કરવામાં આવે છે. તેના માટે મશરૂમના બીજ એટલે કે સ્પાન, મોટી માત્રામાં પરાળ, વાંસ, પ્લાસ્ટિક અને પાણીની જરૂર હોય છે. સૌપ્રથમ પરાળને નાના બંડલમાં બાંધી લેવાય છે. તેના પછી એક રાત સુધી તેને પાણીમાં પલાળી રાખવામાં આવે છે. બીજા દિવસે ખુલ્લામાં કે હવાદાર જગ્યાએ મશરૂમ ઉગાડવા માટે બેડ તૈયાર કરવામાં આવે છે. આ બેડ વાંસની મદદથી તૈયાર કરાય છે. તેમાં અલગ અલગ ત્રણથી ચાર લેયરમાં પરાળ નાખવામાં આવે છે. તેના ઉપર સ્પાન નાખીને ચારે તરફ ફેલાવી દેવામાં આવે છે અને પછી પરાળને પ્લાસ્ટિકથી કવર કરી દેવાય છે. 8-10 દિવસની અંદર મશરૂમ તૈયાર થઈ જાય છે.

હવે ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ પર ભાર મૂક્યો
જયંતી અને બીરેન્દ્ર સાથે મળીને હવે મશરૂમ કલ્ટીવેશન સાથે જ ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ પર ભાર આપી રહ્યા છે. તેમણે બારગઢની સાથે કાલાહાંડીમાં પણ પોતાનું યુનિટ શરૂ કર્યુ છે. જયંતી કહે છે કે અમે બારગઢમાં મશરૂમની ખેતી અને વર્મીકમ્પોસ્ટ તૈયાર કરીએ છીએ. આ સાથે એક નર્સરી પણ શરૂ કરી છે. જ્યારે કાલાહાંડીમાં મત્સ્ય પાલન, મરઘાં ઉછેર, બકરી પાલન અને ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરીએ છીએ. એ માટે અમે પાંચ એકર જમીન પર તળાવ ખોદાવ્યું છે.

ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ કેવી રીતે કરી શકાય?
ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ અત્યારે ખૂબ ટ્રેન્ડિંગ છે. મોટાભાગના ખેડૂતો નફા માટે આ રીત અપનાવે છે. તેમાં એકસાથે અનેક ચીજોની પ્રેક્ટિસ કરવામાં આવે છે. જેમકે તમે તમારી જમીનને ત્રણ-ચાર હિસ્સામાં વહેંચી દો છો. એક હિસ્સામાં ઓર્ગેનિક શાકભાજીની ખેતી, બીજા હિસ્સામાં ટ્રેડિશનલ ખેતી, ત્રીજા હિસ્સામાં તળાવ અને ચોથા હિસ્સામાં પશુપાલન. આ તમામ એકબીજા પર નિર્ભર રહેતા કમ્પોનન્ટ્સ છે. તમે ફળો અને શાકભાજીની ખેતી કરો છો તો તમારા પશુઓ માટે ચારો મળી રહે છે. બીજી તરફ આ પશુઓના છાણનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર તરીકે કરી શકો છો. તેનાથી ઓછા ખર્ચમાં વધુ કમાણી થાય છે. આ સાથે જ સમયની પણ બચત થાય છે. આ રીતે તળાવનો ઉપયોગ મત્સ્ય પાલનની સાથે જ સિંચાઈ માટે પણ કરી શકાય છે.

જયંતી પ્રધાનને સન્માનિત કરી રહ્યા છે તત્કાલિન કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહ.
જયંતી પ્રધાનને સન્માનિત કરી રહ્યા છે તત્કાલિન કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહ.